Saturday, January 30, 2016

છાપ...ગઝલ...


જેમ ઇચ્છાઓ રમે છે આપણી..
નાથવા જાતા નમી છે લાગણી...

આંગળી આપો તો હાથને જાલશે..
માપમાં ક્યાં હોય છે આ માગણી...

જો રહેલી હોય કોઇકની ઉણપ..
એમ દાજેલા ઉપર કરે તાપણી...

સાંભળે છે કોણ કોની વાતને..!
એક ઘા માં તો કરે છે કાપણી...

માણસો કેવા છે કોને એ ખબર..!
કાંઇ છે કે જે કરે એ માપણી..??

આ "જગત"માં કેટલાં એવાં હશે..!
જેમની પાછળ રહે છે છાપણી...Jn

પ્રેમની દશા...ગઝલ...


વિરહની વેદના કોણે કહ્યુ પ્યારી નથી હોતી..?
પડ્યા જે પ્રેમમાં એની દશા સારી નથી હોતી..!!

લખાયેલી કહાનીઓ ભલે ઇતિહાસ જ રહેશે..
નહીં જ રચાય આવી ધારણા મારી નથી હોતી...

ભરેલી હોય છે દુનિયા એક જ આલીંગને તારા..
જે ચુંબનનાં જ વળગણમાં વધું પ્યારી નથી હોતી...

ચમકતા હોય જ્યાં મનના સિતારા ત્યાં સુધી દોડે..
અમસ્તામાં લખાયેલી ગઝલ તારી નથી હોતી...

સજેલા હોય છે શમણાં દિલોમાં ને વિચારોમાં..
"જગત"માં સાવ આ વાતો એની ન્યારી નથી હોતી...jn

Thursday, January 21, 2016

શીલા...


કેટલા શીરની કુરબાની હશે..?
ત્યારે આ શીલાઓ બની હશે..?

ચાહત...ગઝલ...


મૌનના આકાશને તું ખળભળાવી જો..*
જાતને તારી જરા તું હચમચાવી જો....

ચાલ હું પણ જોઉં દમ તારું, પછી બોલું..
દાંતને ખાલી ભલા તું કચકચાવી જો...

આવશે હિંમત, છે એનામાં જ'કાર એવો..
એકવાર એનો ખભો તું થપથપાવી જો...

આમ તો તું પ્રેમની તાકાત જાણે છે..
આવ આંખો ને જરા તું મટમટાવી જો...

આ "જગત" ભૂલાઇ જાશે એટલો સ્નેહ છે..
ચાહની સાંકળ હવે તું ખટખટાવી જો...jn

પ્રેમ એટલે...


સેંકડો
માઈલ
દુર હોવા
છતાં
બસ
તારા
તારાને
તારા જ
વિચારોનો
મનમાં થતો
સળવળાટ...Jn

પ્રેમ એટલે...


એકલા એકલા
મેઘાણીની
પંક્તિઓ
વાગોળતો હોઉં
મન મોર બની
થનગનાટ કરે.....
મન મોર બની
થનગનાટ કરે.....
ને અચાનક જ
માનસ પટલ પર
તારું આવી જાવું...jn

પ્રેમ એટલે...


હું તને 
Love You 
કહું ને તરત જ
Love You 
2..3..
4..5...
6..7....
8..9.....
10 ઢેન 10....10...
કહી ને
ક્યાંય સુધી 
મારામાં
લટકીને રહેવું...jn

પ્રેમ એટલે...


સાથે
વિતાવેલી
એક એક
પળોનો
મારા
હું
સાથે માંડેલા
સરવાળાનો
તારી યાદો
સાથેનો ગુણાકાર...jn

પ્રેમ એટલે...


કોઇ
એકના
સાથ
માટે
આખા
જગત
સામે
લડવા
માટેની
હિંમત...Jn

Monday, January 18, 2016

હવે...

સાલુ
શું કહું
તું જ્યારે
ફીરકી પકડે છે
ત્યારે
મારી બઘીજ
કપાઇ
જાય છે...jn

આપ કોણ..??

