Sunday, October 12, 2014

happy karva choth....


કડવા ચોથે..
મુજને જોવા કાજ..
તરસે આજ...

જકડ્યો છે મેં..
આજ ખીલેલો ચાંદ..
આવી જાઓ સૌ....jn

હૈયે હામ રાખું છું...


એક એક શ્વાસમાં તમને ધબકતા રાખું છું..
હ્રદયમાં તમારો પ્રેમ ને હૈયે હામ રાખું છું...

મળવાનું તો ક્યાં થતું અને હવે થશે પણ ક્યાં..?
બંધ આંખોમાંજ આપણી મુલાકાત રાખું છું...

તમે ભલે સાથે ના ચાલ્યા આ જન્મારે..
ભવોભવ તમનેજ દુઆમાં માગીને રાખું છું...

તમે કહ્યું હતું બસ એમજ આદત પ્રમાણે..
આજેય સમણાઓનો મહેલ સજાવી રાખું છું..

રાત રોજ ઢળે છે ને જગત પોઢે પણ છે..
તમે આવો તો.! ખુલી આંખોએ જ સુવાનું રાખું છું...

મૃત્યુનો ડર અમને ના બતાવસો હવે..!!
દિલના ખૂણે જ અંતિમધામ બનાવી રાખું છું...

ક્યાં જશો છોડીને આ "જગત" અમારું..!!
તમારી જ લાગણીઓનો પહેરેદાર રાખું છું...jn

જોને હું એ પ્રેમમાં પડ્યો..



પડ્યો પડ્યો જોને હું એ પ્રેમમાં પડ્યો..
કિરણોના સ્પર્શમાં બુંદોની જેમ મારામાં જડ્યો...

છાતીમાં નવી કૂપળો ઉગી..
મનદંડીએ વળી એને સીંચી..
મારામાં હું ના મળ્યો, જોને તારામાં જડ્યો...

મન પર સાસન જમાવી બેઠો..
હ્રદયની ધબકાર દબાવી બેઠો..
ખુબ શોધ્યો, છેવટે એ આંસુઓમાં જડ્યો...

વાયરસ બની સુસુપ્ત હતો..
ચેતાતંતુનું ચૈતન્ય ક્યાં એમાં..!!
નિદાન કરતા રક્તમાં એ હાજરમાં જડ્યો...

મારે કાજ તપ્યો આજ રવિ..
લખવા બેઠા "જગત"માં કવિ..
પંક્તિ પંક્તિએ લાગણીઓમાં જડ્યો...

પડ્યો પડ્યો પડ્યો જોને હું એ પ્રેમમાં  પડ્યો..
કિરણોના સ્પર્શમાં બુંદોની જેમ મારામાં જડ્યો...jn

LOVE IS NOT LIFE....


Facebook માં face બતાવે..
Whatsup માં વાતો કરે...
ખુબ પ્રેમ કરું છું.. તારા વગર 
એક પળ ના ચાલે એમ કેહતો ફરે...

શું ખરેખર આ પ્રેમ હોઇ શકે...??

પ્રેમ થાય એ પહેલા એકબીજાથી
અજાણ્યા હોય છે..
પ્રેમ થયા પછી એમ લાગે 
જાણે વર્ષોની ઓળખાણ છે...
અને પ્રેમ પત્યા પછી પણ ફરી 
એ અજાણ્યા બની રહી જાય છે...
પણ ઘણીવાર કોઇ એકનું જીવન
ત્યાંનું ત્યાંજ ઉભુ રહી જાય છે...

પ્રેમ કરવો...ને પ્રેમ થઇ જવો.. 
એ ભાગ્યની વાત છે...
પણ આ જગતમાં પ્રેમ ફળવો... 
એ એકબીજાની સમજણ 
પર આધાર રહે છે...
માટે જ કહું છું...

LOVE IS NOT LIFE..
BUT PART OF LIFE.....jn

Wednesday, October 8, 2014

સવાર સવારમાં.....


આજ હ્રદય તને મળવા ઉતાવળીયું થઇ ગયું..
ડગલાં જ્યાં માંડ્યા ત્યાં અચાનક થંભી ગયું...

બહુ પ્રયાસ કર્યા પણ આજ જીદે ચડી રહ્યું..
આપી તારા પ્રેમની આણ, ઠરીઠામ બેસી ગયું...

ચારેકોર ચાંદની ને વૈભવનો વરસાદ છે..
એકાએક આજ આકાશ ખાલીખમ બની ગયું...

હાથમાં હાથ ને બાહોમાં તારી બાહો હતી..
નજર કરી ઉંચે, આંખોમાં અજવાળું પેસી ગયું...

આવી સવાર સવારમાં કાંઈક જુની યાદો ને,,
પ્રસ્વેદ બુંદોથી  "જગત"માં ફરી ભીંજવાઇ ગયું....jn

આદત.....


અમને આદત છે તમને જોવાની..
તમને આદત છે અમને તડપાવાની...

શોધતા રહેશો એક દિ' આ જગતમાં..
આદત પડશે જો તમારા વિના રહેવાની...jn

Saturday, October 4, 2014

HAPPY BIRTHDAY....


આજના મંગલદીનની
અઢળક શુભેચ્છાઓ....

