Tuesday, July 30, 2013

બસ હવે બહુ થયુ......

આજ તો મન મુકીને વરસ ક્યાં 
સુધી આમ પુછી પુછીને વરસીસ..!!

જો પેલી વાદળી પણ ભરેલી છે 
અને તારો સમય પણ છે...

જો પેલો પવન પણ આજ તને 
અહી લાવ્યો છે હવે શુ વિચારમા છે..!!

ઓલ્યા મોર પણ ટહુકા કરી કરી ને 
તને આવકારવા બેઠા છે...

આમ ઝીણી ઝીણી છાંટડીથી શુ વળે 
એકવાર મન મુકીને વરસીજા...

રાહ જોવે છે તારી આ "જગત" ને 
વળી આજ તો હુએ જોવુ છુ...

બસ આજ સવારથી મન એક જ 
પંક્તિઓ વાગોળેજ જાય છે...

जीने लगा हु पेहेलेसे ज्यादा...
पेहेलेसे ज्यादा तुमपे मरने लगाहु....જગત...

છેલ્લા સ્વાસ સુંધી તારી જરુર પડશે....

સાચવજે તારા આંસુઓ ક્યાંક ઓછા પડશે...
વરસાદ ને ક્યાંક ઉછીના આપવા પડશે...

તારા શખ્ખાને ઢાંકીને રાખજે...
તપતા એ ભાનુને ક્યાંક જરુર પડશે...

તરવા નીકળીછુ પ્રેમ તણો આ ભવસાગર...
પણ આ નાવિકની એ ક્યાંક જરુર પડશે...

સંભાળજે તારી એ નઝર ને તુ...
ક્યાંક મારી કલ્પનાઓને એની જરુર પડશે...

આ બે રંગી દુનિયામ મારી એકલતાને...
ક્યાંક તારા સમયની જરુર પડશે...

તરસ્યો છુ હજુય આ "જગત" મા...
ક્યાંક તારા અધરની એ જરુર પડશે....જગત..(jn)

સબંધમા પણ આમ થાય છે - ૨

P.T.O. કહી આગળ વધાય છે ને 
આમ કહી જીવનનું એક પન્નુ ઉથલાવાય છે...

લાગણીયો જ્યારે ઉભરાય છે ત્યારે,,
વધુ આવતા અંકે કહી દબાવી દેવાય છે...

ક્યારેક વળી સામે મળી જાય ને પ્રેમ 
છલકાય તો "તાજા કલમ" કહી વંચાય છે... 

આમ બધુ કેહવાઇ જાય ત્યારે આશ્ચર્ય વિરામ 
સાથે ફરી આ "જગત" માં અવાય છે....જગત...jn...

Saturday, July 27, 2013

બસ તારિ ખુશી માટેજ જીવવુ છે.....

તને શુ લાગે છે આપણો સંબંધ..??
એ તો મારા લોહીમા ભળી ગયો છે...

તને શુ મારી યાદો વહી ગયેલી લાગે છે..??
એ તો મારા જાગતા સુવાની આદત બની ગઇ છે...

સમય સાથે ભુલાઇ જશે તને શુ એમ લાગે છે..??
આજેય જો એમની એમ જ તો છે...

તને શુ એમ છે ક કોઇક લોકો આવશે આ દીલમા..??
પણ કેટલાક પગલાની છાપ હમેશા રહી જાય છે...

બહુ ઓછા હશે આ "જગત" મા શુ એ તુ જાણે છે..??
માત્ર યાદોની હકિકતમા જ જીવી જાય છે....જગત..(jn)..

Wednesday, July 24, 2013

તારિ યાદ.....

આજ તે મને પુછે છે કે 
ક્યારેય મારી યાસ નથી આવી..??

મે કહ્યુ કેમ તને શુ લાગે છે..!!
તે બોલી મને તો 
ક્યારેય હિચકી નથી આવી...

