Tuesday, November 25, 2014

Happy New Year. ....


સાગરની ગહેરાઇ ને મોજાનું સાતત્ય..
સરિતાની પાવિત્રતા ને કિનારાનું બંધન...

સુરજની તેજસ્વીતા ને કિરણોની અવિરતતા..
તારલાઓનું ટમ ટમ ને ચંદ્રની શીતળતા...

વૃક્ષોની પરોપકારીતા ને હમેશની નમ્રતા..
હિમાલય જેવો હોંસલો ને એની અડગતા...

આકાશની ઉંચાઇ ને ધરાનું  ઉંડાણ..
અગ્નિની અસ્મિતા ને ઋષિઓની તપસ્વીતા...

આજના નૂતનવર્ષે "જગત"ના સર્વ ગુણો..
આપના જીવનમાં નિર્માણ થાય એવી જગદીશને અભ્યર્થના...jn

જગતનીચાવી...


જગતની લાગણીઓ હવે 
બંધ દરવાજામાં પુરાઇ ગઇ છે...

જગતથી અળગા રહેવાની
અમને હવે ચાવી મળી ગઇ છે...jn

મળી ગયા...


નિકળ્યા હતા તેમની યાદોના 
સહારે એક નવા સાથીની શોધમાં...

મળી ગયા સજીધજીને ફૂલોનો 
હાર લઇ અમને શોધતા રસ્તામાં...jn

મળવાની મજા...


ચોરી ચૂપકે આમ 
મળવાની મજા કેવી હોય છે..
તારામાંજ મારી આ 
ધબકાર ધબકતી હોય છે...

દેખાવ નથી કરતો પણ 
આ રીત છે મારા પ્રેમની..
ભલે ચૂપ રહું પણ જગતને 
આ ખટકતી હોય છે...jn

જગતના લોકો....



બહુ જબરા છે 
આ જગતમાં 
જગતના લોકો 
જગદીશને પણ
બનાવી જાય છે
ધુપસળી તો લે છે
જગદીશ માટે
પણ એની સુવાસ
પોતાને જ ગમતી 
પસંદ કરે છે......jn

ધબકાર .....



દિલ ધક ધક કરે છે તેનો 
મતલબ આપણે જીવીએ છીએ...

દિલ જો ક્યાંક મળે છે તેનો
મતલબ પળ પળ મરીએ છીએ...jn

પ્રેમ....

પ્રેમ એટલે 
તારી ને મારી 
સંવેદનાઓ 
પરાકાષ્ઠાએ 
પહોંચે અને 
તું "તું" ના રહે 
ને 
હું "હું" ના રહું..... 
એકાકાર બની 
જઈએ 
તે એટલે પ્રેમ....jn

કેમ લાગ્યા...

પાનખર હતી ને પાન ખરતા હતા..
કોણ જાણે ઘા ના ઉજરડા કેમ લાગ્યા...!!

પૂનમના ઉજાસે મધદરીએ ભરતી હતી..
તોય કિનારે નીર વળતા કેમ લાગ્યા...!!

વર્ષાની હેલીમાં સરિતાના પુર ઉમટ્યાતા..
છતાં સાગરે મિલન અધુરા કેમ લાગ્યા...!!

અરુણની સવારી મરીચેય માણતો રહ્યો..
ક્યાંકથી ગ્રહણના ઘેરાવા કેમ લાગ્યા...!!

મહેરામણ ઉમટ્યો તો ને કોલાહલ હતો..
ભર મેદનીએ જગતમાં એકલા કેમ લાગ્યા...jn

Sunday, November 23, 2014

એક તરતી લાશ....

છોડ્યો જ્યાં હાથ ત્યાં એક સ્મિત રેલાઇ આવ્યું..
બાંધી જ્યાં પ્રિત ત્યાં એક આંસુ છુપાઇ આવ્યું...

બાહોની મળી હુંફ ત્યાં ખુલી ગયું મન..
બસ આજ વિશ્વ અમારું અમને ઝંખાઇ આવ્યું...

લાગી હશે ઉણપ આપને જીવન બાગમાં..
એટલેજ મન તમારું આમ ખેંચાઈ આવ્યું...

આજેય ગળાડૂબ છો એ હકીકતમાં..
આમ અમસ્તા જ મુખ મલકાઇ આવ્યું...

માણ્યા છે અનન્ય લાગણીયોના પૂર..
આંખોમાં આમજ એક બુંદ ઉભરાઇ આવ્યું...

અતુટ કર્યો છે પ્રેમ, બંધન જ આમ દૂરનુ..
તોય જોને મિલન ફરી આમ લખાઇ આવ્યું...

અધૂરાં રહ્યા જગતમાં સૌ અરમાન આપના..
પાદરે કુવા-નીર આમ છલકાઇ આવ્યું......jn