Thursday, June 23, 2016

પ્રેમ એટલે...

આજે પણ
તને જોતાંજ
દોડીને
આલીંગનમાં
ભરીને
ગોળ ગોળ
ફેરવવાનો
ઉમળકો...Jn

પ્રેમ એટલે...

મારી
વાત
શરૂ કરું
ને
એને પુરી
કરે
તું,
બસ
આમજ
મારા
સૂરમા
ભળતો
સૂર...Jn

પ્રેમ એટલે...

પહેલા
વરસાદની
ભીની સુવાસને
ભીની થઇને
માણતા માણતા
તું લપસે ને
હું સંભાળી લઉં...Jn

પ્રેમ એટલે...

તારી
દરેક
ગમતી
વાતને
મારી
ગમતી
બનાવવી...Jn

પ્રેમ એટલે...

તારી યાદ
આવતાજ
મનનું રડમશ
બનવા છતાં
ચહેરા પર
સતત હર્ષના
ભાવને છલકતો
રાખવો...jn

પ્રેમ એટલે...

તું નથી જ
આવાની
એ જાણતા
હોવા છતાં
પણ તું
આવીશ જ
એવો અડગ
વિશ્વાસ...Jn

પ્રેમ એટલે...


કોઇ 
ચાહે છે
ને હજુ પણ
ચાહશેજ..
તો પણ
એવી અપેક્ષા 
ના કરતાં 
છેલ્લા શ્વાસ 
સુધી એને જ
ચાહવાનો
હ્રદયની ઉર્મિઓનો
મનની લાગણીઓ
સાથે થતો કરાર...Jn

પ્રેમ એટલે...

તારું વહાલ
તારું હાસ્ય
તારું આલીંગન
તારું રીસાવું
તારું મનાવવું
તારું ઝઘડવું
તારું ચાલવું
તારું દોડવું
તારું બેસવું
તારું બોલવું
તારું સાંભળવું
તારી નાદાની
તારી સમજણ
તારો ગુસ્સો
તારો ઠસ્સો
આ બધુંજ
હોવા છતાંય
તારું મારામાં
સતત રહેવું
ને મને ચાહવું...jn

પ્રેમ એટલે...


તને
જોતાજ
મારા
અધરો માંથી
મલ્હારનું
સરકવું ને
તારા હોઠોનું
વરસવું...Jn

Tuesday, June 21, 2016

રંગીન...


એક પતંગીયાને ઉડતા જોઇ ઉડવાનું મન થયું...
રંગોના પ્રદર્શનનો ઠાઠ જોઇ રંગાવાનું મન થયું...Jn

પ્રેમ એટલે...


તારી
દરેક
ગમતી
વાતને
મારી
ગમતી
બનાવવી...Jn

રંગ...તરહી...ગઝલ...

પ્રથમ રંગાઈ જાવું છે,લીલેરાં પાનને રંગે..*
પછી તોરણ બની બંધાઉ છે એ સાખને સંગે...

છે અવસર અાજ અા આંગણે, લડીશું એમ સમરાંગણે.. 
થઈ જાશું ફનાહ ને કુરબાન, જીવન તણા જંગે...

બની અભિમન્યુ ચક્રવ્યુહે, કુદીને પાર કરવાના..
ભલેને હોય સામે મોત.! જોશો તોય એ ઉમંગે...

હવે તો જે બનાવી છે અમે લક્ષમણ તણી રેખા..
ભલેને આવતો રાવણ, છે તાકાત કે એ ઓળંગે..!!

"જગત"માં જો હશે આવી ખુમારી તો હવે મારે..
ફરી રંગાઉ છે એના એ જ શુરાતન ભર્યા રંગે...jn

Happy Father's Day...ગઝલ...

તાતના ચરણો મહીં તું આજ કાશી જો..*
કેટલો છે સ્નેહ એ પણ તું ચકાશી જો...

હાથની રેખા ભલા જોઇ બેસવું તારે..
સાવ બન્યો છું નમાલો કેમ રાશી જો..!!

ચાલ અજમાવી લે કર્મો એકવાર હવે..
આદિત્યની ઓથમાં થોડો પ્રકાશી જો...

સાવ હલકો થઇ હવે શાને ફરે છે તું.!
જાતને તારી જરા આજે અકાશી જો...

