Wednesday, January 19, 2011

"જગત"માં એ રંગ તારો મારો નથી...

સુરજ કહું તને તો.. 
સુરજ કહે તારા જેવું તેજ નથી...

ચંદ્ર કહું તને તો..
ચંદ્ર કહે તારા જેવી શીતળતા નથી...

ધરા કહું તને તો..
ધરા કહે તારા જેવું હ્રદય નથી...

આકાશ કહું તને તો..
આકાશ કહે તારા જેવી વિશાળતા નથી...

વૃક્ષ કહું તને તો..
વૃક્ષ કહે તારા જેવી પરોપકારતા નથી...

નદી કહું તને તો..
નદી કહે તારા જેવો અસ્ખલીત પ્રવાહ નથી...

સાગર કહું તને તો..
સાગર કહે તારા જેવું ઉંડાણ નથી...

જગદીશ કહું તને તો..
જગદીશ કહે તારા જેવું સામીપ્ય નથી...

પાંડુરંગ કહું તને તો.. તુ કહે
"જગત"માં એ રંગ તારો મારો નથી....jn

1 comment: