Sunday, April 29, 2012

હવે તો JN ને એક લાંબી ઉંગ કરવાનુ મન થઇ ગયુ..

આજ કોણ જાણે અડધી રાતે જાગવાનુ મન થઇ ગયુ...


આંખો ખોલીને રાખીને સુવાનુ મન થઇ ગયુ...


આકાશ ના તારલાની જેમ ખરવાનુ મન થઇ ગયુ...


ખાલી મન મંદીર મા મુરત બનવાનુ મન થઇ ગયુ...


ફરી એકવાર વસંત મા પાનખર થવાનુ મન થઇ ગયુ...


આવશે તેઓ.. ફરી એકવાર વાટ જોવાનુ મન થઇ ગયુ...


બસ તેમની રાહો મા પાંદડીયો વેરવાનુ મન થઇ ગયુ...

સમણુ છે તોય હકિકત જીવવાનુ મન થઇ ગયુ...

નથી સેહવાતા હવે આ રાતભર ના જાગરણ...

બસ હવે તો JN ને એક લાંબી ઉંગ કરવાનુ મન થઇ ગયુ....jn

Wednesday, April 18, 2012

ટાંકણા થી ટાંક્યુ હતૂ JN નુ હ્ર્દય,,

આજ જાણે જીવનમા એક વળાંક આવી ગયો...

સમજ્યા હતા જેને અમે જળ,,
જઇને જોયુ તો હતુ તે ઝાંઝવુ...

હતી તરસ અમને તેમના પ્રેમની ને,,
એટલો વરસાવ્યો પ્રેમ કે અમે વહી ગયા...

ખીલવ્યો હતો એક પ્રેમનો બાગ,
પાણી તેના પ્રેમનૂ તરબર કરી ગયુ...

ઝાલી હતી આંગળી મંજીલ સુધી લઇ જવા,,
અધવચ્ચેજ વિસામો ધરી દીધો....

ટાંકણા થી ટાંક્યુ હતૂ JN નુ હ્ર્દય,,
ને JAAN બની ને લઇ ગયા જાન......jn

કોને કહું આ દીલ નુ દર્દ....

અમને ક્યાં ખબર હતી કે ઉડેલુ
એક તણખુ, જ્વાળાઓ બની જશે...

નાખેલો એક પત્થર વમળ જોવા,
ને  તોફાન બની જશે...

કરેલી એક નાનકડી ભુલ,
જીવનભર નુ દર્દ બની જશે...

ક્યારેયના ભિંજાએલી પાંપણ, 
અવીરત વહી ઝરણું બની જશે...

કોને કહું જગતમાં આ દીલ નુ દર્દ,
પોતાનું જ આમ નિષ્ઠુર બની જશે.....jn

Friday, April 13, 2012

એક હાયકુ તેની યાદ નુ....

હતી એ આશા..
આવી ગઇ નીરાશા..
દો ના દિલાશા....

પ્રેમ કર્યો મે..
થઇ ગયો દિવાનો...
જાણે જાગ્યો હું...

ઉભો એ આરે..
ના 'આ' કે 'ઉ' કોરનો..
થ્યો સમ વ્રુક્ષ...

હતો ઇ પ્રેમ..
હવામા હું ઝુલતો..
ટેકે કાં..પડ્યો..??....jn

Tuesday, April 10, 2012

એક હતૉ 'હું' અને એક હતી JAAN,

સપનુ બની ને આંખમા વસ્યુ ને,
પાંપણનો પલકારો મારીએ ત્યાં સુધી,
આંસુ બની આંખમાથી વહી ગયુ...

સેવ્યો હતો એ માળો આજ અમે,
ને કરી હતી કઇંક કલ્પ્નાઓ જાણે,
તોય પંખી બની આકાશે ઉડી ગયુ...

મુલાકાત હતી આજ તારલાઓ ને સંગ,
ખીલી હતી ચાંદની ચારેકોર,
કૉઇક આવીને કેમ જાણે જગાડી ગયુ...

હતી હકિકતની દુનિયા અમારી,
એક હતૉ 'હું' અને એક હતી JAAN,
તોય કેમ જાણે સમણુ થઇ તુટી ગયુ.....jn

ચાલવુ હતુ હજુ JN ને ઘણુ,,

પ્રેમ કરવાની રીત ના આવડી અમને,,
પણ તમને કદાચ સમજ ના આવી...

વાટ તો જોઇજ હતી તમારી,,
પણ મળવાની ઘડી જ ના આવી...

આવવુ હતુ તમને કે બહાનુ હતુ,,
પણ તે નવરાસ ની ઘડી જ ના આવી...

ઉડવુ હતુ પંખીની જેમ આકાશે,,
પણ કોણ જાણે કેમ પાંખોજ ના આવી...

જાણીતી હતી એ રસ્તાની કેડી,,
તોય કોણ જાણે કેમ મંજીલ જ ના આવી...

ચાલવુ હતુ હજુ JN ને ઘણુ,,
પણ કોણ જાણે કેમ JAAN જ ના આવી....jn

આવને JN ની હકિકત બની જા....

જાગી છે ઝંખના હવે ઉરમા,,
આવીને એક ઝલક બતાવી જા...

બેઠી છે આજ એવી પાનખર,,
આવીને વસંત બેસાડી જા...

ભટકુ છુ સરસ્વતી થઇ,,
સાગર બની આજ સમાવી જા...

ભુલેલો એ વટેમાર્ગુ હું,,
રાહબર થઇ હંકારી જા...

લાગે છે બધુ દીવાસ્વપ્ન,,
આવને JN ની હકિકત બની જા.....jn

JAAN વગર વિરહની વેદના સેહવાતી નથી...

મારુ પોતાનુજ મને કેમ કોઇ સમજતુ નથી...

દીલની વેદના કેમેય કરીને જાતી નથી...

આંખોના અમીને કેમેય કરીને રોકાતા નથી...

હતી જેમની ક્ષણે-ક્ષણ અમારા નામે,,,

તેઓ આજે એક પળ પણ આપી શકતા નથી...

જેમના મુખે હતુ ફક્ત અમારુ જ નામ,,,

તેઓ આજ એક હાક નાખી બોલાવતા નથી...

એક પળ પણ અળગો ના કરતા ,,,

અને આજે બોલાવેય પાસ આવતા નથી...

વગર પાનેતરે અમે તમારા એમ કેહનારા,,,

આજ મરણ શય્યાએ દેખાતા પણ નથી...

કેમ કરી જીવીશ આ ભિડભરી દુનિયામા,,,

JAAN વગર વિરહની વેદના સેહવાતી નથી.....jn

JAAN વગર જીવી શકાતી નથી..

ભુતકાળ થી કાંઇ જીંદગી વહાવી શકાતી નથી...

હ્ર્દય મા પડેલી યાદો ને દફનાવી શકાતી નથી...

પ્રિતી ની કોઇ રીત બનાવી શકાતી નથી...

વેહ્તી આંખો ના નીરમા પાળ બાંધી શકાતી નથી...

એ આંખો મા બીજી કોઇ છબી ને લાવી શકાતી નથી...

હવે મનની એ ઝંખના કોઇ ને કહી શકાતી નથી...

હતી એ સમણાની દુનિયા હકીકત કહી શકાતી નથી...

ભવોભવ ની વાતો,, બે ડગ સાથે ચાલી શકાતી નથી...

કેમ કરી જીવુ આ જીંદગી, JAAN વગર જીવી શકાતી નથી....jn