Sunday, November 29, 2015

પ્રેમ એટલે...


બંધ આંખોમાં
કોઇનો સ્પર્શ થતાજ
હ્રદયના કાનમાં
ક્યારેય
ના માણેલું
ના સાંભળેલું
સંગીતનું રેડાવું...jn

પ્રેમ એટલે...


જેને
પહેલી નજરે
જોતાજ
એની જ સાથે
આખું જીવન
વીતાવવાનો
મનનો નિર્ણય...jn

Saturday, November 28, 2015

સાગર...


ગરજ્યો અંતર આખું ભરીને  તોય વરસ્યો નહીં...
વરસી મુશળધારે ભલે તું, તોય પલળ્યો નહીં..

સરિતા બની સરતી હતી કુંવારિકા તું રહી..
સાગર ઘુઘવતો હું, ભળીને તોય છલક્યો નહીં...jn

લઇ લો....


અમનના આનન ઉપર લટકતી આશા ભરેલી કટાર લઇ લો..
ગગનના પાલવ ઉપર ચમકતી આ તારલાની કતાર લઇ લો...

સતત તમારી જ આશ લઇને ભલે ફરીએ અમે અધીરા.!
નયન ભરેલા હરખ તણાં આંસુનો અમારો,  ચિતાર લઇ લો...jn

પ્રેમ એટલે...


આંખોથી આંખોનું
મિલન થાય ને
કંઈક નવી
લાગણીઓ જન્મે,
હ્રદયમાં
એક નવી
ધબકાર ઉછળવા
લાગે ને
મનના મહેલમાં
ડગલા માંડે....jn

Friday, November 20, 2015

હું હું ને હું જ હોઇશ...ગઝલ...


લખી નાખ કાગળ ઉપર આ અક્ષરને, ગમે તો..!!
હશે એજ એ લાગણીઓ, જરાક જો જમે તો..!!

અક્ષરને છુપાવ્યા, તો પણ ફાવશે વાંચવાના..
નયન વાંચવાની નિશાળે, ભણેલા અમે તો...!!

દબાવી ભલે હોય દિલમાં જ મારી એ ચાહત..
છુપાવીશ કેમ એ, જો તારા હ્રદયમાં રમે તો...!!

નહી જઇ શકે ક્યાંય મારા વગર એકલી તું..
ભરી તો જો ડગલા એ રાહે,  વજન જો ખમે તો...!!

"જગત" સાવ નાનું બન્યું છે હવે આ દિલમાં..
લે દર્પણ ને જો હું જ હોઇશ, નજર જો નમે તો..!!..jn

Thursday, November 19, 2015

અભિલાષા...ગઝલ...

છોડમાં રણછોડ ને ભાળે ભલી એવી નજર ક્યાં..!!
મૂર્તિમાં માધવ વસેલો છે મને એની ખબર ક્યાં..!!

જેમ વસ્ત્રોમાં શરીર હો એમ છું હું  આ જગતમાં..
હર હ્રદયે બેઠો છે ઇશ્વર આ સમજ કેરો ઉત્તર ક્યાં..!!

સૌ કહે છે પણ કરે છે કોણ, મતલબી દુનિયામાં...
ઝેર પીનારા મળ્યા, પીનાર સૌ ભોળા શંકર ક્યાં..!!

પાર્થ ભૂલે રાહ ને હેઠે મુકે એ તીર કામઠું..
ઊઠ ઊભો થા કહે, એ કૃષ્ણ જેવા રાહબર ક્યાં..!!

માંગવા પડશે ખુમારીના હિસાબો બાગ પાસે..!
આ વિચારોની સુવાસ ભરે અહિં એવા અત્તર ક્યાં..!!

પાળિયા જેવા બની હર કોઇ ચાહે છે પુજાવા...
આ "જગત" પણ યાદ કરવા ચાહશે, એવી કબર ક્યાં..!!..jn

Wednesday, November 18, 2015

જીવન જંગ...ગઝલ...

