Saturday, September 27, 2014

સાગર.......


ગરજ્યો અંતર આખું ભરીને  તોય વરસ્યો નહીં...
વરસી મુશળધારે ભલે તું, તોય પલળ્યો નહીં..

સરિતા બની સરતી હતી કુંવારિકા તું રહી..
સાગર ઘુઘવતો હું, ભળીને તોય છલક્યો નહીં...jn

HAPPY NAVRATRI....


નવરાત્રિ એટલે જગત જનની 
જગદંબા પાસેથી શક્તિની 
ઉપાસના કરવાના દિવસો...

મારી અંદર રહેલા મહિસાસુર જેવા 
દુર્ગુણોને હણવાના દિવસો...

ખાઓ પીઓ ને મોજ કરો આવી 
વૃત્તિ ના કેળવતા જગદંબા પાસે
સંસ્કૃતિના સંવર્ધન માટે આંતરિક 
શક્તિઓની પણ ઉપાસના કરીએ...

આપણા સૌના જીવનમાં 
જગદંબાની કૃપા બની રહે અને
સૌના જીવન દૈવી બને એવી 
આજથી શરૂ થતા મંગલ પર્વની
જગતને મારી શુભ કામનાઓ...jn

આનંદની તૃપ્તિ એટલે પ્રેમ..


ઝરમર ઝરમર વરસતો વરસાદ એટલે પ્રેમ.
વસંત સાથે નવી કુપણો ડોકીયા કરે એટલે પ્રેમ...

ગોધુલી ઉડે ને બને એ પાંડુરંગ એટલે પ્રેમ..
મીરાની ભક્તિ ને રાધાની પ્રિતી એટલે પ્રેમ...

વિંધાયેલી વાંસ તોય અંતરમાં મીઠાસ એટલે પ્રેમ..
કિનારા છલોછલ ને અંતરમાં પ્યાસ એટલે પ્રેમ...

બંધ આંખે કાનમાં થતું મીઠું ગુંજન એટલે પ્રેમ..
ભરી મેદનીએ તાલબધ્ધ પડતો સૂર એટલે પ્રેમ...

પરમાનંદ નીજાનંદ... આનંદની તૃપ્તિ એટલે પ્રેમ..
"જગત" આખું પ્રેમ કરવા જેવું લાગે, તે એટલે પ્રેમ....jn

Tuesday, September 23, 2014

મોત'' આવે ને વારી જાઉ..!!


હતો જનમ જનમ નો તરસ્યો હું..
સરિતાને જાણે ઉર મા સમાવી જાઉ…!!

અરુણની સવારી સાથે ઉગેલો હું..
કદાચ સાંજ ઢળે અસ્ત થઇ જાઉ…!!

ખિલેલો એ તારા પ્રેમની વસંતમાં હું..
પાનખર આવતા ક્યાંક ખરી જાઉ…!!

પ્રભાતે ઉગેલુ એ તાજુ પુષ્પ જેવો..
સાંજ ઢળતા કદાચ મુરજાઇ જાઉ…!!

આજ સુધી સમણાઓને સાકારીત કર્યા…
સમય સાથે લડતા ક્યાંક હારી જાઉ…

જિંદગીને જીવી છે ખુબ પ્રેમથી…
ક્યાંક યમરાજ આવે તો ડરી જાઉ…!!

કેમ કરી કહું આ "જગત"ને.. ફરી મળીશુ..!!
કોણ જાણે કાલે ''મોત'' આવે ને વારી જાઉ..!!..jn

કેમ કરી રહીએ..!!


દીવાના છીએ તમારા ના કેવી રીતે કહીએ..!!
પ્રેમ કરીએ છીએ એકરાર કેવી રીતે કરીએ...!!

નથી સહેવાતો આ વિયોગ, કેમ કરી સહીએ..!!
અમારું તો જગત જ તમે, કેમ કરી રહીએ..!!..jn

મારી ચિંતા.....


