Friday, March 16, 2012

કોણ જાણે કેમ આજ JAAN મા JN ને શોધુ છુ....

તુટતા તારલા મા મુરાદ ને શોધુ છુ...

મધરાતે સુરજના એક કીરણને શોધુ છુ...

સુકાયેલા ઝાડ પર પંખીયોને શોધુ છુ...

રણમા જાણે તરસ્યા ગુલાબ ને શોધુ છુ...

નથી ચાહતો તોય તેનો સાથ ઝંખુ છુ...

કોણ જાણે કેમ આજ JAAN મા JN ને શોધુ છુ.....jn


Friday, March 9, 2012

આજ જાણે' JN,, JAAN વિહોણો બની ગયો...

જા્ણેઆજ હુ 'હું' મટી શુ..?? બની ગયો...

એક ખાબોચીયુ મટી તળાવ બની ગયો...
પાણી વગરની સરિતાનો સાહિલ બની ગયો...

ઉછળતો એ સાગર મટી વહેણ બની ગયો...
જાને' મઝધાર ને' ડુબાડી કિનારો બની ગયો...

નદી બની તોફાને ચડી સાગર મા ભળી ગયો...
ભળી સાગરમા આજ હુ 'શીલ' ગુમાવી ગયો...

હૈયા વગરના માનવીની હાર બની ગયો...
સ્નેહ વગર ના પ્રેમીયોનો સ્નેહ બની ગયો...

જાણે અજાણે ભટકેલા'નો' ભેરુ બની ગયો...
આજ જાણે' JN,,, JAAN વિહોણો બની ગયો...

નિષ્કામ કરેલો પ્રેમ આજ કારણ બની ગયો...
જીંદગિના આ જુગાર મા મારો દાવ'જ રહી ગયો.....jn

બસ તારો સાથ માગે છે...


મારી પ્રિત તારા પ્રેમનો બસ સથવાર માગે છે ...
આ કેવી રીત તારા પ્રેમની, વારંવાર માગે છે...

સામે છે છતાય તુ જોઇ શક્તી નથી...
જીતની છે આ બાજી, તોય આજ દિલ હાર માગે છે...

છે દિલ ને ''તૃષ્ણા'' તારા પ્રેમની ને...
પગરવ'' આગમનનો એક અણસાર માગે છે...

કલ્પના'મા જીવનાર ને, લઈ લે તારામા...
પાંખડી થઇ ખરી જશે "જગત" બસ એક દીદાર માગે છે....jn

Thursday, March 8, 2012

સૌ નાચે છે આજ JN ને JAAN સંગ...

ધીરે ધીરે રંગ લાગ્યો કેસુડાનો...
રંગ રસીયો ફાગણીયો આયો...

નવા નવા રંગ ભરી ફુલડા લાયો...
એક એક ડાળીને જાણે નવોઢા કરવા આયો...

રાસે રમતી ગોપ-ગોપીની યાદો લાયો...
ગોરી-ગોરી ગોરી ને લાલ કરતો ઉત્સવ આયો...

નવા નવા રંગ ઉડાડી આજ જાણે ફાગ ગાયો...
રસ ઋતુઓ નો જાણે રાજકુમાર આયો...

સૌ નાચે છે આજ JN ને JAAN સંગ...
સૌ ગાય..રંગ રસીયો ફાગણીયો આયો....jn

Monday, March 5, 2012

વસંતની વ્યથા.....

વસંતનો વાયરો આજ વેહતો જાય છે,,,
કેસુડાનો રંગ આજ ઉડતો જાય છે...

કોણ જાણે કેમ આજ જીવન નો રંગ,,,
ધીરે ધીરે વસંત સાથે ઉડતો જણાય છે...

પાનખર મટી આજ વસંત ભળતી જાય છે,,,
લોક કહે છે 'ફાગણ' આવતો જણાય છે...

પાનખર પણ કેવી લુચ્ચી છે,,,
જ્યાં ભીનાશ છે ત્યાંજ લીલી થાય છે...

