Thursday, August 30, 2012

તુ જ તુ જ તુ જ છે...

તારી યાદ ને રોકવી એટલે
ભાનુના કીરણ ને રોકવુ....

તારા પ્રેમની છાયા એટલે 
જાણે ચંદ્રની શીતળતા...

તારી લાગણીયો એટલે
થાય આંસુઓનો વરસાદ...

મારો ધબકાર એટલે
તારુ મુજ હ્રદયમા હોવુ...

તારાથી દુરી એટલે
તારા "JN" નુ ખાલી ખોળીયુ....jn

હું અને મારી કલ્પ્નાઓ......

ધબકતી એક ધબકાર ચુકાઇ 
અને હ્રદયે કહ્યુ કેમ શુ થયુ..??

કાંઇજ ના કહી શક્યો હું
કારણ બીજી ધબકાર ચાલીજ નહી...

આંખ એક બુંદ વરસી ને 
પછી બસ અનરાધાર વરસી રહી..

એને રોકી જ ના શક્યો હું
કારણ દીલનુ દર્દ ઉભરાતુ હતુ...

સ્વાસોની ગતી તેજ થઇ ને
અચાનક ગતીશીલ બની દોડતી ગઇ...

પાછી એને ચલાવી ના શક્યો હું
કારણ એ ગતી પરલોકની હતી...

કેવો ખુશનશીબ હતો આજ હું ને
કેવી અલૌકીક હતી દુનિયા અમારી...

એ દુનિયાને ખિલવી ના શક્યો "JN"
કારણ, એ હતી "જ"" મારી કલ્પ્નાઓ.....jn

Tuesday, August 28, 2012

એક આંસુ છુપાઇ ગયુ....

વરસાદી બુંદો મા જાણે 
આજ ફરી કોઇ રંગ છાંટી ગયુ...

રચાએલા એ મેઘધનુસી રંગમા
તારી છબીની રચના કોઇ રચી ગયુ...

મોરલાના એ નાદ મા જાણે
તારોય અવાજ કોઇ સંભળાઇ ગયુ...

વરસાદી બુંદોની મીઠી સુવાસમા
તારી એ મોહક ખુશ્બુ મેહકાવી ગયુ...

છલકાતો હતો તારા પ્રેમનો સાગર
બસ એમ જ મન મારુ ઉભરાઇ ગયુ...

કેમ કરી આભાર માનુ એ વાદળ નો
મારી આંખોના બુંદને સંગ ભળાવી ગયુ...

છલકતી એ નદીયો મા આજ
તારા પ્રેમનુ દર્દ સાગરમા સમાઇ ગયુ...

કેમ કરી ભળશે "JN" એ ભવસાગરમા..!!
મારુ પોતાનુ જ આજ ક્યાંક સંતાઇ ગયુ.....jn

તારી યાદ....

નથી જાણતો
 તારી યાદ કેમ આવે છે...

તુ નથી આવતી
તોય તારી યાદ આવે છે...

શુ કહુ
તારી યાદ પળ પળ મારે છે...

હવે તો
જીવાદોર તારી યાદ છે...

કઈંક કેટલી
ફરીયાદ મા પણ તારી યાદ છે... 

તોય વળી 
વળીને તારી જ યાદ આવે છે....jn

પ્રેમ મા પડ્યો કે.....

કેટલો કર્યો મે તને પ્રેમ કે
આજ ચોધાર આંસુડે રડી પડ્યો...

તારા પ્રેમનો એવો સહરો કે
આજ ભર મેદની એ એકલો પડ્યો...

હકિકત તો એવી ભુલાઇ કે
તારા જ સમણાઓ મા સરી પડ્યો...

કમનસીબી સમજુ કે ભાગ્ય,
કે "JN" તારા પ્રેમ મા પડ્યો...

લોકો પુછે શુ થયુ, પણ શુ કહુ
તુજ કે હું કેમ પથારીએ પ્ડ્યો...!!...jn

Thursday, August 23, 2012

वो दीन अब कहा गए...???

क्यु अजनबी हो गए हम
चंद लम्हो के लीए तरस गए...

सब कुछ तो था पास
फीर क्यु फासले बन गए...

ना जने क्यु आज अपने
थे वो पराए बन के रेह गए....jn

कास एसी कीस्मत होती....

