Tuesday, November 15, 2016

સંકલ્પ...

રાત આખી જાગવા પરવાનગી આજે મળી છે..
કોણ જાણે પ્રેમ કરવાની હવે ઇચ્છા ફળી છે...

આંખને ઊજાગરા સાથે ભલે સગપણ બંધાયું..
આંસુઓને પણ નવા સંકલ્પની આશા મળી છે...Jn

Happy Childrens Day


love u MAA...
એક પ્રસંગ આજ આંખો સામે રમવા લાગ્યો...

રડતા બાળકને એની માતાએ
હાથમાં લઈ આલુલુ....
ઉલુલુ.... કહ્યું ને બાળક તરત
છાનુંમાનું રમવા માંડ્યું...
મારી જીજ્ઞાસા વધી ગઈને
બહેનને પૂછ્યું કે એને તમે શું
કહ્યું કે એ તરત હસવા લાગ્યું..!!
એક હળવા વિજયી સ્મિત સાથે
મને જવાબ મળ્યો.. એને સમજવા
તમારે મારું બાળક બનવું પડે...jn

પ્રેમ એટલે...


કોઇ એકની
સાથે વાત
કરતા કરતા
સહજમા જ
દિલમા દબાયેલા
દર્દને ઉચકવાનું
મન થાય....jn

પ્રેમ એટલે...


જ્યારે હું
સેલ્ફી લઉં
ત્યારે મારા
ચહેરા પર
જે smile આવે
એનું કારણ તું...
ત્યારે એમજ
લાગે કે હું
તારી સામેજ છું
ને તું કહે છે
Smile..😄..jn

પ્રેમ એટલે...


મંદિરમાં
બિરાજમાન
જગત પતિને
નમન કરતાજ
મારા માટે કાંઈજ
ના માગતા
બંધ આંખોમાં
જે ચહેરો ઝંખાય
એના માટેની
અદમ્ય ઉત્સાહ
સાથેની માગણી...jn

Social Animal... ગઝલ..

જવાની તો જવાની છે હવે શાને ડરે છે..?
પળે પળને તો માણી છે પછી શાને મરે છે...?

કરમની છે એ સઘળી ગતિ ભલા શાને રડે છે..?
ચડે છે ચોપડે ચિત્રગુપ્તના જે પણ કરે છે...?

કરેલું કર્મ ફોગટ તો નથી ગીતા કહે છે..
ઉઠીને લાગ કામે આમ શાને તું ફરે છે...?

બની બેઠા છે સામાજિક જનાવર આજ માણસ..
જે લાગ્યું હાથ.. કાગળ હોય તો પણ એ ચરે છે...

'જગત'માંથી હવે શું લઇ જવાનું છે અમસ્તા..
અરે મર્યા પછી તો લાશ પણ જોને તરે છે...Jn

મનખો... ગઝલ...

જીવન હવે ખડતલ કરી ચોપી જવું છે મને..
મર્યા પછી વળતર ભરી રોપી જવું છે મને...

આવી હશે ભૂલો હિસાબોમાં તમારા ભલે..!
આ ખોટનું ગણતર ગણી જોખી જવું છે મને...

ચણતા જતાતા મંજલો જીવન તણા આયખે..
સંબંધનું ચણતર ચણી ચોટી જવું છે મને...

ગાવા છે ગીતો જીંદગીના આજ એવા લખી..
સૌ ગાય વારંવાર એમ ગોખી જવું છે મને...

માનવ થયા છે સાવ સૂકા લાગણીઓ રહિત..
ભાવો ભર્યું મંતર ભણી મોહી જવું છે મને...

કર્મો ગણીને ડાઘુ થઇ સાક્ષી બનું જીવનો..
થઇ આગિયો બળતણ બની ધોખી જવું છે મને...

ભણ્યા 'જગત'ના પાઠ ને બેઠા છે ઠોઠડા બની..
અવતારનું ભણતર ભણી પોઢી જવું છે મને...Jn

જે. એન. પટેલ ( જગત )
+91 98240 91101
ગીત ગઝલ સ્પર્ધા - ૧ માટેની કૃતિ...

Monday, November 7, 2016

પ્રેમ પથ... ગઝલ...

 અધર ચૂમવા છે રસીલા મને પણ..
નથી વાગતા એમના કોઇ મારણ...

હવે ક્યાં ફરે જે હ્રદયમાં છે એકલું..
નથી જાગતા આમતો કોઇ સ્મરણ...