તેં આપેલા ઘા આજેય તાજા રાખું છું..
તેં કરેલો પ્રેમ આજેય સજાવેલો રાખું છું...

જાણું છું, મને ઉની આંચ પણ ના આવે,,
મારા માટે તું આજેય બાધાઓ રાખું છું....jn

Friday, September 19, 2014

જગત" તો તારામાં જ છે.....


તને એમ કે આકાશમાં 
વાદળ ઘેરાય છે..!! 
પણ એ ખોટી છે તારી સોચ...

તને એમ કે આકાશે 
વિજળી થઇને દીલ ધબક્યું..!!
અરે દીલમા તો હું જ છું...

તને એમ કે ગર્જન થાય
આકાશમાં ને દીલ બોલે..!!
હું જ તો બોલુ છું એમા...

ચાર બુંદો રીમઝીમ કરે
અને તને લાગે 
હું મળવા આવ્યો..!!

અરે કેવી ગાંડી છે તું..!!
"જગત" તો તારામાં જ છે..
તો મળવાની વાત જ ક્યાં..??..jn

મળી ગયું આખું જગત....


એકાદ મીઠો ઠપકો મળી જાય હસતાં હસતાંમાં...
આ અનપઢને પ્રેમ થઇ જાય આમ અમસ્તામાં..

   ટકરાઇ ગયા અમે એમનેવરસતી વર્ષામાં..
મળી ગયું આખું જગત અમને  આમ રસ્તામાં..jn

Thursday, September 18, 2014

મધુરજની.....


પેલો પહોર રેનનો ને દીવડા ઝળહળ ઝળકે..
પિયુ ફાંકડો મલકાય ને નવોઢા મનમન મરકે...

બીજો પહોર રેનનો ને નયનો પટપટ પટકે..
ઉતાવળી થી મનદંડી ને વાલમ ઝરમર છલકે...

ત્રીજો પહોર રેનનો ને દીવડા શાખ ભરે ભડકે..
ધણ જીતી, ધણી હાર્યો ને ચાંપ્યો હૈયે ધકધક ધબકે...

ચોથો પહોર રેનનો ને કુકડા કાગ મોર ટહુકે..
શુરે સંભાળી પાગ ને કાંચળી ચડે ચુડી ખનખન ખનકે...

પાંચમો પહોર દિનનો ને સ્ત્રીની નજરું દરવાજે અટકે..  
ડોકમાં લટકે હાર ને મન પિયામાં હરપળ ભટકે..

છઠ્ઠો પહોર દિનનો ને પુરુષ આવી બેઠો પાટલે..
મન કંસાર તન ભાણું ને આંખોમાં ઘી ચકમક ચમકે...

સાતમો પહોર સાંજનો ને ધણી શેરીએથી સરકે..
લાવે ફળો ભરી ટોપ ને નજરું ધણની ડબડબ ડબકે...

આઠમો પહોર સાંજનો ને જગત પોઢે તારા ચમકે..
ઢળાણા ફરી ઢોલીયા ને નવજોડું મલમલ મલકે....jn

Wednesday, September 17, 2014

શુભ સવાર...


સોળ કળાએ..
શોભે પ્રસન્નભાનું..
ઓસની ઓથે...

લાવી છે આજ..
નવો એ ઉપહાર..
આજની ઘડી...

ખીલ્યા છે આજ..
કાંઈક નવા પુષ્પો..
શુભ સવારે...

કહું છું સૌને..
હ્રદય પૂર્વક હું..
જય શ્રીકૃષ્ણ...jn

હૈયે હામ......


હૈયે હામ રાખું છું..
હ્રદયે રામ રાખું છું..

યાદ જો આવે તારી,,
ઓશીકે બામ રાખું છું...jn

Monday, September 15, 2014

જગત'માં પ્રેમની તાકાત..


