Sunday, August 31, 2014

તારી યાદો....


યાદોતો એક બહાનું છે તને મળવાનું..
બાકી તુ કે તારા વગર કેમ ચાલવાનું...jn

જગતમય.....


આજકાલ આમ દુરથી જ મળતા જાઓ છો..
ને મલક મલક મલકાતા પણ જાઓ છો...

તડપાવો છો કે પ્રેમની કોઇ રીત છે..!!
કે અમને સતાવાની મજા માણતા જાઓ છો...

આંખોની ભાષા અમને નથી આવડતી..
ને તમે તો બસ ઇશારા કરે જાઓ છો...

મૌન જુઓ તમારું સંભળાય જ છે..
આમ બંધ હોઠોમાંજ વાત કરતા જાઓ છો...

ભરોસો ના હોય તો પૂછો તમારા હ્રદયને..
મળશે જવાબ તમે જગતમય બનતા જાઓ છો...jn

આ દુનિયા...


તારા ને મારા નેન જ્યારે જ્યારે લડે છે..
અદેખી આ દુનિયા ત્યારે ત્યારે નડે છે...jn

Saturday, August 30, 2014

Happy ત્રુષિપંચમી.....


જેની...
 *બ્રહ્મર્ષિ* --બુધ્ધી ઇશ સમર્પિત છે..

 *રાજર્ષિ* --સત્તા અને સંપત્તિનો 
ઉપયોગ પ્રભુ કાર્ય માટે છે...

 *દેવર્ષિ* --દેવ-દાનવ અને માનવના ઘરમાં 
ઘુસી પ્રભુનિષ્ઠા વધારવાની કુશળતા છે...

આ છે સાચી ત્રુષિપંચમી.....
અને ત્રુષિઓનું પુજન.....jn

કોશિશ તો કરો...


નિશાકરની નીરાંત સૌ કોઇ ચાહે છે..
ક્યારેક રવિને ચાહવાની કોશિશ તો કરો..!!

સુખ દુઃખતો જગદીશની દેન છે..
ક્યારેક આભાર કહેવાની કોશિશ તો કરો...

પ્રેમમાં ક્યાં સૌને સફળતા મળે છે..?
ક્યારેક જે મળ્યું એ માણવાની કોશિશ તો કરો...

વાયદા કરી કોણ વચને બંધાય છે..?
ક્યારેક સત્ય સ્વીકારવાની કોશિશ તો કરો...

જાણું છું વિના પાંખે ઉડાડે છે આ પ્રેમ..
ક્યારેક હકીકતમાં જીવવાની કોશિશ તો કરો...

મોહ છે કે ચાહના આ વિદેશી ધરાની..!
ક્યારેક ભારતીયછું એ ગર્વની કોશિશ તો કરો...

"જગત"માં મારું મારું કહેનારા ઘણા છે..
ક્યારેક આપણું બોલવાની કોશિશ તો કરો...jn

Friday, August 29, 2014

HAPPY GANESH CHATURTHI.....


આજના મંગલદીને વિઘ્નેશ્વરને
મારા કોટી કોટી વંદન ....
આપની આંખો ભલે નાની 
પણ દીર્ઘ દ્રષ્ટિની પ્રેરણા આપે...
આપના મુખનો અડધો દંત કહે 
બુદ્ધિ રૂપિ જ્ઞાન અધુરુ ને 
પૂર્ણ દંત પૂર્ણ શ્રધ્ધાનું સુચન કરે..
આપની સુંઢ સારી વસ્તુઓ ગ્રહણ 
કરી વહેચીને ભોગવવાનું કહે..
સુપડા જેવા કાન સારી 
વાતો ગ્રહણ કરી ખરાબ 
વાતોને ટાળવાની સમજ આપે..
આપનુ મોટું પેટ ગણપતિ બધી જ
વાતો ગ્રહણ કરે ને બઘાને સાંભળે..
નાના પગ સમર્થતા ને 
સ્થિરતાની સમજ આપે... 
આપના આવા અનન્ય ગુણોનું 
પુજન કરી કટીબધ્ઘ બની ને 
સાચા અર્થમાં મારા જીવનમાં
ગણેશ ઉત્સવની ઉજવણી કરું...jn

THANKS GODJI.....