બસ માગું આજ ઇશ્વર પાસે...

સાગર કરતા ગહન હોય...
એવું અમારા હ્રદયમાં તમારુ સ્થાન..

આકાશ કરતાં વિશાળ હોય...
એવી અમારી લાગણીઓનુ વટવૃક્ષ..

અસ્ખલીત વહેતી એ સરિતા પ્રેમની..
અમારા બંધનના કિનારામા વહેતી રહે...

આવું જ એક ટંકારેલું જગત આપનું..
જગદીશના જગતમાં મલકતું રહે...jn

HAPPY BIRTHDAY....

પારસમણીનો સ્પર્શ....



અમેતો ખુદ તેજ છીએ 
કોની તાકાત છે બુઝાવાની..!!

પારસમણીનો સ્પર્શ છે 
હવે ક્યાં બીક કાટ લાગવાની...!!..jn

જીવનું શીવ સાથે મિલન...


એક વખત એક આધેડ વયના યુવાન 
માનવને વિશ્વ નિયંતા મળી ગયો..

કંઇક પળો બન્ને અનિમેષ નજરે 
એકબીજાને બસ જોતાજ રહ્યા..
વિશ્વચાલકે એ માનવની તંદ્રા તોડી,
બસ આમ જોયાજ કરીશ કે 
કાંઈક બોલીશ પણ ખરો..!!

શું બોલું..!! તમને જોયા પછી 
બોલવાના હોશજ ક્યાં છે..??
થોડીક ઔપચારીક વાતો ચાલી 
ને અચાનક જગતાત બોલ્યો....
ખુબ ખુશ છું તારાથી...
ચાલ કાંઇક માગ મારે તને આપવુ જ છે...
માનવ એક સંતોષ કારક સ્મિત સાથે બોલ્યો..
હે વિશ્વંભર....
માતાના ઉદરથી લઇને 
અઘોરીના મંદિર સુધીની સફર 
તે જ તો સફળતા પૂર્વક કરાવી છે..

બાળક બની આવ્યો તારા ભરોસે, 
કેટલાના જીવનમાં હર્ષ ભરાઇ આવ્યો..
મારા કાલાઘેલા શબ્દોમાં 
કેટલાય સ્વજનો હરખાતા..
મારા એક એક પગલામાં કેટલાય 
પાપા પગલી કરતાં..
આ....હા....હાહાહા....
મારું એ બાળપણ..કેવું અનમોલ..!

ભણતરની સાથે ઘરના વડીલો 
થકી જીવનના પાઠ શિખતો..
ઉંચાઇ વધતી ગઇ તેમ તેમ ઉમરની 
સાથે સમજણ પણ વધત રહી..
કયારેય ના વિસરાય એવી 
મિત્રો સાથેની અનન્ય યાદો..

યુવાનીની તો શું વાત કરું..!!
સોનેરી સુરજ જાણે ઉગ્યો હોય..
એના એક એક કિરણોમા કેવી 
આહલાદકતા પ્રગટતી..!!
કેમ કરી તને એ અનુભૂતિ કહું..!!

જીવનના ભવસાગરમાં તરવાની 
મજા કેમ કરી વિચારોના વમળમાં વહેવડાઉ..?? 
શબ્દો નથી મારી પાસે..
જેમ જેમ ઉંડાઇ ખેડતો ગયો તેમ તેમ 
એના ઉંડાણને માણતો ગયો..
સંસાર રૂપિ રથના પૈડા અવિરત
દોડતા રહ્યા..
એ રથના મુસાફરો વધ્યાને આનંદની 
લહેરો ભવસાગરમાં ભરતી વધારતી રહી...

જીવનના દરેક તબક્કા 
મારા અનમોલ છે..

હે કૃષ્ણ... હે યાદવ....
તારી જેમજ મારું બાળપણ વિત્યું..
મારી તરુણાવસ્થા ને યુવાની તે 
કરેલાં નિર્દોષ તોફાનોની સોનેરી
પ્રકાશની  કિરણોની જેમજ પસાર થઇ..
પ્રૌઢાવસ્થા તો વળી મારા 
અંશમા વધુ મૂલ્યવાન બની..
અને માનાર્હ પદની તો શુ કહું તને..!!
જીવનના બધાજ રંગો જાણે ભેગા કરી કોઇ છાંટતુ હોય..!!

બોલ હવે જગદીશ તારા આ 
"જગત"ની કોઇ પળો આનાથી 
અનમોલ હોય તો આપ...
સુસ્મિત હળવા એક અવાજમાં
આજ ક્યારેય ના માણેલા આલીંગનમાં
જીવનું શીવ સાથે મિલન થઇ ગયું.....jn

આ એકાંત....


હા સાચી વાત છે, એટલેજ હવે આ એકાંત મને ગમે છે...
એ હજારો તારલા સાથેનો એ વાર્તાલાપ મને ગમે છે...

એ સાગરની લહેરનો સહવાસ મને ગમે છે..
હવે આવુંજ ઉછળતું ને શાંત જગત મને ગમે છે...

નવલા નોરતા....


નવલા નોરતાએ
નવદુર્ગાને નમન..
નવનવ નીશાઓમાં
નવનીત નખરાએ
નાચ્યું નવયૌવન....jn