Saturday, December 31, 2016

Love...ગઝલ...

લખતા લખતા લવ પણ થાશે..
જ્યારે  હાથે એ કલમ ચડશે...

એકલા એકલા જો જો હસશો..
મનનો મણિઘર જ્યારે મળશે...

કર્મ તણા બંધન બંધાશે..
જ્યાં એક બીજાના મન ભળશે...

હૈયાની આજ શરમ છૂટશે..
આલીંગન આવીને ભરશે...

હોઠોથી હોઠ જરા સ્પર્શશે..
અંગે અંગ મહી કળ વળશે...

આંખોની ભાષા ક્યાં ફાવશે..!
બંધ નયન વાંચીલે.. નમશે...

લખતા લખતા લવ પણ થાશે..
આવું એક 'જગત' જો ગમશે...jn

પ્રેમ એટલે...

જમુના કિનારે
ગોવાળો સાથે
ગોધન ચારતો
ને... ગેડી દડો
રમતા રમતા
કાળીનાગને હણી
સૌ હ્રદયમાં
હિંમત ભરતો
એ શ્યામ
એટલે પ્રેમ...Jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...

ગોકુળની
ગોપીઓને ગમતો,
ગોવાળો સંગ રમતો,
દરેક માતાને
હેરાન કરતો,
દુશ્મનોને હણતો
તેમ છતાં સૌને
એ મારો લાગતો..
આવો નટખટ ને
નિર્દોષ કૃષ્ણ
એટલે પ્રેમ...Jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...

ગોકુળની
ગલીયુંમાં
ગ્વાલ બાલને
ગેલમાં રાખતો
બાલ કૃષ્ણ
એટલે પ્રેમ...Jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...


કૃષ્ણ જ નહિ...!!
એની વાંસળી,
વાંસળીનો સૂર,
મૂઘટે શોભતું મોરપીંછ,
ખભે ઝૂલતો ખેસ,
હાથે ધરેલું સુદર્શન,
એની ભક્તિ,
એની ઉપાસના,
એની.......Jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...


રાસ રમતો
મટકી ફોડતો
મહી મિસરીને
મથુરા મોકલી
એક એક ગોપીને
ક્રાંતિની દૂત બનાવતો
ક્રાંતિકારી કૃષ્ણ
એટલે પ્રેમ...Jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...

ઇંદ્રીઓથી
મળતાં સુખ
સાથે
ભાવથી
તરબોળ
લાગણીઓ
સાથેનું સમર્પણ...Jn

જે. એન. પટેલ ( જગત )

Friday, December 23, 2016

Happy Geeta Jayanti...

વેદો કેરો વિશ્વાસ હું લાવ્યો છું...
સમરાંગણના વિર લઇ હું આવ્યો છું...

ભારતમાંની લાજ બચાવવા આજે..
ભર ઊંઘે સમણામાંથી જાગ્યો છું...jn

તારી સાથે...

તારી સાથે વાતો કરવી રોજ ગમે છે..
જ્યારે જ્યારે તું આંખો સામે જ રમે છે...jn

Gaga..6

ચાલને...

ચાલને થોડી હવે મસ્તી કરીએ...
જીંદગીને પણ જરા હસતી કરીએ...

ક્યાં સુધી આ લાગણીઓ થીજવીશું..!
આપ થોડી હુંફ તો વહેતી કરીએ...Jn

પરમાર્થ...

માત્ર મારા માટે વાપરું એ સ્વાર્થ છે..
અને બીજા માટે વાપરું એ પરાર્થ છે...

કોઇ પણ જાતની અપેક્ષાઓ રહીત,,
ભગવાન માટે વાપરું એ પરમાર્થ છે...Jn

Tuesday, December 6, 2016

પ્રેમ એટલે...


મારા
લખાણમાં
હર ઘડી
હર પળ
તારું હોઉં
ને સતત મારી
કલમને પ્રેરણા
આપતાં રહેવું...Jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...


ભર મેદનીમાં
સ્વજનોના
સાથમાં પણ
જો એકલતા
સાલે...
ને આંખો
કોઇ એક ખાસ
ચહેરાને શોધવા
આમતેમ અટક્યા
વગર ભટક્યા કરે
તે એટલે પ્રેમ....jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...


બંધ આંખોના
આલીંગનમાં
પણ તારો સ્પર્શ
માણી તારા
એક એક શ્વાસને
મારામાં ભરી
એક અલૌકિક
સુવાસનો આસ્વાદ
મારામાં ભરવો...Jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...


તું જાણે જ છે
મારો ભૂલકણો
સ્વભાવ...
તો પણ તારી
નાનામાં નાની
વાતને યાદ
રાખવાનું મારું
ભૂલ ભરેલું ગાંડપણ...Jn

જે. એન. પટેલ ( જગત )