બાકી'' સુકાયેલા જીવ જ્યાં છે,,,
ત્યાં તો પાનખર શુ ને વસંત શુ...???...jn

Friday, March 2, 2012

થંભેલા સમયમા ફક્ત યાદોજ હોય છે…

એકલતાની આ પળ મા જીવવાનુ મન થાય છે…

અરીસામા તેના પ્રતીબિંબ નો ભાસ થાય છે…

કોણ જાણે આજ તે સમજે છે તે મારી ફરીયાદ છે...

પણ ફરી ફરરી ને કરેલી એ મારી ફરી"યાદ" છે…

JAAN સમજે છે કે સમય પાછો આવી જાય છે…

પણ એ ક્યાં જાણે છે કે થંભેલા સમયમા ફક્ત યાદોજ હોય છે…..jn

બસ એક એક સ્વાસ મા સજાવી લઇશ…

નહી સમજે તોય સમજવાની કોશીશ કરી લઇશ…

નયનમા આવેલા એ ઉભરાને હું થમાવી લઇશ…

નહી આવે કદી ઓટ તારા પ્રેમ માં.. ભરતી એવી ભરી લઇશ…

ખુટશે સ્વાસ તો તારુ ઉધાર સમજી જીવી લઇશ…

મજધારે ડુબતી નાવ ને કિનારે હંકારી લઇશ…

સમણા મા પણ ના લાવતી 'કે' ભુલીને જીવી લઇશ...

મન થાય ત્યારે બંધ આંખે નિહાળી લઇશ…

જો જે "જગતં"ના  એક એક શ્વાસમાં સજાવી લઇશ….jn

કેમ કરી કહે JN તેની JAAN ને ફરી મળીશુ..!!

હતો જનમ જનમ નો તરસ્યો હું…
સરિતાને જાણે ઉર મા સમાવી જાઉ…

અરુણની સવારી સાથે ઉગેલો હું…
કદચ સાંજ ઢળે અસ્ત થઇ જાઉ…

ખિલેલો હું એ તારા પ્રેમની વસંત મા...
પણ પાનખર આવતા ક્યાંક ખરી જાઉ…

પ્રભાતે ઉગેલુ એ તાજુ પુષ્પ હું…
સાંજ ઢળતા કદાચ મુરજાઇ જાઉ…

આજ સુધી સમણાઓને સાકારીત કર્યા…
સમય સાથે ક્યાંક ફરી જાઉ…

જિંદગીને જીવી છે ખુબ પ્રેમથી…
ક્યાંક યમરાજ આવે તો ડરી જાઉ…

કેમ કરી કહે JN તેની JAAN ને ફરી મળીશુ..!!
કોણ જાણે કાલે ''મોત'' આવે ને મરી જાઉ…..jn

શુ કહે JN..? હ્ર્દયના તાર ''જ'' તમે તોડી ગયા…jn

રેહવા સદાય કોઇ દીલમા આવતુ નથી,,

છતાય તમે ગયા તેમ કોઇ જાતુ નથી,,

વીધિના લેખ કેટલા ક્રુર થઇ ગયા,,

હાસ્યતણા સુર જાણે આંસુના પુર થઇ ગયા,,

જોઇતો હતો હજુ તમારો સંગાથ પણ તમે દુર થઇ ગયા,,

છોડાવ્યો તમે હાથ અમે મજબુર થઇ ગયા,,

શુ કહે JN..? હ્ર્દયના તાર ''જ'' તમે તોડી ગયા…jn

એક લાશ ની હકીકત…..

કઇંક કેટલા વખતથી વિસામો લીધો હતો અમે…
કોણ જાણે શુ કામ શુ લઇને આવ્યા હતા અમે…
સૌના પ્રેમ નો ભાર ને યાદો ને અળગી કરી ચાલ્યા અમે…
કઇંક સગાઓની રાહ જોઇ ને સૌ ને બંધ આંખે જોયા અમે…
ના હતો એટલો કમજોર તોય ચારે'ક જણ ના ખંભે ચાલ્યા અમે…
કહુ છુ આજ JAAN તને તુ શોક ના કરતી,,,
સૌનો ભાર હળવો કરી "અલવિદા" કહી ચાલ્યા અમે…..jn