Saturday, July 31, 2010

मैं न जानू की कौन हूँ मैं,


मैं न जानू की कौन हूँ मैं,
लोग कहते है सबसे जुदा हूँ मैं,
मुझे तो प्यार हैं सब से,
पर, पता नही कितने प्यार करते हैं मुझसे,
मुश्किलो में फसने कि आदत मेरी,
बेवज़ह सपने देखने कि आदत मेरी।

मैं तो हूँ ही मनचला,
जो मन किया उसी राह पर चल पड़ा,
आसमान से लगता नही है डर,
मुश्किले आयेगी बहुत मगर,
ज़मीन पर चलना भी नही चाहता,
मैं तो बस सबसे अलग बनना चाहता।

फिर भी पता नही हैं जाना कहाँ हैं,
कुछ रास्ते तो दिख रहे हैं,
पर लक्ष्य लापता हैं,
और अगर यहीं जिन्दगी हैं,
तो वो भी मिलेगी यहीं कहीं,
मैं तो हूँ ही, तेरी तलाश में।

मेरे साथ कुछ कदम चलो तुम ज़रा,
पता नही है मेरे हमसफर का,
काश के ये जवाब हम जान पाते,
तुम्हे अपने दिल कुछ जगह दे पाते,
फिर न रहते हम अकेले,
जो साथ तुम कभी चलते।

जाते जाते समय की रेत पर,
कुछ निशान छोड़ कर जाऊंगा,
दुनिया याद करे ऐसी पहचान ,
बन कर दिखाऊंगा,
मै हर दिल मे, याद बनके ज़िंदा रह जाऊंगा,
मै हर दिल मे, याद बनके ज़िंदा रह जाऊंगा
jnpatel

