Sunday, September 25, 2016

મહા માનવ...ગઝલ...

કર્મ એવા એ કરીને પણ પુજાતા જાય છે..
ઋષિઓની રાહમાં ભગવાન થાતા જાય છે...

નામ મોટું હોય ને દર્શન ભલે ખોટા છતાં..
રામના નામે હવે પત્થર તો તરતા જાય છે...

ભાવ મોઘા થઇ ગયા ને ભાવના ભૂલાઇ ગઇ..
ઔપચારિકતા રહી ને નેન લડતા જાય છે...

ક્યાં લખાશે માનવી ઇતિહાસના પન્ના ઉપર..!
ઢાળમાં ઢળતા, વળાંકે આજ વળતા જાય છે...

છે હજુ તત્પર ''જગત''માં જાત આખી બાળવા..
આજ શંકરાચાર્યની જેમજ એ બળતા જાય છે...jn

Friday, September 23, 2016

તરુણી...

સમણા આવે એ પહેલાંજ ઉજાગરો મળી ગયો...
પાંખો આવે એ પહેલાંજ કોઇ પીંજરે ભરી ગયો...Jn

આવે છે...ગઝલ...

જેમ તું ખાસખાસ લાગે છે..
એમ તું આસપાસ આવે છે...*

જાત ઓગાળવી ગમે કોને..?
વાંસ પોલી બને ને' વાગે છે...

દાસ બનવું નસીબ સહેલું ક્યાં..!
મારુતી જેમ ભક્તિ માગે છે...

પાર્થની જેમ ધનુષ ઊપાડો..
કૃષ્ણનો સાથ ત્યાંજ લાગે છે...

અંશ થઇ અવતરણ કરે છે એ..
દેવકી જેમ જન્મ આપે છે...

પાળિયા જેમ થઇ પુજાવું છે..
કોણ વારે ચડીને ભાગે છે...

કોઇ તો જાગશે 'જગત'માંથી..
ઢોલ સાથે નગાર વાગે છે...Jn

સાયકલ...

બાળગીત...

નાની નાની સાયકલ
સાયકલ નાની નાની
સાયકલ નાની તો એ
અમારા સૌની વહાલી...

ગાતા ગાતા ગીતો અમે
સાયકલ સૌ ચલાવીએ
અભિવાદન સૌનું કરીને
મુખેથી મલકાઇ..એ...નાની..નાની..

હાથમાં ટોપી લઇને અમે
તો પવન સાથે રમી..એ
પતંગીયાની પાંખો માંથી
રંગોને ચોરાવી..એ...નાની..નાની..

સંઘે શક્તિ કલયુગે થઇ
એ પર્વતને પડકારી..એ
સાત સમંદર ઉપર ચાલી
'જગત'ને શરમાવી..એ...નાની..નાની..

નાની નાની સાયકલ
સાયકલ નાની નાની
સાયકલ નાની તો એ
અમારા સૌની વહાલી...jn

કંચન...ગઝલ...

દોર વગર પણ બાંધેલું છે આજે એવું બંધન જોયું..
પરકાજે પોતાની જાત ને ઘસતું એનું જીવન જોયું...

રેલમછેલ બની આજે લક્ષ્મી, જાણે આવી છે હેલી..
સંબંધોની ભિખને માગતું એક અનેરું માગણ જોયું...

મારું મારું કરતો હરપળ રમમાણ રહેતો પોતામાં..
બીજો એ બીજો ક્યાં..! દૈવી ગુણ ભરેલું આંગણ જોયું...

ભોગી રોગી ને જોગી બનવા બેઠો છે આજે યોગી..
માનવમાં માનવતાની ફોરમ ભરતું એ ચંદન જોયું...

સોના ચાંદી ને રૂપાથી અનમોલ કહું એવું આજે..
ઇશ્વરના આ જ 'જગત'માં નજરોથી મારી કંચન જોયું...Jn

Thursday, September 15, 2016

પ્રેમ એટલે...

બસ તને
એકને જ
મન ભરીને
ચાહવાની
મને પડેલી
એક મીઠી
આદત....Jn

સર્જન-વિસર્જન...ગઝલ...

સર્જન મારું જે જાણતો..
વિસર્જનને પણ એ માણતો...

સ્થાપન જ્યારે મારું થતું..
એક એક માનવ નાચતો...

કંકુ ગુલાલ ને અબીલ ઉડે..
વરઘોડો મારો નીકળતો...

