Wednesday, July 30, 2014

મુલાકાત...............

વાંચી છે આંખોમાં એની રાત આખી...
સાચવીને રાખીછે એની જાત સાખી..

હળવેથી પાડી છે એની વાત ઝાંખી..
રણના દરિએ એની મુલાકાત રાખી....jn

Sunday, July 27, 2014

તારામાંજ હહું.......

તું નથી તોય તું પાસ છે..
જાણુ છું આ યાદો ખાસ છે..
બસ સમજી શકે છે તું મને,
તારા નામે "જગત"ના શ્વાસ છે...jn

એકરૂપ.....

અચાનક એ મને કહે...
આજે તું મને એકલી 
મુકીને જઈશ એમને...!!
મેં એક હળવા હાસ્ય સાથે કહ્યું..
જ્યારે આપણે બે સાથે 
હોઈએ છીએ ત્યારે 
પણ તું એમજ કહું છું...
આપણે બે એકલા જ જઈશું..!!
એ સુસ્મિત સાથે એક બની ગઈ...jn

Friday, July 25, 2014

આજની પેઢી....


google માં શોધનારો..
facebook માં face બતાવનારો..
whatsup માં વાતો કરનારો...
આજ પ્રેમને શોધવા મથે છે...
મળશે ખરો એને એ પ્રેમ...??
અને જો મળી ગયો તો માથા
સુધી પહોચશે કે કમર સુધી
આવતાજ ભાંગી પડશે...??
આવું hifi જગત આપણી
સંસ્કૃતિને ટકાવી શકશે ખરું...jn

પ્રકૃતિની તૃપ્તિ......


વર્ષાની હેલી હવે લહેર બનીને
પ્રણય ફાગ ખેલી વહી રહી છે...

ધરાની અગન જ્વાળાઓ સમીને
ટાઢકની વેદના પિછાણી રહી છે...

વાટ જોતી અનિમેશ થઈને,
નજર ટકરાઈને શરમાઈ રહી છે...

ઘેરાતા અંધકારે, મિલનની ઘડી
એક એક પ્રહર બની ઉભી રહી છે...

દુનિયાથી છુપુ આ મિલન,
પ્રકૃતિ ખુલ્લી આંખે નિહાળી રહી છે...

પ્રણયને જોવામાં મશગુલ હવા,
ફરીથી માદકતા પ્રસરાવી રહી છે...

આહલાદક આ અમનમાં જોને,
તૃપ્તિની કવન સંભળાઈ રહી છે...

"જગત"ની મિઠાસ આ પ્રકૃતિ,
ઓડકારનાદે, વાગોળી રહી છે...jn

Thursday, July 24, 2014

સ્મરણોની હેલી....


તારા આવાનો હવે સમય થયો,
આવે તો *ગળકબારી* ખુલ્લી વાખી લઉં...

વર્ષા, ને તારા સ્મરણોની થઈ હેલી,
શ્વાસમાં ભરી, આંખોમાં આંજી લઉં...

આભલે પૂરી મેઘધનુષ રૂપી રંગોળી,
રેખાઓમાં ઓષ્ઠની મ્હેંદી રચાવી લઉં...

પાનેતરમાં મઢ્યું હોય સારસનું જોડું,
અવસર મીઠો, મન હ્રદયે ભરી લઉં...

મનદંડી પગદંડીએ ઉતાવળી થાય,
નાખી નાથ એને, લગામ નાથી લઉં...

અધરોમાં ફુટે કુપણ ને આવે હરિયાળી,
ખીલી ઉઠે શખ્ખો, નયને સજાવી લઉં...

ઝરમર ઝરમર છાંટડી વરસાવું,
કુદરતના શ્રેષ્ઠ સર્જનને પિછાણી લઉં...

વાદળી વર્ષાની હેલી વધારતી રહે,
સ્વાસોની ગતિ અંગે અંગમાં પહેરાવી લઉં...

થશે ગડગડાટ, મનમાં આવશે ફફડાટ,
સાંબેલાધાર બની, સ્નેહ વરસાવી લઉં...

આવે આજ સેજે સ્મરણોની હેલી,
"જગત"ની ગલીઓમાં એને વહાવી લઉં....jn

વરસાદ.....

ક્યારેક વગર વરસાદે 
વરસાવી જાય છે એ પ્રેમ...

