Monday, August 29, 2016

પ્રેમની મીઠાશ...


કોઇકે મને
કહ્યું કે એમનો
અવાજ બહું જ
મીઠો છે...
ત્યારે અમને
સમજાયું
કે એમને
આપેલી ગાળો
અમને કેમ
મીઠી લાગી હતી...Jn

માતૃભાષાને વંદન...


શબ્દ એક છેડો ત્યાં સુર નીકળે..
"ક" ને શોધો ત્યાં બારક્ષરી મળે...

ક કલમનો ક ને ખ ખડીયાનો ખ..
આમ ભણતા અમે સૌ નિશાળે...

અર્થના અનર્થ હર કોઇ કરે..
બંધ બેસતો શબ્દ જ્યાં ભળે...

લખવામાં છે એ સૌથી સહેલી..
ભૂલકાઓના હાથ જેમ વળે...

ગુજરાતી ભાષા હો કે' હો જણ..
'જગત' આખામાં એ ક્યાં ના મળે..?.Jn

પ્રેમ એટલે...


તને જોતાજ
દોડીને
આલીંગનમાં
ભરી તારા
ભાલ પર
એક હળવું
ચુંબન ચોડી
તારી આંખોમાં
અનિમેષ નજરે
તને જોવું...Jn

પ્રેમ એટલે...


મને જોતાજ
તારું દોડીને
આવવું ને
આલીંગનમાં
ભરી
ક્યાંય સુધી
અનિમેષ નજરે
મને જોઇ
તારી આંખોમા
મારા માટેનો
ભાવ છલકવો...Jn

કાંઈક કરીએ... તરહી...ગઝલ...


ઝાંખું' ઝાંખું' ઝળહળ થઈએ...*
લીલે લીલું ભડભડ બળીએ...

આવે સો તોફાનો આજે..
બંધન બાંધી ખળખળ વહીએ...

ધરતીનું આ ઋણ ચૂકવવા..
સ્વતંત્રતાની ચળવળ થઇએ...

બાળકમાં ખુમારી ભરવા..
રામાયણની પળ પળ કહીએ...

વેદ તણી એ વાતો લઇને..
આ જગતમાં ઘર ઘર જઇએ...jn

થઇએ... ગઝલ...


યુધ્ધ લડવા આગળ થઇએ..
ઢાલ તણી એ છાગળ થઇએ...

બુંદો વીણી સાગર થઇએ..
વર્ષા કાજે વાદળ થઇએ..

શ્રધ્ધા માની મંદિર જઇએ..
માનવ માંથી ઇશ્વર થઇએ...

સંદેશાના વાહક થઇએ..
પત્રને લખવા કાગળ થઇએ...

પ્રેમ કરીને પાગલ થઇએ..
કામણગારુ કાજળ થઇએ..

રોજ સવારે મળતા રહીએ..
પાંખ વિનાની ઝાકળ થઇએ...

આ 'જગત'ને સમજી લઇએ..
પગલાં માંડી સાંકળ થઇએ...Jn

Tuesday, August 23, 2016

હું સુખી છું...

તમે એકાએક ફૂલોને સરનામું પૂછતાં હતા..
ને પછી જવાબમાં એ સુગંધ પ્રસરાવતા હતા...

ઘટના એવી ઘટી મેં બાગને હસતો જોયો..
ને પછી તો પ્રેમીઓ પ્રેમમાં પડતા હતા...

બીના એવી બની મેં ફણીધરને જોયો..
ને પછી તો બધા સોનું બની ચમકતા હતા...

વાત એવી વહી મેં વસંતને શરમાતા જોયો..!
ને પછી સૌ હેલીમાં રમતા ને ભમતા હતા...

એક દેહ બીજા દેહમાં વિલીન થતો મેં જોયો..
ને પછી અર્ધ નારેશ્વર બની પૂજાતા હતા...

ચમકને ખંખેરતો પૂનમનો એ ચાંદ મેં જોયો..
ને પછી દોસ્તો જ અરુણને જગાડતા હતા...