લડીશું જંગ આજે તો ધનંજય ખાસ લાવ્યો છું..
લે આ ધબકાર ને તારા જ કામે શ્વાસ લાવ્યો છું...

છે દુર્લભ જ્યાં જનમ, ત્યાં વેદનો વિશ્વાસ લાવ્યો છું..
હ્રદયમાં રામ બેઠો, એ સમજનો પાસ લાવ્યો છું...

જવાના કેમ આ દિવસો વિયોગ તણા હવે મારા.!
કહીદે રામ-સીતા જેટલો  વનવાસ લાવ્યો છું...

જો ફુંકાશે એ રણશીંગા, હણીશું દુશ્મનો આજે..
મહાભારત ભણેલા યુદ્ધ વીરો ખાસ લાવ્યો છું...

હણાશે આજ આંતરિક ને બહારી વિશ્વના શત્રુ..
જો યોગેશ્વર તણી ગીતા ભણેલી આસ લાવ્યો છું...

રહે ના કોઇ ખૂણો આજ બાકી તારા વિચારોથી..
સુદામાંના સહિત નરસિંહ જેવા દાસ લાવ્યો છું...

"જગત" આખું હવે લાગ્યું છે સૌને આમ ચાહવા જેવું..
છે એવી પ્રેમ કેરી, આજ એ દરખાસ લાવ્યો છું...jn

Tuesday, November 17, 2015

પ્રેમ એટલે...


હું જ્યારે સાંજે
ઘરે પાછો આવું
તને જોતાજ
એક નવું જોમ,
એક નવી તાજગી,
એક નવી સ્ફુર્તિનો
મારામાં જનમ...jn

પ્રેમ એટલે...


મારી તમામ
તકલીફોને ભૂલી
તારા એક એક
અરમાનોને
પુરા કરવા
અથાગ બનીને
મારું મથવું....jn

પ્રેમ એટલે...


તારી આંખોમાંથી
સતત એકધારા
આંસુઓ વહેતા હોય,
ને એ જ સમયે
તારી સામે હું આવું
ને એક બુંદ મારી
આંખમાંથી છલકે
ને બીજી જ પળે
મને આલીંગનમા ભરી
તારા આનન પર
એક સ્મિતનું રેલાવું....jn

પ્રેમ એટલે...


દર વખતની જેમ
કોઇ ખાસ દિવસે
મારી આપેલ
ભેટ કરતાં
મને યાદ છે
એ દિવસ....
એ પળની ખુશી....jn

પ્રેમ એટલે...


એક નાનકડા
કોડીયામાં દીપ
પ્રગટતો હોય,
હજારો માઇલની
ઝડપથી વાયરો
વાતો હોય,
તેમ છતાં એ
દીપક નહિ
બુજાય આવો
અડગ વિશ્વાસ....jn

પ્રેમ એટલે....


રોજ સવારે
કબાટમાંથી
તું જે કપડા
બહાર મુકુ
ને મારું હોશે હોશે
એને પહેરીને
મલકાતા રહેવું...jn

પ્રેમ એટલે...


શબરીએ કરેલા
એઠાં બોરને
જાણતાં હોવા છતાં
હોશભેર ખાવા ને
તૃષ્ટિનો આસ્વાદ
માણવો....jn

પ્રેમ એટલે...


તને રોજ રાતે
સુવડાવા આવું
ત્યારે...
પપ્પા પપ્પા
એક વાત કહું
એમ કહી
મારા ગાલ પર
એક મસ્ત મજાનું
વહાલ ભર્યું
ચુંબન.....jn

HAPPY DIPAWALY


દિવાળી એટલે....
અંધકાર પર પ્રકાશનો વિજય,
મારા જીવનમાં રહેલા વિકારો,
રાગ-દ્વેશ, વ્યસનો જેવ અનેક
દુર્ગુણોની સફાઇ કરવી...
મારા ઘરને જેમ દીવડાથી
સજાવું છું એમજ મારા જીવનને
મારા અંતરને પણ સજાવવાનો
દિવસ એટલે દિવાળી...
સૌના જીવનમાં સાચા અર્થમાં
દિવાળીનો ઉત્સવ ઉજવાય
એવી આજના આ મંગલ પર્વે
જગતના તાતને મારી પ્રાર્થના..jn

HAPPY KALI CHAUDASH...


