Friday, February 28, 2014

અભઘડી આવુ છુ.....


જોને આજ કોણ જાણે આ
એકલતા ક્યાંથી આવી છે..!!

પણ મનેય ગમે છે આજકાલ
આ એકલતાનો સાથ...

હા આજેય એ સમયથી પેહલાજ
આવે છે ને પાછી ગુસ્સો પણ કરે
છે તોયે એ જ મારી રાહ જોવે છે
આ જગતમાં...jn...jagat

Tuesday, February 25, 2014

હજુ એકવાર વિચારી જો..!!


જોઈલે ને માણીલે આજ
કાલ કદાચ શોધે પણ
ના મળે આ "જગત"...

ગગન ભલે ભરેલું હોય ચમકથી
પણ બસ એક તારલાને
જોવા તરસે તારું "જગત"...

ભલે સુકાઈ જાય આ પ્રેમના
વહેણ તોય વરસતી રહે
આંખો તારી આ "જગત"માં...

કહેવું હોય ઘણું પણ મોં મા
જાણે ડુમો બાજ્યો હોય ને
તોય ચિસો સાંભળે આ "જગત"...

ઈંતજારમાં તારા.. વહી જાય
આ જીંદગી ને તોય ક્યાંક
ના મળે આ "જગત"....જગત....jn

Friday, February 21, 2014

એક હકીકત કે ઘટના ......


એક અઘટીત ઘટના આંખ સામે વહેતી ગઈ...

આમ તો બનાવ કાંઈ ખાસ નોતો
પણ અદભૂત કહી શકાય..!!

એમની આંખોમા ઈંતજાર પણ ના હતો...
પણ મનની મનમાં જ વાતો વિંટળાતી હતી...

કોણ જાણે કોઇ અવિસ્મરણિય બિના બનવાની હતી...
જાણે એમનુ મૌન પ્રણયની રજુઆત કરતુ ના હોય...

આંખો એ આંખોમાં જ મુલાકાત કરી લીધી...
ને હ્રદયે તો ક્યારે મુલાકાત માંડી એની ભાળે ના પડી...

"જગત"માં જાણે આજ પહેલી જ મુલાકાત...
ને પ્રણયની એ શરૂઆત માંડી હતી...

એ પણ આ "જગત"માં રેહવા આતુર હતી...
ને "જગત" પણ તેને આવકારવા અધિરુ હતુ....jn

Thursday, February 20, 2014

આવા ને આવા જ છીએ....


અમે તો તારા ત્યાગ ને પણ પ્રેમ સમજી પુજન કરીએ છીએ...

તમેજ તો આ દુનિયાની અનન્ય પળો અમને આપી...
બાકી અમેતો ક્યાં તણખલુ પણ આપીએ એમ છીએ...

અમારે મન આજે પણ આપ એજ મુરત છો...
જેનું અમે સદીયોથી પુજન કરીએ છીએ...

બસ આપના ચરણમા જરીક જગ્યા આપજો...
હ્રદયમા અમે હવે ક્યાં માગીએ છીએ...

જગતની નઝરની અમને ઝંખના પણ નથી...
બસ આપની એક ત્રાંસી નઝર માગીએ છીએ....jn

Wednesday, February 19, 2014

બસ આવો જ છુ હું.....


રોજ સવારે વહેલા તારું એલાર્મ બંધ કરી મારુ તને જગાડવુ...
ફટાફટ તૈયાર થઈ મારા ગાલોમા તારા અધરની છાપ પાડવી...
પછી સૌને માટે શીરામણની ગોઠવણ કરવી...
પછી મારી સંગ ચાર ડગલા ચાલવા ને એ "જગત" પતિને આભાર કહી સુખઃદુખ ની વાતો કરવી..
ને પછી તારા ભાલે કુમકુમ તિલક કરી તારી એ માંગ ને ભરવી
પાછી તારી મસ્તી તો આવે જ પગે લાગવાના બહાને મારામા વિટળાઈ જવુ ને હળવો ગડદો મારી છાતીમા મારી તારો પ્રેમ જતાવવો...
પછી મારી સાથે જ ડાયનીંગ ટેબલ પર બેસી અમ્રૃતપાન લેવું...
 મારા માતાપિતા ને નમસ્કાર કરી તારુ તારા કામમાં પરોવાઇ જાઉં...
પાછી બપોર પડેને મારી વાટ જો ને જરીક જો મોડું થઈ જાય તો તરત તારા ફોનનુ આવી જવું...
ને એમ જ પાછુ સાંજે પણ ક્યારેક થાય...
પુરા પરિવાર સાથે એ "જગત"ના તાત નો આભાર માની સૌને નમવુ
પછી ચાર ડગલા તારી સાથે ચાલી ને દીનચર્યા ને વાગોળવી...
બાળ ગોપાળની સાથે રમુજ પળો માણવીને એક નવી વાર્તા સંભળાવી સુવડાવવા...
ને રોજની જેમ જ મારા હાથનો તકીયો બનાવી "જગત"માં ભળીને પોઢી જવુ...
ને પાછુ તારુ એલાર્મનુ મને જગાડવુ....જગત...jn