શુ કહુ એને હુ..??
એકવાર આવીને તો જો
આ આંખો એની ચાડી ખાય છે...

બાકી મને એક વિરલો બાતાવ
જે આ "જગત"મા ધબકાર 
વિના જીવતો હોય......જગત..(jn)

મારી જ તો છે તુ....

જો તારી હથેળીમા હજુ 
મારા પ્રેમનો રંગ છે જ...

ક્યારેક રડી રડી ને થાકેલી એ 
આંખોમા મારો અહેસાસ છે જ...

જો પેળિ કેડી..!! હજુ એના પર 
તારા ડગલાની છાપ છે જ...

જો હજુ તારી ધબકતી ધબકારમા 
મારા નામની રણકાર છે...

ભલે તુ ગમે તે કહે આ "જગત" મા 
પણ JAAN તો તુ JN ની જ છે....જગત..(jn)

Saturday, July 20, 2013

તારી ને મારી દુરી.....

છે જ એમા તારીને મારી તરસ...
તુ જ કે હવે કેમ છીપાવીશ એ તરસ..??

હમણાતો તારો સમય છે...
ચાલ કઇ નઈ તો મેઘ બનીને વરસ...

મારી નહી તો "જગત" ની તો છીપાસે તરસ...
સમણાતો ખુબ આવે છે તારા સરસ...

તુ જ કે હજુ તને આવતા
કેટલા લાગશે વરસ..??...જગત..(jn)

एक कदम नही चल सकता....!!!

ना तुम से दुर जा सकता हु,,
ना तेरे करीब आ सकता हु...

ना तुजे दील मे रख सकता हु,,
ना दील तेरे बीन धडका सकता हु...

ना तुम्हे कुछ केह सकता हु,,
ना चुप रेहे के सेह सकता हु...

न तुम्हे देख सकता हु,,
ना देखे बीन जी सकता हु...

ना दुनियाकी भीड चल सकता हु,,
ना ही इस "जगत" मे जी सकता हु....जगत..(jn) 

Friday, July 19, 2013

બધુજ તો તારુ છે.....

લે આ મારા પ્રેમની પીંછિ ને 
ચિતરિ દે તારા સ્મરણો...

લે આ મારી યાદોની સહી ને 
લખીનાખ એમા તારી લાગણીયો...

લે આ મારી કલ્પનાઓ ને 
લખીનાખ તારા મનની કવિતાઓ...

લે આ મારી આંખોની નઝર ને 
જોઇલે તારા-મારા મિલનનુ ક્ષીતિજ...

લે જાલ મારો હાથ ને 
ખુંદીનાખ આ ભવનો એ ભવસાગર...

લે આ મારા હ્ર્દયની ધબકાર ને 
જીવીજા "જગત" ની એ ચાર પળો....જગત..(jn)

Wednesday, July 17, 2013

બોલ કોને કહીશ....??

આજ તારી પાસે છુ 
જીવ ભરીને માણીલે...
કાલ કોને ખબર ક્યાં હોઇશ..??

આજ તારી સામે છુ જે 
કેહવુ હોય તે કહી દે..
કાલ કોને કહીશ..??

આજે પ્રેમની ભરતી છે ચુમીલે 
કાલથી ક્યાંક ઓટ જ રેહેશે..!!
તો શુ કહીશ ને શુ કરીશ..??

ચાલ મજધારે જઇ મોતી 
લાવીયે કિનારે બેસી 
છીપલાનુ શુ કરીશ...??

હજુ "જગત" મા ખુબ પ્રેમ છે..
ક્યાંક જો વહી ગયો તો..!!
પ્રેમ ક્યા ને કોને કરીશ....જગત..(jn)

સપનાના વાવેતર.....

મંજીલ તો મારી સામે જ હતી
પણ મને ક્યાં ખબર ક આભાસ હતો..??

સપના સજાવતો હતોને મ્હાલતો હતો
પણ મને ક્યાં ખબર ક હું ભર ઉંગમા હતો..??

