Wednesday, October 26, 2016

વેદના...ગઝલ...

ભીંત આખી આજ ધ્રુજાતી રહી..
લાગણીઓ સાવ પીંખાતી રહી...

દર્દ સાથે એક ચીખો સાંભળી..
ને હ્રદયમાં આહ પટકાતી રહી...

એ દબાતા પગ મને સંભળાય ત્યાં..
પાંખ એનું નામ ફડફડતી રહી...

શું લખું હું..! ચીસ કે આ કલ્પના..!!
આંગળી ને પેન થરથરતી રહી..

આ 'જગત' ક્યારે સમજશે વેદના..!!
આજ આ ધબકાર ખચકાતી રહી...Jn

કાંઇક લખજે...ગઝલ...

તું અમારે નામ આખો જામ લખજે..
શ્વાસ સાથે એક ધડકન આમ લખજે...

આદતોની તું બધી મારી જાણકાર છે..
તોય ના સમજાય એવું કામ લખજે...

હોય છે દિલના બજારો, સાંભળ્યું છે..
બોલ બોલી, ને પછીથી દામ લખજે...

પ્રેમની ભાષા મને તો આવડે છે..!
હા તને જો કોઇ કે તો શ્યામ લખજે...

જો ભરોસો તું કરી શકુ તો સમજજે..
ના જ સમજુ તો ભરોસે રામ લખજે...

શોધવા જા મંદિરે, ના ભાળ મુજને..
તાતના ચરણે પછી તું ધામ લખજે...

બંધ આંખે હાક મારીને તો જોજે..
આ જગત આખું નમે એ ગામ લખશે...Jn

ક્યાં સુધી...ગઝલ...

જામ આંખોથી ભરો છો..ક્યાં સુધી પીવું કહો..!
આંસુ છલકે આંખમાંથી ક્યાં સુધી રડવું કહો..!

કીસ્મતો જ્યાં માનતી ના હોય ત્યાં સમજણ મળે..!
આમ મન મારી અમારે ક્યાં સુધી મથવું કહો..!

રાહ જોવાની અમે આદત ને બાંધી પણ ખરી..
આવવાના જ એ નથી.. તો ક્યાં સુધી ધખવું કહો..!

દોડની આખી રમતમાંથી હવે નિકળ્યા પછી..
જાત મારી આમ હું પણ ક્યાં સુધી થકવું કહો..!

આ જગત આજે બની બેઠું છે સુનમુનતા ભણી..
તો મને એકલ પછીથી ક્યાં સુધી બકવું કહો..!.Jn

માનશે...

હ્રદયને આવડે એવું કહી દેજે..
ગઝલ જેવી બહેરો તું લખી લેજે...

હવે માણસ થયો છે સાવ યંત્રનો..
રમકડાં જેમ તું ચાવી ભરી જોજે...

મનાવી લે હવે માની જશે એ પણ..
અને હા ના જ માને તો પછી કે જે...

સમય આવે છે સૌનો એ બધાં જાણે..
છતાં સમજાય ના તો તું ફરી મળજે...

જગત આખું ચરણમાં આવશે તારા..
મને તું એકવાર હુકમ જરા કરજે...Jn

Saturday, October 15, 2016

સ્ત્રી એટલે...


દિવસભર
આખા ઘરની
જવાબદારીઓ
પુરી કરતા કરતા
સાંજ પડે હરખભેર
સૌના માટે વાળાની
વ્યવસ્થા કરી સૌને
જમાડી નિરાંતની પળે
જ્યારે બેસે છે અને
એ જ પળે હું પણ તારી
પાસે બેસી તારા હાથને
મારા હાથમાં લઇ જ્યારે
એમ કહું છું આજ બહુ
થાકી હોઇશ નહીં....!!

અને તરતજ એક નવા
જોમ સાથે બધોજ થાક
દુર કરતું એક અનન્ય પાત્ર...Jn

પ્રેમ એટલે...


હું જ્યારે
ક્યાંય તારા વગર
ક્યાંય જઇને
આવું....
હમેશની જેમ
મને ક્યાંય સુધી
આલીંગનમાં ભરી
ને અચાનક દુર કરી
હાક મારી ને કહવું
લાવ મારા માટે
શું લાવ્યો છે..!!..Jn

પ્રેમ એટલે...


