Friday, December 22, 2017

પ્રેમ એટલે...

મેઘાણી, આદિલ,
બેફામ, કાગ,
ર.પા હોય કે પછી
હોય દાદ....
એમની પંક્તિઓ
ગાતા કે બોલતા
તરત જ
ખુમારી સાથે હ્રદયમાં
થતા ગલગલીયા...Jn

જે. એન. પટેલ. ( જગત )

પ્રેમ એટલે...

તને
પામ્યા
પછી મારામાં
મારા "હું" નો
પુર્ણ હોવાનો
અહેસાસ...Jn

જે. એન. પટેલ. ( જગત )

પ્રેમ એટલે...

જેના પર
હક મારીને
હાક મારી શકું
એ પિતા...

બગડવાની
પરવા કર્યા વિના
મને સાફ કરતો એ
પાલવની
પાછળનો હાથ...Jn

જે. એન. પટેલ. ( જગત )

દ્વન્દ્વ....2 ગઝલ..

કંઇક અનેરા સૂર વહ્યા છે આપણી વચ્ચે..
દિલના દરવાજા ખૂલ્યા છે આપણી વચ્ચે...

ઉષ્માં અંગોની ને અધિરાઇ અધરની છે..
હોઠ પછી શ્વાસ ભળ્યા છે આપણી વચ્ચે...

કડકડતી ઠંડીમાં પણ વરસ્યો છું આજે..
તોફાની ચુંબન ખર્યા છે આપણી વચ્ચે...

સારસની જોડી પણ ઝંખે છે આઝાદી..
જંગ ભલેને છેડાયા છે આપણી વચ્ચે...

પાઘ હવે ભીંજાણી ને કાચળી વીખાણી..
સિસકારા જાણે ગરજ્યા છે આપણી વચ્ચે...

વક્ષ ભીડે બેડી જાણે કેદી પકડાયો..
પિસ્તોલ ભરીને ઘેર્યા છે આપણી વચ્ચે...

રણશીંગા ફુંકાયા, દ્વન્દ્વ ખેલાયો છે..
દુશ્મન સૌ આજે હાર્યા છે આપણી વચ્ચે...

અંતરમાં પથરાણી બુંદ પરાકાષ્ઠાની...
માદકતાના પુર વહ્યા છે આપણી વચ્ચે...

સંભાળી લે જે આ પળની સાથે યાદો..
ભાવ જગતમાંથી ભર્યા છે આપણી વચ્ચે...Jn

જે. એન. પટેલ..( જગત )

Monday, December 18, 2017

નવધા ભક્તિ...

શ્રવણમ્
કિર્તનમ્
સ્મરણમ્
પાદસેવનમ્
અર્ચનમ્
વંદનમ્
દાસ્યમ્
સખ્યમ્
આત્મ નિવેદનમ્

Saturday, December 9, 2017

દિકરી...

બંધન બાંધી ચાલી સરિતા..
સાગરનું મળવું સહજ છે...

વધાવીશું જાન આંગણે હસતાં..
ભાઈની આંખનું ભીંજાવું સહજ છે...

ઘરનો ખાલીપો કોણ જાણી શક્યું છે..?
કઠણ કાળજે ભાભીનું ડુસકું સહજ છે..

વટવૃક્ષ બની વિસ્તરતું રહ્યું છે..
પાંદડીનું પાનખરે ખરવું સહજ છે...

જગતમાં દિકરી માઁ નું બીજુ રૂપ છે...
સૌને સંભાળતી દિકરીને વળાવવું સહજ છે...Jn

Friday, December 8, 2017

ક્યાં..?...ગઝલ...

જીંદગી જેવી ગઝલ ક્યાં..?
ના ઉકલે એવી પઝલ ક્યાં..?

જામ ખાલી થઇ રહ્યો છે..
આંખમાં એની કઝલ ક્યાં..?

એકલા  આવી  જવાના...
સાથ ચાલે જે મઝલ ક્યાં..?

પ્રેમમાં પણ પીડ મળશે..
ઝંખના કરતી નઝલ ક્યાં..?

જાત આખી કોણ ધરશે..?
શ્રેષ્ઠ માનો એ બઝલ ક્યાં..?

ગીત ગાવા છે મને પણ..
પ્રાસ બેસે તે ગઝલ ક્યાં..?

ચાહનારા ક્યાં જગતમાં..!
નોંધ લઉં જેની, ફઝલ ક્યાં..?.jn

જે. એન. પટેલ ( જગત )

ગુરુ સ્પર્શ...ગઝલ

સ્પર્શ  મળ્યો તારો આગવો..
બન્યો આનંદ મારો આંધળો...

જીવન  કેરા  જંગો લડવા..
દિલમાં બુંગ્યો આજે સાંભળો...

શૌર્યની  ગાથાઓ  જાણી..
દુશ્મન પણ બનતો પાંગળો...

ક્યાંથી લાવીશું એ ખુન્નસ..!
યૌવનમાં ઘુસ્યો છે ડાગળો...

વૈચારિક ભાથુ મળે ક્યાંથી..
માના  હૈયે  લાગ્યો આગળો...

ડુસકા ભરતી સંસ્કૃતિ છે..
કોઇ તો લાવે, આજે કાંગળો...

થાય જગતમાંથી ચમકારો..
આવે અંશ ધરીને ચાંગળો...jn

જે. એન. પટેલ ( જગત )

On Line પ્રેમ...

તારું  D P રોજે રોજ બદલાય છે..
અહીંયા B P Up Down થાય છે...

Status જરા સમજીને લખવાનું..
વિચારોની Speed Over જાય છે...

Selfi માં બહુ નાટક નઇ કરવાના..
Mobile Screen  પણ ભીંજાય છે...

અને વારંવાર On Of નઇ થવાનું..
G N કહ્યા પછી એ જગાય છે...

જાગીને તરત જ G M કહેવાનું..
નઇતો Sunrise માથે ઝંખાય છે...

તારા Whatsup ના Green ટપકાં..
મને Hang કરીને પાછા સંતાય છે...

મેં હમણા Facebook ચાલુ કર્યું છે..
ત્યાં નવા Face નું જગત દેખાય છે...jn

Tuesday, December 5, 2017

ભોમ...ગઝલ...

ગામ મારું ગોકુળીયું ધામ રે..
હૈયું હરખે એવુ એનું નામ રે...

ભાઇચારાની ના કેવળ વાત રે..
દૈવગુણ સંસ્કારની જ્યાં નાથ રે...

સ્મૃતિ આપીને જગાડી આવતો..
પ્રેમથી સંભાળ લેતો રામ રે...

વિશ્વનો ચિંતક ભલો ગોઠે ચડે..
રાહ જેની ચાલતા એ શ્યામ રે...

થાય ચીર હરણ ભરેલી હો સભા..
પૂરતો  જે  ચીરને  એ  કાન રે...

ગાય ગાથા, ગાય ગૌરવ સૌ જનો..
કોખમાં માઁ ભારતીના ગામ રે...

શોધવાથી ક્યાં મળે છે રાહબર..
હર હ્રદયે બેઠો જગતનો નાથ રે...jn

ઓખી...હઝલ...

ઓખીની નોખી આ રીત છે..
કવિઓ કે' છે એની પ્રિત છે...

ઓખાનું પણ આપણા જેવું..
ઓખીની આગળ ક્યાં જીત છે...

મોસમની પણ કેવી મોજ..
ઓખીની આંખે મન મિત છે...

આ સમય પણ પરિક્ષા તો લે છે..
ઓખીનું મળવું એ જ ઠીક છે...

ઠંડી  સંગે  સાવન  લાવી..
ઓખીની બુંદો પણ શીત છે...

પ્રાર્થે  માનવ  મેઘાને સૌ..
ઓખીની તો સૌને બીક છે...

ચાલ જગતની એશીતેશી..
ઓખીની નોખી આ રીત છે...jn

Saturday, November 4, 2017

નુતનવર્ષાભિનંદન....

મિત્રાય નમઃ કહી..
તારા જેવી નિઃસ્વાર્થ મૈત્રી ભરું...

