Monday, July 25, 2016

પ્રેમ એટલે...


મારા
પ્રેમનો
વરસાદ
વરસતાજ
તારું નવોઢા
બનીને
ખીલી જવું...Jn

પ્રેમ એટલે...


ઝરમર
ઝરમર
વરસતી
મીઠી છાંટડીનો
તારા ગાલ પર
સ્પર્શ થતાજ
તારી આંખોમાં
શરમનું
છલકાવું ને
તારું મલકાવું...Jn

પ્રેમ એટલે...


મારું તન
મારું મન
મારું કૌમાર્ય
મારું શીલ
લગ્ન પછી
માત્ર ને માત્ર
તારા એકના
માટે જ
સાચવીને રાખેલી
મારી એક
અનમોલ ભેટ...Jn

હુકુમની તીરી...


કો'ક કળથી કો'ક બળથી પણ મળે છે..
કો'ક હળવી કો'ક ભારે ક્ષણ મળે છે...

જ્યાં હુકુમની તીરી કોઇ ફેંકી જાય છે..
ત્યાં ત્રણ એક્કા છતાં હાર પણ મળે છે...jn

એક મેસેજ...


હા હું એક house wife' છું.
વહેલી ઉઠી ને મોડી સુવ છું,
સવાર થી સાંજ બધુ manage' કરુ છું,
રસોડામાં cook છું,
કોઈ વાર driver પણ બની જાવ છું,
સમાજમાં કુટુંબ ની re-presentive' છું,
પતિ સાથે પ્રેમિકા અને better-half' છું,
પરિવાર મા બધાની best-friend' છુ,
સ્કૂલ ની મીટીંગ મા perfect parent' છું,
તો પણ એક સવાલ હંમેશા ખટકે છે કે,
તારે ઘરમાં કામ શું હોય છે?
તુ તો ફક્ત એક house wife' છે.
અને હું હસતાં હસતાં કહુ છું કે સાચી વાત
હુ તો ફક્ત ને ફક્ત એક 'house wife' છું!...jn

ધીરજ...ગઝલ...

જે ઝુકશે... એ પામશે...
જે દોડશે... એ ફાવશે...

જે મથશે... એ જામશે...
જે કરશે... એ ભરશે...

જે નમશે... એ ગમશે...
જે ઉગશે... એ ઢળશે...

જે વાવશે... એ લણશે...
જે તપશે...એ ઠારશે...

જે ચાહશે... એ મળશે...
જે હામને... એ રાખશે...Jn

હું કોણ...??..ગઝલ...


લાગણીઓ લઇ પ્રેમનો ભર્યો છે દરબાર અમે..
અહેસાસોની ઓથમાં જોયા છે નિરાકાર અમે...

મન મંદિરમાં મનગમતો આપ્યો છે આકાર અમે..
બંધ આંખોમાં જ કરીએ છીએ સાક્ષાત્કાર અમે...

કરતા રહ્યાં છો અભિષેક મુખમાં લગાતાર તમે..
જેલ્યા છે તમારા ભરોસે કેટલાય પડકાર અમે...

હ્રદયમાં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે..
વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિના સાચા વારસદાર અમે...

સિંહને મોઢું ખોલવાનું કહી ગણિત ગણનાર અમે..
પત્થરે પાટુ મારી પેદા કરીએ એવા પાણીદાર અમે...

અટવાયા આજે ભોગવાદ ને ભ્રાંતવાદમાં અમે..
ચમત્કાર જોઇ દંડવત પડી કરતા નમસ્કાર અમે...

જીવ "જગત" જગદીશ સમજાવો ગીતાકાર તમે..
તમારોજ અંશ બની અવતરેલા અવતાર અમે...Jn

Saturday, July 9, 2016

સંતાન..

હું માનવી માનવ બનું તો ઘણું..
સમ્યક તનોતી જો બનું તો ઘણું...Jn

જગન્નાથ..

અંશ પણ છું, વંશ પણ છું..
આ જગતનો નાથ પણ છું...

માનવી પણ થઇ શકું છું..
સોશિયલ પ્રાણી એ પણ છું...jn

એક વખત...