માનાર્હ પદના
ઉંબરે ઉભો
હોઉં ત્યારે પણ
તારો હાથ જાલીને
ચાલવાની મારી
એક ઘેલછા...Jn

પ્રેમ એટલે...


જાણું છું હું
તને ખૂલ્લા
વાળ રાખવા
ખુબ ગમે છે..
પણ હું જ્યારે
ગજરો લાવું ત્યારે
એ ખૂલ્લા વાળની
સાવ નાની અંબુડીમાં
તું જે હોંશે હોંશે
નાખવા તલ પાપડ
થઇ જાય છે તે
 એટલે પ્રેમ...Jn

હાઇકુ...

ચાલોો તો હવે..
સૌને જય શ્રી કૃષ્ણ..
શુભ રજની...

કાલે સવારે..
એજ મોજ મસ્તીમાં..
મળીશું પાછા...Jn

હાઇકુ...

આદિત્ય આવ્યો..
અરુણ સવારીએ..
જગ પ્રકાશ્યું...

વૃક્ષો હિલોળ્યા..
એક એક કરીને..
ચેતન થયા...

થૈ જાઓ બેઠા..
'કર' દર્શન સાથે..
ભોમ વંદન...

શુભ સવાર...
સૌને જય શ્રીકૃષ્ણ...
જય માતાદી...Jn

હાઇકુ...

આદિત્ય આવ્યો..
અરુણ સવારીએ..
જગ પ્રકાશ્યું...

વૃક્ષો હિલોળ્યા..
એક એક કરીને..
ચેતન થયા...

થૈ જાઓ બેઠા..
'કર' દર્શન સાથે..
ભોમ વંદન...

શુભ સવાર...
સૌને જય શ્રીકૃષ્ણ...
જય માતાદી...Jn

હાઇકુ...

બન્યું શીતળ..
હવે વાતાવરણ..
પૂનમ આવી..

ઓસની બુંદો..
વરસવા લાગી છે..
વળી ટાઢક...

ચાલો જાગો સૌ..
સોનેરી કિરણની..
થાય છે લાણી...

શુભ સવાર..
સૌને જય શ્રીકૃષ્ણ..
જય માતાજી...Jn

Thursday, October 6, 2016

હાઇકુ...

આવી સવારી..
મેઘ રાજાની ફરી..
ચાલને નાવા...

બુંદોમાં ફરી..
આજ આસો વરસે..
ચાલને નાવા...

માણીએ આજ..
મોસમને ફરીથી..
ચાલને નાવા...

પહેલા આવ..
મેઘને આવકાર...
ચાલને નાવા...

પછી કહીશું..
સૌને જય શ્રી કૃષ્ણ..
ચાલને નાવા...jn

પ્રેમ એટલે...


વર્ષોથી હ્રદયમાં
દટાએલી લાગણી
રૂપી કૂંપણો
અચાનક ડોકીયા
કરવા લાગે અને
હ્રદય ઝરુખો
ખીલી ઉઠે તે
એટલે પ્રેમ...jn

પ્રેમ એટલે...


જીંદગીને
વશ થઇને
જીવન ને
જીવવું એ નહી..!
જીંદગીને પ્રેમ કરીને
જીવનને જીવવું
તે એટલે પ્રેમ...Jn

પ્રેમ એટલે...

થાકેલા
હારેલા ને
કંટાળેલા
માણસને
જીવન જીવવાની
પ્રેરણા આપે
તે એટલે પ્રેમ....Jn

પ્રેમ એટલે...

ભવો ભવનો
સાથ
એટલું જ નહીં
પણ ચારજ પળમાં
જાણે આખી
જીંદગી હું
જીવી ગયો હોઉં
એવી અનુભૂતિ....Jn


Tuesday, October 4, 2016

વિલ...

હક છે મારો તારા દિલ પર..
લખ્યું છે મેં મારા વિલ પર...

તલ સમજીને મરવા લાગ્યા..
આતો માખી બેઠી ખિલ પર...Jn

હાઇકુ...

ચાલો તો હવે..
સૌને જય શ્રી કૃષ્ણ..
થઇ છે રાત...