રવયે નમઃ કહી..
તારા નાદે જગતમા ગતિ ભરું...

સુર્યાય નમઃ કહી..
તારા જેવી શૌર્યતા જીવનમા ભરું...

ખગાય નમઃ કહી..
જીવનમા મીઠો કલશોર ભરું...

પ્રુષ્ણેય નમઃ કહી..
જીવનમા તૃપ્ત બની તૃષ્ણા ભરું...

આદિત્યાય નમઃ કહી..
અરુણની જેમ નિયમિતતા ભરું...

ભાસ્કરાય નમઃ કહી..
સતત આભાસ "જગત" મા ભરું...

નુતનવર્ષાભિનંદન કહી..
જગતની શુભકામના ભરુ..

શુભેચ્છક...
શ્રી રામ વિજય સો મીલ,
શ્રી ગણેશ ટીમ્બર માર્ટ,
શ્રી જગદીશ ટ્રેડર્સ,
શ્રી અંબિકા વે બ્રીજ,
સહ પરિવાર....

Thursday, October 19, 2017

સૌ સ્વજન જ્ઞાતી ભાઇઓને
દિપાવલીના મહાપર્વની શુભેચ્છાઓ...

સહર્ષ જણાવાનું કે આવતી કાલે
કારતક સુદ એકમ એટલે
આપણું નૂતન વર્ષ...
વર્ષની શરૂઆત સમગ્ર પરિવાર
એકબીજાને મન ભરીને મળે
એ માટે સૌ સમુહ મિલનમાં મળીશું...

મહિલા મંડળના સંકલનથી આપણી
સમાજના ભણતા બાળકોને દાતાશ્રી
દ્વારા  શૈક્ષણિક ઇનામ આપી સન્માનિત
કરી પ્રોત્સાહન આપવામાં આવશે.
તેમજ વિશિષ્ટ ક્ષેત્રમાં જેમણે સીધ્ધિ
મેળવીને સમગ્ર સમાજનું નામ આગળ
વધાર્યું છે એવા બાળકોને સન્માનિત
કરવામાં આવશે..

કહેવાય છે કે જેના અન્ન ભેળા
એના મન ભેળા.. આવા સરળ ભાવ
સાથે સૌ  સમુહ ભોજન લઇને
નવા વર્ષની શરૂઆત કરીશું...

સમય :- ૯ - ૦૦ કલાકે સવારના
સ્થળ :- સનાતન પાટીદાર વાડી

Monday, October 16, 2017

વાઘ બારસની શુભેચ્છાઓ...

એક વાત ક્લિયર કરવાનું મન થાય છે કે, આપણો તહેવાર વાઘ બારસ એ વાઘ બારસ નથી, પરંતુ વાક્ બારસ છે!
પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી કહે છે કે
શબ્દકોશમાં વાકનો અર્થ અપાયો છે, વાક્ = વાણી, વાચા, ભાષા.

વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે.

વાક્ એટલે વાચા કે ભાષાની દેવી છે સરસ્વતિ,
જેના કારણે જ સરસ્વતિ માતા ને વાગ્દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે..
મા સરસ્વતિ આપણી વાચા અને ભાષા સારી રાખે અને બુદ્ધિ ભ્રષ્ટ ન થતાં આપણા આચાર-વિચારો સારા રાખે એ સંદર્ભે આજે બારસ ના દિને મા સરસ્વતિની પૂજા કરવી જોઈએ.

વાકનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાંખ્યું અને વાઘના સંદર્ભે આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા માંડ્યો.

પરંતુ આપણી હિન્દુ સંસ્કૃતિ અને ફિલોસોફી એમ કહે છે કે,
લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જોવીએ.
જેથી જ આપણા વડવાઓ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસ ના દિવસે મા સરસ્વતિની પૂજા કરે છે.

તેથી વાઘ સાથે આ તહેવારને કોઈ લેવાદેવા નથી.

આજે તો મા સરસ્વતિની જ પૂજા થવી જોઈએ અને એમના ચરણોમાં નત મસ્તક પ્રાર્થના થવી જોઈએ કે,
 'હે મા, અમારે ઘરે તું લક્ષ્મી થઈને આવે એ પહેલા સરસ્વતિ થઈને આવજે, અમને સદ્દબુદ્ધિ આપજે અને હંમેશાં અમારી વાણી પર વાસ કરજે.'

જેનું દિલ સાફ હોવાનું એનું ઘર સાફ જ હોવાનું અને એટલે જ જેને ત્યાં પહેલા સરસ્વતિ આવી હોય એને ત્યાં આવતીકાલે લક્ષ્મી પણ રૂમઝૂમ કરતી આવશે..

🙏🙏🙏🙏🙏

Tuesday, September 12, 2017

માણસ...ગઝલ...

મારું મારું કરતો માણસ..
સારું સારું ભરતો માણસ...

ઉત્સવના ઉત્સાહે નાચે..
રંગે  ચંગે સરતો માણસ...

સ્થિર જીવનનું કે'તો સૌને..
ગામે  ગામે  ફરતો માણસ...

એકલતામાં  ચિંતા  સાલે..
બીજો આવે, ડરતો માણસ...

કામણ જાણે કાના જેવું..
હૈયે  હૈયે  તરતો માણસ...

લાલ લુગડુ જોતો એ જ્યારે..
તારો  બનવા  ખરતો માણસ...

આ જગતમાં સ્વમાન ઘવાતું..
રોજે  રોજે  મરતો માણસ...Jn

Monday, September 11, 2017

જીવન રંગ...ગઝલ...

રંગ ભર્યા ગગને ઉડવું છે..
જીવનના રંગને અડવું છે...

જાનીવાલીપીનારાનું..
મેઘધનુષ મારે બનવું છે...

બચપનમાં જઇ મારે પાછું..
માટીના  ઢગમાં  રમવું  છે...

શાળામાં પાટલી પર બેસી..
તોફાનો  કરતાં ભણવું  છે...

કોલેજે  બસ આંટો મારી..
બસમાં અપડાઉન કરવું છે...

તારા ડગલામાં ડગ માંડી..
ચાલ ફરી પ્રેમમાં પડવું છે...

ખૂલ્લા  આકાશે  માળામાં..
આ જગતમાં પાછા ફરવું છે...jn

Thursday, August 31, 2017

પાનખર...

પાંદડે પાંદડે પાનખર આવશે..
ઢાળતા નેનમાં જો નજર આવશે...

જે અણુએ અણુમાં સમાયો હવે..
આ જગત તાત, થૈ રાહબર આવશે...jn

Wednesday, August 30, 2017

જીવ...ગઝલ...

સૂતો એવો  આપણી વચ્ચે..
છે ક્યાં આજે સૌની વચ્ચે...

પડછાયો પણ ચાલ્યો છોડી..
ભરમેદની ચાલ્યાની વચ્ચે...

કર્મો કેરા બંધન બાંધી..
ભાથુ ભર્યું અગ્નિની વચ્ચે...

પંચમહાભૂતે ભળ્યું છે..
રામ તણા  નામોની વચ્ચે...

રાખ બનીને ઉડવા લાગી..
બળતા અંગારાની  વચ્ચે...

શોક થયો ને તર્પણ કર્યું..
લટકાવ્યો છે ઘરની વચ્ચે...

તોય જગત તો ક્યાં થંભે છે..
જીવન છે સ્વજનની વચ્ચે...Jn

મારો..."હું"...ગઝલ...

ધર્મના નામે ધતિંગો ચાલ્યા..
રામ રહીમના વાદો વાવ્યા...

માણસ કોડીમાં વેચાયો..
બેઠા  બેઠા  નેતા  ફાવ્યા...

મોટા ખોટા વાયદા કરતા..
ઘાસ ને ચારો ખાવા લાગ્યા...

છે  કરોડ  સમું  તારું યૌવન..
પારકા હાથા બનતા આવ્યા...

ધારે  તો  ધરતી  ધ્રુજાવે..
આંખો આડા કાને ભાગ્યા...

ધરતી  માનું  ધાવણ  લાજ્યુ..
નચિકેતા જ્યાં બે ત્રણ માગ્યા...

