Saturday, October 31, 2015

ખુમારી...ગઝલ...

અાપે સહારો ડૂબતાને શક્તિ અેવી તરણાંમાં,
બુંદો ભળાવી સાગરે ભક્તિ એવી ઝરણામાં...

સૂવું ભલે બહાનું છે, તમને આમ મળવાનું હવે..
બાકી તો ક્યારે થઇ છે મુલાકાત એવી સમણામાં...

આઝાદ થઇ માણસ બન્યો ગુલામ ભોગોનો ફરી..
ક્યાંથી ધરે તાકાત ગાંધીની.! છે એવી ધરણામાં..?

ફેલાઇ ગ્યો પ્રકાશ ચોગમ પ્રેમ કેરા બાગમાં..
સુવાસ થઇને કસ્તૂરી મ્હેકે છે એવી હરણામાં...

હું પૂર્ણ છું, હું પૂર્ણનો આવું જગત ઝંખાય છે..
જગતાત આપે એ ખુમારી, હોય એવી ભરણામાં...jn

પ્રણય...

કોણે કહ્યું કે આજ પ્રણયમાં મજા નથી!
જોતો ખરા અહીં હમણાં આવ જા નથી...

મેં ક્યાં કહ્યું કે આમ સમય દો તમે હવે..
તમને તો રોજ રોજ જવાની રજા નથી...

દુરથીજ આમ મળ, લે હવે ક્યાં દુરી રહી..
કોણે કહ્યું કે આજ પ્રણયમાં મજા નથી!...jn

Thursday, October 22, 2015

મહેકશે આ ઉપવન...ગઝલ...

હતી નટખટ અને નાદાન એવી બંદગી મારી..
ફૂલો માં સાચવીતી ભૂલ થી મેં જિંદગી મારી...

ભમર થઇ ગુંજતા ને એક એક કળી અમે ચુંમતા..
કહે સૌ  પ્રિત મારી આ જ છે દીવાનગી મારી...

વિશાળ ગગન અપાર ધરા ને ત્રીજું આ હ્રદય મારું..
લે દિલ ફાડી ને વરસાવ છે પરવાનગી મારી...

સબંધો ખોટ જેવા પણ અમે ભરચક બનાવ્યા છે..
નિભાવી આમ ચાલ્યાં એકલાં એ સાદગી મારી...

જગત આખું જશે ખીલી ને ફેલાશે ખુશ્બુ ચોગમ..
મહેકશે આજ ઉપવન જોઇલે એ તાજગી મારી....jn

જે. એન. પટેલ ( જગત )
લગાગાગા *4

i love u so much....ગઝલ...


આવે છે વાત હવે અધર પર આજ તો કહીને રહીશ.
ઇકરારના ખુલ્લા ઇશારા આમ તો કરતો થઇશ...

લખ મારું નામ હવે હથેળીમાં પછી તું જોઇલે..
વસમી વિરહની વેદનાને હું જ મારામાં લઇશ...

યુગ યુગ ગવાશે આમ ચાહતની કહાનીઓ હવે..
સોળે સજ્જમાં આવ હું ઘોડે ચડી લઇને જઇશ...

મનમાં જે છે તેં આમ ક્યાં સુંધી જગતમાં લઇ ફરું..
ચલને અક્ષર જો તો પ્રથમ આ પંક્તિના એ કહી દઇશ...jn

પ્રેમ એટલે...


કોસો દૂર હોવા છતાં
બંધ આખોની અનુભુતીમાં
અધરોના મૌનને,
તારી એક એક હરકત
ને ચહેરાના ભાવ સાથે
તારા હ્રદયમાં ચાલતા
સ્પંદનોને મારામાં માણવા..jn

પાગલ દીવાની...

એક  સભા અંધારાએ યોજી  છે  પાગલ  દીવાની..
એક છે રાધા ને બીજી છે મીરાં પાગલ દીવાની..

જાણુ છું જ નથી આવાની પણ વિશ્વાસ છે મારો આ..
દોડીને આવીશ હવે એટલી છું પાગલ દીવાની...jn

પાંડુરંગી....

પવન સાથે પગલા માંડી મનમાં હું મલકાતો..
ગીત ગીતાના ગાતો ગાતો જીવન ડગલા ભરતો...

પ્રભુના ખોળે બેસીને જીવન વૈભવ માણતો..
ગલીએ ગલીએ જઇને આજે પ્રભુનુ કામ હું કરતો...

ક્ષીણ બની પટકાતી જાતી ભોગવાદમાં દુનિયા..
નિરપેક્ષ બની હરએક હ્રદયને તારે કાજે મળતો...