Wednesday, July 28, 2010

किसी ने कहा मोहब्बत क्या है



किसी ने कहा मोहब्बत क्या है ?
~~~~~~~~~~~~~~~~~~~~~

समंदर ने कहा …..
मोहब्बत समंदर की गहराइयों में छुपी इक सीप है
जिस में चाहत जैसी अनमोल मोती होती है

बादल ने कहा …..
मोहब्बत एक इन्द्रधनुष है जिस में हर रंग समाया है

शायर ने कहा …..
मोहब्बत एक ऐसी ग़ज़ल है जो
हर एक सुनने वाले के दिल में उतर जाती है

माली ने कहा …..
मोहब्बत गुलशन के फूलो की वो दिलकश खुशबू है
जिससे सारा गुलशन महक उठता है

आँखों ने कहा …..
मोहब्बत आंसू का समंदर है जो किसी के
इन्तेज़ार में खामोशी से बैठा है

नसीब ने कहा …..
मोहब्बत करने वाले इस दुनिया के खुशकिस्मत इंसान है
और जिस के दिल में मोहब्बत नहीं वो इस दुनिया का बदतरीन इंसान है.

दिल ने कहा …..
मोहब्बत किसी को खामोशी से चाह जाने का नाम है ..........

jnpatel

Monday, July 26, 2010

લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!

લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર
ઉતારી લઉ છું

વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની
કોશીશ કરી લઉ છું

જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ પોતાના કર્મોની ઝલક અચુક
લઇ લઉ છું

ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ રણમાં પાણીના આભાસથી દોટ
મૂકી દઉ છું

બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ અપશબ્દ નીકળ્તા પહેલા
જીભને સંભાળી લઉ છું

સાંભળતા આવડે છે કે નહી, એ
ખબર નથી!
પણ મળેલી સાચી સલાહ જીવનમાં
આવરી લઉ છું

રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ જીવનની રમતોમાં કોઇક રમત
જીતી લઉ છું

વ્યક્ત કરતા આવડે છે કે નહી,
એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો
ભાગ ભજવી લઉ છું

જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી નાની
મોટી ખુશીઓ છીનવી લઉ છું

અનુભવતા આવડે છે કે નહી, એ
ખબર નથી!
પણ કુદરતના હિસ્સા તરીકે
પોતાની તરફ ઇશારો કરી લઉ.....
jnpatel

ગયા હતા પાણીની શોધમાં

ગયા હતા પાણીની શોધમાં
રેતીમાં જ ઉભા રહી ગયા

સામનો કરવાનો હતો આંધીનો
શાહમૃગ જેવા જડ થઈ ગયા

ખબર હતી મહેલોનો અંજામ
ખજાનામાં જ આળોટતા રહી ગયા

બદલવાના હતા વિચારોને
વસ્ત્રો પર અડ્યા રહી ગયા

ખુશીયો હતી સમ્રુદ્ર જેવી ફેલાયેલી
પ્યાલામાં જ શોધતા રહી ગયા

વડના વૃક્ષે ફેલાવી હતી છાયા
નાગફણીમાં જ શોધતા રહી ગયા

જીવનભર શીખ્યા નૈતિકતાના પાઠ
થઈ પરીક્ષા, તો તાકતા રહી ગયા

જવાનુ હતુ ક્યાંક અને પહોંચ્યા ક્યાંક બીજે
સાચા સરનામા તો અંદર જ રહી ગયા

jnpatel

મિત્રતા તો હૃદયનો સંબંધ છે

મિત્રતા તો હૃદયનો સંબંધ છે "
સાચી મિત્રતા એ તો એક છોડ જેવી છે જે ધીમેથી વધે છે. પછી વિરાટ વૃક્ષ થઈ જીવનભર તેની શીતળ છાંયા આપે છે.

કલાઉટ મેમેટે કહ્યું છે કે ‘મિત્રો તરબૂચ જેવા હોય છે. કારણ શું?
કારણકે, ઉત્તમને શોધવા બધાનો સ્વાદ ચાખવો પડે છે.’

મહાન વિચારક સોક્રેટીસે પણ કહ્યું છે કે ‘મિત્ર બનાવતા પહેલા સો વખત વિચારો અને મિત્ર બનાવ્યા પછી તેને કાયમ માટે ટકાવી રાખો.’
ખલિલ જિબ્રાને કહ્યું છે કે, ‘જેની સાથે તમે મોજ માણી હોય તેને તમે કદાચ ભૂલી જાઓ, પણ જેની સાથે તમે આંસુ સાર્યા હોય તેને હરગિજ ના ભૂલતા.’

સંત તુલસીદાસે પણ કહ્યું છે કે, ‘બિપતિકાલ કર સતગુન નેહા, શ્રુતિ કહ સંત મિત્ર ગુન એહા.’
દુ:ખમાં પણ સાથ આપે તે મિત્રનો ગુણ છે. મિત્રતા તો એક રેશમી ઋણાનુંબંધ છે. એક ઉત્તમ અનુભવ છે. મૈત્રી એ તો શીતળ-મધુર છાંયડો છે.

મૈત્રી એ તો જીવનની મોટી સૌગાત છે. મિત્રતા કોની સાથે કરવી? ક્યારે કરવી? કેમ કરવી? અને કોની સાથે ન કરવી?
મિત્રો, તેનું કોઈ ગણિત નથી હોતું, કે તેની કોઈ વિશિષ્ટ તિથિ નથી

jnpatel

જિદગી જીવી જાણો


લાંબી આ સફરમાં જિંદગીના ઘણા રૂપ જોયા છે,

તમે એકલા શાને રડો છો, સાથી તો અમે ય ખોયા છે.


આપ કહોછો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે.

અરે આપ શું જાણો, આ સ્મિતમાં કેટલા દુઃખ વસે છે.



મંઝિલ સુધી ના પહોંચ્યા તમે, એ વાતથી દુઃખી છો.

અરે ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો તમે સુખી છો

.

આપને ફરિયાદ છે કે કોઇને, તમારા વિશે સૂઝ્યું નથી.

અરે અમને તો “કેમ છો?”એટલું યે કોઇએ પૂછ્યું નથી.



જે થયું નથી એનો, અફસોસ શાને કરો છો,

આ જિંદગી જીવવા માટે છે ,આમ રોજ રોજ શાને મરો છો.


આદુનિયામાં સંપૂર્ણ સુખી, તો કોઇ જ નથી.

એક આંખ તો એવી બતાવો, જેક્યારેય રોઇ નથી.



બસ એટલું જ કહેવું છે,જિંદગીની દરેક ક્ષણ દિલથી માણો.

નશીબથી મળી છે જિંદગી, તો એને જીવી જાણો

jnpatel

ચાલને થોડી જીંદગી જીવી લઈએ

ચાલને થોડી જીંદગી જીવી લઈએ
ગમતી આપણી ક્ષણો જીવી લઈએ

આકાશમાં આપણે પણ ઉડી લઈએ,
ત્યાંથી મનગમતા રંગો વીણી લઈએ

રંગોના એ બધા કાફલાને વહેંચી લઈએ,
નોખા શમણાઓને એનાથી સીંચીં લઈએ

તારાઓની ફરીથી ગણતરી કરી લઈએ,
ગમતા તારાઓને આંખોમાં ભરી લઈએ

