Friday, July 31, 2015

સાબીતી.....


આજ ફરી એકવાર મારે
એને સાબીતી આપવી પડી
કે પ્રેમ આંધળો છે...

તું રોજ ફોન પર કહું છું,
કે ખૂલી આંખોએ તું મને
નથી દેખાતો.... સાચું ને...!!

હા એકદમ સાચું...

ચાલ હવે આંખ બંધ
કરીને જો હું દેખાઉ છું...!!??

બસ ફોન પર જ અધરોની
હેલી મચાવી દીધી....jn

Wednesday, July 22, 2015

હાઇકું....

તું એક ફૂલ..
ગુંજતો હું ભ્રવર..
સદા સંગાથ...jn

હક છે મારો..
તારા હ્રદય પર..
શુ લખાવીશ...??..jn

બોલ હવે તુ..
હાથમાં નાખી હાથ..
ક્યાં લૈ જઇશ...?? ..jn

કલશોર.....

કલ્પનાઓના
કલશોરમાં
કાનાના કાલા
કિલકિલાટમાં
કુસુમ કેરી
કળીઓ કુંજન કરે....jn

કાળના કોઠેથી.....


કાશ કોઇ 
કાળના કોઠેથી 
કાલાઘેલા 
કલરવની 
કલ્પનાઓના 
કિલ્લોલ કરતા 
કજીયાના 
કાવાદાવા કરે....jn

હું સાથે પ્રેમ થઇ જાય છે...


આંખ બંધ કરુને તારો દીદાર થઇ જાય છે...
અને એ રાતના સુવાનું જ રહી જાય છે...

કોઇની આંખો આટલી ઘહેરી હોઇ શકે..!!
જોઉં ત્યાં જ ગરકાવ કરી જાય છે....

સ્પર્શ જ્યાં થાય તારા કામણ અંગોનો..
રોમ રોમ વીજળીને જબકાવી જાય છે....

કોઇ મને પણ પ્રેમ કરી શકે આટલો...!!
બસ  ત્યાંજ મને હું સાથે પ્રેમ થઇ જાય છે...

બાહોને ફેલાવી અંતરને સજાવું ત્યાંજ,,
જગત આખું બાહોમા સમાઇ જાય છે...jn

HAPPY BIRTHDAY....

હે વિશ્વંભર....
માતાના ઉદરથી લઇને 
આજ સુધીની સફર 
તે જ તો સફળતા 
પૂર્વક કરાવી છે....

બાળક બની આવ્યો તારા ભરોસે, 
કેટલાના જીવનમાં હર્ષ ભરાઇ આવ્યો..
મારા કાલાઘેલા શબ્દોમાં 
કેટલાય સ્વજનો હરખાતા..
મારા એક એક પગલામાં કેટલાય 
પાપા પગલી કરતાં..
આ....હા....હાહાહા....
મારું એ બાળપણ..કેવું અનમોલ..!

ભણતરની સાથે ઘરના વડીલો 
થકી જીવનના પાઠ શિખતો..
ઉંચાઇ વધતી ગઇ તેમ તેમ ઉમરની 
સાથે સમજણ પણ વધતી રહી..
કયારેય ના વિસરાય એવી 
મિત્રો સાથેની અનન્ય યાદો..

યુવાનીની તો શું વાત કરું..!!
સોનેરી સુરજ જાણે ઉગ્યો હોય..
એના એક એક કિરણોમા કેવી 
આહલાદકતા પ્રગટતી..!!
કેમ કરી તને એ અનુભૂતિ કહું..!!

જીવનના ભવસાગરમાં તરવાની 
મજા કેમ કરી વિચારોના વમળમાં વહેવડાઉ..?? 
શબ્દો નથી મારી પાસે..
જેમ જેમ ઉંડાઇ ખેડતો ગયો તેમ તેમ 
એના ઉંડાણને માણતો ગયો..
સંસાર રૂપિ રથના પૈડા અવિરત
દોડતા રહ્યા..
એ રથના મુસાફરો વધ્યાને આનંદની 
લહેરો ભવસાગરમાં ભરતી વધારતી રહી...

જીવનના દરેક તબક્કા 
મારા અનમોલ છે..

હે કૃષ્ણ... હે યાદવ....
તારી જેમજ મારું બાળપણ વિત્યું..
મારી તરુણાવસ્થા ને યુવાની તે 
કરેલાં નિર્દોષ તોફાનોની સોનેરી
પ્રકાશની  કિરણોની જેમજ પસાર થઇ..
પ્રૌઢાવસ્થા તો વળી મારા 
અંશમા વધુ મૂલ્યવાન બની..

જીવનના બધાજ રંગો જાણે ભેગા કરી કોઇ છાંટતુ હોય..!!

બોલ હવે જગદીશ 
આજના મંગલદીને
તારા આ "જગત"ની 
અનમોલ પળો માટે હું શું કહું..?

બસ હ્રદયથી તારો આભાર માની કૃતજ્ઞતા પૂર્વક વંદન...jn

Wednesday, July 15, 2015

પ્રેમ એટલે...


તારું
મન ભરીને
મારા આલીંગનમાં
મન ખાલી કરી
ક્યાંય સુધી
તારા જગતને
મારામાં
એકાકાર
બનાવીને રહેવું..

