Thursday, January 31, 2013

ક્યાં ગયા તમે...??

વિજળી ની જેમ 
દીલમા વસી 
ઝટકો દઇ ઉડી ગયા..

પ્રેમનો દીપ 
પ્રગટાવી સળગવા
મુકી ને ગયા..

પુનમની જેમ સોળ
કળાએ ખીલી અમાસનુ
અંધારુ ભેળવી ગયા..

હજારો સવાલોના 
જવાબ આપી જીંદગીનો
પ્રશ્ન પુછી ગયા..

સંસારની લગાડી
માયા આ "જગત" મા,
સંન્યાસ ભેળવી ગયા.....જગત ( jn )

તુ શુ માનીશ કે..!!..??

ગયો હતો જીવન જંગ લડવા,
હું એ ભાસ્કર સામે તુ માનીશ..!!

એ મેહખાનાને પી ને નીકળ્યો હતો,
દુનિયાને ખાલી કરવા તુ માનીશ..!!

સમયના વહેણમા વહી ગયો,
બાકી તો મારોય જમાનો હતો તુ માનીશ..!!

એટલો બધો ભળી ગયો તારામા કે,
ખુદથીજ અજાણ થઇ રહ્યો તુ માનીશ..!!

ગયો એ હિમાલયની ટોચે ને, મારી 
છલાંગ એ તારલાની સંગે તુ માનીશ..!!

છોડી તો ક્યારનુય ડીધુ એ "જગત",,બસ 
આતો ખાલી ખોળીયુ જ રહ્યુ તુ માનીશ..!!...જગત ( jn )

Wednesday, January 30, 2013

મુજથી વધુ તારા પર વિસ્વાસ રાખુ છુ......

ઘણુ બધુ કેહવુ હતુ પણ
જે કેહવાનુ હતુ તેજ રહી ગયુ...

ના કેહવાનુ કેહવાઇ ગયુ
ને ઘણુ બધુ વિસરાઇ ગયુ...

મુજ ને મુજ પર ભરોસો ક્યાં,
તારા ભરોસે જિવાઇ ગયુ...

ઘણુ આવ્યુ ને ઘણુ ગયુ
તોય ભુલવાનુ યાદ રહી ગયુ...

દિલને ચીરીને નાખ્યુ બહાર 
તોય તારાજ નામનુ ગાન ગાતુ ગયુ...

જાણુ છુ તારા મન ને,, દુર
થવાને બદલે પાસ આવતુ ગયુ...

તારી ચાહતમા એટલો વિસ્વાસ છે
ભલેને આ "જગત" દુર થાતુ ગયુ......જગત ( jn )

શુ કહુ...???

આજ 
એણે
 મને 
પુછ્યુ કે
 તે 
ક્યારેય બીજી 
સ્ત્રીને 
પ્રેમ કર્યો છે..??
મારા 
હોઠ હસ્યા 
અને બબડ્યા..!!!
I AM IN 
LOVE 
WITH U'R 
LOVE.....જગત ( jn )

આંખોની લાગણી....

યાદ છે તને એ લાગણીયોનો....
love letter..!!..લે વાંચ...

લે વાંચ આજ એ આંખોની લાગણી..
કાગળમા પડેલા આજ એ બુંદોને વાંચ...

સમજી શકુ તો સમજ જે એ દીલની ભાષા..
ઘણી છે આંસુઓની અભિલાષા લે વાંચ...

હવે આ અધર પણ સિવાયેલા 
ને બિડાયેલા પાંપણ.. બંધ આંખોમાં જ વાંચ...

તેજ ખિલાવ્યુ હતુ આ "જગત"મા ઉપવન
લે હવે આ પાનખરવનને પણ તુંજ વાંચ.....જગત ( jn )

बस एसेही हे हम.....

वो 
आए भी 
तो एसे आए 
के उन के
आने से ज्यादा 
हमे 
उनका 
इंतजार करना 
अछ्छा लगा
...........जगत ( jn )

Wednesday, January 16, 2013

તુજ તો સંભાળે છે મને....

કહી દેજો એ ફુલોને 
અમને પણ તારી જેમ 
મ્રુદુ થતા આવડી ગયુ છે...

ઘડીભર હસીને રુદન કરી 
અમને પણ તારી જેમ
સંભળતા આવડી ગયુ છે...

તારા જ એ પ્રેમના સહારે
અમને પણ આ "જગત" મા
જીવતા આવડી ગયુ છે......જગત ( jn )

હજીએ તારીજ ઝંખના છે.....

વાગ્યા હતા બાણ અમને 
તારી એ નઝરની કટારીના...

દીવાના થયા હતા અમે 
તારી એ નઝરની ઝલકના...

યાદ કર તુ એ દીવસને તારી
નઝરને "જગત" ની હતી ઝંખના....જગત ( jn )

ક્યાં ખોવાઇ છે..??

તુ પણ ચાલ ને હુ પણ ચાલુ
ને ચાલશે આ જીંદગી...

વહેતા જાય છે સમય યાદો
ને આ નયન પણ...

અરહર્નિશ સાથે છે તારો
પ્રેમ, યાદો ને અહેસાસ...

બસ વેરાન છે, હેરાન છે
ને તુટેલુ છે આ "જગત".....જગત ( jn )