બની શકું હું કરી શકું હું ઋષીઓનું સંતાન..
વેદોની એ વાતો આજે હું જીવનમાં ભરતો...

દાદાને સોંપ્યુ છે અમે તો જીવનનું સોપાન..
રંગો છાંટી જગતમાં હું પાંડુરંગી બનતો....jn

Thursday, October 8, 2015

પ્રેમ એટલે...

તારી સંવેદનાઓમાં
મારા અહેસાસોને ભેળવી
આંખોના રસ્તેથી
મનના મહેલમાં રહીને
તારા હ્રદયની
રાજધાનીમાં મારુ રાજ...jn

પ્રેમનું માપ....


આમ શું વળી
રોજ રોજ પૂછ્યા કરવાનું
મને કેટલો પ્રેમ કરે છે..!!
એકવાર કહ્યું છે ને
મને બસ ચાહવાની
આદત છે માપવાની નહી..!
તેમ છતાંય માપવોજ હોય
મારો પ્રેમ તારા જગતમાં
તો ચાલ આંખ બંધ કર
તારા રોમે રોમ કહેશે....jn

ઘાયલ છીએ....


કેટલાય તોફાનો
આવ્યા ને ચાલ્યા ગયા
પણ અમે હજુ
તમે આવશો એ જીદ
પર અડગ છીએ..
એ વાત જુદી છે
તમારો એકજ સ્પર્શ
અમને આજેય ઘાયલ
કરી જાય છે.....jn

પૂર્ણ શ્રદ્ધા.....


પ્રેમ અને લાગણીઓને
સમજવા મન અને બુદ્ધિની
જરુર નથી રહેતી,,
કારણ મન ચંચલ છે
અને બુદ્ધિ અધુરી છે...
એટલેજ હ્રદયથી બાંધેલા
સંબંધમાં પૂર્ણ શ્રદ્ધા ને
વિશ્વાસ હોય છે માટે જ
 છેલ્લા શ્વાસ સુંધી આ
"જગત"માં ટકેલો રહે છે....jn

મનની મૂરત...


મન મંદિરે મૂરત તારી લઇ ફરુ છું..
તારા પ્રેમનું પુજન આજેય કરુ છું...

જાણે ભવોભવની હોય કોઇ ઓળખ..!
મનને  હરપળ તારામાંજ ધરુ છું...

સાચવજે આ શ્રધ્ધાની માળા તુટેના..
માળા કરતાંય વધારે જાપ કરુ છું...

લાંબુ જીવું એનાથી ચાર પળ બસ છે..
રોજ દુઆમાં તારીજ ચાહના ભરુ છું...

દુનિયાદારી ભલે છૂટી જાય મારાથી...
આ આભાસેજ હવે જગતમાં ફરુ છું...jn

બગાવત...ગઝલ...


હ્રદયની અમોએ મરામત કરી છે..
તમે જ્યારથી ત્યાં અનામત કરી છે...

સબંધને સજાવી તમે આમ દિલમાં..
તમોએ જ અમ મન વિરાસત કરી છે...

હતું ક્યાં કશું આ લકીરે અમારી..!
તમોએ જ મારી ઇબાદત કરી છે...

તમોને મળી પ્રેમને રાહ ચાલી..
હ્રદયના ઝરૂખે બરામત કરી છે...

જીવન માણવાંનું મળ્યું છે બહાનું..
તમે સ્નેહની જ્યાં શરારત કરી છે...

વદન તો જુઓને અલગ છે બધાંના..
ને ઇશ્વર તે કેવી કરામત કરી છે...

લડીશું જીવનજંગ, જીતીને ય હારવા..
"જગત"માં અમેતો બગાવત કરી છે...jn

રામ નામ...ગઝલ...


લાવ ભરને એક પ્યાલો, આંખથી એ જામ ચડશે..
લાગણીઓનો નશો તારે જ કારણ આમ ચડશે...

જાણતાં હોવા છતાં હું તો ગુનો કરતો રહું છું..
હોય કર્મોની દિશામાં નર્ક, સ્વર્ગે નામ ચડશે...

હમસફર સાથે હવે ક્યાં ચાલવાના આ ભવેતો..
પોત પોતાના હિસાબો માંગશે, જે દામ ચડશે...

માફ કરશું બસ અમે, પણ આમ કુદરત ક્યાં મુકે છે..!
જે હશે  ચિત્રગુપ્ત કહેશે એ પ્રમાણે કામ ચડશે...

આ દિલાશા કામમાં ક્યાં આવશે એના "જગત"માં.!
લઇ જશે એ ડાઘુ જ્યારે નામ મુખમાં રામ ચડશે...jn