Saturday, July 11, 2015

પ્રેમ એટલે...


હું ઓફિસેથી 
ઘરે આવું અને 
કોઇ ખુશ ખબર 
સંભળાવું ને અચાનક 
તું દોડીને 
મારા ગળે વિંટળાઇ 
મારુ મોઢું મીઠું કરાવી 
ક્યાંય સુધી 
એવા એક અનન્ય 
જગતમાં  
એકાકાર બનીને 
ઝૂલતી રહું....jn

પ્રેમ એટલે...


મારા હાથનો 
તકીયો બનાવી 
બાહોની રજાઇમાં 
વિંટળાઇને 
રાતભર 
એકબીજા
ના રહેતાં 
એકાકાર 
બનીને સુવું...jn

Thursday, July 9, 2015

મને ગમે છે...


નયનો ઘેરે એ કાળી રાત મને ગમે છે...
સપનામાં તું આવે એ રીત મને ગમે છે...

તું આવે કે ના આવે એ તારી મરજી,,,
હજુયે તારી વાટ જોવી મને ગમે છે...

 વિરહમા આંખોના મોતી સરી પડે છે,,,
તોય તને જ યાદ કરવાનું મને  ગમે છે...

વ્યાકુળ થઇ જાય છે મન મારું મળવા,,,
છતાય તારી છબી જોવી મને ગમે છે...

આજ જાણ્યું છે પ્રેમ મા દુખ જ દુંખ છે,,,
એ દુખ નો લ્હાવો લેવોયે મને ગમે છે...

આ કેવું ગાંડપણ છે....તારા  જગતમાં,,,
તને જણાવવાનું પણ મને ગમે છે...jn

તમારું જગત....


આજકાલ બહુ રાહ જોવરાવો છો..
વ્યસ્ત રહો છો કે પછી તડપાવો છો..!!

જાણું છું ફરી ફરીને અહીંજ આવશો..
નાહકના હવે ભાવ ખવરાવો છો...

મનને મનમાં મલકાયા કરો છો..
શુ કામ તમારા અંતરને!! તરસાવો છો..!!

બંધ આંખોમાં જોતા જ રહો છો..
ખૂલી આંખમાં હવે તો ભરમાવો છો...

ના બદલ્યું છે જગત.. ના બદલાશે..!!
આઇનાને શું કામ શરમાવો છો..!!..jn

કારનામા.....


કોણ કહે 
કોને 
કેટલા
કાવાદાવા કરી 
કેવા 
કારનામા કરે.....jn
😄😄

આદત.....


જાણું છું તને રીસાવાની આદત છે..
મને પણ તને મનાવવાની આદત છે..

બસ તું માની જ જજે ત્યાં સુધીમાં...!!
મને જ્યાં સુધી મનાવવાની આદત છે...jn

Friday, July 3, 2015

સારું થયુ...


ચાલો જે થયુ એ સારું થયુ..
સમજ્યો આ માયા સારું થયુ...

કામે આવી ગઇ આ પ્રિતી..
આ ભવમાં સમજ્યા સારું થયુ...

હું ક્યાં સમજાવત દુનિયાને,,
જખમો રુંજાયા સારું થયુ...

આજે તો  દિલનો ભાર વધ્યો..
આંખે નિર છૂટ્યા સારું થયુ...

આજ જગત સમજાયું મુજને..
પોતાના પરખ્યા સારું થયુ...jn

હવે ભટકી જશો...ગઝલ...


ક્યાં જશો આવા હવે, ક્યારેક તો અટકી જશો...
કાંઇ જો બોલ્યા જરી પણ તો હવે ભટકી જશો...

નામ છુંદાવ્યું અમારું જોઇ લો આ હાથમાં..
એ હ્રદયની લાગણીઓમાં હવે લટકી જશો...

મૃગજળ માહોલ હોવો જોઇએ દિલમાં હવે..
આમ સમણાના વિશ્વમાં જો હવે પટકી જશો...

એકલા રડતાં રહેશો જો અમારી યાદમાં..
તો નક્કી એકાદ બે પળમાં હવે બટકી જશો...

જેમ બાળક બાથમાં લે આમ લઇ લઉ આપને..
જો થશે આળસ, જગતમાં તો હવે છટકી જશો...jn

Wednesday, July 1, 2015

જગત છોડવાનું કારણ......ગઝલ...


માંડ સાગરનું મિલન થ્યું ત્યાં સુકું રણ નીકળ્યું..
કોઇ આશા ના હતી ત્યાં એક તારણ નીકળ્યું...

લો હવે ધોવાઇ ગ્યા રસ્તા નજરમાં આવતાં..
બે ઘડી મોડો પડ્યો ત્યાં તારું ધારણ નીકળ્યું...

જાળ માયાની હતી ને લીપટાતાં ગ્યા અમે..
આવરણ કાઢી ખુલ્લું મૂકતાં જ જારણ નીકળ્યું...

મુક્તિ મળશે પંચમા'ભૂતે જ ભળવાની હવે..
આંખનું મારેલ તારું આમ  મારણ નીકળ્યું...

રાત આખી જાગતા સૂતા ખુલ્લા રાખી નયન..
આ જગતને છોડવાનું એ જ કારણ નીકળ્યું...jn