ચાલ જગતને જાણી લઇએ..
અંદરથી  ભણકારા  વાગ્યા...Jn

Friday, August 25, 2017

સ્ત્રી એટલે...

 
કહેવાય છે ને
કે હાથી જેવા હાથી
પણ ચાલ્યા જાય
અને કીડી પકડાઈ જાય
બસ એમજ 
બધાને સહન કરે
પણ પતિની એક 
નાની વાતમાં રિસાઈ 
જતું જગતનું
અનન્ય પાત્ર...Jn

જે. એન. પટેલ...( જગત )

સ્ત્રી એટલે...


જગત આખાને
સમજાવી શકું છું
પણ કોણ જાણે
તને સમજવામાં
ક્યારેય હું પાર
નથી પડ્યો....
આમ સમજીને પણ
ના સમજાય
એવું જગતનું
અનન્ય પાત્ર...jn

જે. એન. પટેલ...( જગત )

સ્ત્રી એટલે...


ક્યારેય કોઇ
મોટી અપેક્ષાઓ
ના બાંધતા...
કેમ છે આજે...!!
શબ્દો માત્રથી
ખુશ થઇ તૃપ્ત
રહેતું જગતનું
અનન્ય પાત્ર...jn

જે. એન. પટેલ...( જગત )

સ્ત્રી એટલે...


દેખા દેખી કરે
વાદ વિવાદ પણ કરે
અને અંતે
પોતાની પાસે જે છે
બસ માત્રથી તૃષ્ટીનો
આસ્વાદ માણતું
જગતનું
અનન્ય પાત્ર...Jn

જે. એન. પટેલ...( જગત )

સ્ત્રી એટલે...


ઘરના વડીલો
ઘરના બળકો
ઘરની દિવાલો
ઘરના ખૂણા
ઘરના.....
જેના એક જ હાસ્યમાં
જીવંત લાગે
આવું જગતનું
અનન્ય પાત્ર...Jn

જે. એન. પટેલ...( જગત )

સ્ત્રી એટલે...


હજારો કામ
ને સવાલથી
ઘેરાયલા પુરુષ
પાસે બેસી હળવા
આલિંગનમાં લઇ
કહે આજે બહુ
થાક્યા લાગો છો..?
અને બીજી જ પળે
બધોજ થાક
જાદુગરની જેમ
દુર કરતું જગતનું
અનન્ય પાત્ર...Jn

જે. એન. પટેલ...( જગત )

સ્ત્રી એટલે...


નાન બાળકને
ખોળામાં લે..
પતિને પણ માથું
ઢાળી ખોળામાં લે..
અને સમય આવે
તો બાપને પણ
આમ જ સંભાળે..
અને આખાય જગતથી
પર જઇ શાંતિ આપતું
અનન્ય પાત્ર...Jn

જે. એન. પટેલ...( જગત )

સ્ત્રી એટલે...


દયા રૂપે
મીઠા પાણીનું
ખળખળ અવિરત
વહેતું ઝરણું
ને એક જ પળમાં
ઇર્ષા રાગ દ્વેશ કરી
સમુદ્રમાં ભળતું
જગતનું
અનન્ય પાત્ર....Jn

જે. એન. પટેલ...( જગત )

Tuesday, August 22, 2017

પ્રેમ એટલે...


તારામાં
એકાકાર
બન્યા પછી
પણ મારી જાતને
સુરક્ષિત
મહેસુસ કરવી...Jn

જે. એન. પટેલ...

Monday, August 21, 2017

કાનો દોડે...ગઝલ...

મુરલી  માટે  મીરા  દોડે..
વાંસળી વાગે રાધા દોડે...

ગ્વાલો કાજે મટકી ફોડે..
વેણું  નાદે  ગૌધન  દોડે..

દુશ્મનના ત્યાં ડગલા ડોલે..
ગીતા સાંભળી અર્જુન દોડે...

સ્વપ્નોને સાકારિત કરવા..
સંગ  હરિશના સત્યો દોડે...

ચારણ કન્યા હાકલ પાડે..
કહેવાતો  એ  રાજા  દોડે...

વામન જ્યાંરે ડગલું માંડે..
ત્રિલોક બલી  છોડી દોડે...

અવતારો અવતરવા કાજે..
ભારત  માઁ  ની  કોખે  દોડે...

વાણીને સાંભળવા મારી..
મંદિર  મેલી  કાનો  દોડે...

આવ્યો છે સુદામાં આંગણે..
જાણી નાથ "જગત"નો દોડે...jn

Wednesday, August 16, 2017

મેઘલાડુની શુભેચ્છાઓ...

એક પરંપરા કહી શકો...
એક સંસ્કાર કહી શકો...

વર્ષોથી ઋષિઓ એ આપેલો એક સંસ્કાર,
મેઘરાજાની સવારી આવતા જ એને
વધાવવા ઘરે ઘરે મેઘ મેઘલાડુ બનાવી આવકારવા
એ જ પરંપરા આજે પણ યથાવત છે..
આજે પણ બાળકો મેઘરાજાની એ
શાહી સવારીને આવકારી ગાય છે....

આવ રે વરસાદ
ઢેબરીઓ પરસાદ
ઉની ઉની રોટલી
ને કારેલાનું શાક....jn

મૈત્રી...🌹🌹

કોઇ પૂછે તો કહેજો એકબીજાના દિલમાં રહીએ છીએ...
મુશ્કેલી આવે તો હિંમત વધારવા એકબીજાને કહીએ છીએ...

સુખનો ગુણાકાર ને દુઃખનો ભાગકાર કરીને રોજ..
હરખની હેલી વહાવવા ભૂલોને અમે ભૂલીએ છીએ...

સંબધોને અમે જીંદગીની પુંજીની જેમ સાચવ્યા છે..
એકબીજાની નાની મોટી કુટેવોને અમે સહીએ છીએ...

મિત્રોની મહેફિલ સદા અમારા હ્રદયમાં ભરેલી છે..
એટલે એકલતાની ઓથમાં પણ અમે રમીએ છીએ...

જગત આખું આજ એક મિશાલ બનાવી જોવે અમને..
કોઇ પૂછે તો કહેજો એકબીજાના દિલમાં રહીએ છીએ...jn

પ્રેમ એટલે...


હું કોઇ
દીપક નથી કે,
તું ફૂંક મારીશ
ને હું બુજાઇ
જઇશ...
હું તો એ
ધુપસળી છું
કે તારી ફૂંકથી
વધારે પ્રજવલીત
થઇ તારા
જગતમાં
સુવાસ ફેલાવી
જઇશ...jn

