Thursday, July 26, 2012

બધુજ તમારે નામ કરી દઇશ....

દુર રહીને પણ દીલમા 
ડોકીયા કરી જઇશ...

સાથ નહી આપો તો 
રાહ બની સાથે રઇશ...

પ્રેમભરી ધમકી ને હુ
માથે સજાવી લઇશ...

બેનની લાગણી દુભાશે
આંખોથી બુંદ વહાવી દઇશ...

ક્યાં સુધી આમ ધમકાવશો
હું પણ જોર બતાવી દઇશ...

તમે ''યજુ'' છો તો હુ પણ "JN" છુ
આપ સૌને મજબુર કરી દઇશ.....jn

લાગણીનો LOVE LETTER...

લખુ છુ આજ આ કાગળ
વાંચી શકુ તો વાંચજે...
તારા વિરહની વેદનાનો
આ કાગળ સાક્ષી છે મારી ...

શાહી હતી નહી એટલે
લખ્યો છે તેને લાગણીથી...
કાગળ ભલે કોરો રહ્યો
પણ તેમા યાદો છે મારી ...

દર્દથી ભરેલી નહી પણ 
તારા પ્રેમની સ્મ્રુતિ ઓ છે...
સમજી શકુ તો સમજ જે
તેમા પ્રેમની ભાષા છે મારી...

કરી હોય જો પ્રિત સાચી 
તો મનની આંખોથી વાંચજે...
એક એક પળની તડપ
બન્ને કોર વર્ણવી છે મારી...

અનમોલ એવી શાહી છે
ક્યાંક બુદ પડી પણ ગયુ હશે...
ખુબ વહાલથી લખ્યો છે
જાણે ''જગત"માં ધબકાર છે મારી....jn

Wednesday, July 25, 2012

પ્રેમ ક્યાં મળે છે....

કરતી હતી તુ વાતો સાથ આપીશ
પણ સમય જતા આજ એ ક્યાં મળે છે...

ચાલવાની વાતો કરી હતી પગલે પગલે
પણ આજ સાથે બેસનારા ક્યાં મળે છે...

હ્રદયમા દર્દ તો ઘણુ છુપાયુ એ છે  
પણ એ દર્દ ને સમજનારા ક્યાં મળે છે...

સાથે મરવાની વાતો તો ઘણા કરે છે 
પણ સાથે જીવવા વાળા ક્યાં મળે છે...

ચેટીંગ માતો મોટી મોટી વાતો કરે છે
પણ એ હકીકત મા ક્યાં મળે છે...

કહે છે આજ "JN",, સૌને પ્રેમ કરનારા તો 
ઘણા મળશે..!! પણ પ્રેમ ક્યાં મળે છે.....jn

આમ મુકીને ક્યાં ચાલી ગઇ....

માંડ માંડ સાથ મળ્યો 
ને તુ આગળ નીકળી ગઇ...

હજુ તો જીવનમા વસંત 
દેખાણી ને પાનખર ભળી ગઇ...

તારા સમણાઓ માનસ પટ
પર આવ્યાને ઉંગ ઉડી ગઇ...

ચાલી નીક્ળી તુ અચાનક 
ને અમારી શ્વાસોજ થમી ગઇ...

ભળાવી હતી પાણીની જેમ 
મારામા તોય વરાળ બની ઉડી ગઇ..

મન મુકીને વરસાવ્યો હતો 
પ્રેમ તોય શુ ઓછપ આવી ગઇ....

ગણતરી કરી અમે પ્રેમની 
ને તેમા જ ભુલ આવી ગઇ...

ખુબ સજાવી હતી "JN" એ ફુલોની
વેણી કોણ જાણે કેમ મુરજાઈ ગઇ.....jn

Tuesday, July 24, 2012

મારી લાડલી....

બદલાણી દુનિયા મારી
ને આવી ગઇ હરખની ઘડી
જોઇ તને મારી લાડલી...