સતત સતત ને સતત
કરુણતાને ઢોળનારા
જગતમાં ઘાયલ હોય છે...

હરઘડી ને હરહમેશ
પ્રેમને છલકાવનારા
જગતમાં પાગલ હોય છે...jn

સમણા..

જેમ પડઘા ખીણમાં અથડાઈને પાછા ફરે છે એ મુજબ..
તેમ સપના આંખમા પટકાઇને પાછા ફરે છે એ મુજબ...

ખેતરે દિલમાં ભલેને વાવણી થઇ આજ લીલી લ્હેર છે..
પ્રેમના ખેડાણમાં ખેડાઇને પાછા ફરે છે એ મુજબ...jn

ઉતરાયણ...


એ આકાશે રંગોળી ઉડી રહી..
હાથની દોર તે આકારતી...

ઉડી જાય ઉત્તરના વાયરે
હાથ જેમ હંકારે તાંતણે..
પ્રભુના એ પ્રેમને સમજાવતી
હાથની દોર તે આકારતી...

એ આકાશે રંગોળી ઉડી રહી..
હાથની દોર તે આકારતી...jn

God With Me....ગઝલ...


કોણ કોનામાં છે એ મારે હવે તમને જણાવાની જરુર ક્યાં..?
કેટલું જાણો છો તે આજે હવે અમને ભણાવાની જરુર ક્યાં..?

રાતનું સમણું અધુરું છે ને સવાર પડી ઉભી થઇ જઇ રહી છે..
લાગણી સૌને છે તો પણ આમ લાચારી બતાવાની જરુર ક્યાં..?

છે સફર જીવન તણી ને ભાડુઆત બની રહેવાના અમે તો..
જીવતે જીવ મનને મારી ને ભાડામાં વળાવાની જરુર ક્યાં..?

સેંકડો છે નાદ આ દુનિયા મહીં, કોઇક ને કોઇક ભાંજગડના..
નાદ મારો આમ વાદ વિવાદમાં ખોટો ભળાવાની જરુર ક્યાં..?

ના કરો આવો ભરોસો કોઇ પર, જગતાત છે દિલમાં તમારા..
જાત સાથે આમ નાદાની ભરી ચાલો ચલાવાની જરુર ક્યાં..?..jn

મા ગીતા...ગઝલ...


વેદોનો વિશ્વાસ છે ગીતા..
ઋષિઓ કેરી આશ છે ગીતા...

રમતા રમતા જીવન જીવું..
એ કાવ્યનો પ્રાસ છે ગીતા...

નાચે માથે લઇને ઇમરસન..
સ્ફૂર્તીનો એવો વાસ છે ગીતા...

જન્મદિવસ જેનો માણીએ..
ગ્રંથોમાં એક ખાસ છે ગીતા...

ખેતર છે આ જીવન મારું..
ને વાવણીનો ચાસ છે ગીતા..

જીવ જગત ને જગદીશ તણી..
ઓળખ આપતો પાસ છે ગીતા...

છે જવાબ "જગત"ના પ્રશ્નોના ..
કૃષ્ણ તણો એ શ્વાસ છે ગીતા...jn

Wednesday, January 6, 2016

પ્રેમ એટલે...


ચોરીના
ચાર ફેરાથી
લઇ
અઘોરીના મંદિર
સુધીની સફરનો
અવિરત
વિશ્વાસ...jn

પ્રેમ એટલે...


કેવળ એને
પામ્યા પછી
લગ્ન કરવા
એટલુંજ નહીં..!!
આજથી "હું" તારો
ને "તું" મારી,
આજથી તારી તમામ
જવાબદારી મારી
આવો સંપૂર્ણ સ્વીકાર...jn

Tuesday, January 5, 2016

પ્રેમ એટલે...


કેવળ
ઇંન્દ્રીયાશક્તિથી
થતું આકર્ષણ જ નહીં..!!
પરંતુ
હ્રદયના ઉંડાણની
ઉર્મિઓમાં થતો
થનગનાટ...jn