નજર પણ ભલી ક્યાં ભટકવા મથે છે.!
નથી ભાગતા  જામથી  કોઇ ભારણ...

ગવાશે ખરી આજ ગાથા પ્રેમીની..!
નથી આવતા આંગણે કોઇ ચારણ...

નથી ઝંખના કે નથી કોઇ આહટ..
નથી લાવતા ભોગના કોઇ કારણ...

જીવનને ભણેલા ગણેલા ભલે છે..
નથી જાણતા સ્નેહના કોઇ જારણ...

'જગત'માં અમારી કદર છે એ જાણ્યું..
નથી કાઢતા જેમના કોઇ તારણ...Jn

ધનતેરસની શુભેચ્છાઓ...

આજે છે આસો વદ તેરસ.એટલેકે ધનતેરસ.ધનતેરસ એટલે
લક્ષ્મી કે ધનપૂજાનો દિવસ. આજે દરેક
ઘરમાં લક્ષ્મીપૂજન થવાનું જ.ધનની પૂજા સાથે
મહાલક્ષ્મીની આરાધના કરવા આજે દરેક
વ્યક્તિ સજીધજીને તત્પર હશે અને આમ પણ કહે છે ને કે
પૈસો સર્વસ્વ નથી પણ જિંદગી જીવવા તેની પણ
જરૂર તો પડે જ છે.
જેની પાછળ જગત આંધળી દોટ મૂકે છે તે લક્ષ્મીને
ભારતીય સંસ્કૃતિએ પવિત્ર અને માતા સમાન માની છે.
લક્ષ્મીના પતિ ભગવાન વિષ્ણુ છે. પુરુષ તેનો પુત્ર છે.
વેદોમાં લક્ષ્મીની સ્તુતિ કરતાં કહ્યું છે, પાપકર્મો માટે
વપરાય તે અલક્ષ્મી. સ્વાર્થ માટે વપરાય તે લક્ષ્મી અને
નિ:સ્વાર્થ કાર્ય માટે વપરાય તે મહાલક્ષ્મી.
આપણા દેશમાં સ્ત્રી ને લક્ષ્મી સાથે સરખાવવામાં. આવે છે.
તો પછી આજના દિવસે ચાલોને એ ગૃહલક્ષ્મીની જ
પૂજા કરીએ તો કેવું..? અરે હાં મિત્રો જે હજી કુંવારા છે તેઓ
પણ સ્ત્રી શક્તિરૂપે રહેલી માતા કે
બહેનની પૂજા કરી શકે છે.
સૌ મિત્રો અને વડીલો ને ધનતેરસ ની ખુબ ખુબ
શુભકામના માં લક્ષ્મી તમારું જીવન સુખ-
સંપત્તિ થી ભરપૂર રાખે તેવી
જગત પતીને પ્રાર્થના..jn

કાળી ચૌદસ એટલે...

મહાન શક્તિની ઉપાસનાના...
આજના મંગલદીનની શુભેચ્છાઓ..

અશક્તિ જે બીજાને
પીડા આપવા માટે વપરાય..

શક્તિ જે માત્રને માત્ર મારા
માટે જ હું વાપરતો રહું...

કાલી કે જે પરકાજે બીજાને
માટે મારા થકી વપરાય...

મહાકાલી એ કે જે ફક્ત ને
ફક્ત પ્રભુ કાર્યાર્થે વપરાય...

અશક્તિ, શક્તિ, કાલી અને મહાકાલી આજના અનન્ય દિવસે મારે કોની ઉપાસના કરવાની..??

આજના મંગલદીનની
સૌને શુભેચ્છાઓ....

HAPPY KALI CHAUDASH...jn

દિવાળી એટલે....

અંધકાર પર પ્રકાશનો વિજય,
મારા જીવનમાં રહેલા વિકારો,
રાગ-દ્વેશ, વ્યસનો જેવ અનેક
દુર્ગુણોની સફાઇ કરવી...
મારા ઘરને જેમ દીવડાથી
સજાવું છું એમજ મારા જીવનને
મારા અંતરને પણ સજાવવાનો
દિવસ એટલે દિવાળી...
સૌના જીવનમાં સાચા અર્થમાં
દિવાળીનો ઉત્સવ ઉજવાય
એવી આજના આ મંગલ પર્વે
જગતના તાતને મારી પ્રાર્થના..jn