સવાર સાંજ કરે આરતી..
બુદ્ધિથી પૂજી પૂર્ણ શ્રદ્ધા રાખતો...

"જગત" આખું ચડે હિલોળે..
વિસર્જન કરી સઘળું ભૂલતો...Jn

ગઝલ...

મનમાં આજે ઇચ્છા જાગે..
કાવ્ય સરિતા વહેવા માંગે...

વટ વૃક્ષ બનીને એ બેઠું..
હર હૈયા હરખાવા લાગે...

વૈચારિક વાદળ જ્યાં વરસે..
કવિઓની આજ કલમ ભાગે...

શેરને માથે આજ સવા શેર..
મીઠા મીઠા ઝઘડા જાગે...

છે જગત આમ અધીરું આજે..
હર એક ગઝલ ગાવા રાગે...jn

સ્ત્રી એટલે...

ઘરમાં સૌથી 
પહેલા જાગે,
નાના બાળકથી 
લઇ ઘરના વડીલ
સુધીની સૌની
તમામ જવાબદારીનો
હસતા મુખે 
સ્વીકાર કરીને 
અવિરત ચાલવા વાળી
એક પ્રેમ મૂર્તિ....Jn

હ્રદય કમળ...ગઝલ...

જેવું તેવું મારું લાગે..
હૈયામાં અજવાળું લાગે..

અજમાવે લોકો સૌ ભાગ્ય..
ક્યાં સારું ભમરાળું લાગે...

મારે કાજે તપતો ભાનું..
જીવન ક્યાં અંધારું લાગે...

હર દિલમાં બેઠો છે ઇશ્વર..
સમજે તો સૌ પ્યારું લાગે...

ભેદ મટે આમ જગતમાંથી..
તારું મારું આપણું લાગે...Jn

સ્પંદન...

ચુંદડી ઓઢી લઉ તારા નામની..
નજર ના લાગે આખા ગામની...

હર હૈયામાં સ્પંદન ના જાગે..
તો જગતમાં યુવાની શા કામની...Jn

ચાલ પકડ...

આજ અચાનક મને એ કહેવા લાગી
અહીંયા આવ મારે તારી સાથે આંધળો
પાટો રમવો છે..
ચાલ બેસ એમ કહી ગળામાંથી 
દુપટ્ટો કાઢી મારી આંખે બાંધી ઉભો 
કરી ગોળ ગોળ ફરાવી મને કહે ચાલ 
હવે પકડી લે મને તો ખરો..!
થોડીક વાર તો એના હાસ્યમાં 
જે આનંદ હતો એને માણવા 
હું એ દિશામાં દોડવા લાગ્યો 
પણ પછી એક તુક્કો સુજ્યો ને
મેં પણ મનમાં એક યુક્તિ અજમાવી 
આમતેમ જરા ચક્કર લગાવ્યા
ને પછી તરત બાહોને ફેલાવી ને હાંફતા
અવાજે કહ્યું હવે મારાથી તું નહીં.......
બસ પછી આગળના શબ્દો એની 
મજબૂત પકડમાંજ દબાઇ ગયા....
આ "જગત"માં આવી પણ રમતો છે કે
રમ્યા વાળા જ જીતાડી જાય છે...Jn

મેં ને તે...જોયું તું....

તળાવને કાંઠે એક જહાજ ને ડુબતું મેં જોયું તું...
સાગરના ખોળે એક નાવડું તરતું મે જોયું તું...

નભને ઓલ્યા ક્ષિતીજને અડકતું મેં જોયું તું...
ઝાંઝવાના જળમાં એક પંખી તરતું મે જોયું તું...

આંખોમાં તારી  ઉછળતું એક સમણું મેં જોયું તું...
ધબકારમાં તારી ઉછળતું નામ મારું મેં જોયું તું...

રોજ રોજ મસ્ત મસ્ત કેહતું ભગીનીયોનું ટોળું મેં જોયું તું...
ખુબ વહાલથી વહાલ કરતું એનું પ્રેમ ભર્યું હેત મેં જોયુંતું...

મૃગજળમાં પાણી પીતું એક હરણ મેં જોયું તું...
બંધ આંખે તારી કલ્પ્નાઓનું એક "જગત" મેં જોયું તું...jn

પ્રેમ એટલે...

બંધ 
આંખોમાં જ
જોયેલા
સમણાઓમાં 
તને 
મન ભરીને
ચાહવાનો 
મારા
મન સાથે
થતો કરાર...Jn

પ્રેમ એટલે...