મળીશું પાછા..
નવા ઉમંગ સાથે..
શુભ રજની...Jn

હાઇકુ...

આવી સવારી..
થયો અરુણોદય..
રવી પ્રગટ્યો...

હસતી ભોમ..
થયો ખીલખીલાટ..
ભાનું પ્રકાશ્યો...

જલદી જાગો..
આવી મીઠી સવાર..
જય શ્રી કૃષ્ણ...Jn

હાઇકુ...

સમય થયો..
નવી મોસમે કાલે..
મળીશું પાછા...

જય માતાદી..
સૌને જય શ્રી કૃષ્ણ..
શુભ રજની...Jn

નમન...

નમન તને..
ભારતની ભોમને..
કૃતજ્ઞી બની...Jn

હાઇકુ...

જાગી જાવ સૌ..
ઉગ્યું નવું પ્રભાત..
શુભ સવાર...

રાહ જુવે છે..
એક નવી સવાર..
જય શ્રી કૃષ્ણ...Jn

હાઇકુ...

ચાલો સૌ મિત્રો..
મનનો થાક ઉતારો..
મીઠી ઉંગથી...

ભેળાઇ જશે..
સમણાઓની સંગે..
આજની કાલ...

જય શ્રી કૃષ્ણ
મીઠા સમણા વાળી..
શુભ રજની...Jn

હાઇકુ...

બારી ખોલ..જો..
વાદળ ઓથે ભાનું..
સંતાયો આજ..

જગત ઝંખે..
અરુણની સવારી..
ઉલ્હાસ ભેર...

આવી ગયો છે..
શુભ સવારે આજે..
પ્રસન્નભાનું...

થાઓ તૈયાર..
સૌને જય શ્રીકૃષ્ણ..
શુભ સવાર...jn

હાઇકુ...

તારીને મારી..
પ્રિત તો યાદ હશે..
નાટક શાને...

કરેલો પ્રેમ..
પળમાં થોડો ભૂલુ..!
રગે રગે છે...

તારું મળવું..
મુજમાં ભળી જવું..
એકાકાર થૈ...

ચાલ માણીએ..
પળો ફરી પ્રેમની..
જગત માની...Jn

હાઇકુ...

પ્રિત તો કરી..
તે અને મેં સરખી..
કેમ રીસાણી..!!

તું જ કે મને..
ક્યાં કચાસ આવી..!!
મારા પ્રેમની...

દુર રહીને..
શું જતાવા માગે છે..!!
પ્રેમતો છે જ...

નાહકની છે..
જગતે રહેવાની..
કોશીશ તારી...Jn

Happy Navratri...

નવલી
નવરાત્રિમાં
નીતનીન
નવા નવા
નખરાંઓમાં
નાચસે
નર-નાર ને
નવયૌવન...Jn

જય ભારત...


ભારે કરી ભારે કરી ભારે કરી..
આજ ભારતના સપૂતે ભારે કરી...

આંતકી રાક્ષસને હણવા કાજે..
દશેરા પહેલા જ દિવાળી કરી...

બહારી શત્રુઓને શોધી શોધી..
ઘર આંગણે એના હોળી કરી...

વરસોથી નીતરતી આંખો હતી..
ભારત માતાની આજ હસતી કરી...

ઝુમો નાચો ગાઓ મોજ મનાઓ..
વર્ષોની આશ "જગત"ની પુરી કરી...Jn

વૃક્ષ... ગઝલ...


સરિતા માં ખળખળવું થોડું..
પાળે જઇ ટળવળવું થોડું...

ભાનું થઇ ઝળહળવું થોડું..
આગ બની ભડભડવું થોડું...

વલ્કલ રૂપી વસ્ત્રો ત્યજી..
ગરમીમાં સળવળવું થોડું...

થાય હિમાલય ટાઢો જ્યારે..
ઠંડીમાં  થરથરવું  થોડું...

વાતા વા માં આજે ઝૂમી..
ગીત હવે ગણગણવું થોડું...

બેસે છે વસંત હવે એને..
કૂંપણને ફળફળવું થોડું...

વૃક્ષો થઇ પરકાજે આજે..
આ 'જગત'માં ટમટમવું થોડું...Jn