ક્યારેક વરસાદમાં હેલી 
કરાવી  જાય છે એ પ્રેમ....jn

Wednesday, July 23, 2014

હવે બોલીશ ના.....

આજ ધબકાર કેમ આવ-જા કરે છે..
તારી યાદો અસ્ખલિત વહ્યા કરે છે...
તું આમ એના પારખા લઈશ ના..!!

ચાલ કરેલા વાયદા નિભાવીએ..
હાથમાં આપી હાથ જીવન સજાવીએ...
કસમ ખોટી એવી તું ખાઈશ ના..!!

વિચારે તારા કવિતા રચાઈ ગઈ..
જોઈ તને ગઝલો સર્જાઈ ગઈ...
લખવા-ગાવાનું હવે કહીશ ના..!!

બની રહ્યા એક હવે કોઈ ના આશ..
છુટી "જગત"ની શરમ ભળ્યા શ્વાસેશ્વાસ...
રહેવાદે પરદો, ઉઠાવીશ ના..!!..jn

રેસ......

અચાનક એ મને કે....
ચાલ આજ થઈ જાય એક એક રેસ..
મારાથી એકાએક કહેવાઈ ગયું
જો હું જીતીશ તો રેસને જ જીતીશ..
પણ જો તું જીતીશ તો હું આખાય
"જગત"ને જીતીશ....jn

દિલની કિંમત...

જોને મારું તન મન ધન તારે નામ કર્યુ...
લગાવ્યું દિલનું બજાર, "જગતે" બદનામ કર્યુ...jn

શું સમજી....!!

આમ જોઇશ તો નજર અંજાઈ જશે...
ચશ્મા ઉતારીશ તો આંખો ટકરાઈ જશે...
બસ આંખ બંધ કરીને જો....!!
બંધ આંખે "જગત" સમજાઈ જશે...jn

Sunday, July 20, 2014

ઉર સાગરે ભરતી.....

અંધકારમાં આદિત્યની સવારી ડૂબી રહી છે..
સાગરની લહેરો કિનારાને ચુમી રહી છે...

ચમરાની ચિચીયારીયો સંભળાઈ રહી છે..
લહેરો જાણે માદકતા ભરી ઉછળી રહી છે...

નજરોના જામ અધરો પીરસી રહ્યા છે..
કિનારાની રેત ભીની થઈ સુકાઈ રહી છે...

ભાગતા અરુણની તીર્છી નજર તાકી રહીછે...
મરીચેયની મીઠી નજર મિલન માણી રહી છે...

તારા અંતરને ધબકાર મારી સ્પર્શી રહી છે...
જો આ લહેર તને અડકવા તલસી રહી છે...

મોજાંના ઉમળકા સાગરને ચાડી ખાઈ રહ્યા છે..
કોઈ સરસ્વતી મટી સાગરમાં ભળી રહી છે...

લહેરો પરાકાષ્ઠાની બુંદો સાથે હરખાઈ રહી છે..
"જગત" કહે આજ સાગરે ભરતી ઝંખાઈ રહી છે...jn

એક આશ ખુશીની બાંધી હતી.....

સવારમા બારણુ ખખ્ડ્યુ,
ને જોયુ તો ખુશાલી હતી...

બહાર ગયો ને જોયુ તો,
એ અરુણની સવારી હતી...

ઉંચે આભમા નઝર કરી,
તો વાદળી રચાણી હતી...

બાંધે આશ મયુર એમ,
મારી એ આશ મંડાણી હતી...

ઝરમર ઝરમર બુંદોની,
જાણે આજ લહેણી હતી...

એક બુંદ મુખમા આવ્યુ,
સ્વાદમા ખરાસ વર્તાણી હતી...

પાછો ગયો બારણે ને,
આંખોમા ભીનાશ અંકાણી હતી...

"જગત''માં આ કેવું ગાંડપણ
એક આશ ખુશીની બંધાણી હતી....jn

Wednesday, July 16, 2014

એકાંત....

આજ આ એકાંત વહાલો લાગે મને...
તારી યાદોને કહ્યું..એ લેવા આવે છે તને....jn

આનન....

આનન જોઈ તારું,
ધબકાર અટકી ગઈ ...

અટકેલી ધબકારમાં,
તું પણ લટકી ગઈ ....jn

બળતરા......


પ્રેમની સૌથી મોટી નીશાની કઈ હોય...??