બંધ કરીને આંખો તારી છબી બનાવી દઉં…
ને મારા અહેસાસો તારામા ભળાવી દઉં…

તારા હાલને બેહાલ પણ કરી દઉં…
ને વણ જોએ તારા હાલ બતાવી દઉં…

તારા સ્વાસોમા મારા સ્વાસ ને ભરી દઉં…
ને વગર સ્પર્સે મારું આલીંગન કરાવી દઉં…

ભરી મેદની મા તને એકલતા આપી દઉં…
ને એકલતા મા આખો સંસાર સજાવી દઉં…

હજુ નથી જાણતી તું 'જગત'માં પ્રેમની તાકાત..!!!

તારી આંખોમા આંખ નાખી વાત કરી દઉં…
ને તારી આંખોનુ આંસુ મારી આંખમાંથી વહાવી દઉં…..jn

સંબંધમાં સમજણ....


સંબંધોને પણ ભૂખ લાગે છે...
સમય જતા એ પણ સમય માગે છે...

તેમ છતાં જો સંબંધમાં સમજણ હોય..
તો સમય જતા એ વધુ ગાઢ બને છે...jn

Thursday, September 11, 2014

મને કેટલો પ્રેમ કરે છે...??


આજ એ મને પૂછે છે તું
મને કેટલો પ્રેમ કરે છે...??

હવે શું કહું એ ગાંડીને...!!
Ok તો સાંભળ....
તારું આ હ્રદય જગતમાં
ખૂબ વિશાળ છે..
એનું માપ કરવું
એ મારી સમજ બહાર છે..
બરાબરને એ તો...!!
હા એતો છે જ.....
તેમ છતાંય તને મારી યાદ
આવે ને તરત મારો પ્રેમ તારી
આંખોમાં છલકાઇ આવે છે...
હવે તું જ કે આટલા મોટા
હ્રદયમાં પણ તું મારો પ્રેમ
નથી સાચવી શકતી તો
એનું માપ કેમ આપું ...??
આગળ કાંઈ બોલું એ
પહેલાજમને ચૂપ કરી
મારામાં વીંટળાઇ વળી...ને
ફરી આ જગતમાં મારો
પ્રેમ એ છલકાવતી રહી....jn

આદત છે...


અમને તો આદત છે આમ હસતા હસતા જીવવાની...
કમ્બક્ત આંખોને પણ આદત છે ત્યારેજ છલકાવાની...jn

અમને તો આદત છે આમ હસતા હસતા જીવવાની...
કમ્બક્ત આંખોને આદત છે અમારી ચાડી ખાવાની...jn

ઉગતો સુરજ......


અસાંજ પડે આ સુરજ પણ નમે છે..
નમે છે એટલે તો સૌ એને ખમે છે...

નથી છોડતો ક્યારેય એનું તેજ..
લાલ ઉગે છે ને લાલજ આથમે છે...

ક્યારેક કહે ચાલ આજ મન નથી તો.!
બસ દિવસ ને રાત અવિરત ભમે છે...

જાતને બળબળતી રાખે છે ને,,
તારા સાનીધ્યે સૌ તૃષ્ટ થઇ શમે છે...

ભલે રોજ એ આવેને જાય, પણ
જગતને તો એ ઉગતો જ ગમે છે...jn

આંખો....


ઉંચે જોશો તો આંખો અંજાઇ જશે..
નીચે જોશો તો કાજળ રેડાઇ જશે...

સામે જોશો તો આંખો ટકરાઇ જશે..
ત્રાંસુ જોશો તો જગત સમજાઇ જશે...jn

પુરુષ બીચારો બાપડો....

બાયડી એ બાયડી ને 
ભાયડો એ ભાયડો....

ડાયરી એ  ડાયરી ને
ચોપડો એ ચોપડો...

કોયલ એ કોયલ ને
કાગડો એ કાગડો...

જલેબી એ જલેબી ને
ફાફડો એ ફાફડો...