Sunday, February 16, 2014

પ્રભુનો પ્રેમ .....

માનવ એ માનવ નથી મુક્તિનું ધામ છે...
એટલે જ તો મારા શ્વાસ એને નામ છે...

કરેલુ એ કર્મ કોઈ વેઠ નથી કર્મયોગ છે...
મળેલો વૈભવ વિત્ત નથી પ્રભુનો પ્રસાદ છે...

મળવું ના મળવું અકસ્માત નથી બંધન છે...
મળ્યાં પછીએ છુટા પડવું એ સમજણ છે...

આવેલી એ આફત *આફત* નથી કસોટી છે...
કસોટીને પાર પાડવી એ પ્રભુનો સ્પર્શ છે...

જગતમાં મારું મારું કરવું એ ભોગ છે...
તેમ છતાંય હું તો કહું, એ કર્મનુ બંધન છે...jn.

જે એન પટેલ (જગત)

Saturday, February 15, 2014

શુ કહીશ મને..!!

તને નથી લાગતું આજે જ પ્રેમ ની શરૂઆત છે..!!
આમ જ મન ભરીને પ્રેમ તું કરી શકે છે મને...

આ પવનની જેમ અસ્ખલિત વહેતી સુગંધ છુ...
તેમ છતાં તુ વસંત બની સ્પર્શિ શકે છે મને...

સાંજ ઢળે ને ઝાંખપ વર્તાય ને હ્રદયે બોજ લાગે...
તો બેઘડક મન ખોલી મળી શકે છે મને...

સરિતા ની મંજીલ આમતો સાગર જ હોય છે...
તેમ છતાંય ઝરણું બની મળી શકે છે મને...

તેમ છતાં જો "જગત" થી દુર જ રેહવું હોય...
તો ઘબકારને પૂછ એ ભુલાવી શકે છે મને..!!.jn

Happy Valentine....Day


જોને આ વેલેનટાઈન ડે પાછો
કોઇ રંગ ઉડાડડવા આવે છે...

ક્યારેક હસ્યાના ઓરતા તો વળી
ક્યારેક રુદનની કથની લાવે છે...

જીવનનો બાઞ અદભૂત ખિલાવી પાછો
ક્યારેક એજ અગ્નિ વરસાવે છે...

હરખ ગેલા ગીતો ગવરાવે ને ક્યારેક
પત્થરને પિગળાવે એ રુદન લાવે છે...

એ જ નવા સ્મરણો જગાવે છે તો વળી
ઘાતકી બની ઉજાડવા આવે છે...

જોને વસંત પણ એજ લાવે છે આ "જગત"માં
ને પાનખર પણ એજ લાવે છે...jn

મારે કંઇક કેહવુ છે....


ચાલ આજ કંઈક કેહવુ છે મારે...
આમતો તું જાણે જ શું કેવું છે મારે...
તેમ છતાં કંઈક કેહવુ છે મારે...

તારાથી દુર જાવું એતો શક્ય જ નથી મારે...
પાસે રહુ એ મંજૂર નથી મનને મારે...
તેમ છતાં કંઈક કેહવુ છે મારે...

ઘણા વખતથી હોઠ પર આવે છે આ વાત મારે...
તુજ તો લાવીછે અનમોલ પળો જીવનમાં મારે..
તેમ છતાં કંઈક કેહવુ છે મારે...

હું જાણુ છુ તું જાણે જ છે જે કેહવુ છે મારે...
જા હવે કાંઈ નથી કેહવુ આ "જગત"માં મારે...
તેમ છતાં કંઈક કેહવુ છે મારે...jn..jagat

Wednesday, February 12, 2014

લગાવી લે તારા હૈયે...


વંચાય છેને મારુ મૌન ને એની અે વેદના...
સંઘરીને રાખી છે હ્રદય મા કેટલીક યાતના...