સમી ગઇ મારી સગળી તકલીફો
આવી ગઇ ખુશી ની લહેરો
જોઇ તને મારી લાડલી...

જગની અનમોલ ખુશી આજ
જાણી મે લઇ તને હાથમા
જોઇ તને મારી લાડલી...

લઇ લીધો મન નો ભાર તે
વધુ લાગી પ્યારી જીંદગી
જોઇ તને મારી લાડલી...

કરી તે પા પા પગલી ને
હરખભેર થયો હું ગાંડો
જોઇ તને મારી લાડલી...

હસતીને રમતી ને રમાડતી
થઇ ગઇ પાંપણ ભીની મારી
જોઇ તને મારી લાડલી...

કેટલો ખુશનસીબ છે "JN"
રમે આજ આંગણે બે ઢીંગલી...
છોડીને જશે મને મારી લાડલી....jn

હવે આવ તો સારુ..!!!

વાયો વા શ્રાવણીયો 
તોય કોરુ રહ્યુ અંતર મારુ...

કેહવુ નથી હવે કાંઇ મારે
 કહ્યા પછી એ શુ ઠેકાણુ તારુ...

વાટ જોવે સૌ વરસાદની તોય 
બારેમાસ ભિંજાણુ અંતર મારુ...

આપી પ્રેમનો દરિયો તને
તોય કોરુ રહ્યુ આંગણ મારુ...

ખોબો ભરીને આપ્યો છે સ્નેહ
બુંદ આપત તો શુ જાત તારુ..??

ક્યાં સુધી રહીશ આમ અજનબી
થોડીક ઓળખ આપ તો સારુ...

મેઘો પણ વરસે છે હવે તો ચો'ધાર
'JN' પર થોડો પ્રેમ વરસાવ તો સારુ....jn

એમ કાંઈ થોડુ થતુ હશે..!!

કેટલીક હતી લાગણીયો 
તારી સાથે જીવવાની પણ 
એમ કાંઈ થોડુ થતુ હશે..!!

યાદો ને લઇને જીવતો હતો
પણ અસલ મા તો થોડુ
એમ કાંઈ થોડુ થતુ હશે..!!

બસ તારાજ સંબધો દીલમા
બીજાના નો જો સ્પર્સે તો,
એમ કાંઈ થોડુ થતુ હશે..!!

તુ જ તો છે મારા જીવનનો સુરજ
ને સાંજ પડે ઢળી જા તુ તો
એમ કાંઈ થોડુ થતુ હશે..!!

મારા તો સગાને સ્નેહીજન તમે જ
અને આમ મુકીને ચાલ્યા જાવ
એમ કાંઈ થોડુ થતુ હશે..!!

કુવો છે મારી પાસ ને હુ ઉભો
તોય તે એક બુંદ પાણી ના પાયુ
એમ કાંઈ થોડુ થતુ હશે..!!

ભલે તુ ગમે તેટલી દુર જાય
અને જો ભુલે તને "JN" તો,,
એમ કાંઈ થોડુ થતુ હશે..!!...jn

Sunday, July 22, 2012

તારા વિનાની જીંદગી શુ કામની..??

મંજીલ જ મારી નથી તો
હવે રાહ પણ શુ કામની..??

નાહકની કલ્પ્નાઓ કરુ
હકીકત શુ કામની..??

વ્યર્થ દોડીને શુ મળશે
નકામી દોડ શુ કામની..??

નકામી છે ઝંખના મારી 
મ્રુગજળ પાછળ દોટ શુ કામની..??

નથી માગવુ હવે કાંઇ
ખોટી અપેક્ષાઓ શુ કામની..??

નિરાશા જ લખી છે તો
કરમની કઠીનાઇ શુ કામની..??

ખોટા આંસુઓ વહાવે છે "JN"
આંખો મિચાય તોય શુ કામની..??..jn

હું અને મારી એકલતા...

સવારથી રાત ને રાતથી સવાર
બસ એકલોજ ઝઝુમુ છુ...