પારસમણીનો સ્પર્શ મેં લાગણીમાં જોયો..
ને પછી સુવર્ણમય "જગત"માં નાચતા હતા...Jn

મૌન...ગઝલ...


અમે ચાલવાના હતા જે ડગર...
મળ્યા'તા ભલે આપ કારણ વગર..

હતા ચૂપ સૌના ચહેરા ભલે..
છતાં ભાળશે એ ટગરને ટગર...

અમે કેટલું બોલવાના હતા..
થયું એકઠું આજ આખું નગર...

હવે શું કહેવું અમારે ભલા..
બિડાણા છે તારા ને મારા અધર...

"જગત" જાણશે મૌન મારું હવે..
અમે ક્યાં જશું એક તારા વગર...Jn

આવુ મારું ગામ...ગઝલ...


લીલુડી ચાદર ઉપર હો' આભરે..
એ વતનનું ગામ, પાદર સાંભરે...

આદિત્યની ઓથમાં સૌ જાગતાં..
મોરલાના હો મધુર ટહુકાર રે...

ગામની શેરી મને પોકારતી..
જીવવી છે કાલને એ આસ રે...

સૌ રમત રમતાં અમે ભાગોળમાં..
ખોડુ લઇને ચારતો ગોવાળ રે...

સાંજ પડતાં સૌ ઘરે પાછા મળે..
જોઇને ભેંસો ઘમાણે ભાંભરે...

આથમે રવિ ખીલતી જ્યાં ચાંદની..
આરતીમા શંખના જ્યાં નાદ રે...

માણતું મીઠી નિંદરને આ જગત..
એ વતનનું ગામ, પાદર સાંભરે...jn

હરખ...


જાત શંકરાચાર્ય એ બાળી હતી..
મેં પ્રથમ આ જાત ઓગાળી હતી...

ધર્મને કાજે છે જે બલિદાન આ..
આજ આ સંસ્કૃતિ હરખાણી હતી...jn

પ્રેમ એટલે...


કોઇ પણ
જાતની અપેક્ષા
વિના મારા
કાંડા પર
અજોડ પ્રેમના
બંધન સ્વરૂપે
બાંધેલુ તારું
રક્ષા કવચ...Jn

સ્ત્રી એટલે... પીડાની


પરાકાષ્ઠાએ
હોય અને
નવશીશુને
જોતાજ
આનંદની
ચરમ સીમાએ
પહોંચી જાય...Jn

સ્ત્રી એટલે...


સમર્પણ
માટેનો
પર્યાયવાચી
શબ્દ...
ત્યાગની
પરાકાષ્ઠા...Jn

સ્ત્રી એટલે...


પોતાનો
પડછાયો
બની સતત
આગળ પાછળ
દોડતી દિકરીને
એક જ ક્ષણમાં
કન્યાદાન
સ્વરૂપે સૌથી
મોટું દાન કરવા
વાળુ પાત્ર...Jn

સ્ત્રી એટલે...


લજ્જા જેનું
ઘરેણું છે..
વાણીમાં જેના
માધુર્ય છે..
ને યૌવનની
જેનામાં
ખુમારી છે...Jn

Saturday, August 13, 2016

પ્રેમ એટલે...


જાણી
જોઇને
રીસાવું
ને પછી
કેટલાય
પાપડ
મારી પાસે
સેકાવવા...jn

આજને જ જીવુ છું હું....ગઝલ...


હામ હૈયામાં હવે શોધુ છું હું..
યાદ કરવા જો તને ભૂલું છું હું...

રાત આવે એટલે સમણા સજે..
હાથના તકિએ હવે પોઢું છું હું...

રોજ સંકલ્પો નવા કરવા મથું..
જોમ સાથે દોડવા જાગું છું હું...

તેજ છે રફતાર આખા વિશ્વની..
મસ્ત થઇને આજમાં ઝુમું છું હું...

કાલમાં ક્યારેય હું પડતો નથી..
આ 'જગત'ને આજમાં જીવું છું હું...jn

જગત...તરહી...ગઝલ...


