Sunday, September 13, 2015

શું લખી આપું બોલ...??


નખશીખ તારામાં રહું છું એ
કે પછી એક એક અંગોનું
આલીંગન લખું ..!!
તારામાં ભરેલો પ્રેમ લખું કે
પછી મારા પ્રેમની પરાકાષ્ઠા..!
મનની મોકળાશ તું જાણે છે ને
અંતરનું ઉંડાણ તે માણ્યું છે..
નજરમા તરતી તસવીર લખું
કે બંધ આંખોમાં રમતું સમણું..!
લાગણીઓની ભાષા તને
સમજાય છે કે કેમ...!!
પણ મને આમ લાગણીઓ
છલકાવાની આદત છે...
જગતના કણે કણમાં જગદીશ
ને હું તારા રોમે રોમમાં...
બોલ હજુયે કાંઈ લખું કે..!!..jn

Saturday, September 12, 2015

કવિતા...


બુંદોને વીણી વીણી
બનાવી છે કવિતા..

જાણું છું તને ભીંજવી
જાય છે કવિતા...jn

ચાહીશ....


ઘાયલ કરી જશે  ત્યારેય તારી આ ચાલ..
નઇ હોય તારા માથામાં એકેય કાળા બાલ...

આજેય ચાહું છું ને કાલે પણ ચાહીશ..
ભલેને પછી પડી ગઇ હશે માથે ટાલ....jn

પેતરાં.....


એ આવ્યા પછી પણ
આજ રોકાઇ ગયા છે...
કે પછી તડપાવાના નવા
કોઇ પેતરાં શોધી લાવ્યા છે..!..jn

મારું પાગલપન....


અચાનક 
એ કહેવા લાગી 
સાવ પાગલ છે તુ..
હા છું જ ને હજુ વધુ 
પાગલ બનવું છે મારે...
જાણે છે કેમ..?? 
તો સાંભળ 
હું પાગલ બનીને તને 
જેટલી ચાહી શકું છું 
એટલી ડાહ્યો બની 
ના ચાહી શકું..
અને જો.... 
આગળ કાંઇ બોલું 
એ પહેલાજ 
એ પાગલ બની 
એના જગતમાં 
મારું પાગલપન 
ભરતી રહી...jn

નવો કીમિયો.....


મને હસતાં જોઇ
અનીમેશ નજરે બોલી
કેમ આજ મૂછમાં મલકે છે..??
મે કહ્યું બસ એજ ફરક છે
તમારા બન્નેમાં એને યાદ કરું
તોય હોઠ પર હાસ્ય રમે અને...
આગળ બોલું એ પહેલા તો
એનો મારો ચાલુ થઇ ગયો....
અરે ગાંડી હું તો મારી
કલ્પનાની વાત કરું છું...
હવે આગળ સાંભળાવું કાંઇ
એ પહેલા જ મને ચૂપ કરાવી
ક્યારેય ના માણેલું આલીંગન
મારામાં ભરતી રહી...
એ પગલીને શું કહું હું...!!
તને આમ સળગાવ્યા
પછીનું આલીંગન આ
જગતમાં ક્યાં જડે છે...!!
એ આલીંગન માણતો રહ્યો
ને ફરી કોઇ નવો કીમિયો
મનમા વિચારવા લાગ્યો......jn

પ્રેમ.....


પ્રેમ
કરવા માટે
માણસને
બદલાવાની
જરુર નથી...
જેમ છે એમજ
એને ચાહો..
પ્રેમ થયા પછી
આપોઆપજ એનું
"જગત" બદલાઇ જશે....jn

મહોબ્બત....


આ મુલાકાતને ચાહું તો અકસ્માત કહેજે..
બંધ આંખે છબી દેખાય તો હકીકત કહેજે...

આવે મારી યાદ ને અશ્રુની વિદાય જણાય..
તો  મારી આ કલ્પનાને મહોબ્બત કહેજે....jn

મારી શોધ ....


ભટકતો રહું છું
એની શોધમાં
અને દરીદ્રતા જો..!
મારી શોધ
પુરી થાય છે ને
હું ખોવાઇ જાઉં છું...jn

પ્રીતની પીડા....


પ્રીતની પીડાની
પણ કેવી મજા છે
અને હોવી જ જોઇએ..!
જાણે છે
એ નહી જ આવે,
ને છતાં મન
અધિર હોય છે...jn

પ્રેમના વાદ...ગઝલ...


આજ મારા આ હ્રદયથી તે હરાવ્યો છે મને..
બંધ આંખોના મિલનથી તે વધાવ્યો છે મને...

હોય છે વસમી વિરહની વેદના ને એ પળો..
પૂછ તારા આ હ્રદયને તે વટાવ્યો છે મને...

લોકને દેખાય છે જે આ કલંક મારું જીવન..
તેં જ તો સોળે કળાઓથી સજાવ્યો છે મને...

પ્રીતની પીડાય કેવી આહલાદક હોય છે..
આંસુ વિણ તેં પણ હવે તો જો રડાવ્યો છે મને...

કેટલું સુંદર જગત જો, ચાહવા જેવું બન્યું..
જ્યારથી તેં પ્રેમના વાદે ચડાવ્યો છે મને...jn