સુર્યના કિરણો થી દાજુ છુ ને
ચંદ્રની શીતળતામા વીંટળાવુ છુ...

ટીમ ટીમ વરસે છે આંખો ને
રાતભર નિંદ્રાને શોધુ છુ...

હવે તો સમણા પણ કેવા..!!
ખુલી રહે આંખોને સમણા જોઉ છુ...

હવે નથી સેહવાતી આ એકલતા
હું તો મારા "સ્વ" થી પણ અજાણ છુ...

ખબરના પડે મારા કાન ને 
એમ મૌન રહીને ડુસકા ભરુ છુ...

આવી છે આજ પાનખર વનમા
મારા જીવનની પાનખરની રાહ જોવુ છુ...

"JN" ને હમેશા મુકીને ચાલ્યુ જાય
બસ એક એવા સ્ટેસનની રાહ જોવુ છુ.....jn

તુ જ મારી જીંદગી....છે

એક પળ ના જાય તારા વીના
તોય જીંદગી વીતાવવાની છે...

જીવન ની દરેક પળ મા હવે
મારી ઉદાસી ભળી ગઇ છે...

ભરોસો પણ કોનો કરુ હવે
તે પણ હવે તો માઝા મુકી છે...

સાચા પ્રેમની કદર કોણ કરે
તેજ જમાના સાથે દોટ મુકી છે...

રાહ જોતો રહ્યો આજે તોય
જમાનાથી તે વાત મે છુપાવી છે...

હ્રદયની લાગણીયો ને તુ સમજીના
અને દુનિયા એ મજાક મા ખપાવી છે...

નથી જાણતો આજ એ "JN"
કોણે આ જીંદગીમા હલચલ મચાવી છે..??..jn


બસ જાય છે સમય....

રાત તો એક બહાનુ છે
સપનામા તમને મળવાનુ છે...

સમણા તો એક કલ્પના છે
બસ તેમાજ તમને જોવાના છે...

પ્રેમ તો એક સમર્પણ છે
મારે તો બસ આપવોજ છે...

તારો સાથ ઝાંઝવાન જળ છે
તોય વરાળ થઇ મને ઉડવુ છે...

તારા વીના તો એક પળ ના 
જીવાય તોય ખાલીપો લઇ જીવવુ છે...

સવાર પડે ને બસ સાંજ પડે
મારે તો બસ તારી જ રાહ જોવી છે...

આમ તો કાંઇ નથી લખતો "JN"
બસ તુ લખાવ તે જ લખાય છે....jn

આ દુનિયા શુ કામની..??...

જે શ્વાસમા તારો ધબકાર ના
હોય તે ધબકાર શુ કામની...

જે રાહ તારા સધી ના પોહચે
તેવી મંજીલ શુ કામની...

જે જીવનમા તુ નહી તે
જીવનની દોર શુ કામની...

જે કલ્પનાઓની હકીકત
તુ નહી તે કલ્પના શુ કામની...

બધુજ  છે જો તુ હોય "JN" ની
બાકી તો આ દુનિયા શુ કામની..??...jn

Saturday, July 21, 2012

હવે તુજ કે શુ થઇ જાઉ...???

શુ હતી આજ ખતા કે અમે 
આજ તુટીલી ડાળ થઇ ગયા...

કીંમત ના આંકી તે પ્રેમની,
અમે ઉડીને વરાળ થઇ ગયા...

કેવી હતી તારી તરસ કે, સાવ 
સુકી ધરા બની દુસ્કાળ થઇ ગયા...

ખુબ હીંમત હતી આમ તો,
તોય તારા પ્રેમમા પાગલ થઇ ગયા...

બસ હવે તો દિલથી પણ અમે,
તારા વીના સુનમુન બની જીવતા થઇ ગયા....jn

કંઇક તો આપ જે....!!!

તારા સંબધ ને સાચવુ,
એવુ કઇંક નામ તો આપજે...