જ્યારે મેં પ્રભુ પાસે શક્તિ માંગી
તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી

જ્યારે મેં પ્રભુ પાસે ચતુરાઈ અને બુધ્ધિ માંગી
તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા ઉકેલવા આપ્યા

જ્યારે મેં પ્રભુ પાસે ખુશીઓ માંગી
તેણે મને અન્ય દુખી લોકો બતાવ્યા

પ્રભુ પાસે જ્યારે મેં અઢળક સંપત્તિ માંગી
તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા

પ્રભુ પાસે જ્યારે મેં આશિર્વાદ માંગ્યા
તેણે મને મહેનત કરી તકો મેળવતા શીખવ્યું

પ્રભુ પાસે મેં મનની શાંતિ માંગી
તેણે મને મુસીબતમાં આવેલાની મદદ કરતા શીખવ્યું.

પ્રભુ એ મને જે જોઈતું હતું એ કાંઈ ન આપ્યું
તેણે મને એ બધૂય આપ્યું જેની મને જરૂર હતી.

- સ્વામી વિવેકાનંદ.....jn

Thursday, August 28, 2014

જીવનનો જોશ...


તારી વાણીમાં જીવનનો જોશ છે..
તારી બાહોમાં ખોયો મેં હોશ છે...

તારા અધરોમાં અમૃતનું ઝરણું ને..
તારી આંખોનો નશો મદહોશ છે...

પડ્યો બોલ જીલતો જાઉં તારો..
મારા હ્રદયમાં તેં કરેલો નિર્ઘોષ છે...

સ્વ'થી વધુતો તને જાણું જ છું..
ક્યારેક ના સમજ્યાનો અફસોસ છે...

કરી જાય છે ઘાયલ તારી આ ચાલ..
તોય જગતમાં સૌ કહે.. તું નિર્દોષ છે...jn

પ્રેમ ક્યાં મળે છે...!!


કરતી હતી તુ વાતો સાથ આપીશ
પણ સમય જતા આજ એ ક્યાં મળે છે..!!

ચાલવાની વાતો કરી હતી પગલે પગલે
પણ આજ સાથે બેસનારા ક્યાં મળે છે..!!

હ્રદયમા દર્દ તો ઘણુ એ છુપાયું  છે  
પણ એ દર્દ ને સમજનારા ક્યાં મળે છે..!!!

સાથે મરવાની વાતો તો ઘણા કરે છે 
પણ સાથે જીવવા વાળા ક્યાં મળે છે..!!

ચેટીંગ માતો મોટી મોટી વાતો કરે છે
પણ એ હકીકત મા ક્યાં મળે છે..!!

કહું છું આ "જગત"ને પ્રેમ કરનારા તો 
ઘણા મળશે..!! પણ પ્રેમ ક્યાં મળે છે..!.jn

Tuesday, August 26, 2014

ચાલે તો પહેલાં એ કરી લઉં...

તું કહે તો તને સજાવવા 
આકાશના તારલા તોડી લાઉં...
પણ જો મારા અધરની છાપ
ચાલે તો પહેલાં એ કરી લઉં...

તું કહે તો તને સજાવવા
સાગરનાં મોતીઓ વીણી લાઉં...
પણ જો મારી બાહોનો હાર
ચાલે તો પહેલાં એ કરી લઉં...

તું કહે તો તને સજાવવા
સુર્યના કિરણને બોલાવી લાઉં...
પણ જો મારી આંખોનો ઉજાસ
ચાલે તો પહેલાં એ કરી લઉં...

તું કહે તો તને સજાવવા
ચંદ્રની ચાંદની ઉતારી લાઉં...
પણ જો મારા દિલની શીતળતા 
ચાલે તો પહેલાં એ કરી લઉં...

તું કહે તો તને સજાવવા
પવનની હોરકને ઉપાડી લાઉં
પણ જો મારા શ્વાસોની ગતિ 
ચાલે તો પહેલાં એ કરી લઉં...