અને બૈરી વિનાનો એ
પુરુષ બીચારો બાપડો....jn

વરસેલો પ્રેમ....


ખુબ કર્યો હશે આ વાદળોએ પ્રેમ..!
એટલેજ આ ભીની સુવાસ આવે છે...

સુવાસ હવે ચાલી ગઇ છે પણ,
વરસેલો પ્રેમ હવે અમને સતાવે છે...

તું ને વરસાદ બેઉ સરખા છો..
એ સાગરનાં નીર ભરે ને તું છલકાવે છે...

તનેતો આમ રોજ રોજ આવવું ને..
મન ભરીને મળવું એ ક્યાં હવે ફાવે છે...

તમારા બેઉમાં એક મોટો ફર્ક છે..
એ આવે છે ત્યારે જગતને મહેકાવે છે...jn

Wednesday, September 10, 2014

અમર થયા હ્રદયે....

છોડી શકો તો છોડો લો આ ધબકાર..
મચી જશે તમારા જીવનમાં હાહાકાર..

ચંદ્રની જેમ સોળે કળાએ સજેલા છો.
પ્રેમનો પ્રકાશ ભરી કોણે કર્યો ચમકાર..??

ખૂબ થઇ હવે ચારેકોર કીર્તિ તમારી..
સાંભળો હવે ડાઘુઓનો જય જયકાર...

માંડ્યો વિસામો હવે અંતિમધામનો..
થઇ રહ્યું વિલીન ના બનો સલાહકાર...

મિટાવી દીધું અસ્તિત્વ હવે જગતમાં..
અમર થયા હ્રદયે આ કેવો સાક્ષાતકાર..!..jn

Monday, September 8, 2014

તુજ આવાની....


આદત પડી ગઇ છે આ સાંજને જોવાની..
બાકી જાણુંજ છું તું હવે નથી જ આવાની...

જોઉં છું ક્યાં સુધી આમ દૂર રહી શકીશ..!!
આ નહી તો આવતા ભવે, તુજ આવાની....jn

એક સત્ય ઘટના...

એક ઘટના વાંચતા વાંચતા
મારા જીવનમાં બનેલી એક
ઘટના નજર સામે આવી...
મારો વારસાગત વ્યવસાય હાર્ડ વર્કનો,
એને લઇ મને કમરમાં બેક પેઇન રહે છે..
મારા એક પિતરાઇ ભાઇ ગાંધીનગર
સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે..
એમને મળી કોઇ નિષ્ણાત પાસે
મારી તપાસ કરાવા ગયો હતો..
અચાનક મારા એક સ્વજન કહી શકું એવા
એક મિત્ર મને મળ્યાં ને ભેટી પડ્યા..
ઔપચારીક વાતો કર્યા પછી મને
જાણ થઇ એમના પત્નીની
અધુરા માસે સુવાવડ થઇ હતી..
તેઓ કોઇ પ્રાઇવેટ હોસ્પિટલમાં
સુવાવડ માટે લઇ ગયા હતાં..
ત્યાં જાણવા મળ્યું કે જોડીયા બાળકો છે
અને એક બાળક મૃત્યુ પામ્યું છે
માતાના ઉદરમાંજ તો ડૉક્ટરે
પ્રયત્ન કર્યા પછી હાથ ઉંચા કરી લીધા..
કાંતો બાળક બચશે કાંતો માતા એમ કહી
ત્યાંથી એમને રજા આપી દીધી હતી..
બસ આટલું કહેતાં કહેતાં એમની
આંખો ભરાઇ આવી..
હું પરિસ્થિતિને પામી ગયો તરત મારા
પિતરાઇને મળી ઝડપથી આગળની
સારવાર ચાલુ કરાવી દીધી..
એમને તાત્કાલિક વિભાગમાં યોગ્ય
સારવાર ચાલુ કરાવી દીધી..
ડોક્ટરોએ પોતાની કુશળતા
વાપરીને માતા અને બાળક
બંનેને હેમખેમ ઉગારી લીધા..
આ દરમિયાન મારે ફોન પર મારા મિત્ર
સાથે વાતચીતનો દોર ચાલુ રહ્યો ને એમનું
મન પણ ધીરે ધીરે હળવું થઇ ગયું..
બે દિવસ પછી હું જ્યારે ફરી હોસ્પિટલ
ગયો ને એમને મળ્યો, ફરી
એકવાર એ મને બાજી પડ્યો..
આ વખતે પણ એની આંખમાં આંસુ હતાજ
પણ આ વખતના આંસુઓમાં ફરક હતો..
મેં મારા આલીંગન માંથી છૂટો
પાડીને એની સામે જોયું...
આજેય એ શબ્દો મારા કાનમાં ગુંજે છે,
એને મને બસ એટલુંજ કહ્યું
ભગવાન કયા સમયે કયા સ્વરૂપમાં
મળી જાય છે એ આજ મને સમજાઇ ગયું..
હું અવાક બની બસ જોઈ રહ્યો એને અને
એના ચહેરા પર મારા માટેના અનન્ય ભાવને...
આજેતો હવે એ બાળક મોટું થઇ
ભણવા પણ જતું થઇ ગયું..
આ ઘટના પરથી એક વાત જરૂર કહીશ..
સાચેજ દરેક મનુષ્યમાં ભગવાનનું
સ્વરૂપ હોય છે ક્યારે અને ક્યાં
આપણને એ અનુભૂતિ મળી જાય...!!...jn