ઉજ્જડ આ મારા હ્રદયને,
સમજવાની સાન તો આપજે...

ચુપ રહીને કેમ જીવાશે..?
મૌનમાં મલકાટ તો આપજે...

ખુદ પર ભરોસો નથી રહ્યો મને
તારા ભરોસાનો મદાર તો આપજે...

હવે આંખો ક્યાં સુધી નીતરશે,
સુકાય તેવી અશ્રુધાર તો આપજે...

મળવું તો હવે દુર રહ્યું પણ,
સમણામાં આવી દીદાર તો આપજે...

તારા પ્રેમ વગર શ્વાસ રુંધાય છે 
શ્વાસ લેવાય તેવી મોકળાશ તો આપજે...

કેવું તો છે ઘણું હજુ "જગત" ને મારે
મારું મૌન બોલે તેવી, મુલાકાત તો આપજે....jn

Wednesday, July 18, 2012

એક આશ ખુશીની બાંધી હતી.

સવારમા બારણુ ખખ્ડ્યુ,
ને જોયુ તો ખુશી હતી...

બહાર ગયો ને જોયુ તો,
એ અરુણની સવારી હતી...

ઉંચે આભમા નઝર કરી,
તો વાદળી બંધાણી હતી...

બાંધે આશ મયુર એમ,
મારી એ આશ બંધાણી હતી...

ઝરમર ઝરમર બુંદોની,
જાણે આજ લહેણી હતી...

એક બુંદ મુખમા આવ્યુ,
સ્વાદમા તેના ખરાસ હતી...

પાછો ગયો બારણે ને,
જોયુ તો આંખોમા ભીનાશ હતી...

"JN'' પણ કેવો ગાંડો,
ફરી એક આશ ખુશીની બાંધી હતી....jn

યાદ છે તને....

નીકળ્યા હતા પ્રેમની નાવ લઇ,
ને રસ્તામાજ ક્યાંક રહી ગયા...

મંજીલ હતી જુદી તારી ને મારી,
તોય રસ્તા જાણે મંજીલના ભળી ગયા...

જાલ્યો હતો હાથ તારો અમે,
કઇંક કેટલા સમણા જીવી ગયા...

ખુબ જોઇ રાહ તારી કાલે અમે,
કેટલાએ આવ્યાને ચાલ્યા ગયા...

આંખોમા વસાવ્યા હતા તમને,
કોણ જાણે આંસુમા કેમ વહી ગયા...

સિંચ્યા હતા કઇંક સપનાઓ,
સપનાજ બનીને કેમ ભુસાઇ ગયા...

હવે તો એકલોજ સફર કરસે 'JN',
તમેતો મંજીલથી એ આગળ નીકળી ગયા....jn

Saturday, July 14, 2012

હું તુલસી તારા આંગણાની...

બા' હું તુલસીછુ તારા આંગણાની
વધુ છુ તારા પ્રેમના સિંચનથી...

બા' તારો પડછાયો ને વળી,
બાપુજી નુ તો હું સ્વમાન પાછી...

બા' મારી કાલી કાલી ભાષા,
તને ને બાપુ ને ખુબ ગમતી...

બા' કવિતા ગાતી ને તને ને
બાપુ ને સંભળાવતી રાગ વિના...

બા' નાની ભલે લાગતી ગયા તને કાલે,
પણ આજ તો થઇ ગઇ ઉંચી તારાથી...

બા' બાપુએ ઝાલીને આંગળી
પાપા પગલી મને કરાવી...

બા' ઘણા વેઠ્યા છે કષ્ટ તેમે
મને છાયો આપતા ને પોતે તડકે...

બા' કેમ ચુકવીશ જગતમાં આ રૂણ..!!
બસ છે આજ તને ને બાપુ ને પ્રણામ.....jn





તારા વિના તારા વિના....

આજ લાગે અધુરી જીંદગી તારા વિના...
જીવવુ તો કેમ કરીને જીવવુ તારા વિના...