આપેલા કોલને ભીતર માં જ જડી લઈએ,
હવે એકમેકનો સાથ કાયમ માંગી લઈએ

વન વીનાના જીવનની વ્યાખ્યા જાણી લઈએ,
પંપાળી જીંદગીને એનો આભાર માની લઈએ

સમય ખૂબ જ ઓછો છે, યાદ કરી લઈએ,
ઢળતો સૂરજ,ઉગતી સાંજો ની બાકી નોંધી લઈએ.

jnpatel
શબ્દો સરી પડે છે ફરીયાદ બની બની....
અશ્રુ ઢળી પડે છે વરસાદ બની બની....

મળી ગયા'તા કોઈ સ્વપ્નો બની બની....
ભુલાઈ ગયા એ પણ હવે યાદ બની બની....

આશ્ચર્ય એ નથી કે કોઈ ને ખબર ના પડી....
ઘૂંટાઈ ગયા અમે સ્વછોશ્વાસ બની બની....

કોઈ નોંધ મારા કાર્યની ભલે હોય કે ના હોય .....
વળગી રહ્યો છું રાહ ને નિષ્ફળ પ્રયાસ બની બની....

મનુષ્ય રૂપે કેમ હવે ભગવાન થતા નથી....
દાઝી ગયા હશે એ પણ "માણસ" ની જાત બની બની....

jnpatel

ઓળખી લેજો અમને"

કોઇક કોરા પૃષ્ઠ સાથે

સાંકળી લેજો અમને

જો હોય મહત્વ અમારું તો

યાદ રાખી લેજો અમને

દુઃખ આવે તમને જીવન માં તો

બોલાવી લેજો અમને

તમારા દિલની ધડકન માટે

સાંચવી લેજો અમને

જો આવે આંસુ આંખોમાં તો

ભીંજવી લેજો અમને

મ્રૂત્યુ આવે જો તમારી પાસે તો

મોકલાવી દેજો અમને

"માન્યું કે લાંબી જિંદગી રસ્તા હશે અનેક

ક્યાંક ભેગા થઇ એ તો ઓળખી લેજો અમને"

jnpatel

ઉઠી સવારમાં માબાપને.

ઉઠી સવારમાં માબાપને,જે પગે લાગી હરખાય
ઉજ્વળતાના આશીવાદ મળે,ને જીવન પાવનથાય. …….ઉઠી સવારમાં માબાપને.

માં ની મધુર વાણીમાં,વ્હાલ સંતાનને મળી જાય
પિતાના પ્રેમનીવર્ષા હરપલ, જ્યાં ત્યાંમળી જાય
મળે સાથ ભગવાનનો, જ્યાં સંસ્કાર દેખાઇ જાય
મળેલ સંસ્કારની મહેંક,એ માનવતાએ મળીજાય ……..ઉઠી સવારમાં માબાપને.

મળે જ્યાં અણસાર એક પ્રેમનો,ના રહે અભિમાન
આનંદ અંતરમાં ઉભરે,ના માગણી કોઇ રહી જાય
વંદન કરતાં વડીલને,મળે દીલથી ખુશીનું હેત.
પ્રભુકૃપાએ પાવનજીવન,"ધ્રુવ"નુ એ થઇ જાય ……..ઉઠી સવારમાં માબાપને

jnpatel

પ્રેમ એટલે


પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં…
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં…
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ…


પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં…
પ્રેમ એટલે રાધા જ નહીં…
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર…


પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં…
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં…
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…...
jnpatel


મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘર*****

એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો
નો વાઘ છે
*****


ડોસી ડોસી ક્યાં ચાલ્યાં?
’છાણાં વીણવા’
છાણામાંથી શું જડ્યું?
’રૂપિયો’
રૂપિયાનું શું લીધું?
’ગાંઠિયા’
ભાંગે તમારા ટાંટિયા
'ઊભો રે'જે મારા પિટીયા'
*****


અડકો દડકો
દહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર

મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
*****


હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ

*****


વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી

jnpatel

સાથ છે તમારો

સાથ છે તમારો

ઈશ્વર કહો કે અલ્લા બે નામ ના જુદાં છે
સૌને સમાન મળતો એક પ્રેમ છે તમારો!

માનવ બધાય સરખા ચહેરા જુદા જુદા છે
ચિન્હોમાં ના ફરક છે શિવલિંગ કે મિનારો!

નાનક અને ઈસુનો પયગામ ના જુદો છે
કુરાન કે ગીતાનો બસ એક છે ઈશારો!

લોહી બનાવનારો ના કોઈનો જુદો છે
મારો, તમારો સૌનો છે એક તે સહારો!

ઈન્સાનિયતની ખુશ્બુ મહેંકી ઊઠે જગતમાં
દુનિયાને આજે કહી દો પરિવાર છે અમારો!

લાંબી સફર કરી છે દેખાય છે કિનારો
ફિકર નથી 'કમલ' ને જ્યાં સાથ છે તમારો!

jnpatel

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને
સાચવવા નથી પડતા..

* વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી
બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…

* માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો
હોય તો તેને સતાસ્થાને બેસાડો.

* જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે
પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!

* જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ
નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી
વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!

* દરેક માણસ પાસે એક
એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી
શકે.

* મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને
જાણે છે ,
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી
જાઓ છો.

jnpatel

Saturday, July 24, 2010

આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?

નિજ
મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!

કોણે
કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!

છો
ને ફર્યા, નથી કંઈ દી’થી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી
જવાના!

મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
પ્રકાશ આંધીઓમાં
પણ પાથરી જવાના!

એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર
જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!

સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
સ્વયં
ખીલી જવાના, સ્વયં ખરી જવાના!

સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ
છીંએ!
દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!

અય કાળ, કંઈ નથી ભય,
તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!

દુનિયા શું
કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.

jnpatel


પૈસાથી તમે મકાન ખરીદી શકો..........ઘર નહીં.
પૈસાથી તમે પલંગ ખરીદી શકો...........ઊંઘ નહીં.
પૈસાથી તમે ઘડીયાળ ખરીદી શકો........સમય નહીં.
પૈસાથી તમે પુસ્તક ખરીદી શકો...........જ્ઞાન નહીં.
પૈસાથી તમે કપડા ખરીદી શકો............સૌંદયૅ નહીં.
પૈસાથી તમે ખોરાક ખરીદી શકો...........પાચન નહીં.
પૈસાથી તમે હોદો ખરીદી શકો.............સન્માન નહીં.
પૈસાથી તમે લોહી ખરીદી શકો.............જીદગી નહીં.
પૈસાથી તમે દવા ખરીદી શકો.............તદુરસ્તી નહીં.
પૈસાથી તમે વીમો ખરીદી શકો............સલામતી નહીં.
પૈસાથી તમે વસ્તુઓ ખરીદી શકો..........આનંદ નહીં.

jnpatel


"God knows the value of heart
so he created love.
He knows the value of nights
so he created dreams.
He knows the value of friend
so he created you.



♥--jnpatel--♥
*******************

તારા વિના


thats real love

Upload Photos Art Pics Photo Sharing
jnpatel

Saturday, July 17, 2010

બેસતા કરી દીઘા!

બેસતા કરી દીઘા!

નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા!
'
સેલ-ફોન' પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
'
ઇમેલ'ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુએા વઘતો જાય છે આજે, '
સ્પેસ'માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!

પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!

સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
સ્ંડાસમાં 'સેલ્યુલર'પર વાતો પણ કરતા કરી દીઘા!

'લેક્સસ' ને'મરસીડીઝ'માં આમતેા ફરો છો તમે,
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા?

કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા?

હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!

સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી 'ચમન'હવે?

'ઇલેક્ટી્રક' ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા!


my friend mahesh

જીવનના સાત પગલા…

જીવનના સાત પગલા

() જન્મ….

એક અણમોલ સોગાદ છે,

જે ભગવાનની ભેટ છે…..

() બચપણ

મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે,

જે ડુબી શક્યો તે તરી ગયો છે….

() રુણાવસ્થા

કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે.

મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.

તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ

અને અનેક નવી મૂંઝવણો….

() યુવાવસ્થા

બંધ આંખોનું આંધળુ સાહસ છે

તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..

અને કુરબાન થવાની આશા છે.

() પ્રૌઢાવસ્થા

ખુદને માટે કશુ વિચારતા

બીજા માટે કરી છુટવાની ખુશી છે.

કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.

() ઘડપણ

વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે,

જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે

() મરણ

જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે

નાડીએ નાડીએ કર્મ તૂટશે..

પાપ-પૂણ્યનો મર્મ ખુલશે

ધર્મ-કર્મનો હિસાબ થશે

સ્વર્ગ-નરકનો માર્ગ થશે….

પોતાનાનો પ્યાર છુટશે………

અને સાત પગલા પુરા થશે…..

માટે..

સાત પગલાની..

પાણી પહેલા પાળ બાંધો….
(
) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો
.
(
) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો,

માલીક નથી!
(
) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે

તે .. પોતે ચાલાક

છે…!

પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે

ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે!

માટે તમારી હોશીયારી તમારી પાસે રાખો!
(
) જો તમને

પહેરવા કપડા, રહેવા ઘર અને..

બે ટાઇમ અન્ન મળતું હોય તો

ઉપરવાળાનો આભાર માનજો..

તમારાથી બીજા કેટલા સુખી છે..

તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..

તે જોશો તોતમારે માટે સ્વર્ગ અહીં છે!
(
) તમે પૈસાદાર હો કે ગરીબ..

બધા અંતે મ્રુત્યુને વરે છે!

મુખ્ય વાત તો છે કે..

તમારી ખોટ કેટલાને પડી?

તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

MAHESH POKAR my friends