તું કહે તો તને સજાવવા
સૃષ્ટિના સર્જકને તેડાવી લઉં...
પણ જો આ "જગત"માં મારાથી 
ચાલે તો પહેલાં એ કરી લઉં...jn

Monday, August 25, 2014

તમારેજ નામ....



જીવન અને મૃત્યુ ને મંગલ કરતો જાઉં છું...
સમણા સાથે રોજ એક આશ બાંધતો જાઉં છું...

તમે જરાય ના ભરમાતા આ જગતમાં..!!
એક એક શ્વાસ તમારેજ નામ કરતો જાઉં છું...jn

તારો અંશ....


રવિ નથી પણ કોઇના જીવનનું કિરણ થઇ શકું છું..
ખાબોચીયું મટીને પણ તોફાની દરિયો થઇ શકું છું...

મેં ક્યારેય કહ્યું આ "જગત"ને કે હું ઇશ્વર છું..??
તુજ કહે છે અવતાર લઇ તારો અંશ થઇ શકું છું....jn

Saturday, August 23, 2014

પરાકાષ્ઠા....


ગાલગા ગાલગા ગાલગા ગાલગા ગાલગા

દિલ તણા ડાંભને કોણ આંસુ વડે ઠારશે..
ને વહેતાં જતાં આંસુને કો' પછી ઝાલશે...

લે વિના ઓળખાણે થયા સામસામે પછી..
મૌન ભાષાથી સંદેશ દઈને ગરજ સારશે...

જો સમય પારખીને જ ચુપચાપ રહ્યા હતાં.. 
માનતા નૈ કદીએ કે સંબંધ પૂરા થશે...

રોકશે કોણ અમને શરમ આપને પણ હશે..
જો તમોને સતાવે જ ડર તો પછી ચાલશે...

ભૂલવું આપને તો કદીએ નઈ પરવડે..
લ્યો ધરીએ હવે મૌન બન્નેઉને ફાવશે...

દિલનો ઉભરો સતાવે પળેપળ છતાં થાય શું..
ને પ્રણય છલકતો ઘટ ગમે ત્યાં  હવે ફાટશે...

માન કે શરૂઆત છે આપણા પ્રેમની આજથી.
"જગત" તો આજની ક્ષણનેજ  ટોચની માનશે...jn

Friday, August 22, 2014

તારા વગર....


કહેતાતો કહી દીધું જીવી લેજો મારા વગર..
પણ એમ કહેતા જાઓ જીવાશે કેમ તારા વગર..??

દર પરોઢીએ તને જોવાની આદત છે મને.
તો કેમ થશે એ પરોઢીયું મારું તારા વગર..??

નથી સાચવી સકતો પોતાની જાતને એક ક્ષણ..
તો કેહતી જા આયખું કેમ સચવાશે તારા વગર..??

જાણું છું નથી અટકતી કોઇની જીંદગી કોઇ વગર..
તુંજ કે ચાલશે તારી જીંદગી મારા વગર..??

આપ ખાતરી તું ખુશ રહીશ મારા વગર "જગત"માં..
તો હું જ આપીશ પરવાનગી જીવવાની મારા વગર....jn

Wednesday, August 20, 2014

ઘડિ આવી ગઇ...


મારા આવવાની ઘડિ આવી ગઇ...
તારા દીલની ઘડકન થંભી ગઇ....jn

હું હું ને હું જ હોઉં છું...

તું મને એમ કહે છે કે,
હું ભૂલી ગઇ છું તને.. 
તારા અહેસાસ નથી 
રહ્યા મારા દિલમાં....
હું બસ એટલું જ 
જાણવા માગું છું... 
આ તારી કવિતાઓમાં તો 
હું હું ને હું જ હોઉં છું.....jn

ભવોભવ.....


સમણાના સંબંધને હકીકતમાં બાંધ્યો..
બંધ આંખમાં સજાવ્યો ને ખુલી આંખમાં આંજ્યો...

વાયદા કર્યા ને અગ્નિની સાક્ષીએ સજાવ્યો..
બાળી નાખી જાત મારી ને પડેલી રાખે માંજ્યો...