Saturday, September 6, 2014

સોગાત....


ના રહે પ્રેમ ના રહે કોઇ લાગણીઓ..
ના રહે તમારા દિલમાં અમારી કોઇ વાત...

ખૂબ ચાહ્યા છે તમને, ને હજુએ ચાહીએ છીએ..
અમે ક્યાં માગી તમારા પ્રેમની કોઇ સોગાત....jn

ખુલ્લો માણસ છું....


કુંડળીમાં કદી હું માનતો નથી..
ગ્રહ કોઇ ક્યારેય નડતો નથી...

પ્રારબ્ધ્ધમાં માનવા વાળો છું..
જિંદગીનો જુગાર હારતો નથી...

જાતને ઘસી નાખું છું પણ,,
પારકી આસ કદી બાંધતો નથી...

ધુમ્મસ જેવો ખુલ્લો માણસ છું..
નાહકનો હાથે ક્યાંય ચડતો નથી...

જીવનમા તેજસ્વીતા રાખું છું..
એટલે સુર્યની જેમ રોજ ઉગતો નથી...

વશે છે હ્રદયમાં ચૈતન્ય બની..
જગદીશને ક્યાંય શોધતો નથી...

હું જ મારો વંશજ ને વારસ છું..
એટલે જગતમાં ક્યાંય જડતો નથી...jn

Friday, September 5, 2014

પ્રેમનો દેવાદાર....


રાત આખી સમણામાં ઉજાગરો કરું છું..
દિવસ આખો તારી યાદોને લઇ ફરું છું...

જગદીશનું આપેલું બઘુ છે આ જગતમાં..
તોય તારા પ્રેમનો દેવાદાર બની ફરું છું....jn

હું માણસ છું....


સૌને હસીને મળવાની આદત છે મને..
એનું કારણ કદાચ એજ કે હું નિખાલસ છું...

વખત આવે લડવું ને સમય આવે સહી લેવું..
એનું કારણ કદાચ એજ કે હું માણસ છું....jn

Happy Teachers Day....


જીવનની 
ક્ષણે ક્ષણ 
શી રીતે 
વિતાવવી 
તેનું સાચું
શિક્ષણ આપે 
તે એટલે શિક્ષક...jn

Thursday, September 4, 2014

સાત ડગલાં....


