Wednesday, March 16, 2016

પ્રેમ...

લો મળ્યો રસ્તો તમારા આવવાથી..
એકલા નિકળી પડ્યા બસ બોલવાથી...

મારગ નવો આજ બનતો ગ્યો અમારો..
આમજ સતત એકધારા ચાલવાથી...

કોશિશ કરું છું હજુ પણ ઉભા થવાની..
જ્યારથી પડ્યો  તમારા પાડવાથી...jn

દોડ...ગઝલ...


રાત આખી જાતને ખોડી અમે..
માંડ લત આ શબ્દની છોડી અમે...

આવડે છે કોઇ ભાષા ક્યાં તને..
મૌનની ભાષા ને તરછોડી અમે...

આમ મયખાનું હવે ભૂલાઇ ગ્યુ..
આંખથી જ્યાં આંખને જોડી અમે...

લાજ કાઢી ને કર્યા છે કામણો..
ઘૂંઘટો છોડી શરમ તોડી અમે...

છૂટવા લાગી "જગત"ની ઝંખના..
જ્યારથી આ દોડને દોડી અમે...Jn

તોફાની તાંડવનું તોફાન...

આરતીના દીપક પ્રગટે..
કવિઓના ચહેરા ઝળકે...

અનિલનો આનંદ છલકે..
વાતાવરણમાં સુવાસ મહેકે...

ઘાયલ બની સૌ કોઇ ઝુમે..
ચંદ્રેશની જ્યાં નજર ફરકે...

ધૃવની દીશા જ્યાં ભટકે..
તારલાઓની દશા ભરકે...

હર્ષદનું હાસ્ય લહેરાય..
હસતા સૌની આંખો છલકે...

જીગરની જોશીલી વાણીમાં..
માદકતા મહેફીલે બહેકે...

ભરમેદનીની વાહે વાહમાં..
જગતનો જગદીશ હરખે...

કૌશલની કુશળતા જાણે..
હર કોઇની બુદ્ધિ પિછાણે...

લતાની રુચાઓ લંબાય..
મટ મટ એની આંખો મરકે...

મિસ્ત્રીના હથીયાર સામે..
એક એકના ચહેરા મલકે...

નિપુણના નખરા નીરખી..
કવિઓની કવિતા હટકે...

રાજુની વાણીમાં માણે..
મહેમાનો મુખમા વખાણે..

રાકેશની રીતોમા આજે..
પટેલનો પાવર સરકે...

રત્નેશના રુડા રણકારમા..
કાલી ઘેલી ભાષા રણકે...

રેખાની રેખાઓ જાણી..
ભાગ્યના ભણકારા ભણકે...

રીઝવાનની વાતો ન્યારી..
જોને સૌ પરાણે વખાણે...

સાકેતની સજેલી શેરીએ..
અમૃત રૂપિ વાણી વરસે...

સુષ્માનું જ્યાં સ્મિત રેલાય..
ગાલોમા એના કેટલા ગરકે...

ભરમેદનીની વાહે વાહમાં..
જગતનો જગદીશ હરખે...jn

હે ગઝલ..!!..ગઝલ...

હે ગઝલ !તારી શરત પૂરી થજો..*
છંદ સાથે કાફિયા બેસાડજો...

આમ નૈ ચાલે હવે નાદાનપણુ..
પ્રાસ ને અલંકાર પકડી લાવજો...

નાખજો રસ્સો રદિફને નાથવા..
કાગળે મારા કલમ ઊતારજો...

રાગની પણ મોસમો તો ખીલશે..!
ભાવ સાથે ભાવના સમજાવજો...

આ "જગત" ગાશે ગઝલને ગાનમાં..
બસ તમે પાછળ જરા ઊપાડજો...jn

ભારતની ભોમ...

શબ્દોની શું વાત કરું આખે આખી કવિતા નીકળે..
વિવેકાનંદની વાત કરું ત્યાં ખુદ નચિકેતા નીકળે...

વાત શું કરું હવે આ મહેફિલના મેદાને આજે..
મેઘાણી આદિલ બેફામ કોઇ ઓળખીતા નીકળે...

શૂરવીરોના શૂરાતન ગાય એવી શું ગાથા નીકળે..
અશ્વને બાંધે એવી લવ-કુશની શૂરવીરતા નીકળે...

ફાંસીને માંચે લટકવા જે હસતા હસતા નિકળે..
ઋણ ચૂકવવા ભારત ભોમે આ કૃતજ્ઞતા નીકળે...

વંદન કરું આ ધરાને જ્યાં અવતારો થનગન્યા..
કંસ દુ:સાસન હિરણ્ય ભોગોમાં આજે રાંચતા નીકળે...

અર્જુનને ઉભો કરવા મુરલી માંથી ગીતા નિકળે..
કલામ કરે વંદના, લૈ ઇમરસન માથે નાચતા નીકળે...

અહલ્યા દ્રૌપદી તારા મંદોદરી ને સીતા અવતરે..
હજુ પણ ક્યાંક "જગત"માં એવી માતા નીકળે...jn

જામ...

