Thursday, April 17, 2014

માણી લે આજ ફરી આ મોકો...

મળ્યો છે આજ ફરી એ પુષ્પોને 
ધરવાનો મોકો...
ખોવાઈ જા ક્યાંક વહીના જાય 
વહેવાનો મોકો...

જીવન શું ..? બસ એક તું તું ને 
તુંજ તો છે...
આજે જ તો છે એ મસ્તીમાં પાછા
ફરવાનો મોકો...

લે જો..વળી એકવાર અસાઢી
મેઘ ટહુકયા..!!
મળ્યો છે ફરી અધુરી ગઝલ પૂર્ણ
કરવાનો મોકો...

સમયની કસોટીમાં તો પાર 
પડીજ ગયા...
તોય લે ફરી મળ્યો છે સરભર
ભરવાનો મોકો...

ભલે રહ્યો નિષ્ફળ મારો આ
પ્રયત્ન...
નવેસરથી મળ્યો ફરી "જગત"માં 
ઉગવાનો મોકો....jn

Wednesday, April 16, 2014

ચાલ બેસીએ....

દુર ઓલ્યા ક્ષિતિજના
પથારે જઇ બેસીએ...

સાગરને આકાશ જ્યાં મળે
એ કિનારે જઇ બેસીએ...

રણની રેત જ્યાં નભમા
ભળે એ પાળે જઇ બેસીએ...

વૃક્ષો જ્યાં અંબરને જઇ
અડકે એ છાંયે જઇ બેસીએ...

તાંરલા જ્યાં ટમ ટમ કરે
એ ચમકારે જઇ બેસીએ...

દુર ઓલ્યો ભાનુ ડુબે એ 
ચટ્ટાનને પારે જઇ બેસીએ...

ચાલ આ "જગત" જ્યાં ના
પહોંચે એ સાગરે જઇ બેસીએ...jn

Tuesday, April 15, 2014

મનની મૂૂરત....

હાથ જોડી ને પ્રાર્થના કરું
એવી લાયકાત ક્યાં...??

હાથ જોડ્યા પછીએ તુ મળે
એવી ઓકાત ક્યાં...??

ઉપવાસ કરી ઉપાસના કરું
એવી મુલાકાત ક્યાં...??

આંખ બંધ કરી કરું સ્તુતિ
એવો "જગત"તાત ક્યાં....jn

im waiting. ....

જાણે છે મને
 તારી રાહ 
જોવી કેમ 
ગમે છે..??
કારણકે 
હું આવું 
ત્યારે 
તુ કામમાં 
પરોવાઈ 
જાય છે 
ને તુ આવે 
ત્યારે હું 
તારામા 
પરોવાઈ 
જાઉ છું....jn

happy HANUMAN JAYANTI. ..

આજનો મંગલદીન એટલે
વિર મારુતિ જેવી વિરતા
દાસ મારુતિ જેવી ભક્તિને
જીવનમાં લાવી જીવનને
શ્રેષ્ઠ બનાવવાનો દિવસ...

તેલ કે સીંદુર ચડાવીને નહીં
પણ તેમના ગુણોનું પૂજન કરી
તેવા ગુણોને મારામા સંકલ્પિત
કરવાનો દિવસ....

આજના આ મંગલ પર્વની આપ
સૌને ખૂબ ખૂબ શુભ કામનાઓ...jn

મારી જીત કે હાર...

દુર થઇ તારાથી હવે
જીતેલી જીંદગી હારી લેવી છે...

તારી યાદોને લઇ હવે
આખરી સ્વાસો ભરી લેવી છે...

એ અનુભુતિ પણ હવે
"જગત" મા કરી લેવી છે....જગત (jn)

Saturday, April 12, 2014

તારી પ્રીત...

શાંત પડેલા એ સરોવરમાં
હજારો સ્પંદન રચાવી
જાય છે આજેય તારી પ્રીત...

મારા એ અધરને હજારો
ચુંબનનો અહેસાસ કરાવી
 જાય છે આજેય તારી પ્રીત...

નયનો ઝૂકીને હજારો ઈશારા
કરી મુને મુજથી જ બહેકાવી
 જાય છે આજેય તારી પ્રીત...

નભને ઝૂકાવી ધરાને ઉઠાવી
તારું ને મારું મિલન કરાવી
જાય છે આજેય તારી પ્રીત...

સાગર કાંઠે ડુબતા એ ભાસ્કરને
હજારો ડુબકી મરાવી
જાય છે આજેય તારી પ્રીત...

બીજના એ ચાંદને મિટાવી
સોળ કળાએ ખિલાવી
જાય છે આજેય તારી પ્રીત...

"જગત"ને જગાડી હજારો
સમણા પુરા કરવા દોડાવી
જાય છે આજેય તારી પ્રીત...jn

Saturday, April 5, 2014

એકલા જ રહી ગયા...

સજાવ્યા હતા સમણા પણ
કેમ જાણે અધુરાજ રહી ગયા...

હરપળ તારાજ નાદમાં ગુંજતા
કાનોમાં ભણકારાજ રહી ગયા...

કરેલી એ કલ્પનાની હકીકતના
મારાતો આભરણાજ રહી ગયા...

જાણુ છુ તારી એ જુની આદત
તોય ખોટા અભરખાજ રહી ગયા...

ભૂલીને પણ નહીં ભૂલુ આ જગત
તોય કેમ સંભારણાજ રહી ગયા...jn

Wednesday, April 2, 2014

બોલ હવે શું બનીશ...!!!

શબ્દોને ક્યાં ખબર કે તે સર્યાને ફરિયાદ બની...
અશ્રુને ક્યાં ખબર કે તે વહ્યા 'તા વરસાદ બની...

મળ્યાં'તા તમે જાણે કોઈ સ્વપ્નમાં સ્વપ્ન બની...
તમે તો ભુલી પણ ગયા બસ એક અણસાર બની...

આશ્ચર્ય તો એ કે કોઈને કાંઈ સમજ જ ના પડી...
મનમાં ને મનમાં ઘૂટતાં રહ્યા અવસાદ બની...

કોઈને કાંઈ કેહવાની જરૂર જ મને ના લાગી...
બસ પ્રયત્ન પર પ્રયત્ન કરતો  રહ્યો નાકામ બની...

હવે સમજાયું આ "જગત"માં કેમ નથી આવતો એ જગદીશ...
એ પણ દાઝ્યો હશે ક્યાંક અવતાર બની....jn..જગત..