Tuesday, April 28, 2015

અહેસાસ....

એકબીજા માટેના અહેસાસને 
જગાડવામાં થોડોક સમય લાગે છે..
એજ અહેસાસ અનન્ય પળોને 
જીવનમાં નિર્માણ કરે છે...
આ અહેસાસને મરી જતા 
એકજ પળ લાગે છે.....
જો ના સચવાય તો..!!
પણ એ અહેસાસ પાછો લાવવા
ક્યારેક આ "જગત"માં કેટલાય
જન્મારા ચાલ્યા જાય છે......jn

દાવ આખરી...

ઝરણાને જોઇ થાય પત્થરોની મજબૂરી તો નહી હોય ને...!!
વિના મોસમે વરસાદ ક્યાંક વાદળી રડી તો નહી હોય ને...!!

જનમ જનમનો સાથ અને આમ અચાનક આવેલો વિયોગ..
સાવ આવુંતો ના જ બને, કોઇ નાદાની મારી તો નહી હોય ને...!!

જીવનભર બોજ લઇ સહી શકું એવો હીમ્મતવાન હું ક્યાં..!
નાખેલી લાગણીઓ શીરે ક્યાંક ભારી તો નહી હોય ને...!!

આપને કહ્યા પછી મન નવું નક્કોર બની થનગની રહ્યું..
હડધૂત કરતા કરી ગયા, પછી આંખો ઉભરાઇ તો નહી હોય ને...!!

એમનું એમજ છે આ "જગત", આજેય પ્રેમ કરવા જેવું છે..
રમી ગયો જીંદગીનો જુગાર, દાવ આખરી તો નહી હોય ને...!!..jn

યાદ...

જ્યારે 
કાંઈક કહું 
તુ બસ એમજ 
કહું છું કે હવે 
બઘું ભૂલીજા..
પણ તુજ 
ભૂલવાનું કહી
દર વખતે 
યાદ કરાઉ છું...jn

કેવો ભેળસેળીયો છે..!! માણસ...,

એક વખત જગતની મુલાકાતે
જગતાત નિકળ્યો....
સાંજ પડે થાકીને નિરાંતની
પળોમાં વિચારોના વમળોમાં
ગરકાવ થઇ એક પ્રસંગને યાદ
કરી એકલો એકલો હસતો હતો...
આ દ્રશ્ય જોઇ લક્ષ્મીજીએ
સવાલ કર્યો... કોઇ કારણ...??
અરે આ કાળા માથાનો માનવી
તો જુઓ કેવો ભેળસેળીયો છે..!!
જ્યાં જુઓ ત્યાં મિલાવટ કરે છે..
જ્યાં જુઓ ત્યાં ફાયદો જોવે છે..
જગદીશ બોલે જતો હતો.....
અચાનક લક્ષ્મીજએ અટકાવ્યા
ને એક સવાલ કર્યો...
તમે માણસને આકાશ, વાયુ,
અગ્નિ, જળ અને પૃથ્વી આમ
આ પાંચ તત્વની મિલાવટ
કરીને બનાવ્યો છે ને...
બસ લક્ષ્મીજી આગળ કાંઇ
બોલે એ પહેલાંજ જગતાત એક
અટ્હાસ્ય સાથે લક્ષ્મીજીના
તાલે ભળી ગયો.....jn