મિત્ર ખોયેલા, બને પાછા મળે..*
ચિત્ર દોરેલા, હવે વાચા મળે...

ખોટ જેવા પણ હતાં સંબંધ એ..
જે મળે આગળ મને સાચા મળે...

જાત ઘડનારા હવે મળશે નહીં..
ક્યાંક જો કાંઠા હજુ કાચા મળે...

અંતમાં ઘર એક આરો હોય છે..
બસ હ્રદયમાં આખરે શાંતા મળે...

જોઇ લીધા માનવીના મન અમે..
અંતરંગો ક્યાંકથી આછા મળે...

સાપસીડીની રમત છે આ 'જગત'..
બંધ બેસે જ્યાં હવે ખાંચા મળે...Jn

પ્રેમ એટલે...


બંજર પડેલી
આ હ્રદયની
લાગણીઓ ને
વરસાદની જેમ
તારા સ્પર્શની
અનુભૂતિ કરાવીને
ખીલવવી...Jn

પ્રેમ એટલે...


તારી
બનાવેલી
સૃષ્ટિમાં
નિર્જીવ થઇ
પડેલા મારા હું ને
વરસાદ રુપી
તારા પ્રેમનો
સ્પર્શ મળતાજ
એક નવા
ચૈતન્યનું
મારામાં
ઉગી નિકળવું...Jn

પ્રેમ એટલે...


સતત
મારા હ્રદયમાં
રહીને
કોઇપણ
જાતની અપેક્ષા
ના રાખી
એને ધબકાવું...Jn

પ્રેમ એટલે...


આપની
like
સાથે
મળતો
પ્રતિભાવ...jn

Tuesday, August 9, 2016

માણસો...


હાથમાં Rolex શું પહેરી કેટલાય આખા બળી ગયા..
હાથ જોડી નમાવા વાળા બહારથી સલામ ભરી ગયા...

મંદિરમાં જઇ માગતા ને પત્થરો એટલા દેવ પૂજતાં..
લક્ષ્મીની લીલામાં નારાયણને જ ક્યાંક વિસરી ગયા...

ભાવ અને પ્રેમની ભૂખ સાથે થોડી માણસાઇ હતી..
હવે શું કહું આજકાલ માણસોનું એ બજાર ભરી ગયા...

કર્મોની ગતી ને વિધિના લેખમાં અમે ક્યાં માનતા..?
કરેલું ફોગટ નઇ જાય, આ એક ચુકાદાને સરી ગયા...

હાથની રેખાઓની અસર આ "જગત"માં જોઇ અમે..
એટલે જ આજ રામના નામે પત્થર પણ તરી ગયા...Jn

પ્રેમ એટલે...


મારા
સંપૂર્ણ
અનન્ય ચિત્તે
સંપૂર્ણ
ભાવ સાથેનું
તારા માટેનું
સંપૂર્ણ
સમર્પણ...Jn

પ્રેમ એટલે...


તારા
મનની
કોઇ પણ
વાતને
ના છૂપાવતા
સહજ ભાવે
મારી સાથે
વાગોળવી...jn

પ્રેમ એટલે...


કોઇ પણ
પરિસ્થિતિમાં
તારા બદલાયેલા
વાણી વર્તનને
સહજ ભાવે
એને સ્વિકારી
તને સંભાળવી...Jn

પ્રેમ એટલે...


તારા
સવાલોનો
જવાબ હું
અને મારા
જવાબોનો
આધાર તું...Jn

પ્રેમ એટલે...


સમગ્ર
બ્રમ્હાંડમાં
હજારો
લાખો ને..
કરોડોની
મેદનીમાંથી
એક તારું
મને મળવું
આજ તો છે
જગતાતનો પ્રેમ...Jn

આપ અમારા...તરહી...ગઝલ...


આ એજ છે ગઝલ કે જેમાં છે પ્રાસ મારા..*
આ એજ છે હવા કે જેમાં છે શ્વાસ મારા...