મહાન શક્તિની ઉપાસનાના
આજના મંગલદીનની શુભેચ્છાઓ..

અશક્તિ જે બીજાને
પીડા આપવા માટે વપરાય..

શક્તિ જે માત્રને માત્ર મારા
માટે જ હું વાપરતો રહું...

કાલી કે જે પરકાજે બીજાને
માટે મારા થકી વપરાય...

મહાકાલી એ કે જે ફક્ત ને
ફક્ત પ્રભુ કાર્યાર્થે વપરાય...

અશક્તિ, શક્તિ, કાલી અને મહાકાલી આજના અનન્ય દિવસે મારે કોની ઉપાસના કરવાની..??

આજના મંગલદીનની
સૌને શુભેચ્છાઓ....jn

Friday, November 6, 2015

પ્રેમ એટલે...


તારા દિલની દોરનું
મારા દિલ સાથેનું
એવું ખેંચાણ
કે તું તારામાં ના રહે
ને હું મારામાં ના રહું
બન્નેનું જગત
એકાકાર બની જાય....jn

પ્રેમ એટલે...


જ્યારે તું કોઇકની
સાથે વાત કરે ને
મારુ તારા
મૌનને સાંભળવા
સતત તારી આંખોમાં
તને જોયા કરવું....jn

માળો...

ઘરમાં ચકલી બાંધે માળો, 
ઘર જેવો સથવારો ઘરને..

લુપ્ત છે પ્રજાતી, ક્યાં ભાળો 
ઘર જેવો સથવારો ઘરને..jn

મઝધારે ઘર કરીએ રે...


દરિયાની રેતી તું  ને હું કાંઠાની ઘુળ ભળીએ રે..
ચલ દરિયાના મોજાં બનીએ મઝધારે ઘર કરીએ રે...jn

પ્રેમ પણ ગ્યો...ગઝલ...

મજાના જીવનનો ભલે પ્રેમ પણ ગ્યો..
લે આજે આ ધબકાર પણ એક ક્ષણ ગ્યો...

લટકતી લટો ને નજર પણ નશીલી..
નયનમાં અમારા ભલે એક કણ ગ્યો....

હવે તો પુજન પણ તમારું જ કરશું..!
હ્રદયના ચબુતરે પડ્યો એક ચણ ગ્યો...

ચડ્યો છે નશો જે મને લાગણીનો..
ને મનના વજનમાં હવે એક મણ ગ્યો...

છુટી ગઇ હવેતો "જગત"ની જફાઓ..
કે'વાતો સમજદાર એ એક ગણ ગ્યો...jn

શ્રદ્ધા...ગઝલ...


હોઠ પર હાસ્ય ને લાવે વારતા હળવાશની..
અાંખને કાજળ સુણાવે વારતા કાળાશની...

આ હ્રદયના દર્દને જાણી છતાં બેઠા છે એ..
કેમ કાઢીશું દિલે ખારાશ ને કડવાશની...

બાંધશો ના કોઇ અમને ખોટ જેવા સ્નેહથી..
જાણ છે અમને ભલી આ જગ તણી ભરમાસની...

ક્યાં જુદા છીએ તમે ને હું, આ મનથી એકરુપ..
ક્યાં જરૂર છે આપણે તો કોઇના સહવાસની...

વિશ્વને સંભાળતા જગતાત પર વિશ્વાસ છે..
આમ ભરપેટે જમી શ્રદ્ધા ભલે ઉપવાસની...jn