।। महिषासुरमर्दिनि स्तोत्रम्।।

अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दिनुते 
गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते ।
भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १ ॥
 सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते
त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते
दनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ २ ॥
 अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते
शिखरि शिरोमणि तुङ्गहिमलय शृङ्गनिजालय मध्यगते ।
मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ३ ॥
 अयि शतखण्ड विखण्डितरुण्ड वितुण्डितशुण्द गजाधिपते
रिपुगजगण्ड विदारणचण्ड पराक्रमशुण्ड मृगाधिपते ।
निजभुजदण्ड निपातितखण्ड विपातितमुण्ड भटाधिपते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ४ ॥
 अयि रणदुर्मद शत्रुवधोदित दुर्धरनिर्जर शक्तिभृते
चतुरविचार धुरीणमहाशिव दूतकृत प्रमथाधिपते ।
दुरितदुरीह दुराशयदुर्मति दानवदुत कृतान्तमते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ५ ॥
 अयि शरणागत वैरिवधुवर वीरवराभय दायकरे
त्रिभुवनमस्तक शुलविरोधि शिरोऽधिकृतामल शुलकरे ।
दुमिदुमितामर धुन्दुभिनादमहोमुखरीकृत दिङ्मकरे
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ६ ॥
 अयि निजहुङ्कृति मात्रनिराकृत धूम्रविलोचन धूम्रशते
समरविशोषित शोणितबीज समुद्भवशोणित बीजलते ।
शिवशिवशुम्भ निशुम्भमहाहव तर्पितभूत पिशाचरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ७ ॥
 धनुरनुषङ्ग रणक्षणसङ्ग परिस्फुरदङ्ग नटत्कटके
कनकपिशङ्ग पृषत्कनिषङ्ग रसद्भटशृङ्ग हताबटुके ।
कृतचतुरङ्ग बलक्षितिरङ्ग घटद्बहुरङ्ग रटद्बटुके
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ८ ॥
 सुरललना ततथेयि तथेयि कृताभिनयोदर नृत्यरते
कृत कुकुथः कुकुथो गडदादिकताल कुतूहल गानरते ।
धुधुकुट धुक्कुट धिंधिमित ध्वनि धीर मृदंग निनादरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ९ ॥
 जय जय जप्य जयेजयशब्द परस्तुति तत्परविश्वनुते
झणझणझिञ्झिमि झिङ्कृत नूपुरशिञ्जितमोहित भूतपते ।
नटित नटार्ध नटी नट नायक नाटितनाट्य सुगानरते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १० ॥
 अयि सुमनःसुमनःसुमनः सुमनःसुमनोहरकान्तियुते
श्रितरजनी रजनीरजनी रजनीरजनी करवक्त्रवृते ।
सुनयनविभ्रमर भ्रमरभ्रमर भ्रमरभ्रमराधिपते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ ११ ॥
 सहितमहाहव मल्लमतल्लिक मल्लितरल्लक मल्लरते
विरचितवल्लिक पल्लिकमल्लिक झिल्लिकभिल्लिक वर्गवृते ।
शितकृतफुल्ल समुल्लसितारुण तल्लजपल्लव सल्ललिते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १२ ॥
 अविरलगण्ड गलन्मदमेदुर मत्तमतङ्ग जराजपते
त्रिभुवनभुषण भूतकलानिधि रूपपयोनिधि राजसुते ।
अयि सुदतीजन लालसमानस मोहन मन्मथराजसुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १३ ॥
 कमलदलामल कोमलकान्ति कलाकलितामल भाललते
सकलविलास कलानिलयक्रम केलिचलत्कल हंसकुले ।
अलिकुलसङ्कुल कुवलयमण्डल मौलिमिलद्बकुलालिकुले
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १४ ॥



करमुरलीरव वीजितकूजित लज्जितकोकिल मञ्जुमते
मिलितपुलिन्द मनोहरगुञ्जित रञ्जितशैल निकुञ्जगते ।
निजगणभूत महाशबरीगण सद्गुणसम्भृत केलितले
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १५ ॥
 कटितटपीत दुकूलविचित्र मयुखतिरस्कृत चन्द्ररुचे
प्रणतसुरासुर मौलिमणिस्फुर दंशुलसन्नख चन्द्ररुचे
जितकनकाचल मौलिमदोर्जित निर्भरकुञ्जर कुम्भकुचे
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १६ ॥
 विजितसहस्रकरैक सहस्रकरैक सहस्रकरैकनुते
कृतसुरतारक सङ्गरतारक सङ्गरतारक सूनुसुते ।
सुरथसमाधि समानसमाधि समाधिसमाधि सुजातरते ।
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १७ ॥
 दकमलं करुणानिलये वरिवस्यति योऽनुदिनं सुशिवे
अयि कमले कमलानिलये कमलानिलयः स कथं न भवेत् ।
तव पदमेव परम्पदमित्यनुशीलयतो मम किं न शिवे
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १८ ॥
 कनकलसत्कलसिन्धुजलैरनुषिञ्चति तेगुणरङ्गभुवम्
भजति स किं न शचीकुचकुम्भतटीपरिरम्भसुखानुभवम् ।
तव चरणं शरणं करवाणि नतामरवाणि निवासि शिवम्
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ १९ ॥
 तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननु कूलयते
किमु पुरुहूतपुरीन्दु मुखी सुमुखीभिरसौ विमुखीक्रियते ।
मम तु मतं शिवनामधने भवती कृपया किमुत क्रियते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ २० ॥
 अयि मयि दीन दयालुतया कृपयैव त्वया भवितव्यमुमे
अयि जगतो जननी कृपयासि यथासि तथानुमितासिरते ।
यदुचितमत्र भवत्युररीकुरुतादुरुतापमपाकुरुते
जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥ २१ ॥

Saturday, August 5, 2017

વીર પસલી... એટલે...

આપણા વડીલો આપણા ઋષિઓ
પાસેથી વારસામાં મળેલો એક સંસ્કાર..
શ્રાવણ માસ એટલે વર્ષ દરમ્યાન
આવતા શ્રેષ્ઠ દિવસો...
શ્રાવણ માસ એટલે ભક્તિથી છલોછલ
ભરેલા દિવસો...
શ્રાવણ માસ એટલે વર્ષાની હેલીના
દિવસો...
શ્રાવણ માસ એટલે દાન પુણ્ય કરવાના
ઉત્તમ દિવસો...

આપણો મુખ્ય વ્યવસાય ખેતી સાથે
સંકળાયેલો હોવાથી શ્રાવણ માસમાં
સમયની પણ સગવડતા રહે અને
આવા પવિત્ર દિવસોમાં ભાઇ પોતાની
બહેનના ઘરે હરખાતો હરખાતો જાય
અને બહેનને પોતાની કમાણીનો
પ્રસાદ સ્વરૂપે એક ભાગ ધરે અને
બહેનના ઘરે સમગ્ર વર્ષ દરમ્યાન
આવા દિવસોમાં જઇ એના હાલાવાલ
લઇ મળીને રેણ કરીને આવે...

વીર પસલી આપવા આવેલ ભાઇના
સ્વાસ્થય અને વિકાસમાં સતત પ્રગતિ
થાય એવા આશિષ સાથે બહેન ભાઇને
રક્ષાકવચ સ્વરૂપે રાખડી બાંધે છે...
આવી વિશિષ્ટ પરંપરા ઉભી કરી સમગ્ર
"જગત"ને આવા અનન્ય સંસ્કાર પ્રદાન
કરનાર વડીલોને ઋષિઓને મારા
કોટિ કોટિ વંદન...jn

સંસ્કૃત ભાષાને વંદન...


આપણે આપણી આસપાસ ઘણીવાર
સાંભળીએ છીએ કે સંસ્કૃત ભાષા
એ દેવોની ભાષા છે...
એ પવિત્ર ભાષા છે...
શબ્દોનું શુધ્ધીકરણ આ ભાષામાં છે...
પણ કેમ...??
એના માટે કોઇ કારણ ખરું..??
જવાબ આપણા બધાની પાસે છે... હા...
પણ કારણ...!! તો જવાબ ના...

મારી સમજણ પ્રમાણે એક કારણ આપું...

સંસ્કૃત ભાષા જે લોકો બોલે છે એમના
માટે પૃથ્વી એક પરિવાર છે...
આ વસુંધરા ને જાણે વસુધૈવ કુટુંબકમ્ બનાવવાની એક લગન છે...
અને અંગ્રેજી બોલવા વાળા લોકો માટે
વિશ્વ એક વેપાર છે...

પરિવારમાં પ્રેમ હોય છે ને
બજારમાં વેપાર...
પાયામાં જઇ મૂળ ને જાણીશું તો
તરત સમજાશે કે આપણી
માતૃભાષા સંસ્કૃત છે...
માટે જ કહું છું આ "જગત"માં
માઁ ના ધાવણ પછી
જો કોઇ શ્રેષ્ઠ ટોનીક હોય તો એ
માત્ર ને માત્ર માતૃભાષા છે...Jn

એ રાત...