બસ ચાલતો જ જાતો હતો તારી રાહે
પણ મને ક્યાં ખબર રસ્તો ત્યાંનો ત્યાંજ હતો..??

કાચના ને રેતી ના મહેલો આ "જગત" મા
હું બસ ચણેજ જતો હતો....જગત...(jn)

Sunday, July 14, 2013

તારોજ હક છે..ને રેહેશે...!!

લખવા જાઉ છુ ને 
કલમ જ અટકી જાય છે...

આમ તો રાખ્યા છે હ્રદયમા 
પણ ભાર વધતો જાય છે...

અનન્ય ખુશી હતી જ્યારે 
આપનુ ઠેકાણુ આ હ્ર્દયમા હતુ..!!

ક્યારેય નહી આવવા દઉ પાનખર..!! 
બસ તારાજ પ્રેમની વસંત રેહેશે અને છે...

ખુબ ખુશ છુ આ "જગત" મા..હવે
આ હ્રદય પર માત્ર તારોજ હક છે ને રેહશે..!!..જગત..(jn)

Tuesday, July 9, 2013

એક સમજ સાથેનો પ્રેમ પત્ર....

દીવસોના દાયકા ને 
મહીનાઓના માળખા વહી ગયા
વરસોની વણજાર પણ ચાલી છે હવેતો...

તોય બસ મન મુકીને 
દીલ દુભાય છે  અને ધબકાર 
પણ ક્યારેક ચુકાય છે હવે તો...

ક્યાંક હું ના સમજ રહ્યો હોઇશ 
તો ક્યાંક તુ પણ મને મુકીને દુર રહી...
 જીવવુ એ કઠીન છે હવે તો...

હજુ એ રાહ જોવુ છુ બસ 
તુ જે હતી અને જેવી હતી 
એ જ બની ને આવી જા હવે તો...

એક જ આશ લઇ બેઠો છુ એ 
સમણા સાથે ને ચડ્યો છુ ફરી એ વિચારે
ક્યારે એક બનીશુ હવે તો..!!

તુ નથી જાણતી આ "જગત" મા 
સૌથી જો કઠીન હોય તો એ રાહ જોવાનુ...
હું પણ શબરી બનવાની કોશીશ કરીશ.....જગત...jn

Tuesday, July 2, 2013

બસ તારામા તો છુ....

તને એમ કે આકાશમા 
વાદળ ઘેરાય છે..!! 
પણ એ ખોટી છે તારી સોચ...

તને એમ કે આકાશે 
વિજળી થઇને દીલ ધબક્યુ..!!
અરે દીલમા તો હું જ છુ...

તને એમ કે ગર્જન થાય
આકાશમા ને દીલ બોલે..!!
હું જ તો બોલુ છુ એમા...

ચાર બુંદો રીમઝીમ કરે
અને તને લાગે 
હું મળવા આવ્યો..!!

અરે કેવી ગાંડી છે તુ..
"જગત" તો તારામા જ છે..
તો મળવાની વાત જ ક્યાં...??..જગત..(jn)

અલવિદા......

બસ બસ બહુ ઉડ્યો હવે અહીં 
ધરા પર હકિકતમાં જીવવું  છે...

કોઇએ કાંઇક ઉપનામ આપ્યાં  
બસ હવે માનવ બનવું છે...

અંદરના હું ને અને તેની તડપને 
હણી બે મીઠા શબ્દોમાં બોલવું છે...

હવે હ્રદયને લાગણીયો સહિત  
એની પાસે જ દફનાવવુ છે...

માત્ર તુ કે એમ તારી લાગણીયોને 
સમજુ એવો સમજદર બનવું છે...

હવે આ વરસાદી બુંદોમા 
ભળી ને એ સાગર ઉરે સમાવુ છે...

બસ તુ ખુશ રેજે એવુ કાંઇક કરી 
"જગત" ને અલવિદા કરવું છે....જગત..(jn)