ખુશખુશાલ હતી આપણી આ દુનિયા..
સ્વીકારેલાય સંબંધનો ભાર તને લાગ્યો...

આદિત્યની ઓથમાં વિસામો કરતો..
આજ નિશાકરની શીતળતામાં દાજ્યો...

ભલે રહી ગઇ અધુરી આ જીવન સફર..
ભવોભવ અમે તારોજ સથવારો માગ્યો...

હું અને તું.. લોકવાયકા કહે સારસનું જોડુ..
પણ તોય જગતનો આ ભ્રમ આજ ભાંગ્યો...jn

Saturday, August 16, 2014

એક મજા હોય છે.....


ક્યારેક જીવન જંગ લડવાની એક મજા હોય છે..
ક્યારેક ત્રણ એક્કામાં હારવાની એક મજા હોય છે...

સુખ આવે રડી લેવું ને દુ:ખ આવે હસી લેવું..
ક્યારેક હારેલી જીંદગીને બિરદાવવાની એક મજા હોય છે...

કિનારે બેસી છબછબીયા કરનારા શું જાણે..?
ક્યારેક મજધારે જઈને ડૂબવાની એક મજા હોય છે...

થોડીક રાહ જોઈ તમારી ત્યાં તો આવી જ ગયા..
ક્યારેક વિરહમાં રહેવાની એક મજા હોય છે...

જોયા છે જીંદગી આખી દોડાદોડ કરનારા..
ક્યારેક  હારેલા દિલને જોડવાની એક મજા હોય છે...

જાણીતી જ હોય મંજીલ ને મનગમતી પણ..
ક્યારેક જાણીને ભટકવાની એક મજા હોય છે...

આમ તો મળવાનું રોજ થાય જ છે ને..
ક્યારેક દુરથી જ નિહાળવાની એક મજા હોય છે...

હાથ જોડી નમતા જગદીશને ઘણા જોયા છે..
ક્યારેક હું મજામાં છું કહેવાની એક મજા હોય છે...

"જગત"ને જીતનારા સીકંદરો આવશે ને જશે..
ક્યારેક ખુલ્લી હથેળીને જોવાની એક મજા હોય છે...jn


Friday, August 15, 2014

મહત્વકાંક્ષી.....


તું જાણે છે માણસ દુખી કેમ થાય છે..??
તો સાંભળ....
જગદીશે એને સંતોષી બનાવ્યો 
પણ બની ગયો એ મહત્વકાંક્ષી..
સુખ આવેતો એને મહેમાન 
બનાવી વિદાય કરે છે...
પેલી કહેવતની જેમ ચાર 
દીનકી ચાંદની ફીર અંધેરી રાત..
અને જરાક જો દુખ આવે તો 
એને ઘરમાં રાખે છે અને એ 
ઘર કરી ઘરનું જ કરી જાય છે..
હવે સમજી આ જગતમાં કોને 
મેહમાન બનાવવા ને કોને ઘરના.!!..jn

HAPPY INDEPENDENCE DAY....


આઝાદીના ૬૭ વર્ષ પછી 
પણ આપણે શું ખરેખર 
આઝાદ થયા છીએ..??

આજે પણ આપણે 
પશ્ચિમી સંસ્કૃતિના, 
વિષયોના, વિકારોના, 
વ્યસનોના.... 
આવા અનેક દુષણોના 
ગુલામ છીએ...
તો આવો મિત્રો આજના આ 
મંગલ ઐતિહાસિક દિવસે સાચા 
અર્થમાં આ જગતમાં આઝાદ 
થવાનો સંકલ્પ કરીએ.....Jn


દિકરી વહાલનો દરિયો...


અહલ્યા, દ્રોપદી, સીતા, તારા 
અને મંદોદરી આજેય આ પાંચ 
સતીની પુજા કરીએ છીએ...
મેરી ઝાંસી નહીં દુંગી.... કહી
ફિરંગીઓને લલકારનારી 
લક્ષ્મીબાઇને વાગોળીએ છીએ...
આજે પણ આવી અનેક દિકરીઓ છે...
મારી દિકરીને પણ આજે
ભારતમાતાના રોલમાં જોઈ 
એ વિરાંગનાઓની એક ઝાંખી 
તાજી થઈ ને હ્રદયે ખુમારી છલકી..
જગતની તમામ વિરાંગનાને 
મારા નત મસ્તક વંદન....jn

Thursday, August 14, 2014

તારી વાતો....