આ ''જગત'' તૈયાર બેઠું છે તને જેલવા..
તુંજ તારા હું ને એક વખત રકાશી જો...jn

પ્રેમ એટલે...

ક્યારેક
કોઇ પણ
કારણ વિના
તારી સાથે
મીઠો ઝઘડો
કરીને મનોમન
મારું મલકાવું...Jn

પ્રેમ એટલે...

વરસાદની
મોસમમાં
નાવાનું ચિક્કાર
મન હોય
ને એ જ પળે
તારું મને
આલીંગનમાં
ભરતાજ
મેઘધનુષની જેમ
સપ્તરંગોમાં ખીલવું...Jn

પ્રેમ એટલે...

જીંદગીની
રફ્તારમાં
તારી સાથે
દરિયાની
ભીનાશમાં
ખૂલ્લા પગે
ચાલેલા ચાર
ડગલાની
મીઠી ભીનાશને
યાદ કરતાજ
મારામાં તાજગીનો
જનમ થવો...Jn

પહેગામ...

હવાને કોઇ પહેગામ તો પહોંચાડો ને પરબારો..
હવે લાગે છે કે ઓછો પડ્યો જાણે આ જન્મારો...jn

પ્રેમ એટલે...


તારી સાથે
જાણી
જોઇને કરેલા
તીખા
ઝઘડાની
મીઠી યાદ...jn

પ્રેમ એટલે...


તારી સાથે
થયેલી પહેલી
મુલાકાતને
વાગોળતાં
આજે પણ
એજ ભાવ સાથે
હ્રદયમાં થતો
ઉર્મિયોનો
ઉછળાટ...jn

પ્રેમ એટલે...


પહેલા
વરસાદી
બુંદ સાથે
નાવાનું
મન થાય
ને બરાબર
એ જ સમય
તારું આવીને
મારો હાથ જાલીને
વરસાદની હેલી
સાથે
તારા પ્રેમની હેલીમાં
ભિંજાવવી...Jn

Monday, June 13, 2016

જીવન.. મૃત્યુ...

જીવન આખું જેને તારે નામ લખ્યું છે..
મોતને એણે મુઠ્ઠીમાં રાખીને મસળ્યું છે...

કર્મના સૌ બંધન હોય છે..
કોઇ રાજા કોઇ રંક હોય છે..
તોય માણસ જુઓ ક્યાં કોઇ અટક્યું છે...

મોત તો એક બહાનું હોય છે..
સૌની સમજણમાં ફર્ક હોય છે..
ઋષિઓની સમજણથી હસતે મુખે સમજ્યું છે...

રોજ સવારે કપડા બદલાય છે,
જેમ નવોઢાનો માંડવો રોપાય છે..
જીવરાજાના વરઘોડાની સંગે હરખ્યું છે...

પંચમહાભુતે જ્યાં ભળ્યું છે,
જીવ શીવનું મિલન ત્યાં થયું છે..
રહું સૌ હ્રદયે હું, ખાલી ખોળિયું સળગ્યું છે..

સ્વર્ગ આખું હિલોળે ચડ્યું છે,
"જગત" આખું આજે રડ્યું છે..
કોઇ પૂછે તો કહેજો ઇશ્વરે ઘર બદલ્યું છે...jn

થાળ ગીત...


આવો ઇશ્વર મારે તમને જમાડવા છે..
ગરમા ગરમ કંસાર પુરી ખવડાવવા છે...

શબરીની જેમ ચાખી ચાખીને..
રાખ્યા છે કેળ એમ છાંટીને...
કેવટ બની ચરણને ધોવડાવવા છે...

સુદામ લાવ્યો હતો તાંદુલ..
ને હું એ લાવ્યો છું પંચામૃત..
ગોપી બની માખણ મીસરી ચખાડવા છે...

જગતમા એક જ છે એવા..
એક દેવકી ને જશોદા જેવા..
કુન્તા બનીને ઓડકાર અપાવવા છે...

આવો ઇશ્વર મારે તમને જમાડવા છે..
ગરમા ગરમ કંસાર પુરી ખવડાવવા છે...jn

શું જોઇશે..!!


પગારમાં પપ્પી મળશે..
હિસાબમાં હગ મળશે...

પેયમેન્ટમાં પ્રેમ મળશે...
ગુસ્સામાં ગાળો મળશે...

