Monday, October 17, 2011

યોગેશ્વર ને "યોગેશ્વર" ની વળી પુંજા કરતા જોયા...

વર્ષો બાદ મે શ્રીગણેશ ને પુન: કલમ પકડતા જોયા...

વ્યાસમુની ને ભાવ મિલનનુ હોશે વર્ણન કરતા જોયા...

નારદજી ને "પાંડુરંગ" નુ નામ વળી મે રટતા જોયા...

દેવલોક મા ભાવમિલન ના ઝરણા વળી મે વેહતા જોયા...

યોગેશ્વર ને "યોગેશ્વર" ની વળી પુંજા કરતા જોયા...

પુંજનથી આજ પ્રભુને તૄપ્ત બની હરખાતા જોયા...

કામ કરીને રહે છુપા એ "પાંડુરંગ" સાકારીત જોયા...

આલીંગન એને દેવા મે યોગેશ્વર ને ઉત્સુક જોયા.....jn

Sunday, October 16, 2011

હવે શુ લખુ, JAAN વગર કાંઇ સુજતુ નથી...

લખવા બેઠો, પણ કાંઇ સુજતુ નથી...

મ્રુગજળના પાણીયે, કાંઇ તરસ છીપાતી નથી...

સાગરની ગેહરાઇ કાંઇ ગજ થી મપાતી નથી...

ચંદન-ચોખાથી કાંઇ પુંજન થતુ નથી...

પાનખર મા વસંત એમજ કાંઇ ભળતી નથી...

આંખો મળે ને મન ચુપ કાંઇ રેહ્તુ નથી...

ધબકતા હ્રદયે કોઇ કાંઇ મરતુ નથી...

હવે શુ લખુ, JAAN વગર કાંઇ સુજતુ નથી.....jn

આજ "પાંડુરંગ" થઇ સૌને પાંડુરંગી કરતો ગયો....

આજ જાણે ચંદ્રેની શીતળતા તુ પીતો ગયો...

અરુણની સવારી લઇ તુ પથરાતો ગયો...

ધ્રુવના તારાલાની જેમ તેજ થઇ અડગતા તુ શીખવતો ગયો...

ગંગાના નીર ની છાંટડી નાખી પાવન તુ કરતો ગયો...

આજ માનવને સાચી શ્રીમંતાઇ તુ આપતો ગયો...

આજ હ્ર્દય થી હ્રદયના અંતર તુ મિટાવતો ગયો...

કાંટાળી એ કેડી પર ચાલી રાજમાર્ગ તુ કરતો ગયો...

"રોહા" ની એ કેડી "રોમ" સુંધી તુ લંબાવતો ગયો...

આજ "પાંડુરંગ" થઇ સૌને પાંડુરંગી કરતો ગયો.....jn

Friday, October 14, 2011

આજ લાગે છે જાણ્ર પાંડુરંગે पांडुरंगनी સાચી ઓળખ આપી.....

दीने दीने नवं नवं.. આજ માણુ છુ એ સમજણ આપી...

सर्वस्वचाहं ह्रुदीसन्नीविष्टो.. કહી માનવ ને ગૌરવતા આપી...

स्वकर्मणा तमभ्यचर्य.. કહી કૃતિભક્તિ આપી...

उद्दारेदात्मानात्मानाम.. કહી મનની દુર્બલતા દુર કરી આપી...

ममवर्तानुवर्तंते.. કહી ભક્તિની સાચી સમજણ આપી...

अनन्यासचिंतयोतंमाम.. કહી જીવનની ચિંતા દુર કરી આપી...

નભથી ધરા મળે એ ક્ષીતીજ ની જેમ હ્ર્દયની ભેટ કરી આપી...

આજ લાગે છે જાણે પાંડુરંગે पांडुरंगनी સાચી ઓળખ આપી.....jn

JN-JAAN મટી નાના કીકલા બની જઇયે...

ચાલ ને થોડી મસ્તી કરી લઇયે...

વિતેલી પળો ને યાદ કરી લઇયે...

તળાવની પાળે બેસી છબછબીયા કરી લઇયે...

આંખોથી આંખો મીલાવી વાતો કરી લઇયે...

અધરની અધર પર નીશાની કરી લઇયે...

પ્રેમ ને ભુલી આજ થો્ડી નાદાની કરી લઇયે...

આજ ને ભુલી થોડુ કાલ મા જીવી લઇયે...

ચાલને આજ થોડુ બચપન યાદ કરી લઇયે...

આજ JN-JAAN મટી નાના કીકલા બની જઇયે.....jn

Thursday, October 13, 2011

હુ અને મારી એક હકીકત.....

અમોને ખાતરી જ હતી કે તમારા વિચારોથી વંચિત નહી રહીયે...

પરંતુ તમારા વિચારો મા ને વિચારો મા તમારાથી વંચિત જરુર રહી ગયા.....

હુ અરહરર્નીશ ઝંખુછુ સરસ ને...

જળ મળે મારી પ્યાસી તરસ ને....

આ નહી તો આવતા ભવે મળીશુ..!!

વિતતા ક્યાં વાર લગે છે વરસ ને....

આમ તો અમે બધાને પ્રેમ કરવા જનમ લીધો હતો....

પરંતુ રસ્તામા ક્યાંક તમે વધારે "જ" ગમી ગયા....jn

બસ હવે શુ કહે JN એ JAAN છે મારી...