લાગે અધુરી રાધા એ શ્યામ વિના...
બંસરી ના સુર અધુરા એ શ્યામ વિના...

નથી ભળી શકતી એકલી સાહીલ વિના...
સરીતા છે અધુરી સાગરના મિલન  વિના...

નથી પડતી તાળી બે હાથ વિના...
થતા નથી અબોલા એમકાઇ વાંક વિના...

અધુરી છે સ્ત્રી એના સથવારા વિના...
સોહાગણ નથી હોતી કોઇ સિંદુર વિના...

સંસાર નથી ચાલતો સમર્પણ વિના...
પૈડા નથી ફરતા એમ કાંઇ સમજ વિના...

કેહવુ તોય હવે કોને કહુ હું તારા વિના...
આદત છે  JN ને, નથી ચાલતુ હવે તારા વિના....jn

Tuesday, July 10, 2012

હવે 'તુ' જ કે શુ લખી દઉ...

તારા સમણાઓને,
મારી હકીકત લખી દઉ...

તારી જીંદગીને,
મારા સ્વાસ લખી દઉ...

તારા આંસુઓને,
મારી ખુશી લખી દઉ...

તારા સંગીતમા,
મારી ગઝલ લખી દઉ...

તારી પંક્તિઓમા,
મારી કવિતાઓ લખી દઉ...

તારા હોઠ મા,
મારી તરસ લખી દઉ...

તારા હૈયાને,
મારી ધબકાર લખી દઉ...

તારી ચાલમા,
મારી ગતી લખી દઉ...

તારી રાહમા,
મારી મંજીલ લખી દઉ...

તારા નામ મા,
મારુ નામ લખી દઉ...

તુ કહે તો આજ,
JN માંથી JAAN લખી દઉ.....jn

તો કે' જે મને.....

ક્યારેક મારુ મૌન સમજાય તો કે' જે મને...
આંખોનો પ્રેમ વંચાય તો કે' જે મને...

સ્વાસમા મારી અનુભુતી થાય તો કે' જે મને...
છુ હું તારામાજ જો જણાઉ તો કે' જે મને...

વાદળ જેમ ગડગડાટ કરી વરસાય તો કે' જે મને...
આંખોના અમી દળદળાટ વહે તો કે' જે મને...

જે રાહે ચાલી એજ રાહે ચલાયતો કે' જે મને...
કંટકોની કેડી ખુંદાય તારાથી તો કે' જે મને...

સાતભવ સાથે ચાલીશકુ તો કે' જે મને...
એકવાર માગી શકુ મારી જેમ તો કે' જે મને...

ચાલ્યો જાય છે 'JN' બસ એ જ રા્હે,,,
દોડીને પાછી આવી શકુ તો કે' જે મને......jn








આવ્યુ એક સમણુ....

ભુલી ભુલાય ના એવી તારી યાદ,
આવી ઉરમાને ઉમંગ ઉભરાયો...

વસંતનો વાયરો જાણે ઝઝુમ્યો,
ને કેસુડાનો રંગ ચારેકોર લહેરાયો...

આશાઓના અંકુર જાણે ફુટ્યા,
ને અરમાનો ની માળામા ગુંચળાયો...

જીવન બાગ જાણે સોળ કળે ખિલ્યો,
ને સામેજ કેમ પાનખર ભરમાયો...

જીંદગી પણ એક સમણા જેવી,
સમણા મા પણ કેમ અધુરો લાગ્યો...

સ્મૄતિ ને યાદોની કરી બાદબાકી,
કોણ જાણે સરવાળો ભ્રમનો દેખાયો...

કહે છે આજ "JN"....

સમણાઓ ના સાગરમા નથી કિનારો,
બસ એમાતો ડુબવાનો જ છે જોનારો.....jn

Sunday, July 8, 2012

ક્યારેક આવુએ થાય છે....

તરો તાજગી મા જાગેલો માનવી,
સાંજ પડતા થાકી પણ જાય છે...

