Wednesday, December 31, 2014

આંધળી દોડ...


ચાલતા ક્યાં આવડતું મને, દોડની રમત જીતતો ગયો..
હારેલી જ હતી જીવન રેસ, મેડલોની હાર કરતો ગયો...

મંજીલને પામવા છેટ, આકાશને આરપાર પહોંચ્યો..
એક એક ક્ષિતીજની બારીઓ ખખડાવી શોધતો ગયો...

જગદીશની પ્રત્યેક બનાવટથી લઇ એક એક કણમાં..
દરિયાના ઉંડાણે અટક્યા, જરાક આગળ હું ખોદતો ગયો...

વારસદાર હતો, ઋષિ અને કૃષિ સંસ્કૃતિનો હકદાર..
જંગલો મટાડ્યા, જંગલોની ઇમારતો ચણતો ગયો...

હતીજ આંધળી દોડ એની આ જગતની ઝંજાળોની,,
જીવનનો રંગ ભૂલી બેરંગ દુનિયામાં દોડતો ગયો...jn

Thursday, December 25, 2014

તને શું થાય છે....

આજ કેમ આમ થાય છે જે જુઓ રીસાય છે..
વાતમાં માલ નથી, વાતનું વતેસર થાય છે...

સાગરે માછલીઓ સામે જંગ છેડ્યો છે..
કિનારે મછવારાના ટોળા ઉભરાય છે...

વસંતને શું વાંકુ પડ્યું છે વાયરા સાથે..!
સુગંધની હડતાલ વાયરામાં જણાય છે...

આકાશે કરી છેડતી ઓલી ધરાની..
એટલે જ ક્ષિતીજ આમ અકળાય છે...

યમરાજ પણ આમ ટુટીયું વાળી બેઠા..
જ્યાં જુઓ ત્યાં 108 દોડાવાય છે...

હિમાલયના દેવાલયો ખાલી દેખાયા..
હાલતે ને ચાલતે બરફનું યુદ્ધ છેડાય છે...

આવાને આવા કાવાદાવા છે જગતમાં..
તમારાય હોઠ ઇર્શાદ...કહી મલકાય છે...jn

આપશોને...!!


સાથે ના ચાલી શકો તો અહેસાસ આપજો..
મારામા હોવાની નિશાની કોઇ ખાસ આપજો...

જીવી ગયા અમે તો ચાર પળમાં જન્મારો..
અટકી જાય જગત, ઉધારા પણ શ્વાસ આપજો....jn

બોલ સાચુને...


આજેય મારીજ યાદોમા રહે છે..
એકલતામાં મારી હિબકા ભરે છે..

કોશીશ બહુ કરે છે અળગા રહેવાની,,
આંખોમાંથી શ્રાવણ ભાદરવો ઝરે છે...jn

Thursday, December 18, 2014

હિસાબ.....


ચાલ કાલનો હિસાબ અધુરો છે 
તો બેસ જરા પતાવી લઇએ...
કેમ થોડુંક જમા થશે તો તને વાંધો છે...??
ના પણ મને સંબંધોના 
સરવાળા નથી આવડતા..
એમા ભૂલ આવે તો જગત છૂટે
તોય હિસાબ ના મળે......jn

Wednesday, December 17, 2014

HAPPY ANNIVERSARY...


તારી સાથે...
ચૌદ વર્ષનો આ સહવાસ..
રામ-સીતાનો વનવાસ...

આજેય એમની એમજ છે...
તારા હોઠોની લાલી,
તારી આંખોની લાગણી,
ને મને જોવા વાળી તારી નજર,
અને એક એક ધબકાર 
મારાજ નામની ધબકે છે...
આજના દિવસે શું આપી શકું..!!
આ ધબકાર છેલ્લે સુંધી આમજ 
તારા નામનું રટણ કરતી રહે..
બસ છેલ્લેતો આપણે બેજ 
હોઇશું આ "જગત"માં.....jn

એક થપાટ....


ફરી એકવાર 
તારી સાથેના 
પ્રથમ મિલનની 
એક ઝાંખી 
એકાએક 
પ્રગાઢ આલીંગન 
ને સંવનન કરતી 
અચાનક 
ક્યારેય ના ખીલનારી 
વસંતને વાયરાની 
એક થપાટે 
ચૂર ચૂર કરી નાખી....
આજેય જગતમાં એ થપાટ 
મને સમસમી રહી છે,
એના સોળ નથી દેખાતા...jn

એક તરતી લાશ.....


