Sunday, March 29, 2015

આલીંગન.....


આવ આજ 
અહેસાસોને ઓગાળી 
આભલે અડાડી 
આકાશની આકારણી આંકી 
એના અહંમને 
આપણા 
આ આલીંગનમાં આંતરી 
આંખમાં આંજી આપું....jn

આ મિલન....


બસ તારા 
એક આલીંગનમાં 
હજારો ફૂલો 
આમજ 
વરસી જાય છે 
જગતમાં 
આપણા 
આ મિલનને 
વધાવવા...jn

જાણું છું....


આજેય એ પળ યાદ આવે છે ને 
હ્રદય એક ધબકાર ચૂકી જાય છે...
તે કહ્યું બસ હવે બધું પુરુ....
આજ પછી હવે આપણે 
ક્યારેય નહી મળીએ...!!
હું કાંઈક પૂછું એ પહેલાજ તું 
ધૃસકે ને ધૃસકે રડવા લાગી,
બસ મારા હજારો કુતુહલના
જવાબ મને મળી ગયા.... 
આજેય એ હીબકા મારી 
એકલતામાં સાથ આપે છે...
જાણું છું તારુએ "જગત"
ત્યાંજ થંભી ગયું છે....jn

માગી તો જોજે.....!!


દુર જઈશું તો પણ દીલમા 
એક વાત મુકતા જઇશું..
જીવનભર ના ભુલાય એવી 
એક યાદ મુકતા જઇશું...

ના મળાય તોય કરશો યાદ 
એવી મુલાકાત મુકતા જઇશું..
આથમતા એ સુરજ સાથે 
પ્રેમની એક સવાર મુકતા જઇશું...

ઉગતા એ દીવાકર ની જેમ 
દિલ મા એક દર્દ મુકતા જઇશું..
આંખોમાં ઉપસેલા એક સવાલના 
અનેક જવાબ મુકતા જઇશું...

ક્યારેય ના કરમાય એવું હોઠો 
પર એક સ્મિત મુકતા જઇશું....
માગી તો જોજે "જગત"માં,,
કાળજું  કાઢી હથેળીમાં મુકતા જઇશું...jn

Happy Ramnavmi....

આજનો મંગલદીન એટલે 
ભગવાન રામનું કેવળ પુજન નહી..! 
પરંતુ એમના ગુણોનું પુજન કરી 
એ ગુણોને આપણા જીવનમા 
લાવવા કટીબધ્ઘ બનવું....

રામનવમીની શુભકામના...

શુભ સવાર...
સૌને જય શ્રીકૃષ્ણ...
જય માતાદી...

જય ભોલે....jn

Friday, March 6, 2015

રંગ રસીયો ફાગણ આયો...


જો કેસુડા કેવા મજાના ખિલ્યા છે...
 ને પાછા ગાય છે રંગ રસીયો ફાગણ આયો...

વૃક્ષો માં નવા રંગ ભરી ફુલડા લાયો...
એક એક ડાળીને જાણે નવોઢા કરવા આયો...

રાસે રમતી ગોપ-ગોપીની યાદો લાયો...
ગોરી-ગોરી ગોરી ને લાલ કરતો ઉત્સવ આયો...

નવા નવા રંગ ઉડાડી આજ જાણે ફાગ ગાયો...
રસ ઋતુઓ નો જાણે રાજકુમાર આયો...

"જગત" નાચે છે આજ jn ને સંગ...
સૌ ગાય છે.. રંગ રસીયો ફાગણીયો આયો....jn

સુકાયેલા જીવ....


વસંતનો વાયરો વેહતો જણાય છે,,,
કેસુડાનો રંગ આજ ઉડતો જણાય છે...

કોણ જાણે કેમ આજ જીવન નો રંગ,,,
ધીરે ધીરે વસંત સાથે ભળતો જણાય છે...

પાનખર મટી આજ વસંત ભળતી જાય છે,,,
લોક વાયકાએ 'ફાગણ' આવતો જણાય છે...

પાનખર પણ કેવી લુચ્ચી છે,,,
જ્યાં ભીનાશ છે ત્યાંજ લીલી જણાય છે...

બાકી'' સુકાયેલા જીવ જગતમાં જ્યાં છે,,,
ત્યાં પાનખર કે વસંત ક્યાં જણાય..?...jn

જીવનની બાજી.....


માણસ ગમે એટલી અટકળો કરે,
ગમે એવા કાવાદાવા કરી કુત્રીમ
રેખાઓ હાથની બનાવતો જાય...
તેમ છતાંય અંતે તો 
કુદરતી રેખાઓનું "જગત" જ 
એની બાજી રમી જાય છે....jn

અવિરત છે ગતિ....

આજેય તારું વરસવુ તોય કોરુ રહેવું  મારું..
હ્રદયના ગડગડાટ સાથે છલકાઇ જવું મારું...

ભીંજાઇ રહી છે ફૂલો જેવી સ્મૃતિઓ આપણી..
સુગંધને લઇ તારામાં રહેવા આવવું મારું...

જીવન સફરની થકાન જણાય શ્વાસમાં..
મંજીલનું સરનામું તું, ત્યાં કેમ ચાલવું મારું...

તારી ઉદાસીન રાતોના કારણ મળી જશે..
એકલતાના ભાસે એમજ મલકાવું મારું...

વિખરાએલા બાગના કારણો મળશે ઘણા..
પાનખરે વસંત નામના શખ્શને શોધવું મારું...

યાદોના વહાણ ડૂબ્યા હશે રણના ઝાંઝવે..
દરિયાના ઉંડાણે જીવતી નૈયા બની તરવું મારું...

અવિરત છે ગતિ જગતમાં અમારા સ્નેહની..
એક ભાનુનું ઉગવું ને બીજું જાગવું મારું....jn

હું ને વસંત.....


એક બાજુ રોડ પર બેફામ દોડતા 
વાહનો અને પીઇઇઇ...પ 
પીઇઇઇ...પ કરતો અવાજ...
 હું વસંતને વધાવવા મારી 
લાગણીઓના રંગ છાંટવા બેઠો...

બીજી બાજુ મશીનો અને 
એનો ખરરર.. ખરરર.. 
કરતો તાલબધ્ધ અવાજ...
હું વસંતને આવકારવા મારા 
અહેસાસોના ઉમંગ ઉડાડવા બેઠો...

પાછળની બાજુ કુદરતો ખોળો,
મોરનો ટહુકારો ટેહુંઉઉ.. ટેહુંઉઉ..
વાનર સેનાની ચિચીયારી..
હું વસંતને પડકારવા મારી 
કલમમાં શાહી ભરવા બેઠો...

ઉપરની બાજુ લીંમડાનો છાંયો..
સરર..સરર.. કરી વાતો વાયરો,
ને કાનમાં ગૂંજતું મીઠું સંગીત...
હું વસંતને સંભળાવવા મારા 
રેકોર્ડરમાં એને કેદ કરવા બેઠો...

સામેની બાજુ દોડાદોડ કરતું,
ધમાલ ને ચહલ પહલ ભર્યું,
અમારુ અનેરુ આ જગત..
હું વસંતને બતાવવા મારાજ
શબ્દો ને એમા ગોઠવવા બેઠો...jn