આજેય યાદ છે Decemberની એ રાત.
એમની એમ જ એ પળોને મે તાજી રાખી છે.
પહેલો સ્પર્શ તારો આહાહા......
પાસે બેસીને અચાનક મને આલીંગનમાં
ભરીને મારા પર વરસી જવું ને બસ
એમ જ મારું પણ તારામાં વિટળાઇ જવું,
કેટલીયે પળો બસ આમ જ ચાલી
બંધ આંખોમાં મારી ને તારી કલ્પનાઓનો
કેટલાય ઘોડા દોડતા રહ્યા ને ધબકાર તો
જાણે ઉછળી ઉછળીને બહાર આવી જાય
એમ ધબકતી હતી.
હું બોલતો રહ્યો આ તોફાન ને પાછું વાળી લે
ને તું સીસકારા ભણતી બોલી ભલે જાનુ
આજ આવવા દે તોફાન વરસી જા આજે
જાણે વરસોથી તરસી હોઉં એમ મારા અધરોમાં
અમૃતપાન હોય એમ બસ પીતી રહી ને
એનો નશો જાણે મને ચડતો હોય એમ
હું મદહોશ બનતો ગયો..
ખીલી હોય વસંત ને કળીયો ખીલીને
બિડાય એમ અંગો એકબીજામાં એકાકાર
થવા આતુર બનતા રહ્યા.
હોઠની છાપ તારા એક એક અંગમાં
જાણે ઇજારો ના હોય એમ જ
તારા લમણાને લાલ કરી કાનમાં
મીઠું ગુંજન કરી ગળામાં મીઠો
ટહુકાર ટાંકીને અતિ સંવેદનશીલ એ
સારસના જોડાને આઝાદ કરવા
હળવેથી પીઠમાં આંગળીના ટેરવાને
સરકાવી એની હથકડી જાણે ખોલી હોય
એમ ખોલીને હોઠમાં ભરેલી લાલી જાણે
અહીંયા જ ખાલી કરી નાખું એમ
એ સારસની
જોડી મારમાં ભરતો રહ્યો ને તું જાનુ..ઉઉ..
એક ત્રાડ સાથે તારા પુરા જોશ સાથે
મને કસીને ભીસી લીધો...
કેટલીયે ઇન્દ્રીઓ આજ આ મિલનને
 પરાકાષ્ઠાએ લઇ જવા જાણે કટીબધ્ધ
થઇ હોય એમ મથી રહી છે
હૈયાના ઉભારને હોઠ બહેકાવી રહ્યાં હતાં
હાથની રેખાઓ એક એક આવરણને
હટાવી પોતાની છાપ ત્યાં પાડતી હતી...
ખુલ્લા થતા ઉદરના ઉચાપાતને અટકાવા
અધરની હેલી વરસાવી હતી મેં ને અચાનક
મારા મસ્તકને નાભીમાં હળવેથી દાબીને મને કમરથી કસીને તારા વક્ષમાં
ભીસી લીધો હતો ને તારા અંગોની ભીનાશ
મારી ખુલ્લી છાતીમાં ઝંખાતી હતી...
હળવેથી તારી ભરાવદાર જાંગોની પકડ
ઢીલી થઇ હતી ને તરત માર હોઠ તારી કમરમાં
ચોડી દીધા હતા હળવે હળવે તારી જાંગ પર
કસીને દાંતની છાપ પાડીને તેં
કસીને મને દાબ્યો જેમ વરસાદી બુંદો પડેને
સુવાસ મહેકાવે બસ એમ જ તારા અંગોની
ભીનાશથી હું બહેકાયો હતો...
અચાનક માથાના વાળને ખેંચી મને ઉપર
લઇ ચાર હોઠને એક કરી મારામાં સમાવા
વેગીલી થઇ પડી અને પછી બસ ક્યારે
આ બે તન એકાકાર બની એકબીજામાં
સમાવા મથવા લાગ્યા એ ના મેં જાણ્યું
ના તેં જાણ્યું ને પરાકાષ્ઠાની બુંદો ક્યારે
એકબીજાને તૃપ્ત બનાવી એકાકાર
બનાવી ગઇ હતી Decemberની એ રાત...
હા જાન આજે પણ યથાવત છે એ રાત...
આજે પણ સાચવીને રાખી છે જાન એ રાત...jn

Wednesday, July 26, 2017

અમદાવાદ...

ચાંદ ઉપર પણ લોકો જઈ ને આયા
તને ચાંદખેડા માં ક્યાં શોધું...?

અવઢવમાં હું રહું
તને ઓઢવમાં ક્યાં શોધું...?

વાડ જ નથી રહી કોઈ
વાડજમાં ક્યાં શોધું...?

સેટેલાઇટ બનીને
તુ ફરતો રહે નભમાં,
મિથ્યા હું ફરતો તુજને
સેટેલાઇટમાં ક્યાં શોધું...?

બે પલની શાંતિ નથી
બોપલમાં ક્યાં શોધું...?

એટીએમમાં તુ મળતો નથી
સીટીએમમાં ક્યાં શોધું...?

ગોતું તોય મળતો નથી
ગોતામાં ક્યાં શોધું...?

થઈ તેજ પણ પહોંચું નહી
થલતેજમાં ક્યાં શોધું...?

વટવાળો છે તુ માન્યું પણ
કહે વટવામાં ક્યાં શોધું...?

તારા સરખો જ તારો પડછાયો કોઈ
સરખેજમાં ક્યાં શોધું...?

શાહી તારા હર બાગ, તને શાહીબાગમાં ક્યાં શોધું...?

ના રોડા કોઈ રોકે પણ
નરોડામાં ક્યાં શોધું...?

પુર "સરસ" હોય કે "દરિયા"
તને" ગોમતી" માં ક્યાં શોધું...?

દરવાજા "લાલ" હોય કે "ત્રણ",
તને "દિલ્હી"માં
ક્યાં શોધું...?

સોલ ને પામવાની આ સફર,
તને સોલામાં ક્યાં શોધું...?

ના કોલ તુ મારા ઉપાડે
તને નિકોલમાં ક્યાં શોધું...?

હર ઘાટના પાણી પીધા ને
ચાંદ પર પણ જઈ આવ્યો,

કહે તને ઘાટલોડિયા ને
ચાંદલોડિયામાં ક્યાં શોધું...?

કાંકરા રહયા તારી રાહમાં
તને કાંકરિયામાં ક્યાં શોધું...?

ના રોલ એમાં કોઈ મારો
તને નારોલમાં ક્યાં શોધું...?

રાય ખડતલ આપ તું
તને રાયખડમાં ક્યાં શોધું...?

રખે આલેખન હું કરું તને
રખિયાલમાં ક્યાં શોધું...?

પલળીને વરસાદે તુજને
હું પાલડીમાં ક્યાં શોધું...?

આશા ના રેવા દીધી જરા
તને અસારવામાં ક્યાં શોધું...?

કે બાકીના એરિયામાં પણ
ના મળવાનો તુ ઈશ્વર,

છતાં અમથો આ વાદ કરી
'અમદાવાદ'માં ક્યાં શોધું...?

તુ રહે જગતના કણ કણમાં ને હું મંદિરે મંદિરે ક્યાં શોધું...jn

Thursday, July 20, 2017

ઋણ... ગઝલ...

વેદો કેરા વિશ્વાસ ને લાવ્યો છું...
સમરાંગણના વીરો લઇ આવ્યો છું...

ભારત માઁ ની આજે  લાજ બચાવવા ..
ભર ઊંઘે સમણામાંથી જાગ્યો છું...

ગીતાકાર  કહે  એ  રીતી  લઇને..
હર દિલમાં પ્રીત જગાડવા લાગ્યો છું...

કુણ્વન્તો વિશ્વં આર્યં સાકારવા..
પાર્થ  કેરી  રાહે  હું  ભાગ્યો  છું...

અટવાયા છે સૌ ભોગીના નાદે..
જાત ઘસી મારી જગમાં ચાલ્યો છું...

શૂરાતન  ચડતું  ગાઇને  જેને..
ચારણ લલકારે એવા કાવ્યો છું...

ધરતી માઁ નો ઋણી થઇને જગતમાં..
પાંડવ કેરી સેના લઇ આવ્‍યો છું...Jn

Thursday, July 6, 2017

પરણીને આવ્યો...હઝલ...

બે પૈસાનું  બૈરું લાવ્યો..
લોકો કે' છે હું તો ફાવ્યો...

કોણે આ પ્રપંચ  કરાવ્યો..
સ્વયંવરનો ખેલ રચાવ્યો...