છોડ્યો જ્યાં હાથ ત્યાં એક સ્મિત રેલાઇ આવ્યું..
બાંધી જ્યાં પ્રિત ત્યાં એક આંસુ છુપાઇ આવ્યું...

બાહોની મળી હુંફ ત્યાં ખુલી ગયું મન..
બસ આજ વિશ્વ અમારું અમને ઝંખાઇ આવ્યું...

લાગી હશે ઉણપ આપને જીવન બાગમાં..
એટલેજ મન તમારું આમ ખેંચાઈ આવ્યું...

આજેય ગળાડૂબ છો એ હકીકતમાં..
આમ અમસ્તા જ મુખ મલકાઇ આવ્યું...

માણ્યા છે અનન્ય લાગણીયોના પૂર..
આંખોમાં આમજ એક બુંદ ઉભરાઇ આવ્યું...

અતુટ કર્યો છે પ્રેમ, બંધન જ આમ દૂરનુ..
તોય જોને મિલન ફરી આમ લખાઇ આવ્યું...

અધૂરાં રહ્યા જગતમાં સૌ અરમાન આપના..
પાદરે કુવાનીર આમ છલકાઇ આવ્યું......jn

જગાડજે મને....

આજકાલ કેમ આમ થાય છે..
ક્યારેય ના થયેલું ઘટાય છે...

રાત આખી પડખા બદલ્યા કરું,,
તમારા વિચારે જાગવાનું મન થાય છે...

તારો જવાબ...

પ્રેમની આ પળો હવે રચાઇ રહી છે..
તારા ભાગ્યે ખુશીની પળો ઘણાઇ રહી છે...

રાહ જો  આ પળોના ઇંતજારની..
જો તારી હાથની લકીરોમાં લખાઇ રહી છે...

ઇશારા સમજીને નાદાન ના બન..
તારી ધબકાર ઇકરારની ચાડી ખાઇ રહી છે...

મારી ગાએલી પંક્તિઓ હરઘડી
એકલતાએ મેદની ભરી ગુનગુનાવી રહી છે...

કેટલી સચ્ચાઇ છે જગતમાં પ્રેમની..!!
તારા જવાબની રાહ જોવાઇ રહી છે....jn

કંગન....

તારા ગાલે પાડી દઉ અધરનું ખંજન..
આંખોમાં આંજી દઉ સ્મરણોનું આંજન...

હ્રદયને બાંધી લઉ એક એક શ્વાસે..
બાહોને પહેરાવી દઉ આલીંગનનું કંગન...jn

છબી અમારી ......


મળ્યો એક કાગળ, તસવીર નઠારી નીકળી..
હ્રદયે હરખ, નયને પાણીની સવારી નીકળી...

દિલનો દાવાનળ પ્રગટ્યો યાદોના ભડકે..
આંસુઓમાં ભળી, ને પછી એકઘારી નીકળી...

સજ્યા હતા ને મઢ્યુ હતુ આખુંએ નગર..
શાહી ઠાઠમાં એ અર્થી શણગારી નીકળી...

સજી સેજ, મઢ્યું પાનેતર, જીવતી લાશ..
અમસ્તા જ આમ યાદોની અલમારી નીકળી...

જાગી એકાએક ઝંખના એવા "જગત"ની..
ચાંપી  હૈયે આમ, છબી અમારી નીકળી...jn

શું કહુ....!!

પણ એટએટલું જરૂર કહીશ..
હમેશા સાથે ચાલીસુ,,
હું થાકી જાઉં તો રાહ જોજે
ને આગળ નીકળી જાઉં
તો તારી ગતિ વધારજે....jn

બોલ તું શું કહીશ..!!


જે મળે એ કહે વાહ જગત વાહ...
એમને હજુ ખબર નથી,, 
એની હકદાર તું છે હું નહી....jn

મિલન...


તને નથી લાગતું 
આપણું આ મિલન 
હવે ક્ષિતીજ બની ગયું છે..

રમત......


કોઇ છે જે મને વારંવાર 
પાસે બોલાવે છે..
પાસે જતાજ કાચીંડાની 
જેમ રંગો બદલે છે...
ક્યાંક મારી લાગણીઓ 
સાથે રમવાનું મન 
તો નહી હોયને..!!...jn