ભર્યુ જ્યાં પહેલું ડગલું તો હું તારા પ્રેમને સમજ્યો..
બીજા ડગલે મને સમજાયું કે મારો પ્રેમ શું છે..!!

ત્રીજા ડગલે હું જાણી શક્યો કે પ્રેમને શું જોઇએ..!!
ચોથા ડગલાએ મને શીખવ્યું કે પ્રેમ કેવો હોય છે...

પાંચમા ડગલા એ સજાવી પ્રેમના દર્પણ સામે મુક્યો...
છઠ્ઠુ ડગલું મને સમણાંમાં દોરીને લઇ ગયું...

માંડ્યું જ્યાં સાતમું ડગલું તો તારા પ્રેમને સમજ્યો..
એને સમજાવ્યો, સંભાળ્યો, શીખવ્યો ને સજાવ્યો..

આ સાત ડગલાંમાં મારુંતો જગત બદલાઇ ગયું..
આ પ્રેમના પાઠ ભણી જિંદગી પાર પડી ગયો...jn

Tuesday, September 2, 2014

જગતમય જ બનાવી જઇશ...


પંખીની જેમ એક દિવસ ઉડી જઇશ..
સાથે વિતાવેલી પળો સમેટી લઇ જઇશ...

ભીંજવીને તારી આ સુંદર આંખોમાં..
અનન્ય એવી સોનેરી યાદોને છોડી જઇશ...

કરેલી કલ્પના અને સજાવેલા સમણામાં..
કો'દીના ભૂલ એવી વાતોની વાડી આપી જઇશ...

સમાવી ભલે રાખી મારી છબી આંખોમાં..
આંખોને છલકાવી એક દી વહી જઇશ...

તારા શ્વાસોમાં હું ધબકુ તો છુજ..
તારી રગે રગમાં રક્ત બની ભળી જઇશ...

દીધેલો કોલ તને યાદ કરાવીને જ રહીશ..
જો જે તને જગતમય જ બનાવી જઇશ....jn

થઇ ગયા અમે પુરા..


જીવતા હતા જીંદગી તારું ઉધાર લઇ...
તડપતા રહ્યા આખી જીંદગી અધુરા રહી...

કહે છે જગત થઇ ગયા અમે પુરા..
જોને હવે શ્વાસ પણ ક્યાં બાકી રહી....jn

એક અનહોની.....


આજ એક અનહોની 
આંખોમાં અંકાઇ આવી...
આપના અધીરા અધરોના
આવેગોએ અમારા અધરોને
અધીરાઇના આલીંગનમાં આંતરી 
ઓડકારના અમૃત આપ્યા....jn

તુજ પ્રગટી આવે...


મૃગજળનું ઝરણું સુકાએલી નદીમાં ધસી આવે..
આવે તારી યાદ, ક્યાંક તું પણ એમ ભણી આવે...

મહેરામણ ઉમટ્યા છે મેળાની ચિચીયારીમાં..
મીઠા કલશોરમાં કોઇ જાણ્યો નાદ સંભળાઇ આવે...

પદ પૈસા ને પ્રતિષ્ઠાની શોધમાં નિકળ્યા હોય..
સાવ સામાન્ય સરળતામાંજ કોઇ જડી આવે...

સુમસાન આ સડક ને ભઠે બાળતો તડકો..
છાંટાની વણજાર આમ અચાનક ઉમટી આવે...

કબાટ ફંફોળુ ને જુના સ્મરણોની સાથે..
તારા પ્રેમના પુરાવાનો કોઇ દસ્તાવેજ મળી આવે...

હાથે લાગે અલાદીનનો એ જાદુઇ ચિરાગ..
ઘસવા જાઉ ને અચાનક તુજ પ્રગટી આવે...

પુરાના આ સંદુકમાં હોય જગતની યાદો..
ખોલીને જોઉં એકાએક બચપન દોડી આવે...jn