હું જ્યારે તારી સાથે કોઈ
સ્ત્રીની વાત કરતો હોઉ.....
સહજમાં જ કાંઈક બળતું હોય
એવી સુગંધ આવે...!
ક્યાંક અણધાર્યો ધબાક
દઈને મીઠો રણકો થાય...
અને પછી જે તારુ મને ક્યારેય
ના વળગેલું વળગાણ.....
આ હાહાહા......
"જગત"ની આ પળો.... બસ
આનાથી વધુ શબ્દો નથી.....jn

મહેમાન નવાજી.....

બનીને રહ્યા આજ મહેમાન આ તનઘરના..
રાતભર મહેમાન નવાજીને માણતા રહ્યા...

પીરસાયો સુપ, સ્વાદ કેવો એ ના જાણ્યો..
સુબુરકા બોલાવી અધરોપાન કરતાં રહ્યા...

જોઈ મદમસ્ત લાડુ, મનમાં પાણી ફુટ્યું..
લીધો એક હાથમાં, બીજાને ડાચલું ભરતા રહ્યા...

લાગ્યો સ્વાદે ફીકો, છતા મન માગતું રહ્યું..
એક એક કોળીએ તૃષ્ટીને વાગોળતા રહ્યા...

પીરસાણું જ્યાં ફરસાણ બન્યું મન ઉતાવળું..
એક પછી એકનો સ્વાદ ચાખતા રહ્યા...

અધિરાઈ તમારી પીરસતી રહી..
ઓડકારના ઘૂંટ ભરતા તૃપ્તિના કિનારે આવી રહ્યા...

મુખવાસની મિઠાસ ભરી ફરી એકવાર..
જગત પોઢ્યું, ફરી એ ઢોલીયા અવાજ કરતાં રહ્યા...jn

Sunday, July 13, 2014

રીંગટોન....

દુર રેહવું તારાથી એ 
મજબૂરી છે મારી...
તું મેરે સામને મેં તેરે સામને.....
એ રીંગટોન છે મારી....jn

બોલ સાચું ને....!!

મારી દરેક વાતથી 
તું વાકેફ હોઉ છું...
તેમ છતાં ક્યારેક 
જાણીને અજાણ બનું છું...
કે પછી મારા મોઢે 
સાંભળવાની મજા લઉં છુ..!!..jn

તારુ આવવું....

તારા આવ્યા પછી લખાણ 
ગહન બનતું જાય છે...
એનું કારણ હું જાણું છું...
અને એ કારણ પણ તુજ છું,,
એ પણ હું જ જાણું છું....jn

HAPPY GURUPURNIMA...

જીવ, જગત અને જગદીશની
સાચી ઓળખ આપનાર
આધ્ય ગુરૂ એવા શંક્રાચાર્યને..
ગીતા જેવા અનન્ય જીવનગ્રંથને
માણસ સુધી પહોચાડનાર વેદં વ્યાસજીને..
સમગ્ર વિશ્વને વસુદૈવકુટુંબકમ બનાવનાર,
જગતગુરૂ ભગવાન શ્રીકૃષ્ણને મારા
આજના મંગલદીને કોટિ કોટિ વંદન.....jn

Wednesday, July 9, 2014

jn....


તું જ્યારે
મને jn.. કહે છે 
ત્યારે 
હજારો સ્પંદન 
જાગી જાય છે 
આ દિલમાં.....jn

કેમ મામીશ...??

બંધ આંખમાં પાણીની ઉંડાઈ જોવાય..!!
ખુલી આંખમાં વહેતો ધોધ કેમ મપાય..??

મૃગજળનુ વહેણ ઉભરાતું ઝંખાય..!!
બાલદી ભરી ઉલેચું તોય કેમ મપાય...??

પ્રેમ તારો બારે મેઘ ખાંગા, જણાય..
કટોરી ભરાય મોતીની, મોલ કેમ મપાય..??

ગર્જને તારા ટહુકાનો અવાજ સંભળાય..
વરસાદમા ભળે ખારાશ, કેમ મપાય..??

ડગમગ ડોલે, જીવનનૈયા કેમ હંકાય..!
વિશ્વાસનો સાગર સુકાય, ઉંડાણ કેમ મપાય..??

ઢોળ ચડાવી કંચનવર્ણો માનવ વર્તાય..
સંબંધ સોનાનો, ભેળશેળ ભાવ કેમ મપાય..??

લાગણીઓ સાથે સંતાકુકડી રમાય.. 
જગતાત ના હોય એ ધબકાર કેમ મપાય..??..jn

અંતિમઘામ.....