તને જોતાજ
દોડીને
આલીંગનમાં 
ભરી તારા
ભાલ પર
એક હળવું
ચુંબન ચોડી
તારી આંખોમાં 
અનિમેષ નજરે
તને જોવું...Jn


પ્રેમ એટલે...

કોઇની
કલ્પના માત્રથી
એક એક
અંગોમાં
ગલગલીયા થાય
ને હૈયામાં
જાણે ફાળ પડે...Jn

પ્રેમ એટલે...

જેના
પર તમે
નિશંક 
બની
વિશ્વાસ 
કરી શકો 
તે વ્યક્તિ 
એટલે પ્રેમ...Jn

પ્રેમ એટલે...

બાહોને 
ફેલાવી
કોઇ એકને 
કસીને ભરવાનું 
મન થાય,
એક એક અંગો
આલીંગન ને ઝંખે,
પછી ભલેને 
આજુબાજુ 
હજારો
ઘટના ઘટે...Jn


પ્રેમ એટલે...

તું મને
ચાહે
અને હું
તને ચાહું
આ વ્યવહાર છે
પણ મારે તો
તને જ 
ચાહવી છે 
પછી ભલેને
તું મને ચાહું 
કે ના ચાહું..jn

પ્રેમ એટલે...

અંગોનું
આલીંગન 
એટલે જ 
પ્રેમ નહીં..
આંખોના 
ઇશારાની
પણ એક
પરાકાષ્ઠા 
હોય છે...Jn

પ્રેમ એટલે...

વાણી
વિચાર ને
વર્તનમાં 
જે પવિત્રતા
ભળાવે તે
એટલે પ્રેમ...Jn

પ્રેમ એટલે...

મૌન
રહીને
પણ
વાતોની
વણઝાર
ખડકે...Jn

પ્રેમ એટલે...

કોઇ એકને
કાંઈક કહેવા
માટે હોઠમાં
શબ્દોની હાર
ગોઠવાય ને 
બોલવા માટે 
એક પણ 
શબ્દ ના મળે...Jn

પ્રેમ એટલે...

કોઇની 
ધબકાર 
સાંભળતા જ 
રક્તની ધારા 
તેજ બનીને 
વહેવા લાગે...Jn

પ્રેમ એટલે...

કોઇ એક
અવાજ 
સાંભળતા જ
કાનમાં મીઠું 
ગુજન વાગે
ને હૈયામાં
ઉર્મિઓ 
નાચવા લાગે...Jn


પ્રેમ એટલે...

બંધ 
આખોમાં
હ્રદયના 
સ્પંદનો જાગે 
ને આંખોમાં 
અનેરો 
ઉત્સવ લાગે...Jn

પ્રેમ એટલે...

માણસના
હ્રદયમાં
જે
સ્થાન
જમાવે
તે એટલે
પ્રેમ...Jn

જરૂરી નથી તે વિજાતીય જ પાત્રો હોય

પ્રેમ એટલે...

હ્રદયમાં
જેને વસાવ્યા છે
એને જ કલ્પનાઓના
નગરની રાણી
બનાવી એના
પ્રેમનું શરણું
સ્વીકારવું....Jn

Saturday, September 3, 2016

માણસ કેવો..? તરહી...ગઝલ...



માણસ નામે ભજવાયેલો માણસ છે આ..*
જીવ માંથી શિવ બનવા વાળો માણસ છે આ...

રંગ ભરેલા વિશ્વ નો બે રંગી ને સાલસ..
કાચીંડાને પાછા પાડતો માણસ છે આ...

ચંદ્ર પર ચોપાય ઢાળી સૂતો મસ્તીમાં..
કહેવાતો કાળા માથાનો માણસ છે આ...

આકાશે તરતો ને પાતાળે જે ભમતો..
પત્થરમાં પુષ્પો ખીલવતો માણસ છે આ...

એક ઘા ને બે કટકા કરતા ના ખચકાતો..
ખોટે ખોટા ફાંકા મારતો માણસ છે આ...

ભૂલ્યો છે જે ભાવ ભરેલું જીવન આજે..
સ્વજનના પણ સામે પડતો માણસ છે આ...

જીવ 'જગત' જગદીશ તણી સમજણને જાણે..
ખોટે ખોટા કાંડો કરતો માણસ છે આ...Jn