વહાલમાં વિરહ મળશે...
વિરહમાં વેદના મળશે...

સમણામાં સ્નેહ મળશે...
જાગતામાં જાકારો મળશે...

આ બધાથી અળગા રહેશો..
તો "જગત"માં જશ મળશે...jn

😛😛😀😀🌹🌹❤❤🙏🏻🙏🏻

પ્રેમના પરાક્રમ...ગઝલ...


પ્રેમમાં ક્યારેય હું પડતો નથી..
પ્રેમ કેરા પાઠ હું ભણતો નથી...

કાળજામાં નામ કોતરતો નથી..
છે પડેલા ઘા, એ ખોતરતો નથી...

પુણ્ય સાથે પાપ સરખાવતો નથી..
એટલે તો રોજ હું મરતો નથી...

જે તરે છે તે જ ઇશનું હોય છે..
ઇશ છે મારો, આમ હું તરતો નથી...

સ્થિર થઇ જીવન ગમે છે એટલે..
આ જગતમાં ક્યાંય હું ભમતો નથી...Jn

મહત્વકાંક્ષા...

સોફ્ટવેરના યુગમાં હાર્ડ રમતો ભૂલાઇ ગઇ..
હાર્ડવેરના યુગમાં સોફ્ટ રમતો છવાઇ ગઇ...

દાદા દાદીની વાર્તાઓ હવે વાહીયાત બની ગઇ..
પ્લેગૃપના રવાડે બાળપણને છીનવી ગઇ...

માટીના ઘર ઘરમાં હવે ગંદકી ઘર કરી ગઇ...
ગલીઓની રમતો રગદાણી ને ક્રિકેટ આવી ગઇ...

ક્યાં રહ્યા છે હવે એ નદી ને કુવાના કુદકા..!!
સ્વિમીંગપુલ આવ્યા ને હિંમત તણાઇ ગઇ...

દોડ-પકડ, ટાયર સાથે મનોડીની સ્પર્ધા ક્યાં..!!
ઇન્ટરનેટના ગેમીંગ જોનમાં જ ફસાઇ ગઇ...

ભણતર સાથેનું ગણતર હવે શોધવાનું ક્યાં..
બીઝનેશ બન્યા મંદિર ને સરસ્વતી વેચાઇ ગઇ...

ડોક્ટર એન્જીનિર વકિલ બની બેઠો 'જગત'માં..
ક્લાસવન તો બન્યો પણ માણસાઇ હણાઇ ગઇ...Jn

Wednesday, June 1, 2016

ઋણ...ગઝલ...


માટીના ઋણનો  યૌવન પર ભાર છે..
યૌવનની ચાલે જેનો આધાર છે...

માનવ માનવ વચ્ચે માનવતા છે..
નરસિંહ પાસે શસ્ત્ર ને કરતાર છે...

દુર્લભ છે જનમ મળવો આવી કોખે..
ભારતની ભોમે નાચ્યા અવતાર છે..

રામાયણ મહાભારત જેવા ગ્રંથો..
જીવન પાઠ ભણાવે એવા સાર છે...

કહેવાય 'જગત'ના પથદર્શક એવા..
કૃષ્ણ તણા જ્યાં ગીતાના ગાનાર છે...jn

ગ્રંથો...


પાર્થને કોઇ જઇને કહો હવે ચડાવે બાણ..
સંસ્કૃતિના ભક્ષક જો આજ લગાવે આણ...

સાત સમંદર એક છલાંગે કુદી શકે છે..
છે એવી શક્તિ તારી, નથી તુજને જાણ...

મારું મારું કરતો કાળા માથાનો માનવી..
ખાય પીવે મોજ કરે, સદા ભોગે રમમાણ...

છલકે જ્યાં શૌર્ય ને ભેળો આવે 'જ' કાર..
મળી જાય તો કહેજો..! ક્યાં છે એવી ખાણ...

જગતમાં ક્યાં શોધશો ખુમારીની નિશાળ..
ખુદ જગદીશ આપી ગયો છે એનું પ્રમાણ...Jn

પ્રેમ એટલે...


ક્યારેક
મંદિરમાં
બિરાજેલા
જગતાત પાસે
કાંઇજ ના માગતા
એના
ખબર અંતર
પૂછવા....Jn