હરખાણો પણ કેવો જાણે..
ઇડરીયો ગઢ જીતી આવ્યો...

આનંદે  ઉત્સાહે  આજે...
ગામે આખો ચોક સજાવ્યો...

કંકુ  ને  ચોખા  સાથે  ફૂલો..
હરખી સૌ એ આજ વધાવ્યો...

નવ યૌવનની આંખો ફાટી..
કાગડો જો ને દહીંથરુ લાવ્યો...

આમ જગત આખું મલકાણું..
અપ્સરાની સાથે પરણાવ્યો...Jn

Saturday, June 17, 2017

સાચું ને...!!

ક્યાં સુધી આમ તડપાવીશ..
ક્યારેક તો બાહોમાં આવીશ...

એકલતા હવે નથી ફાવતી..
ક્યારેક તો સાથે ચાલીશ...

ઉંગ પણ વેચાઇ ગઇ છે...
ક્યારેક તો સવારે જગાડીશ...

લે તું તો સાવ સુનમુન છે..
ક્યારેક તો મને બોલાવીશ...

જગતથી ક્યાં અજાણ છું..
ક્યારેક તો તું પણ માનીશ...Jn

જગદીશ...ગઝલ...

સૌ અણુએ અણુમાં સમાયો હવે...
આ જગતના કણે કણ નિહાળ્યો હવે...

વૃક્ષમાં વાસુદેવ જ એ થઇને વસ્યો..
છોડમાં આજ રણછોડ ભાળ્યો હવે...

રાતભર જાગતો મૂજમાં એ ધબકી..
ભોર થઇ સ્મૃતિ સાથે જગાડ્યો હવે...

કર્મનું આ ગણિત શીખવા જેવું છે..
જાણતો હું છતાં ભવ બગાડ્યો હવે...

આ જગત પણ સલામો કમાલને કરે..
જીવને સ્નેહથી જો, સજાવ્યો હવે...jn


Sunday, June 11, 2017

પ્રેમ એટલે...


પર પુરુષનો
સ્પર્શ માત્ર પણ
અકળામણ
અનુભવ કરાવે...
અને ગમતા
પુરુષનું આલીંગન
પણ ઓછું લાગે...Jn

જે. એન. પટેલ... ( જગત )

પ્રેમ એટલે...


ઘણું બધું 
કહેવાનું 
મન કહે ને 
અચાનક બસ
ચૂપચાપ 
બધું જ
તું સાંભળીલે...Jn

જે. એન. પટેલ... ( જગત )

Wednesday, June 7, 2017

પ્રેમ એટલે...

દરેક
વખતે
જીતવુ જ
પણ ક્યારેક
યોગ્ય સમયે
હારવું...jn

જે. એન. પટેલ... ( જગત )

સ્ત્રી એટલે...


દરેક જગ્યાએ
દરેક વખતે જીતવું જ
એવો મહાન આદર્શ
એટલે પુરુષ...
પણ યોગ્ય સમયે
જરૂર લાગે ત્યારે
હસતા મુખે હારવું
એવું મહાન વ્યક્તિત્વ
એટલે સ્ત્રી.....Jn

જે. એન. પટેલ... ( જગત )

Monday, June 5, 2017

શ્યામ કહું કે કૃષ્ણ... ગીત...

શ્યામ રે સંતાયો મારો 
મથુરાની વાટે..
બહુ રે ના તરસાવો હવે..
હ્રદયની તરસને... 
શ્યામ રે સંતાયો મારો...

શોધુ રે ક્યાં એને એકલતાની વાટે...
થાકી છે આંખો મારી ઢળતી આ રાતે...
ઘેલુ થયું છે  મન,,
યશોદાના લાલમાં...
બહુ રે ના તરસાવો હવે..
હ્રદયની તરસને... 
શ્યામ રે સંતાયો મારો...

ગોકુળની ઘેલી ગોપી સાદ કરે છે...
આકુળ વ્યાકુળ થઇને શ્વાસ ભરે છે...
આવીજા આજ મારી,,
મનની એ બાનમાં...
બહુ રે ના તરસાવો હવે..
હ્રદયની તરસને... 
શ્યામ રે સંતાયો મારો...

ગીતાને ગાઇ એણે માનવ્ય કાજે...
જાગી છે માનવ હૈયે વિરતા આજે...
જીવન પૂર્યું જગતમાં..
ખાલી ખોળીયામાં...
બહુ રે ના તરસાવો હવે..
હ્રદયની તરસને... 
શ્યામ રે સંતાયો મારો...jn

Wednesday, May 31, 2017

હું શું જાણું..?? ગઝલ...

મને ક્યાં એ ખબર મારે ભટકવું છે..
હવે તું બોલ આજે ક્યાં છટકવું છે...

બનાવી પારકો ક્યાં ચાલવાનું છે..!
ખુદને તારો ગણાવીને ભટકવું છે...

બની વેણી લટોને કેદ કરવી છે..
કમર પર રોમની સાથે લટકવું છે...

વસે છે આંખમાં કાજળ ને એ સુરમો..
નયને તારા મને પણ એમ ખટકવું છે

જગતની જાણ તો જગદીશને પણ છે..
નથી જાણી શક્યો હું.. ક્યાં અટકવું છે...jn

Tuesday, May 30, 2017

પ્રેમ એટલે...

કૃષ્ણ બની તું એકવાર ભૂલો પડ હવે..
અર્પણ કરવા હું મારી જાત લાવી છું...

જાણું છું જગતમાં પ્રેમ એટલે તું તું ને તું જ..
તને મળવા હું આખી કાયનાત લાવી છું...Jn

બોલ ગમશેને..??

બંધ આંખે આલીંગનમાં તને ચાંપીશ..
ઝાંઝવાના જળનો સ્પર્શ હું ચાહીશ...

ચુંબનનો પ્રકાર મને નથી ખબર પણ..
હોઠથી હૈયાના અંતર જરૂર માપીશ...

અધરની ઉષ્માને તું  મહેસુસ કરજે..
ઉભારને શાતા જો જે હું જ આપીશ...

નાભીની રુચાઓ છે અંગે અંગમાં..
એક જ ચુસકી ને રક્તને દોડાવીશ...

શરમ તારી ભલે તને રોકતી રહેશે..
આવરણ તારા ખૂલ્લી આંખે હટાવીશ...

તનમાં તરવરાટ તારા એવો જાગશે..
પડખા સાથે મારો સ્પર્શ હું જ કરાવીશ...

જગત આખું ભલે સામે જ હશે..
પરાકાષ્ઠાની બુંદ હું જ વરસાવીશ...jn

પ્રેમ એટલે...


દુનિયાદારી
છોડ્યા પછી
દુનિયાની અરેરાટી
જોઈને ખુદ
જગતાતને પણ
એમ થાય કે આને
હું ખોટો લઇ આવ્યો...Jn

પ્રેમ એટલે...

ઘણું બધુ
કહેવાનું
મન કહે
ને કાંઇ જ ના
કહી શકું..
છતા તું
બધુ જ
સમજી જાય...Jn

પ્રેમ એટલે...

ઘરમાં
ભગવાનનું
આહવાન થાય
ને હાકલ પડે
ત્યારે ખુદ
જગદીશને પણ
એમ થાય કે
મારે જગતમાં
જવું જ પડશે...Jn

જે. એન. પટેલ. ( જગત )

પ્રેમ એટલે...

કોઈ
પોતાનું
જ્યારે
હક
મારીને
હાક
મારે
તે એટલે
પ્રેમ...Jn

જે. એન. પટેલ. ( જગત )

Thursday, April 27, 2017

પ્રેમ એટલે...


તારા
વિચારોની
થતી
update માં
સતત મારા
વિચારોને
Upgrade
કરવા...jn

જે. એન. પટેલ.. ( જગત )

પ્રેમ એટલે


આખો
દિવસ મારી
મીઠી ખોદણી
કરતી રહે
ને સાંજ પડતાજ
અનિમેશ નજરે
મારી વાટ જોવે...Jn

જે. એન. પટેલ..( જગત )

પ્રેમ એટલે...

aaj nigenerations..