વરસતી રહી આંખો, ને ગરજતું રહ્યું  મન..
બુંદોને વીણી હૈયાના સાગરે ભળાવશે કોણ..??

નયનોમાં મૃગજળ બની દોડી રહ્યું રણ..
વંટોળ બની ચક્રવાકનું નામ વટાવશે કોણ..??

વસંતની રાહ જોઈ ઉભો, સુકો ભઠ્ઠ બની..
પાનખર બની જીવન મુક્તિ કરાવશે કોણ..??

વહેતી સરિતા કોઈદી પૂછે છે સાગરનુ ઘર ક્યાં..!!
સ્થિર બની વહેતી સરસ્વતી ને પરણાવશે કોણ..??

અરુણની ઓથમાં ભાનું, ને વાદળે છુપાયો ચંદ્ર..
દોડ પકડની આ રમત એકબીજાને જીતાવશે કોણ..??

બીડાયેલી પાંપણો હવે સુકાવા પણ લાગી..
ચિત્રગુપ્તના ચોપડે નામ એનું  ચડાવશે કોણ..??

અંધકાર આવ્યો ને બની એકલ આ મનદંડી..
પડછાયાને પણ હવે એનો સારથી બનાવશે કોણ..?

માટી બની ગયુ, હવે આ સુગંધી ચંદન..
અઘોરીના મંદિર સુધીની સફર ફરાવશે કોણ..??

આકાશ વાયુ જળ અગ્નિ પૃથ્વી, મટ્યા "જગત"માં..
અંતિમધામનો સીપાહિ આગિયો બની પ્રગટાવશે કોણ..??..jn

Tuesday, July 8, 2014

YES I AM ANSWERABLE GOD...

મિત્રો ગઈકાલે એક પોસ્ટ મુકી હતી..
એનો જવાબ આપવાનો,
મારી સમજ પ્રમાણે પ્રયત્ન કર્યો છે..

બા' એ મારી બાઉંડ્રી નાટકમાં
આવોજ એક પ્રસંગ ઉભો થાય છે...
નાનીને એનો દોહીત્ર એક પ્રસંગ કહે છે..
એકવાર એક માણસ મર્યા પછી સ્વર્ગમાં
જાય છે અને જગદીશને કહે છે..
તમે આ તમારા જગતનું ધ્યાન
નથી રાખતા કેટલું બગડી ગયું છે..!!
તમારે અવતરણ કરવું જોઈએ, કાંતો તમારો કોઈ દુત મુકવો જોઈએ..
જગદીશ એક હળવા અટ્હાસ્ય સાથે કહે છે..
મેં તને તો મુક્યો, બોલ હવે તેં શું કર્યું...??
બસ આપણી પરિસ્થિતિ પણ આજ છે..

જગત બગડ્યું જગત બગડ્યું...
સૌ કોઈ પુછે એ જગદીશને...
જગદીશ પુછે સૌને તુ જ કે શું કરુ..??

YES I AM ANSWERABLE GOD....jn

મારી લાગણીઓ...

રાતભર પાડતી રહી પ્રકાશ..
હજુ ક્યાંક પ્રેમની રહી કચાસ...

ક્યાંક એને મન આવ્યો આભાષ..
નબળો મારે મન લાગ્યો વિશ્વાસ...jn

Sunday, July 6, 2014

દ્વન્દ્વ...

.   . . . . . જોને... . . .

તારી નજરના તીર મારી નજરની
પ્રત્યંછાથી ખેચાઈને વાગી રહ્યા છે..

અધરોના આક્રોશ તારા લમણે
ઠલાઈને તને ઘાયલ કરી રહ્યા છે..

ઉભરતાં યૌવન મારી લોખંડી
ઢાલમાં દ્વન્દ્વ ખેલી રહ્યા છે...

ઉદરના ઉચાપાટ ઉતાવળીયા થઈ
હસ્ત રેખાઓને ફસાવી રહ્યા છે...

વક્ષપ્રદેશો.. બાથ ભીડે એમ ભીડાઈ
તારી તીવ્રતાને આવેગ આપી રહ્યા છે...

મલ બની ભુજાઓમાં ભીડાઈ
કુસ્તીના ખેલ ખેલાઈ રહ્યા છે...

લાગેલી આગને બુજાવવા એક એક
સૈનિક મરણીયા બની જજુમી  રહ્યા છે...

