Saturday, January 29, 2011

આવુ જગત બસ તારાથીજ તો છે......

આજ મનને કોઇ મલકાવી રહ્યું છે..
જાણે પેહલીવાર હસતાં શીખી રહ્યું છે...

મનને કોઈ નવી દિશામાં ધકેલી રહ્યું છે..
જાણે કોઈ ખુશીયોનો ઢગ કરી બોલાવી રહ્યું છે...

જાણે કોઈ પ્રેમના પગથિયાં ચણતું હોય..!!
ઘેલું મન એક એક પગથિયાં ચડી રહ્યું છે...

મનને જાણે મંજીલ મળી તેમ દોડી રહ્યું છે
કોણ હશે..!!. એને મનોમન મલકાવી રહ્યું છે...

જાણે મનને આજ સૌ ઉત્સવો સંગ હોય..!!
એમ એક એક ઉત્સવ મનાવી રહ્યું છે...

કોઈ રંગ ઉડાડી પિચકારીથી પલાળી રહ્યું છે...
તો કોઈ વળી દિવડા પ્રગટાવી રહ્યું છે...

કોઈ દોર જાલી પતંગ બનાવી ચગાવી રહ્યું છે...
તો કોઈ વળી મટકીના માખણને ઉછાળી રહ્યું છે...

મનને જાણે વસંત બેઠી હોય એમ ખીલી રહ્યું છે...
આઝાદ પંખીની જેમ એ નભમાં વિહરી રહ્યું છે...

કોણ જાણે આ હરખ કોણ જગાડી રહ્યું છે...
પણ સાચેજ આવું એક "જગત" આજે બની રહ્યું છે...jn

No comments:

Post a Comment