ए नझर गगन के आगे
 पोहोचती तो तुम्हे देख पाती...

दील तुम्हारे बीन धडकता
तो ए जींदगी कट जाती...

ओस की बुंदे पानी बनती
 तो आप हमारी हो जाती...

धरती-अंबर मील जाते 
तो आप हमारी बाहो मे होती...

कल्पनाए हकिकत बनती तो 
सपनोकी कोइ कीमत ना होती...

वो अगर हमे मील जाती तो
दुलिया हमारी ओर भी प्यारी होती...

"JN" तो हे ही एसा पागल,,

वो अगर पास होती तो कम्बक्त
 इतनी कविता ए केसे बनती...!!...jn

फिर तेरी याद आइ....

दील ना जाने क्यु तुम्हे चाहे जा रहा है...
ए गुनाह है या इश्क नही जानते पर...

अगर गुनाह है तो बार बार करेंगे,,
ओर इश्क है तो मरते दम तक करेंगे....jn

Friday, August 17, 2012

એક સમણુ જ હતુ....

કોણ જાણે કાલ 
કેમ મન મુસ્કુરાયુ,,
આતો પછી ખબર પડી
 કે કોઇક આવ્યુ હતુ...

કોણ જાણે કાલ એક 
હરખ તણુ આંસુ છલકાયુ,,
આતો પછી ખબર પડી
કે કોઇકે આંસુ લુછ્યુ હતુ...

કોણ જાણે કાલ એક
સમણુ આવ્યુ હતુ ને
આતો પછી ખબર પડી
કે કોઇક હકીકત બન્યુ હતુ...

કોણ જાણે કાલ એક
પળ માટે "JN" જાગી ગયો
આતો પછી ખબર પડી કે
 "JAAN" બનીને કોઇ આવ્યુ હતુ....jn

હું અને મોરલો.....

હવે તો અમે બેઉ થાક્યા
તુ એ ના આવી ને ઓલ્યો
મેહુલીયો પણ ના આવ્યો...

આવુ તો છે બેઉ ને
પણ કોણ જાણે આજ કેમ
આટલુ માન મગાઓ છો...

હું એ અવાજ દઇ દઇ ને
સમી ગયો ને તારુ એ ટેહુ ટેહુ
કરીને ગળુ ફાટી ગયુ...

કોણ જાણે કોનુ નસીબ 
માઠુ છે તારુ કે મારુ પણ 
વળખા બેઉ મારીએ છીયે...

કઈંક કેટલા સમણા સજાવ્યા
છે હવે તો તેનેય પેલા સુકા
વરસની ઉધેવ ખાવા માંડી...

હવે વધુ તો શુ કહે "JN"...

અમારા માટે ના આઉ તો
કાંઇ નહી પણ તારાથી જે 
જીવે છે તેના માટે તો આવ.....jn

6/8/2012

મારી પુજા.....

જાણી ના હતી મે દુનિયાની રીત
એક તરફી પ્રેમ અમે કરતા રહ્યા...

તારા પ્રેમનુ પુજન કરવા
આંસુઓની જલધારી વહાવતા રહ્યા...

જોયા તેટલા દેવાલય દોડી
પથ્થર એટલા દેવને પુંજતા રહ્યા...

કઇંક કેટલી માનતાઓ ને
કેટકેટલા નુસખાઓ અમે કરતા રહ્યા...

વહેતી જાય છે આજ સઘળી યાદો
પાળ બાંધી તોય આંખોના નીર વહેતા રહ્યા...

શુ કહે હવે આ "JN" તમને...

તમેતો અમારા મન મંદીરની મુરત
અમે પુજારી થઇ એ મુરતને પુજતા રહ્યા....jn

Friday, August 3, 2012

સબંધ મા પણ આમ થાય છે....

આજે જ જોયુ અને જાણ્યુ કે
સબંધો પર પણ પુર્ણવિરામ અપાય છે...

તમારા હોય છે ત્યાં સુધી તો 
કોઇ જગાએ ફુલ સ્ટોપ ક્યાં દેખાય છે..!!

જીંદગીની એવી તો પળો હોય છે કે
તેને કોમા કરીને આગળ ધપાય છે...

દુર થાય એટલે જાણે લાગે કે
હવે ક્યાંક ક્યાંક અલ્પવિરામ મુકાય છે...