ઝાંઝવાન એ જળ મા તરસ છે મારી...

ઉગેલા એ ચાંદમા નીશાની છે મારી...

જોએલા એ સમણામા હકીકત છે મારી...

જીવન ને જીવવા તુ જરુરત છે મારી...

તેના વગર અધુરી જીંદગી છે મારી...

બસ હવે શુ કહે JN એ JAAN છે મારી.....jn

જાણે કયામતની એ રાત હતી.....

અમારી આંખોને એમનો ઇંતજાર..
ને પાછળથી કરેલો એ સાદ એમનો..
આટલી તો સરસ શરુઆત હતી..

ચાંદ તારા ને પ્રાર્થના ના શુર..
એમનો સંગાથ ને ઝાંઝર નો ઝણકાર..
જાણે આખી કાયનાત હતી..

એમણે બસ કહ્યાજ કર્યુ..
એમણે તો બસ સાંભળ્યાજ કર્યુ..
જાણે વર્ષોની કોઇ વાત હતી..

ના કોઇ કોલ ના કોઇ વાયદો..
ના એમણે પુછ્યુ ના કાંઇ અમે..
આટલી તો સરસ શરુઆત હતી..

નામ વગર નો સંબંધ બાધ્યો..
ને એને પુરી કરવાની પ્રતિજ્ઞા..
આ કે વી અમારી શાલીનતા હતી..

કોણે જોઇ હતી એ જીંદગી..
હું તો જીવી ગયો એક પલમા..
એમના એ સ્પર્સની એ કરામત હતી..

'હા' કે 'ના' નો સવાલ જ ન હતો..
જવાબ તો અમે જાણતા જ હતા..
બસ આજ અમારી છેલ્લી મુલાકાત હતી......jn

Wednesday, October 12, 2011

JAAN બસ રાહ જોવડાવતી ગઇ..

કોઇ કહો આજ્ર એને જઇ, આંખો સુવાનુ ભુલી ગઇ...

નઝરો એ રાહ પર બિછાતી ગઇ, રાત જાણે થંભી ગઇ...

રાતભર કરવટો બદલાતી રઇ, આંખો ઝપકાતી ગઇ...

JN ની આંખો ખુલી રઇ, JAAN બસ રાહ જોવડાવતી ગઇ....jn

Tuesday, October 11, 2011

જ્યારે JAAN મા જ થઇ જશે JN વિલિન...

કોઇ ના આવવાનુ એ સુચન તો નહી હોય ..??
પુષ્પો ની આસપાસ વગાડે છે ભ્રવર બીન....

કોઇ ના પ્રેમ નો ઇકરાર તો નહી હોય..??
કરે છે કલશોર જાણે આજ કોયલ....

કોઇ જાણે આજ તેને જગાડતુ તો નહી હોય..??
સવારના એ મધુરા નાદે શંખના....

કોઇ આ દીલ મા આજ વસ્યુ તો નહી હોય..??
આજ ધબકે છે જાણે તેમ હ્રદય....

ત્યારે તમારા ભિતર ના પડદાનુ શુ થશે..!!!
જ્યારે JAAN મા જ થઇ જશે JN વિલિન......jn

JAAN બની ધબકાર મોકલજો....

સ્વયં આવી શકો નહી તો સ્મરણ ના ફૂલ મોકલજો...

સુગંધી નામના સ્વાસ ભરી લઉ એ રાત છેલ્લી મોકલજો...

જીંદગી ને ગઝલ માની સંવેદનાનુ ગીત મોકલજો...

જે ગયાતે ફરી આવશે..? સ્મરણો ને સુવાસ તરતી મોકલજો...

ખોટ જેવા પણ સંબંધો હોય,, ઉર દરિયે ક્યારેક ભરતી મોકલજો...

ખુટ્યા છે આજ સ્વાસ JN મા, JAAN બની ધબકાર મોકલજો....jn

Monday, October 10, 2011

કહે છે JN આજ JAAN ને, તુ સમાણી મારામા.

ખુબ જુનો છે સંબંધ તોય મળવાનુ નથી બનતુ...

તમારા મા છે કિનારા ને, છે મજધાર મારામા...

છતાય મેહકતો રહે છે, સઘળો સંસાર મારામા...

કંઇક કરતા ફૂલ ખિલ્યા છે 'બે' ચાર મારામા...

પાંગર્યો છે પ્રેમ તારો, આજ જાણે મારામા...

વિંટાળી છે વેલ ની જેમ, આજ તુ મારામા...

સમાય સરીતા જેમ, તેમ ભળી તુ મારામા...

કહે છે JN આજ JAAN ને, તુ સમાણી મારામા....jn

i love u......

આવે છે વાત હોઠ પર કહી શકતો નથી...

ઇશારાનુ છે જે કામ તે કહી શકતો નથી...

લઇને આવ્યો છુ નિશ્ચય આજે તને કેહવુ છે...

વધી રહેલી યુવાની નુ ઉધાર આજે દેવુ છે...

યુવાની ની વસંત મા પુષ્પ બની ખીલવુ છે...

સોહામણી ખુશ્બુ આપો તો ફુલ થઇ મહેકવુ છે...

મનનુ કેહતાતો કેહવાઇ ગયુ આજ મારાથી...

ચકાશજે તુ દરેક પંક્તિના પ્રથમ અક્ષરને દિલથી......jn