Tuesday, May 24, 2016

સુંદરતા...


દરેક સુંદર
વસ્તુમાં
કોઇ ઉણપ
ના હોય તો તેની
સુંદરતામાં
પૂર્ણતા નથી હોતી,
બસ એમજ
દરેક સુંદર
વ્યક્તિનું
પણ હોય છે...Jn

ગૌરવ...


ગાવા માંડોને ગલગલીયા થાય એવા રાગ છે..
ગુજરાતની ગાથા ગવડાવે એવા કવી કાગ છે...

જોશીલા ફૂલની શું વાત કરો તમે આ ભોમના..!
ચારણોની છાબો ભરાઈ જાય એવા બાગ છે...

આજ નહી નમે, માથું કપાય તો ભલે ને કપાય..
છલકે ખુમારી હૈયે, માથે ચડેલી એવી પાઘ છે...

પૂર્ણતા ક્યાં જોવા મળે છે આજકાલ ક્યાંય..!
સોળ કળાએ ખીલેલા શશીમાં પણ દાગ છે...

તેજસ્વીતા તપસ્વિતા ને તત્પરતા જ્યાં મળે છે..
સૌર્યતા ભરીને "જગત"ને જગાડે એવી આગ છે...Jn

Wednesday, May 11, 2016

માંડવીયાનો થનગનાટ...

આ સૌ કવિઓને કહેજો કોઇ જાનમા ના આવે..
અને આવે તો માથાની દવા પણ સાથે લાવે...

વરના બાપને કહેજો એમને કવિતા ના ગવડાવે..
અને ગવડાવે તો કહેજો બઉ રમજટ ના જમાવે...

જાનૈયાને શેરવાની ને વુડલેન્ડના બુટ પહેરાવે..
જાનમાં સૌને ઘોડે બેસાડી વરને સ્કેટીંગ પહેરાવે...

કવિઓ નાહકનું જ્યાં ત્યાં મન ના ભટકાવે..
વર વધુને જોઇ ખોટી કલ્પનાઓ ના દોડાવે..

કવિઓ એ કન્યાદાન ફરજીયાત કરવાનું રહેશે..
રોકડની સાથે એક સોનાનો દાગીનો પણ ચડાવે...

વિદાય ટાણે સૌ એ ફરજિયાત રડવાનું રહેશે..
જો કોઇ નહી રડે તો કન્યાને કોઇ નહી વળાવે...

જોયું ને કેવું વિચારે છે કવિઓ માટે આ જગત..!
એટલે કહું છું તમે સૌ જજો અમારા માંથી કોઇ નૈ આવે...jn

Tuesday, May 10, 2016

આવ કાના...


આવ કાના.. દોડીને આવ...
એકવાર મુને રાધા બનાવ..

હૈયું કોતરાવ્યું ને નામ તારું ટાંક્યું..
વાંસળી બની આજે હ્રદય તારું જાંખ્યું..
મનને મોહીલે એ સંભળાવ..

આંગણે જાજમ પાથરીને રાખ્યું..
મીટ માંડી જોવે રાહ મારી આંખ્યું..
મિસરી ખાવા આંગણું શોભાવ..

ગોપીઓને છેડી તેં મન મલકાયું..
તારા તેં નામમાં જીવન શણગાર્યુ..
ગોકુળનો ગોવાળ થૈને તું આવ...

નામ તારું જોડતાં શોભે મારું આયખું..
સ્નેહ તણુ વાદળું હૈયે વરસાવ તું..
'જગત'ની ઝંજાળો માંથી છોડાવ...

આવ કાના.. દોડીને આવ...
એકવાર મુને રાધા બનાવ..Jn

આમ ના કરાય...


આમ રુઠીને ચાલ્યા જવાય નહીં..
જામ ઢોળીને પાછો ભરાય નહીં...

રાત આખી જાગતા ને,
પડખા બદલાવતા..
બંધ આંખોમાં સમણું સમાય નહીં...
જામ ઢોળીને પાછો ભરાય નહીં...

પ્રેમ કેરી રાહને સૌ,
બંધ આંખે ચાલતા...
નીલ ગગને પાંખોથી ઉડાય નહીં...
જામ ઢોળીને પાછો ભરાય નહીં...

હ્રદય તણા સ્નેહને આમ,
વેચતાં ફરાય ક્યાં...
દિલ ખોલીને ક્યાંય મળાય નહીં...
જામ ઢોળીને પાછો ભરાય નહીં...

રુઠવું ને માનવું એ,
સદીઓની રીત છે જે...
''જગત'' આખું આજે મનાય નહીં...
જામ ઢોળીને પાછો ભરાય નહીં...jn

Tuesday, May 3, 2016

મોરલો...


ચાલ પંખી બનીને ઉડવા જઇએ..
મોરલાના ટહુકામાં કળા કરીએ...

શ્યામ નામ બોલતાં..
ગુંજ ગુંજ ભમતા...
મુઘટે જઇને બીરાજીએ...
મોરલાના ટહુકામાં કળા કરીએ...

ગોધન ચારતા..
ગેડીદડો રમતાં..
પાંડુરંગ બનીને પૂજાય એ..
મોરલાના ટહુકામાં કળા કરીએ...

કાલીનાગ હણતાં..
સૌર્ય તેજ આપતાં..
ગોવર્ધનને ઉપાડીએ...
મોરલાના ટહુકામાં કળા કરીએ...

રાહબર બનતાં..
ગીતા સંભળાવતા..
"જગત"ની આશા સજાવીએ...
મોરલાના ટહુકામાં કળા કરીએ...

ચાલ પંખી બનીને ઉડવા જઇએ..
મોરલાના ટહુકામાં કળા કરીએ...Jn

સપ્તપદી...

કરું હું કુમકુમ ભાલે બન્યું આજ સૌભાગ્ય એ મારું..
જોડ્યું મેં આજ ભાગ્ય, કઇક જન્મોનું , કર્મ છે મારું...

તારી સાથે જ નહીં, સમગ્ર કુટુંબ સાથે પરણી હું..
અરુંધતી ને વસિષ્ઠ જેવો સંસાર, બસ સમણું જે મારું...

ભાવના ભોજન સાથે થોડો સ્નેહ થોડો પ્રેમ પીરસીસ..
સુકા રોટલામાં પણ છપ્પન ભોગનું પર્વ બનશે મારું...

સોળે સજીને, મન વાણી ને કર્મથી રમમાણ રહીશ..
રતી રંભા ને પણ શરમાવીશ એવું આનન સજશે મારું...

સુખનો કરીશ ગુણાકાર ને દુખનો કરીશ ભાગાકાર..
તારા સુખમાં સુખી ને દુખમાં પણ સુખી, સ્વર્ગ બનશે મારું...

ભાર નૈ લાગે કામનો ને હસ્તે મુખે સાચવીશ સ્વજનો..
મહેલ હોય કે ઝુંપડુ, રામ-સીતા જેવું જીવન વિતશે મારું...

ધર્મ અર્થ કામમાં સાથ આપીશ, સતકાર્યે સાથે રહીશ..
મન બુદ્ધિ ને અહંકાર સમર્પણ કરીને 'જગત' શોભશે મારું...Jn