હું જ્યારે તારી પાસે ના હોઉં ત્યારે.. 
રોજ તું મને કહે છે કે મારે 
તને ઘણું બઘું કેહવું છે...
અને જ્યારે પાસે હોઉં ત્યારે 
પૂછું કે બોલ શું કેહવું છે...!!
ત્યારે તું બસ એટલું જ કહું..
કાંઈ નહીં...
અને મારામાં એકાકાર બની ક્યાંય 
સુધી સુનમૂન બની વાતો કરતી રહું ...jn

Monday, August 11, 2014

HAPPY રક્ષાબંધન...

રક્ષાબંધન એટલે....

નીરપેક્ષ પ્રેમનું બંધન...
ભાઈની બુદ્ધિનું પુજન...
બહેન પાસેથી ભાઈને 
મળતી ભેટ એટલે રક્ષાકવચ..
આજના આ અતુટ બંધનના
દિવસે સમગ્ર જગતને 
ખૂબ ખૂબ શુભ કામનાઓ.....jn

Saturday, August 9, 2014

તારુ સરનામું......


જો આમ શ્વાસ બની ઉડીને ના જા... 
હું હમેશા ચાહિશ તું હ્રદયમાં રહી જા..

હિમશીલા બની મારામાં થીજી જા..
ચાલ હું કહું એમ મારામાં ઓગળી જા...

તારુ દુર હોઉં કે પાસ મને ક્યાં ઝંખના..!
મારી રગોમાં આમ જામી નહી જા...

સજાવ્યો છે આ રેતનો મહેલ મારા હાથે..
ના આવવું હોય તો હેલી કરી નિકળી જા...

નામોનીશાન મિટાવી ને જઈશ ક્યાં..!
રાત છે હજુ બાકી, ચાલ હમણા સુઈ જા...

જગત ખુબ વિશાળ ભલેને હોય..
તારુ સરનામું આજ છે અહીં જ રહી જા...jn

Friday, August 8, 2014

હવે તુ કે એમ જ બસ.......


ચાલવુ છે મારે સંગમા તારી બસ તુ હાથ જાલી લે...

લખીને લાવ્યો છુ નામ તારુ આ હથેળીમા...

જાણુ છુ તારી આ જુની આદતોથી હુ વાકેફ છુ...

નથી રેહવાતુ હવે આમ કેટલા દી' કાઢુ...

પાછળ વળીને તો જો હું થાક્યો છુ કંઇક અંશે...

છીપાવી દે હવે આ અધીરાઇને તારામા...

હવે સ્થિર થઇ તારામા ભેળાવી જા આ "જગત"...

વેરાન છે ને હેરાન પણ છે બસ હવે બસ કર...

તુ સમજીલે શાણમા પંક્તિના પ્રથમ અક્ષરને..jn

જિંદગીનો જૂગાર....


ગાલગા ગાલગા ગાલગા ગાલગા ગાલગા

એક ખાબોચિયું રેતનો સાગર બની ગયું...

નીર સુંકા થયા, સાગર ભણી વહેતું ગયું...

કુદતો એ સમુદ્ર મટી વ્હેણ થઇ રઇ ગયું...

જોઇલે આ કિનારો છૂટ્યો ત્યાં ઉન્ડાણે ગયું...

જ્યાં ભળી સાગરે, ત્યાંજ જો શીલ તારું ગયું...

શ્વાસ વીના ધબકવું હવે આકરું થઇ ગયું...

જિંદગીનો જૂગાર, રમવાનુંજ ત્યાં રઇ ગયું...

કારણ વગર કર્યો પ્રેમ, કારણ બની ગયું...

આગવું આજ જાણે "જગત" પારકું થઇ ગયું....jn

Wednesday, August 6, 2014

જય ભોલે....

Add caption
શીવ શંકરને સજાવે સૌ,
શ્રાવણ સંગીત સુરમાં સજે...