છે તો ઘણા અમારા આ વિશ્વની જમાતે..
પણ તોય આપ એ સૌમા આમ ખાસ મારા...

ઉગશે ખરો જીવન કેરો બાગ પણ હવે તો..
પાડી ગયા જીવનમા આવી એ ચાસ મારા...

ખીલી વસંત આજે મ્હેકી ગયું છે ઉપવન.
ભાગ્યે હવે લખાવાનું છે એ પ્રભાસ મારા...

ફાડી હ્રદય બતાવે જે રામ, હોય મારુતિ..
જો છે ઘણા "જગત"માં એવાય દાસ મારા...jn

જન્મારો...ગઝલ...

રાતભર આંખો ભલે રડતી રહી..
ઓશિકામાં ચીસ સળવળતી રહી...

હું વિચારોના વમળમાં જે ચડ્યો..
ને હ્રદયની ઉર્મિ ટળવળતી રહી...

છૂટવા લાગી હવે ધબકાર પણ..
ને સવારી સૂર્યની ચડતી રહી...

જોતજોતામાં ભળી છે મેદની..
એક એકની આંખ છલકાતી રહી...

કર્મનો સાક્ષી થયો આગળ ભલો..
રામના નામે હવા વાતી રહી...

જીવનું છે શીવ સાથેનું મિલન..
પંચમ્હાભૂતે રખ્યા ભળતી રહી...

છૂટવા માંડી "જગત"ની મોહિની..
આગની જ્વાળા હવે ઠરતી રહી...Jn

Tuesday, August 2, 2016

જીવતર...ગઝલ...


કામણ કેવું પડવા જેવું..
કારણ ક્યાં છે રડવા જેવું...

એક તમારાથી તો હાર્યા..
જગ સામે શું લડવા જેવું...

કામ અમે કરવાના એવું..
સૌના દિલમાં ચડવા જેવું...

મઝધારે જઇ ડૂબી જાવું..
જીવન તો છે તરવા જેવું...

કર્મોના સરવાળા માંડ્યા..
છે હિસાબ હવે કરવા જેવું...

અંતિમધામે જઇને બેઠા..
બાકી શું છે બળવા જેવું...

''જગતા''તે પણ આવું પડશે..
જીવ્યા એવું ધરવા જેવું..?..Jn

કબર... તરહી...ગઝલ...


હ્રદયમાં જરૂરી છે ચાહ રાહબરની..
નજરને મળી રાહ આજે નજરની..*

ભરેલા હશે જામ એના નયનમાં..
પછી જો મજા કેટલી છે સફરની...

ચડે છે નશો જે અમારી સંગતનો..
થવાની નથી જાણ આવી અસરની...

અમે તો વસ્યા કેટલાયે હ્રદયમાં..
બન્યા મૌન, જાણ ક્યાં એ ખબરની...

કદરદાન જો ને હવે તું અમારા..
તને તો ખબર પણ નથી એ કદરની...

ચડાવી રહી છું હવે તું કુસુમને..
'જગત'ને ભલી ક્યાં ખબર એ કબરની...jn

જાય છે એ કાન... ગઝલ...


આમ સૌની લાગણી જ્યાં સળવળે છે..
આંખ ભીની લાગણીએ ટળવળે છે...

શ્યામ તારી વાંસળી હું સાંભળું છું..
ગોપ ગોપી જેમ દિલમાં કળ વળે છે...

ગોધુલી ઊડી, બન્યો તું પાંડુરંગી..
જોઇને આંખો અમારી ઝળહળે છે...

આ સમીરે રાસ રમવા દોટ મૂકી..
વૃક્ષમાં વૃંદાવને એ હળહળે છે...

મારવા કુદકો ભલે તૈયાર થ્યો છે..
આજ જમના પણ હવે તો ખળખળે છે...

ગોકુળીયાંની અમે વાતો કરીએ..
ગોધને પણ વાત આખી ચળવળે છે...

જાય છે એ કાન મથુરાના નગરમાં..
આ 'જગત'ની આંખ આજે ઝળઝળે છે...Jn