એક હારવા આતુર બીજો જીતાવવા
આવા અનન્ય ઘા ઝીંકાઈ રહ્યા છે...

જંગ પૂર્ણતાને આરે ઉભી ને મેદાને
વિજયી નારા ગવાઈ રહ્યા છે...

યુદ્ધ પછીની શાંતિ આ "જગત"માં,
બે'ઉ દુશ્મન જીતની ખુશી મનાવી રહ્યા છે....jn

એક સમણુ....

બોલ બોલ તારે શું જોઈએ...
આવું આજ એ ઈશ્વરે મને કહ્યું..
મેં કહ્યું મારી વીતેલી પળોને
કલ્પનાઓ આપી દે બસ...
હા તો બોલ શું શું છે એમાં...
એક તો મારું બચપન.. નિર્દોષ હાસ્ય..
ખેતરના સેઢે તારું લીંગ બનાવી રમવું..
ઠીકરીને ઠેસ મારી રમવું એ ચોખંડ..
બળદગાડામાં બેસી હુરરરર.. વાળી ચિચીયારી..
મિત્રો સાથેના એ નિર્દોષ ઝઘડા..
ઉત્તરી વાયરે પતંગ પાછળની દોડ..
વહેતી સરીતામાં ધડુમ દઈને મારેલા ભૂસકા..
સાયકલની સવારીએ રમેલો પક્કડ દાવ..
ભિંજાતા વરસાદે હુતુતુતુની એ રમત..
ઉંબરે ચડી યુવાનીના જોતા તારી કલાકૃતિને..
જેના જોયા હોય સમણા..એ બની હકીકત
એ આવી ત્યાં સુધીની સોનેરી પળોને..
આવી મુજ આંગણે સજીને સોળ શણગાર
બની ગઈ મારામાં એકાકાર..
આપી અનમોલ નીશાની ને મુખપર
છવાએલી મારી એ ઘડીને..
બસ આટલીજ છે આ જગતની ઝંખના.. ને
એ ઈશ્વર બોલ્યો..₹ આજ એના
કરતા પણ વિશેષ છે..
મેં પૂછ્યું કેમ...!!
એ બોલ્યો એ કલ્પનાઓ આજ
તારી હકીકત છે એને જીવવી કે
કેમ એ તારા હાથમાં છે...
અને એ આગળ કાંઈ બોલે એ
પહેલાંજ હું જાગી ગયો...jn

Saturday, July 5, 2014

જગત....

જોને તે જ તો મને 
જીવતા શીખવ્યું છે...

હવે આપણુંજ એક 
"જગત" વસાવ્યું છે....jn

બોલ હજુયે કાંઈ જોવે તો...!!

ચાલ આજ હવે હું કાંઈક પૂછુ...
એક સ્ત્રીને મન સુખની વ્યાખ્યા શું હોય....??
જો એકતો મને સમજે, 
મારી સંભાળ કરે, 
વાર-તહેવારે મને હરાવે-ફરાવે..
અને હા મારા માટે સમય કાઢે..!!
પછી જો આમ તેમ............
બસ એ બોલે જતી હતી.....
મે હળવેથી એનો હાથ જાલી 
પાસે બેસાડી એના માથાને 
મારા ખભા પર ઢાળ્યું......
એ શુન્યમનષ્ક બનીને બોલી બસ મારે આનાથી વધુ આ "જગત"માં કાંઈજ ના જોઈએ...jn

હલચલ....

એક પળ ના જાય તારા વીના
તોય જીંદગી વીતાવવી છે...

ભરોસો પણ કોનો કરુ હવે
તે પણ જોને માયા હટાવી છે...

સાચા પ્રેમની કદર કોણ કરે
તેજ જમાના સાથે દોટ મુકાવી છે...

રાહ જોતો રહ્યો આજે તોય
જમાનાથી તે વાત મેં છુપાવી છે...

હ્રદયની લાગણીયો ને તું ના સમજી
અને દુનિયા એ મજાક મા ખપાવી છે...

નથી જાણતુ આજ એ "જગત"
કોણે આ જીંદગીમા હલચલ મચાવી છે....jn

દર્પણ....

તું મને રોજ એમ કહે છે ગાંડી...

વણ કહે તું મારા હાલને સમજે છે..
આ કેવું આપણા સંબંધોનું સગપણ છે...!!

