Thursday, February 28, 2013

ભળાવી ગયા અમે.....

જેને હું 
સમજતો
 હતો મારી 
આંખોની જ્યોત
આજ એ પડી ગયા 
મોતી બની 
હવે કેમ પાછા સમાઉ..!
હવે શુ કહુ 
તને હું ગાંડી 
"જગત" મા 
વેરાયેલા મોતી 
ક્યારેય 
નથી જડતા.....જગત ( jn ) 

કોઇ શક..........


કુવાના ઉંડાણ ને 
તોફાનો ક્યારેય 
વહાવી ને 
લઇ જઈ શકતા નથી....
તેમ જ
તારા હ્રદય મા 
રહેલો એ પ્રેમ
"જગત" મા 
કોઇ કરી 
શકતા નથી....જગત ( jn )

સાચવજે ક્યાંક ખોવાઇ ના જાય....

જો જે આંખોમા
ક્યાંક આંસુ પડી ના જાય...

વાંચજે લાગણીયો
ક્યાંક વહી ના જાય...

લખી છે કાંઇક પંક્તિયો
ક્યાંક વાંચવાની રહી ના જાય...

સમજ જે ધ્યાનથી
ક્યાંક સમજવાની રહી ના જાય...

છે જ એ "જગત" ની સંવેદના
ક્યાંક દીલથી તુટી ના જાય......જગત ( jn )

તુ ને હું.....


જાણે તુ શુર ને 
એનો એ સાજ હું...
જાણે તુ પાનખર ને 
એની એ વસંત હું...
જાણે તુ ચાંદની ને 
એનો એ ચાંદ હું...
જાણે તુ કીરણ ને 
એનો એ તપતો સુરજ હું...
જાણે તુ કુસુમ ને 
એ ગુંજન કરતો ભ્રવર હું...
જાણે તુ ખળ ખળ વહેતી નદી ને 
એ ગુગવતો સાગર હું...
જાણે તુ છતાય અજાણ ને તારા 
એ "જગત"નો જાણકાર હું.....જગત ( jn )

તારા વિના કાઇ નથી.....

કવિતા લખી શકુ 
એવો કવિ હુએ નથી...

જગતને જગાડી શકુ 
એવો રવી હુએ નથી...

તારા દીલને તોડુ
એવો અનાડી હુએ નથી...

તારા હ્રદયને દોડાવી શકુ
એવો ધબકાર હુએ નથી...

બાકી તો ''જગત'' મા એકલો
જીવુ એવો વિરલો હુએ નથી....જગત ( jn )

Thursday, February 14, 2013

પ્રેમ...

બહુ
 કહ્યા કરતી 
હતીને
 આ
"જગત"
મા 
શાને 
આટલો 
પ્રેમ કરે છે
તુ મને...!!!
બસ 
લાગી 
ગઈ ને 
તને તારી જ 
નઝર...જગત..( jn )

આપ આવ્યા ને જતા રહ્યા.....

તરસતા રહ્યા ને
આંખો વરસતી રહી
એ આવ્યા ત્યારે
નીહાળી ના શ્ક્યા...

તડપતા રહ્યા ને 
નઝરો દોડતી રહી
એ સૌની વચ્ચે તને
નીહાળી ના શ્ક્યા...

ઘડી ઘણતા રહ્યા ને 
સમય વહેતો ગયો
એ નીકળ્યા ત્યારે
નીહાળી ના શ્ક્યા...

મન મનાવતા રહ્યા ને
તમને શોધતા રહ્યા
તોય "જગત" ની ભીડમા
નીહાળી ના શ્ક્યા......જગત..( jn )

કેમ માપીશ મારા પ્રેમને..!!!!

આંસુઓની ખારાશ માપવા ગયો 
તો  સાગરની ખારાશ ઓછી પડી...

આંખોના તેજ ને માપવા ગયો 
તો રવીની કિરણો ઓછી પડી...

દીલના દર્દને માપવા ગયો 
તો તબીબોની નીપુણતા ઓછી પડી...

તારા એ પ્રેમને માપવા ગયો
તો "જગત"ની ઝંખના ઓછી પડી....જગત..( jn )

બસ જોયા જ કર્યા તમને....

તમે જતા હતા 
ને હું રોકી ના શક્યો 
બસ ચુપચાપ બની 
નિહાળી રહ્યો
કઈંજ બોલી ના શક્યો 
અને આ "જગત" 
મા ખારાસ 
ઉભરાઇ આવી....જગત..( jn )

Friday, February 1, 2013

હજુય કે શુ બની આવુ...??

હ્રદયના દરદને દફનાવી
હરખ આપવા આવ્યો હું..

તિમીર ને દુર કરી પ્રકાશી
કીરણ બની આવ્યો હું..

કાંટાળી કેડી પર ચાલી 
ફુલોની રાહ બની આવ્યો હું..

અમાસને આંખોમા દાબી
પુનમ પ્રકાશ લાવ્યો હું..

અહંમ નો દરિયો ઓગાળી
ઝરણુ બની વહેવા આવ્યો હું..

સ્વાર્થ ભરેલા આ "જગત" ને 
છોડી સ્વર્ગ લઈ આવ્યો હું.....જગત ( jn )

શુ હતાને શુ થઇ ગયા અમે...!!!

બની ગયા આદતી ગમ ના અમે...
હારી ગયા બાજી ત્રણ એક્કામા અમે...

અમારામાથી પારકા થયા આજ અમે...
હવે શુ દોશ દઇએ આ રેખાઓને અમે...

કરી દીધુ છે અર્પણ આ ખોળીયુ અમે...
નથી રહ્યા હકદાર એ તન ના અમે...

બાંધ્યો છે સંબધ એ માતમનો અમે...
જાણ્યા છે એ "હીર-રાંઝા" ના હાલ અમે...

લાગે છે એના ભાગ્યમા જ નથી અમે...
બેઠા "જગત" ને ચિતરવા શાહી લઇ અમે.....જગત ( jn )

તેને તમે શુ કેહશો.....??

રાતોને દીવસ ને દીવસ ને,
રાત બનાવે તેને તમે શુ કેહશો..??

કામચોરને કામોઢો ને હસતાને, 
આંસુએ ચડાવે તેને તમે શુ કેહશો..??

લખ્યા કરે સતત એ લાગણીયો ને,
મનને વિચાર્શીલ કરે તેને તમે શુ કેહશો..??

પ્રેમ કરે ખાનગીમા ને ફરવા જાહેરમા
જઇ હીમ્મત દાખવે તેને તમે શુ કેહશો..??

ઘરમા ચુલો ખાલી બળે ને, હોટેલમા
જઈ ખિસ્સા ઠાલવે તેને તમે શુ કેહશો..??

ખોટા સાચા કરે એ વાયદા ને, 
શીલ ગુમાવી મોજ કરે તેને તમે શુ કેહશો..??

હવે તો આ "જગત" મા સૌ કોઇને થાય છે,
 પ્રેમ હોય કે વહેમ તેને તમે શુ કેહશો..??.....જગત ( jn )