શક્તિ સાથે સુગંધ સમાય,
સુંદર સ્વચ્છ સંસાર શોભે......

વર્ણાનુપ્રાસ અલંકાર...એક પ્રયાસ....

માણીગારનુ આલિંગન...



આજ એ મને કાંઈક અલગ લાગી,
મનમાં અનેક સવાલો.. 
એની આંખોમાં લાગણીઓ..
ચહેરા પર ના સમજાય એવા ભાવ..
મેં પૂછ્યું કેમ આજ આમ..!!
કશુંજ ના બોલી..!!
શૂન્ય મનષ્ક બની નિહાળી રહી..
એકાએક મારા હ્રદયે વિટળાઈ વળી..
મારા ખભા પર ભીનાશ જણાઈ,
એની આંખમાં એક ચમક સાથે 
મારો જવાબ મળી ગયો..
જગતમાં ક્યારેક મનના
માણીગારના આલિંગનમાં
ભીનાશની પણ મજા હોય છે....jn

Monday, August 4, 2014

આમ મુકીને ક્યાં ચાલી ગઇ....


માંડ માંડ સાથ મળ્યો 
ને તું આગળ નીકળી ગઇ...

હજુ તો જીવનમા વસંત 
દેખાણી ને પાનખર ભળી ગઇ...

તારા સમણાઓ માનસ પટ
પર આવ્યાને ઉંઘ ઉડી ગઇ...

ચાલી નીક્ળી તું અચાનક 
ને અમારી શ્વાસોજ થમી ગઇ...

ભળાવી હતી પાણીની જેમ 
તોય વરાળ બની ઉડી ગઇ...

મન મુકીને વરસાવ્યો પ્રેમ 
તોય ક્યાંક ઓછપ રહી ગઇ....

ગણતરી કરી અમે પ્રેમની 
ને તેમા જ ભુલ આવી ગઇ...

ખુબ સજાવી "જગતે" ફુલોની વેણી 
કોણ જાણે આજ કેમ મુરજાઈ ગઇ.....jn

Saturday, August 2, 2014

હું અને મારી એકલતા...

સવારથી રાત ને રાતથી પરોઢ
બસ એકલોજ ઝઝુમુ છું...

સુર્યના કિરણો થી દાજુ છુ, ને
ચંદ્રની શીતળતામા વીંટળાવું છું...

ટીમ ટીમ વરસે છે આંખો ને
રાતભર નિંદ્રાને શોધું  છું...

હવે તો સમણા પણ કેવા..!!
ખુલી રહે આંખોને આભાસે જોઉં છું...

હવે નથી સેહવાતી આ એકલતા..!
હું તો મારા "સ્વ" થી પણ છુપાવું છું...

ખબરના પડે મારા કાન ને
એમ મૌન રહીને ડુસકા ભરું છું...

આવી છે આજ પાનખર વનમા
જીવન પાનખરની રાહ જોવું છું...

"જગત" ને હમેશાં મુકીને ચાલ્યું જાય..!
બસ એક એવા સ્ટેસને ઉતરવું છું.....jn

જાણેઆજ હું 'હું' મટી શું..?? બની ગયો...

એક ખાબોચીયુ મટી તળાવ બની ગયો...
પાણી વગરની સરિતાનો સાહિલ બની ગયો...

ઉછળતો એ સાગર મટી વહેણ બની ગયો...
જાણે' મઝધારને' ડુબાડી કિનારો બની ગયો...

નદી બની તોફાને ચડી સાગરમય બની ગયો...
ભળી સાગરમા આજ હુ 'શીલહીન' બની ગયો...

હૈયા વગરના માનવીની હાર બની ગયો...
સ્નેહ વગર ના પ્રેમીયોનો સ્નેહ બની ગયો...

જીંદગિના આ જુગાર મા મારો દાવ'જ રહી ગયો..
 નિષ્કામ કરેલો પ્રેમ આજ કારણ બની ગયો...

જાણે અજાણે ભટકેલા'નો' ભેરુ બની ગયો...
આજ જાણે' હું "જગત" વિહોણો બની ગયો.....jn