ફુલોના બગીચા ને સાચવનાર જ,
સાંજ પડતા તોડી ને લઇ જાય છે...

દોડપકડની રમત રમતો ચંદ્રમા,
પણ સાંજ પડે પકડાઇ જાય છે...

તીમીર ને દુર કરનાર ભાનુ,
ક્યારેક વાદળની ઓથે સંતાઇ જાય છે...

નથી હોતા દુનિયામા હાથ જેમના,
તોય નસીબ અજમાવી જાય છે...

લલાટે લખેલો લેખ કેવો છે..!!
હોઠે લાગેલો જામ પણ ઢોળાઇ જાય છે...

શીખીને કોઇ આવતુ નથી અહી,
સમયે અનુભવ બધુ શીખવી જાય છે...

ક્યારેક તેની યાદ એવી આવે કે,
આંખમાથી બુંદ પાણી વહી જાય છે...

રાહ તો તારી હજુ એ જોવે છે ''JN'',
ક્યારેક ભાગ્ય પણ બદલાઇ જાય છે....jn

આજ નો આંધળો પ્રેમ....


પ્રથમ નઝરનો એ પ્રેમ હતો
નઝર મળીને લાગ્યુ કે એ મારી છે...


આંખો એની જોઇને લાગ્યુ મને,
એતો સાગર કરતા પણ ગેહરી છે...


થઇ ગયો બેહાલ મારો હાલ,
ડોક્ટર કહે આતો પ્રેમ બીમારી છે...


પંપાળી પંપાળી ને થાક્યો,
આતો પછી ખબર પડી કે એ તો બેહરી છે....jn

Saturday, July 7, 2012

તુ શુ સમજે છે મને..!!!


બંધ કરીને આંખો તારી છબી બનાવી દઉ…
ને મારા અહેસાસો તારામા ભરી દઉ…
વણ જોએ તારા હાલ બતાવી દઉ…
ને તારા હાલને બેહાલ પણ કરી દઉ…
વગર સ્પર્સે તારા આલીંગન ને માણી લઉ…
ને તારા સ્વાસોમા મારા સ્વાસ ને ભરી દઉ…
ભરી મેદની મા તને એકલતા આપી દઉ…
ને એકલતા મા આખો સંસાર ભરી દઉ…
હજુ નથી જાણતી તુ 'JN' ના પ્રેમની તાકાત..!!!
તારી આંખોમા આંખ નાખી વાત કરી લઉ…
ને તારી આંખોનુ આંસુ મારી આંખમાથી વહાવી દઉ…..jn

Thursday, July 5, 2012

વહેતો સમય.....

શુ વાત કરુ હવે તમને સમયની...
બસ એતો જાણે પાણી નુ વહેણ છે...

સમયની અછત તો એ ઇસ્વરનેય છે...
તોય ફુરસત કાઢી મને આકાર આપ્યો છે...

ખયાલ કર્યો હસે તારી-મારી એકલતાનો..
એટલેજ તો તને અહીં મારી સાથે મુકી છે...

રહુ છુ હું એ આખો દીવસ વ્યસ્તજ...
પણ તારો સમય હજુયે એમ જ રહે છે...

બાકી તો કહું છું ''જગત"તાતને...

હું ભલે સમય ના આપુ તને પણ..
અપ્યો મારા પ્રેમ ને એય રુપ તો તારુંજ છે....jn

આજ નો પ્રેમ....

હાથ મા હાથ નાખી ફરે,
તોય એકમેક પર વીસ્વાસ ના કરે...

તળાવની પાળે છબછબીયા કરે,
કાઈ થાય તો ધડુંબ દઇ કુદયા કરે...

સોગંદ થી કાઇંક રસમો કરે,
ને પળ મા તોડે, ના વિચાર કરે...

તારા સીવાય બીજુ કોઇ ના મારે,
તોય રુપાળુ જોઇ નઝરુ ભટક્યા કરે...