આજ સજાવી લઉં સપના તારા ગીતોના..
ઉર ઉલ્હાસને ભરી લઉં તારી પ્રિતોના...

આંખોથીજ ચડાવજે આમ નશો 'જગત'ને..
પછી ભલે કે જે બીજો કોઇ જામ પી'તો ના...jn

Saturday, March 5, 2016

જીવ માંથી શીવ બની ગયો...

ટાંકણાના ટંકારથી ભલે ટંકાઇ ગયો છું..
મંદિરમાં બેઠા પછી હવે પુજાઇ ગયો છું...

ના કરતા ઘા હવે કોઇ મારી પૂર્ણતાને..!
ઠોકરો ખાઇ દુનિયાની હવે ઘડાઇ ગયો છું...

કેટલી ખેલદીલી છે એમની ઉદારતાની..!!
વણ માગેલા પ્રહારોથી ટેવાઇ ગયો છું...

અમારાએ તો અમને રડતા જ રાખ્યા છે..
બસ દિવાનગી મળી ને હસતો થઇ ગયો છું...

જાણ્યા અજાણ્યા કેટલાય કાફલા આવ્યા..
પણ જુઓને હું જ સૌ મા અજાણ બની ગયો છું...

જો જો કોઇને ઉતરે નહી મારા પ્રેમનો નશો..!
હર એકની આંખો માથી હું છલકી ગયો છું...

સજાવીને બેઠા છે બસ મને જ એકને જોવા..
જગતમા ભીનાશનું કારણ બની સમી ગયો છું...Jn

આવજો...ગઝલ...


આવજો રૂબરૂ મર્મને માણવા..
ઝંખના જેવડી ચીજને જાણવા..

ઊઠવા બેસવા દોડવા ચાલવા..
નીંદરે સ્વપ્નમાં આપને મ્હાલવા...

કેમ આવ્યા તમે આ હ્રદય બાળવા..
લાગતી આગને આવજો ઠારવા...

આપવું તો પડે છે વચન પાળવા..
એ વિતેલા સમયને ફરી ગાળવા...

આવજો સૌ મળી તોરણો બાંધવા..
સ્તંભ પણ લાવજો રોપવા માંડવા...

આ ''જગત'' સંગ સૌ શીખજો ચાહવા..
મન ભરી હેતથી આશિષો આપવા...jn

શું ખોયું ને શું લાવ્યા...


પરબના પાણી પડીકે લાવ્યા..
ગાય ગઈ ને થેલીઓ લાવ્યા...

રેણ રહી ગઈ ને ટીવી લાવ્યા..
મિત્રોના બદલે મોબાઈલ લાવ્યા...

ખાટલા છોડી સેટી પલંગ લાવ્યા..
Walk ની જગ્યાએ walker લાવ્યા...

મંદિરો મેલી Multiplax માં ભાગ્યા..
રમતો વિસરાઇ Computer લાવ્યા...

શ્રદ્ધા ખોઇ અંધશ્રદ્ધામાં ફસાયા..
માનવતા મૂકી યાંત્રિકતા લાવ્યા...

ગામડા હવે શહેરમાં ભાગ્યા..
જુનું ભૂલી આધુનિકરણ લાવ્યા...

ઘરની જગ્યાએ મકાન બાંધ્યા..
માતાની બદલીમાં, આયા લાવ્યા...

પાણીયારા ગયા filter લટકાવ્યા..
ખીચડી ખોવાઇ હવે મેંઘી લાવ્યા...

"જગત"ને ભૂલી ભોગમાં અટવાયા..
કોને ખબર શું ખોયું ને શું લાવ્યા...jn

બાળપણ...


સાવ આવું ભોળપણ લાવ્યા..
થેલી ભરી બાળપણ લાવ્યા...

ખોવાઇ ગયુ છે અનોખું જગત..
તોય કહે અમે શાણપણ લાવ્યા...Jn

પ્રેમ એટલે...


મારા
વાણી
વિચાર
ને
વર્તનમાં
તારું
વસવું...Jn

પ્રેમ એટલે...


તારા
બંધ હોઠે
મારા કાનમાં
થતું મીઠું ગુંજન
ને મારી
બંધ આંખોમાં
રમતું તારું
આલિંગન...Jn

પ્રેમ એટલે...


દિવસભર
તારી સાથે
કરેલી નાદાની
ભરેલી વાતોને
રાતભર
સમણાના
સથવારે
સવાર સુધી
વાગોળવી...Jn

પ્રેમ એટલે...


તોફાને ચડેલા
જીવનના
ભવસાગરમાં
હિંમતની સઢ
બનીને
જીવન નૌકાને
કિનારે પહોચાડવા
માટેનો તારો
અથાગ પ્રયત્ન...Jn

પ્રેમ એટલે...


તને મારા
માટે ગમતી
એક વાતને
પુરી કરવા
રાતને દિવસ
મારો અથાગ
પ્રયત્ન...jn