સાયકલ લઇ ભાગતા થાક ક્યાં લાગતો..!!
આજ કારમાં પણ જોને થાકને હું માણતો...

રોટલીના બંબેડામાં તૃપ્તિના ઓડકાર ખાતો..
5* ના ભોજન જમીને પણ ભુખ્યો આવતો...

ઘરના કામ સાથે ભેંસ બકરીઓને ચારતો..
કામચોર બની ઘરની બહાર જવામાં ટાળતો...

ખૂલ્લા આકાશે તારલાઓની ટમટમ માણતો..
બંધ દરવાજે પડખા બદલી રાત આખી જાગતો...

સગા સ્વજનોને ઘરે વેકેશન આખું ગાળતો..
સોશિયલ સાઇટે હવે સ્ટેટસ સૌના ભાળતો...

ચાર મિત્રોના ઘેરામા દુનિયા આખી દેખતો..
4000ના લીસ્ટમાં એવા ચારને ક્યાં જાણતો.

ગામની ભાગોળના ભગવાનને ઓળખતો..
જાત્રાઓ કરી સેંકડો તોય એને ક્યાં માનતો...

પાટીમાં પત્થરની પેનથી જીવન પાઠ ભણતો..
પ્રોજેક્ટર પણ ભણીને પણ ક્યાં જખ મારતો...

નાથીઓ "જગત"નો, તોય મોજ ખરી માણતો..
બન્યો નાથાલાલ.. જીવન એ ક્યાં ગાળતો...jn

ફકિરી...તરહી...


જીંદગીની પળ તમે માગી હતી..
જીવવાની આશ ત્યાં ભાંગી હતી...

એક ઝીણી ક્ષણ મને વાગી હતી..*
એજ ક્ષણમાં જીંદગી ત્યાગી હતી...

સુઇ ગયાતા આજ અરમાનો હવે..
 કોણ જાણે, ઝંખના જાગી હતી...

સૌ અમારા દૂર થ્યા પળ વારમાં..
આમ આ દુનિયા હવે બાગી હતી...

છોડવાનું કોઇ કારણ ક્યાં, "જગત"..
બસ હવે ફકિરી મને લાગી હતી...Jn

આપ અમારા...તરહી...ગઝલ...


આ એજ છે ગઝલ કે જેમાં છે પ્રાસ મારા..*
આ એજ છે હવા કે જેમાં છે શ્વાસ મારા...

છે તો ઘણા અમારા આ વિશ્વની જમાતે..
પણ તોય આપ એ સૌમા આમ ખાસ મારા...

ઉગશે ખરો જીવન કેરો બાગ પણ હવે તો..
પાડી ગયા જીવનમા આવી એ ચાસ મારા...

ખીલી વસંત આજે મ્હેકી ગયું છે ઉપવન.
ભાગ્યે હવે લખાવાનું છે એ પ્રભાસ મારા...

ફાડી હ્રદય બતાવે જે રામ, હોય મારુતિ..
જો છે ઘણા "જગત"માં એવાય દાસ મારા...jn

નામ... ગઝલ...


હવે પંખી જો થાશું તો સદાએ નાચતા જઇશું..
ટહુકા સાથ ડાળીને અમે મલકાવતા જઇશું...

અમે આવ્યાં હતાં શું લૈ.! જવાના પણ હવે શું લૈ..
કરીશું કામ એવું, હાંક તમને મારતાં જઇશું...

ભરેલાં કેટલાં છે આંખમાં સમણા અમારીએ..
હવે જો જો તમારી આંખમાં પણ આંજતા જઇશું...

હ્રદયમાં લાગણીઓને ભરીને પણ તમે ચૂપ છો..
સમય આવી ગયો એને અમે નિતરાવતા જઇશું...

બહું સુંદર છે ઇશ્વરના જગતની એ બનાવટ પણ..
તમે પણ જોઇ લેજો એક નામ જ જાપતા જઇશું...jn

પૈગામ...

હવાને કોઇ પૈૈગામ તો
પહોંચાડો ને પરબારો..

હવે લાગે છે કે ઓછો પડ્યો
જાણે આ જન્મારો...jn