 ઘરમા હાંડલી જાણે કુસ્તી કરે,
ને ''બેટ્ટો'' બાઇક લઇ ફીલ્ડીંગ ભરે...

હવે શુ કહે ''JN'' આ દુનિયાને,
તમ તમારે ચિંતા ના કરો ભલે એ ફરે.....jn

Wednesday, July 4, 2012

પ્રેમ મા તો આવુએ થાય છે....

એક પળ મા કેવુએ થાય છે,
ને જીવવાનુ મુશ્કેલ થઇ જાય છે...

ક્યારેક પોતાનાજ પારકા લાગે છે,
તો ક્યારેક પ્રેમનો ઉભરો આવે છે...

પોતાના પર ભરોસો ડગમગે છે,
પારકા પોતાનાથી વધારે લાગે છે...

સ્વજનો છોડવાનુ મન થાય છે,
દીલદાર ને દોડીને મળાય છે...

તેની પાછળ રુપીયાનું આંધણ થાય છે,
ઘરના જાણે પઇ પઇ માટે વલખે છે...

કહે છે JN આ નાદાન દુનિયા ને...
શા માટે દોડી દોડી ને તેમા પડે છે....jn

Tuesday, July 3, 2012

JN ને તો બસ તુ જ ... ગમે છે...


આ મસ્તક મારુ
સાદાય તને નમે છે...

ના કરો કલ્પના
 કે મને કોણ ગમે છે...

હોઠો પર મારા
કોનુ નામ રમે છે...

ઉંગમા એના
સમણા મને આવે છે...

પ્રભાતે તારી સ્મૃતિ
જગાડવા મને આવે છે...

ઍ તુ જ છે દોસ્ત જેની 
દોસ્તી અમને ગમે છે...

જગ મા કોઇ તો બતાવ..!!
જે ના નમતુ હોય ક્યાંય...

બાકી આથમતી સંધ્યા એ 
સુરજ પણ મારી આગળ નમે છે...

કહુ છે આજ આ દુનિયાને
JN ને તો બસ તુ જ ... ગમે છે....jn


केसा हे उनके होठो का नशा..??

उन के आने से हर
 सुबह रंगीन बन जाती है...

उनकी एक मुस्कुराहट से
मन फूलोसा मेहेक जाता है...

उनके सीने से लीपटते ही
सारी थकान चली जाती है...

उनकी आंखो को देखते ही
एक नशा सा छा जाता है...

उनके बदनकी मेहेक से
रोम रोम मे जान आजाती है...

केसा हे उनके होठो का नशा..??
पीते ही JN को बेहका जाती है.....jn

મલ્યો હતૉ તને આ ભવે JN,,

દાસી તો હુ પણ બની ગઇ મારા કાનાની,,
કઇંક કેટલા ભવથી જનમ લેતી રહી...

તોય કેમ ના જાણે તરસ છીપાણી,,
ભવો ભવ તરસ મારી વધતી રહી...

પ્રિત તો કરી ઘેલી થઇને મે,,
તોય વારંવાર અવતરતી રહી...

માગ્યો હતો કાનાનો સાથ આ ભવે,,
તોય ભવે ભવ એ ઝંખના અધુરી રહી...

દોડતી ને ભટકતી ગામે ગામ,,
માધવને માનવમા હુ ગોતતી રહી...

જોવી છે હજુ એ રાહ મારે આ ભવે,,
ભલે ને આજ સુધી, જોળી અધુરી રહી...

મલ્યો હતૉ તને આ ભવે JN,,
તોય કોણ જાણે, તુ જાણી ને અજાણ રહી....jn

એક કલ્પ્ના...

તુ તો ચાલી ગઇ નાખી ને આગ મા,,
તોય ફેરવી દઇશ તેને હું બાગ મા...

મુકી ગઇ કઇંક અધુરી પંક્તિઓ,,
તોય ફેરવી દઇશ તેને હું રાગ મા....jn