કોઇની સાથે
Break up
થયા પછી
એ કાલને
Pack up કરી
ફરી એક નવા
Make up સાથે
નવા ચહેરાનું
Check up...jn

જે. એન. પટેલ..( જગત )

Saturday, April 22, 2017

ઇશ..પ્રેમ....ગઝલ...

પ્રેમનો પત્ર આવતાં ઇશ્વરનું આજ ચરણ મળે..
વાંચવા જાઉં ને મારામાં જ સાવ અભણ મળે...

મૃગજળ પાછળ અચાનક દોડવા જાઉં ને હું..!
શોધતો મારીચ, ને સીતાનું ક્યાંક હરણ મળે...

રામ જેવો ભાઇ ક્યાં શોધીશ આખા વિશ્વમાં..
બાંધવા એવી લકિરને કોઇ એ જ લક્ષ્મણ મળે...

શોધતો ભાગીરથીમાં ભાગ્યના વ્યવહારને..
પુણ્ય સાથે પાપ ધોવા કોઇ એક  ઝરણ મળે...

કાલ કરવા કામ કહેતો હું ભલો જગતાતને..
આંખ ખોલું ને તરત એ ઢોલિયે જ મરણ મળે...jn

Saturday, April 15, 2017

નૈ કરું...

સુરતમાં આવ્યો છું, રાત અજવાળી નૈ કરું..
તોફાનીનું ગૌરવ છું એટલે મારાવાળી નૈ કરું...

કવિ જેવો ખરો એટલે મજુરી કાળી નૈ કરું..
રવી જેવો તેજસ્વી છું રાત પાળી નૈ કરું...

ઘેર ઘેર રૂપાળા દરડા જોઇ કલ્પનાઓ દોડાઉં..
પત્નીવ્રતા જેવો હું એટલે બીજી ઘરવાળી નૈ કરું...

ડર કે ડરવાનું કોઇના બાપથી પણ નહીં..
ગુસ્સો આવેય ખરો પણ ગાળાગાળી નૈ કરું...

સિંહ જેવી જીંદગી જીવવામાં રસ છે મને..
ખાવા માટે કરોળીયાની જેમ જાળી નૈ કરું...

મળવા આવીશ તને હિમાલયની ટોચ પર..
શ્રધ્ધા પૂર્ણ છે મારી, યાત્રા પગપાળી નૈ કરું...

જગતને સંભાળવાની જવાબદારી તારી છે..
તારા રસ્તે ચાલીસ પણ રખેવાળી નૈ કરું...

Tuesday, April 11, 2017

આજ...

ગાંમડા મેલી શહેરમાં આજ ભાગ્યા છે સૌ..
યંત્રવત થૈ મશીન જેમ દોડવા લાગ્યા છે સૌ...

ઓળખ આખી ખોરડાના નામે સૌ જાણતા..
પત્થરોના જંગલમાં પાટીયામાં ટાંગ્યા છે સૌ...

કહ્યું ક્યાં કહેવાય છે આજે જનેતાથી પણ..
વઢ ખાઇ માની હરખાઈ મોટા થયા છે સૌ...

હાથના કરેલા ઘા કોને બતાવે હવે માણસ..!!
AC ની ઓથમાં પણ જોને દાજ્યા છે સૌ...

ગોળીયો ખાઇને પણ ક્યાં સુવે છે માણસ..
લોરી સાંભળી માની છેક સવારે જાગ્યા છે સૌ...

મૃગલીની ચાલ ને પનઘટની પાળ ક્યાં ભાળો..!
જ્યાં ભાળો ત્યાં filter લટકાવા મંડ્યા છે સૌ...

ડોકિયું કરી રોજ આદિત્ય આવીને જગાડે..
સુર્યને શોધવા છેક પાર્ક સુધી દોડ્યા છે સૌ...

શરમ સરકારની ને લાજ દરબારની બની છે..
આંખ પણ ક્યાંક મળી તો લાજ્યા છે સૌ...

એલાર્મના અવાજમાં અટવાતું જાય છે જગત..
અહીં તો ભરબપોરે કુકડા તાડુક્યા છે સૌ...jn

પ્રકૃતિની તૃપ્તિ...ગઝલ...

તું પ્રણયના ફાગમાં રમતી રહી..
વાત સાથે જાત પણ ભળતી રહી...

રાત આખી મેઘલી વરસી રહી..
રાતભર હૈએ મને ભરતી રહી...

અંધકારો આવતો જોયો છે મેં..
ને મિલનની તું ઘડી ગણતી રહી...

જોઇ બારે મેઘ ખાંગાને આજ..
આ હ્રદયમાં કળ તને વળતી રહી...

આ હવા પણ મગ્ન છે જોવા મને..
ને નજર માદક બની ઢળતી રહી...

આહલાદકતા અમનમાં સાંભળી..!!
તૃપ્તિની કવિતા તું સાંભળતી રહી...

પ્રકૃતિના મિષ્ટાનનું છે આ "જગત"..
ઓડકારે આજ તું ચગળતી રહી...Jn

Thursday, April 6, 2017

સ્ત્રી..

હૈયું ખોલીને કરવી છે આજે વાત..
ને પછી ધરવી છે મારી આખી જાત...

કઈ જાતના વેર છે નથી સમજાતા..
ને પછી કહો તો થઇ જાય મુક્કા લાત...

અંતરમાં આવ્યું એક નવું ઉજાસ..
ને પછી જાગવી છે મારે આજ રાત...

સમણે સરવાળા માંડી કર્યો હિસાબ..
ને પછી વધી છે ભાગ્યમાં મુલાકાત...

સમજણ કેરા ભણીને આવ્યો પાઠ..
ને પછી તોય ના સમજાણી શરૂઆત...

ઘડતા તો ઘડી બેઠો છે આ નાર..
ને પછી હાથ ધોઇ બેઠો 'જગતા'ત...jn

ચંચળ મન....ગઝલ...

ઇશ્વર પણ મારો જીદમાં ચડ્યો લાગે છે..
કિસ્મતની સાથે મારો ઝગડો ચાલે છે..*
બોલ ભલો ક્યાં કોઇ હવે પડ્યો જાલે છે...

હર્યો ભર્યો છે આખો માહોલ ને આજે..
દિલ પર મારા જાણે એકલતા સાલે છે..

દોષોના ટોપલા કોના માથે હું ઢોળું..
ભાગ્યમાં મળવાનું, જે લખ્યું ભાલે છે...

પ્રેમના ભર્યા  આખા એ બજારો મંદીમાં..
તો  પણ ઊધારી તો આજે નૈ કાલે છે...

મોહરાં બન્યા છે સૌ ભોગોના માનવ મન..
આ 'જગત' પણ જોને નાચે તો પરતાલે છે...Jn

ગાગા..*..6

પ્રેમ એટલે...

લાગણીઓમાં
જ્યારે
ગરમાહટ ઝંખાય
ત્યારે
ભાવની ભીનાશ
વરસાવે તે
એટલે પ્રેમ...Jn

સ્ત્રી એટલે...


માઁ...
બાળકનું ઘડતર
કરતાં ખખડાવે...
અને સમય થાય
એટલે તરત જ
પાસે લઇ ખવડાવે...Jn

જે. એન. પટેલ ( જગત )

માઁ...

સવાર પડતાજ માથે હાથ ફરાવી જગાડે..
બાળગીતો ગાતા પાટલે બેસાડી નવડાવે...

તૈયાર કરી એના મનનો રાજ કુમાર બનાવે..
જગન્નાથ જગદીશ પાસે પ્રાર્થના ગવડાવે...

રમત રમતમાં થાય કોઇ મીઠા ઝગડા તો..
બાળકના ઘડતરના ભાગ રૂપે  ખખડાવે...

સુરજ તપે ને શોધતી એ હાથ જાલી..
સમય થાય એટલે પાસે લઇ ખવડાવે...

જગતથી  અજાણ ને મસ્તીમાં મશગુલ..
બાળવાર્તા કરી માથે હાથ ફરાવી સુવડાવે...Jn

happy HANUMAN JAYANTI...