પાછા નયનો મા કેદ કર્યા છે કેટલાક સપના...
મળ્યો તો નથી પણ તોય તારી જ છે ઝંખના...

આતો જરા સ્મરણ થઈ આવ્યુ એ આકારે આ નભના...
મળી લીધું તને દુરથીજ સથવારે ઓલ્યા ક્ષિતિજના...

કોને જોયા છે..!! દિવસો કેદ છે આ જગતના...
યુગો વિતિ જશે આમ આજકાલ કરતા મિલનના...

આમ ક્યાં સુધી રહીશ વિરહમાં આ "જગત"ના...
લગાવીલે હૈયે આજ...આ મંગલ દિવસના...jn..જગત...

Tuesday, February 11, 2014

પ્રોમીસ...


ચાલ આજે કાંઈક પ્રોમીસ માગું..

મુલાકાતો ભલે ના થાય..
પણ સમણામા મળતી રેહજે..

સાથેજ રહીશુ છેલ્લા સવાસ સુધી..
બસ દિલમાં એજ લાગણીઓ રાખજે...

તારો ભાર દિલમાં ક્યારેય નહિ લાગે..
બસ આમજ મુલાકાતો ગોઠવાઈ હશે..

હવે આ જગતમાં તારી જ યાદો છે..!!
હવે આમ દુર રહીને જ મુલાકાતો છે..!!...jn

Friday, February 7, 2014

શુ કમિ છે કે મને...!!


પુરી થઈને પણ
મારી કવિતાઓ અધુરી છે..

પામી ને પણ તારી
રાહ જોવાનો ઇંતજાર છે..

તારામા ભળીને પણ
ના ભળયાનો અફસોસ છે..

ક્યાક કમી છે આ "જગત" માં
એટલેજ લાગણીયો અધુરી છે..jn

હવે કાંઈ કહિશ કે..!!


આજ એ મને
કહે છે વાહ શું
કવિતાઓ
લખી છે..!!
પણ એ ગાંડીને
કોણ સમજાવે..!!
ક્યારેય લાગણીઓ
વિણાતી નથી...
બસ એતો મેહસુસ
જ કરાય છે...jn..jagat

Thursday, February 6, 2014

અંગે અંગ મેહકાવી ગઈ....


કાગળ લઈને બેઠો.. ને તુ આવી ને કવિતા લખાવી ગઈ...

વાદળને કાંઈ કહું.. ત્યાં સુધીમા તારો પ્રેમ વરસાવી ગઈ...

ફુલોને લેવા ગયો.. ત્યાંતો સુવાસ મારામાં પ્રસરાવી ગઈ...

સાગરની શોધમા નિકળયો.. ત્યાંજ મોતીની માળા પેહરાવી ગઈ...

આકાશને ટોકવા ગયો ત્યાંજ.. તુ ક્ષિતિજ બની ચુપ કરાવી ગઈ...

કહુ કાંઈ જગદીશને.. ત્યાંજ તુ આવીને "જગત" મા ભળાવી ગઈ...jn....જગત...

Wednesday, February 5, 2014

man mandeerni murat....


Tara premnu pujan aajey karu chhu...mara man mandeer ma murat j tari rakhi chhe me...

Ketlay bhavo bhav thi janu aa muratne...
Etlej to pale pal tenamaj rahu chhu...

Ek mala kartay vadhare vaar tane ratu chhu...
Sachvje aa mala mari shrdhaa chhe tutena...

Roj duaoma bas tarij chahna hoy chhe...
Lambu jivu ena karta char palo bas tarama j jivu...

Duniyadari bhale chhuti jaay mara thi...
Bas taro aa aabhas JAGAT ma kyarey chhute nai....jn

maroj bhas chhe tarama...


A j taro hasto chehro nazar same aave chhe...
Tane pan aavse..hu kahu em kar chal...

Arisama jo maro hasto chehro tarama zankhay chhe...
Mari nazarni lagni tara galone bhinjve chhe ne..!!

jo mara hoth kaink babdya..sambhlayu tara kan ma...!!
Ha kadach samjai jase tari a nazarne...

Vasantni mithi mahek ma kyarek na bhali saku...
Pan tapta a ranma padchhayo bani chhayo jarur karis...

Mehfilo ma tari akaltama naa aavi saku... pan JAGAT ma ak pal mate pan ekli thava nahi dau..!!

Jo chhe ne tara pratibimb ma pan maroj bhas chhe...
Chal have tu pan hasvanu bandh kar ne kaam kar...jn..jagat