પ્રેમ કરતા પૈસા વધારે લાગે કે
તરત જ વિસ્વાસ નબળો પડતો જણાય છે...

આમ થાય ત્યારે એમ જ લાગે કે
જીવનને જીવવામા હવે પ્રશ્નાર્થ કરાય છે...

તેમ છતાય જીવન તો જીવવુ કે કેમ
તેના માટે સ્ટાર કરી શરતો લાગુ લખાય છે...

તેમ છતાય "જગત"ને તો કહું છું  કે
પી.ટી.ઓ. કહીને આગળ તો વધાય છે.....jn

Wednesday, August 1, 2012

શુ હતો ને શુ બની ગયો હુ...

ઉગાડો પડી ગયો આજ હું
સ્વ ને ભુલી તારામા ભળાવી ગયો હું...

કેમ કરીને તને સમજાઉ 
બધુ જ બોલીને મુંગો બની ગયો હું...

કેવો હતો તારા પ્રેમ નો નશો
નશો કરીને ભાનમા આવી ગયો હું...

કેમ તારી સામે કાઈ ખોટુ બોલ્યો
તારા માટે સાવ જુઠ્ઠો બની ગયો હું...

હવે શુ કહે "JN" તેના "હું" ને
ખુલી આંખે જીવતી લાશ બની ગયો હું....jn

હવે જીવનમા શુ રહી ગયુ...???

કદાચ લાગે છે 
હવે મોડુ થઇ ગયુ...

જિંદગી ને સમજી ને 
કોઇ ના સમજ થઇ ગયુ...

બાંધી એટલી આશાઓ
 કે હવે મન નીરાશ થઇ ગયુ...

લાગે છે હવે બધુજ
 વેર વિખેર થઇ ગયુ...

સંબધોને આપણા જાણે 
કોઇક નઝર લગાડી ગયુ...

જીવન સાગર મા આજ
 મારી નાવ કોઇ ડુબાડી ગયુ...

કેવો છે જિંદગીનો ખેલ
 મારુજ પારકુ બની ગયુ...

આજ આંસુઓના બુંદથી
એક નાનુ ઝરણુ વહી ગયુ...

કેવી છે કરમની કઠીનાઇ
જીવવુજ ભાર બની ગયુ...

કરી હતી શરુઆત દોસ્તીથી
કોઇ એક દાસ્તાન બનાવી ગયુ...

સમયને જાણે નઝર લાગી કે
કોઇ આજ તેને જ બાંધી ગયુ...

કેવી હતી પળો એ જીવનની
ને આજ જીવન જ થંભી ગયુ...

ખુબ જોયા હતા સમણા ''JN" એ
આજ એ સમણુ જ છીનવાઇ ગયુ....jn

સમય કેમ વહી ગયો...??

મે જ બાંધી પરબ ને 
હુ જ તરસ્યો રહી ગયો...

વાવ્યાતા કઇંક ફુલો
ને મને જ કાંટા વાગ્યા...

પતંગીયા સમી રંગીન
દુનિયા હતી અમારી ને,,,

આજ એ પતંગીયાનો
રંગ જ હાથમા લાગી ગયો...

કેવો પ્રેમથી ગુંથ્યો હતો
એ સુગ્રીવ જેવો માળો...

આજ કોણ જાણે તેની
ડાળ જ કોઇ તોડી ગયો...

તરતા તો શીખ્યો સાગર
પણ ભવસાગર મા ડુબી ગયો...

ખુબ આશ હતી "JN" ને 
તોય તારા વિહોણો રહી ગયો....jn

મારી દીકરીની યાદ...

જોઇ તને મારી વહાલી
હુ હરખ ઘેલો થઇ જાતો...

તારી એ પા પા પગલીમા
હુ નાનો બની ડગલા ભરતો...

તારી મધુરી બોલી સાંભળી
જાણે કાલી ભાષા હું શીખતો...

તારા રીસામણા થાતા ને
હું પણ તારી કોર ભળી જતો...

તારા એ બચપન મા
 હું પણ બાળક બની રમતો...

ખોવાણા છે હવે એ 'દી'
બસ રહી ગઇ મન પર વાતો...

નથી બાંધી શકતો 'JN' એ સમય
બસ એ તો છે પાણીની જેમ વહેતો.....jn