આજનો મંગલદીન એટલે
વિર મારુતિ જેવી વિરતા
દાસ મારુતિ જેવી ભક્તિને
જીવનમાં લાવી જીવનને
શ્રેષ્ઠ બનાવવાનો દિવસ...

તેલ કે સીંદુર ચડાવીને નહીં
પણ તેમના ગુણોનું પૂજન કરી
તેવા ગુણોને મારામા સંકલ્પિત
કરવાનો દિવસ....

આજના આ મંગલ પર્વની આપ
સૌને ખૂબ ખૂબ શુભ કામનાઓ...jn

Saturday, March 18, 2017

પ્રેમ એટલે...


જીંદગીના
જુગારની
રમતમાં હાર
નિશ્ચિત જ હોય છે,
તેમ છતા હૈયે
ખુમારી તો જીતની જ
રાખી છેલ્લા શ્વાસ
સુધી એને ચાહવી...jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...


આજે પણ
તને ફોટામાં
જોતા જ
મારી ધબકારનું
તેજ થઇ
દોડવા લાગવું...Jn

જે. એન. પટેલ ( જગત )

હે કૃષ્ણ..


વારસામાં મળેલા ટહુકાને તું ટાંક..
કાં' તો મારી હુંડી મને પાછી આપ...

ગેડી દડાની આ રમતને બંધ રાખ..
કાં' તો એ કાળીનાગને આજે નાથ...

ચાલયો છે તું ભલે મથુરાની વાટ..!
આજ પછી ના કરતો કોઈ વાત...

કંશ જરાસંઘ ને પણ તું મારી નાખ..
ને તોય પાછો રાજનો મોહ ના રાખ..

રણ માંથી ભાગે તોય રણછોડ રાય..
એમાંય તું રાજનીતીજ્ઞ થઇને પૂજાય...

પાંડવોની પડખે ભલે ઉભો છે આજ..
ને ગીતાનું જ્ઞાન તોય 'જગત'ને કાજ...

હે કૃષ્ણ હે વાસુદેવ મુખે તારું નામ..
છૂટે 'જગત' ત્યાં સુધી કરીશ હું કામ...Jn

જગદીશ.... ગઝલ..

સૌ બની બેઠા દુખીયાના જ બેલી..
કોણ ખખડાવે હ્રદયની, આમ ડેલી...

લાગણીઓ પણ થવા લાગી છે કોરી..
કોઇ તો વરસાવજો ત્યાં આજ હેલી...

ચોપડા લાવ્યા છે ચિત્રગુપ્ત ને યમ..
ભૂલ જાણી આજ એકસો આઠ મેલી...

ઢાલ રૂપે બાંધવાના છે કરમને..
કાઢવાની ક્યાં જરુર છે કોઇ રેલી...

જાળ છે માયા ભણેલી આ 'જગત'ની..
ચાલવાની, ક્યાંક પહેલી ક્યાંક વહેલી...Jn

સમણાનો માળો... ગઝલ...


કંચન વર્ણી કન્યા લાવ્યો..
કહેતો ફરતો હું એ ફાવ્યો...

આખા ગામે આજ વધાવ્યો..
જાણે ગઢ જીતીને આવ્યો...

શરમાણીને ઘુંઘટ તાણ્યો..
આંખોમાં ઈશારો ભાળ્યો...

વાળી ટુંટિયું  હું હરખાયો..
મધુરજનીનો સ્વાદે માણ્યો...

સમણા માંથી ત્યારે જાગ્યો...
ભાનુએ જ્યાં ઢોલિયો ઢાળ્યો...

આંખો ચોળી ત્યાં રાડ પડી..
બાપાનો ડં કો ડો ભાળ્યો...

ચાલ 'જગત'ની શેર કરીએ..
સમણાનો પણ માળો બાંધ્યો...Jn

Wednesday, March 8, 2017

પ્રેમ એટલે...


તું જ્યારે
રસોડામાં
રસોઈ બનાવે
ને તારી ચૂડીઓના
ખનકાર સાંભળી
મને ભૂખ્યા
હોવાનો
અહેસાસ થાય...jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...



કાલે હું
આવાનો છું
એ વાતને
લઇને....
नैन बिछाऐ
बैठे है हम
कब आओगे
खत लिखदो...
વારંવાર આ
પંક્તિઓને
ગુનગુનાવવી...jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...


જાણું છું
તને
સાડી પહેરવી
ઓછી ગમે
તેમ છતાં
તારો ઘુંઘટ હું
ક્યારે આવીને
ઉઠાવીશ એવા
સમણા જોવા...Jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...


તારી સાથે
Break up
થયા પછી પણ
દરેક સ્ત્રીમાં તને
શોધવા મથવું...jn

જે. એન. પટેલ ( જગત )

Thursday, February 23, 2017

કર્મ...

ત્રણ ડગલે શું મળવાનું છે..
વામન થઇ વિસ્તરવાનું છે..*

કર્મો કેરા બંધન બાંધી..
જીવે પાછા ફરવાનું છે...jn

આહાહા...

તે મને સાગર કહ્યો, જાણે કોઇ ઘટના ઘટી..
ચાલ તારા મુખકમળને સજાવી દઉ...

જરજરીત થયેલા એ આલ્બમ જેવો..
તને ગમે તો, પ્રણયની હેલી વરસાવી દઉ...

આંગણુ ભલે ઉજ્જડ હોય ને હાથ ખાલી..
તુ કહીતો જો, હ્રદયે ઝરુખો ખીલવી દઉ...

વસંતની રાહ જોવી વ્યર્થ નથી લાગતી..!!
હું જ મારા વહાલનું વહેણ વહાવી દઉ...

હ્રદયમાં આજે પણ એજ ઘબકાર છે..
સાંભળ.. બસ આમજ સીનામાં દબાવી દઉ...

એકચિત્ત થઇ આલીંગનમાં ભિડે છે..
ફરીથી એકવાર આ "જગત"માં ભળાવી દઉ....jn

હાઈકુ..

પ્રજવલિત..
થયો છે વૈશ્વાનર..
કરી લો યજ્ઞ...Jn

બાહોમાં તારી
પિછાણ્યું મેં જગત
વૈકુંઠ જાણે...Jn

હું..નથી...તો..!! ગઝલ...

આંખ લાગી છે છતાં સગપણ નથી..
આ નશીલી આંખની સમજણ નથી...

આદતો પણ જાણવા ક્યાંથી મળે..
જાત આખીનું મને વળગણ નથી...

સાવ મોળો હોય છે સંસાર પણ..
લાગણીમાં ભાવનું ગળપણ નથી...

જે મળ્યાં છે એ બધા બંધન હશે..
હું કહું છું કોઇ પણ અર્પણ નથી...

ખાખમાં માણસ બળીને તો ભળે..
કર્મને બાળી શકે, બળતણ નથી...

જીવતા જે જીવડો નડતો રહ્યો..
એમનું મૃત્યુ પછી તર્પણ નથી...

વાંચવાની ના ગમે જો આ ગઝલ..
તો જગતમાં આજથી 'હું' પણ નથી...jn

Sunday, January 15, 2017

પ્રેમ એટલે...


હ્રદયમાં
જ્યારે
એક નવજાત
શીશુની જેમ
વિચારોનો
જન્મ થાય તે
એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...


જેમ પ્રસૃતિની
પીડાને બાળક
અનન્ય આનંદમાં
પલટાવે છે
બસ એમ જ
જીંદગીથી હારેલા
માનવ પ્રેમનો
સ્પર્શ પામતા જ
જીંદગીને ચાહે છે...jn

જે. એન. પટેલ ( જગત )

પ્રેમ એટલે...


કાકવંધ્યાની
કોખની જેમ
હ્રદયમાં થતો
વળવળાટ
એટલે પ્રેમ...jn

જે. એન. પટેલ ( જગત )

આવજે...

આવજે તું દોડતી, આ હ્રદયની ચાહ જો...
આ નથી મારો સમય, તું સમયની રાહ જો ! *

વાયદો કરવા ફરીથી મળીશું આ ભવે..
કેટલી હૈયે છે તારા, ખમેલી આહ જો...jn