શું કહું તને..!! પણ હા એટલું જરુર કહીશ..
તારો અહેસાસ આપણા સંબંધોનું દર્પણ છે...jn

Wednesday, July 2, 2014

સમય નથી....

આજ એ મને પૂછે છે મને
કેટલો પ્રેમ કરે છે..??
મે કહ્યું..
હા ક્યારેક સમય મળશે તો કહીશ..!!
એ બોલી...
અચ્છા એટલે તારી પાસે સમય નથી એમને...!!
મેં પણ કહ્યું હા હમણાં તો નથી જ..
જાણે છે ને તારામાંજ એટલો રહું છું કે
તને કાંઈ કહી શકું એટલો સમય પણ નથી....
બસ એ વિંટળાઈ વળી મારી
ડોકમાં ને...💋💋...jn

તું કેમ આટલી ખુશ છે..!!.

તું જ્યારે મને મળીશ કે તરત જ પૂછીશ... 
કેમ આટલો ખુશ છે...? 
અને મારો જવાબ મેં તૈયાર જ રાખ્યો છે... 
સાંભળ... 
મેં તને કહ્યું હતુંને કે આજે હું 
ક્યાંય સુધી તારી સાથે જ બેસીસ.. 
બસ તો હું એમજ બેઠો.. 
તારા હાથને મારા હાથમાં લઈ, 
તારા વક્ષને તકીયો બનાવી 
તારા જ ખોળામાં સૂતો રહ્યો.. 
ક્યારેક ક્યારેક તારા ઓષ્ઠની 
ગોષ્ઠી મારા ભાલને જણાતી રહી.. 
તારા ઉરનો ઉલ્લાસ ને હૈયાનો 
ઉભાર મારા અધરોને જગાડતો રહ્યો..
આજ ના તો એ સાગરને ઝંખના
હતી ના એ સરિતાને કોઈ વલવલાટ..
બન્નેનું આ મિલન જાણે ક્ષિતિજ, 
પણ તોય આ "જગત"માં 
આપણું આ મિલન તો જાણે 
પ્રેમની પરાકાષ્ઠાએ જ હતું... 
હવે તું જ કે આવું "જગત" જેની 
પાસે હોય એ ક્યારેય 
નિરાશ રહી શકે...?? 
હવે હું પૂછું....!!!! 
તું કેમ આટલી ખુશ છે..!!??

કહું તને હું કેમ ખુશ છું..!!
તારા એ હાથોમાં મારા 
સમર્પણની ઝાંખી છે.....
મારા એ ખોળામાં આપણાં 
મિલનની તૃપ્તિ છે......
મારા એ ઓષ્ઠ પર તારું 
જ સ્મિત છે...
મારા ઉરનાં ઉભારમાં 
આપણાં મિલનનો 
તરવરાટ છે..
ક્ષિતિજની પેલે પાર 
આપણાં પ્રેમનું વિશ્વ છે..
અને આ જ તો પ્રેમની 
પરાકાષ્ઠા છે.... 
બોલ હવે કાંઈ જાણવું છે..??..jn

નમન...

સર ઝૂકાવે જગદીશને  
આખું આ જગત
ને કરતું રહે એ નમન...

દિલ દુભાવે જગદીશનું 
આખું આ જગત
તો કેમ આવે એ અમન.....jn

તારુને મારુ મિલન....

પ્રથમ મિલનની ઝાંખી લહેર બની વહી રહી છે...
તનની જ્વાળાઓ અગન બની સળગી રહી છે...

વિરહ તારો કેમ જીરવાય..! ઘડી જો ને થંભી રહી છે...
પળની પહોર ને મિનિટો મહિનો બની સરકી રહી છે...

કિરણની ચિંગારી ગુપ્તચર બની ભાળી રહી છે...
વસંતની લહેર પ્રણયનો ફાગ જોઈ હસી રહી છે...

ભ્રવરની વૃત્તિને, તારા તનની પાંખડીયો સીંચી રહી છે...
બંધ ઓરડાની દિવાલો આ મિલનને તલસી રહી છે...

અમન ક્યાં છે..? તારી તૃષ્ટી ચિલ્લાઈ રહી છે...
તનનો તરવરાટ ને તૃપ્ત આંખો સમી રહી છે...

"જગત"માં આજકાલ આવીએ ગઝલો લખાઈ રહી છે...
તારી એક જ મુસ્કાન.. બસ મારી કદર થઈ રહી છે....jn