Tuesday, September 12, 2017

માણસ...ગઝલ...

મારું મારું કરતો માણસ..
સારું સારું ભરતો માણસ...

ઉત્સવના ઉત્સાહે નાચે..
રંગે  ચંગે સરતો માણસ...

સ્થિર જીવનનું કે'તો સૌને..
ગામે  ગામે  ફરતો માણસ...

એકલતામાં  ચિંતા  સાલે..
બીજો આવે, ડરતો માણસ...

કામણ જાણે કાના જેવું..
હૈયે  હૈયે  તરતો માણસ...

લાલ લુગડુ જોતો એ જ્યારે..
તારો  બનવા  ખરતો માણસ...

આ જગતમાં સ્વમાન ઘવાતું..
રોજે  રોજે  મરતો માણસ...Jn

Monday, September 11, 2017

જીવન રંગ...ગઝલ...

રંગ ભર્યા ગગને ઉડવું છે..
જીવનના રંગને અડવું છે...

જાનીવાલીપીનારાનું..
મેઘધનુષ મારે બનવું છે...

બચપનમાં જઇ મારે પાછું..
માટીના  ઢગમાં  રમવું  છે...

શાળામાં પાટલી પર બેસી..
તોફાનો  કરતાં ભણવું  છે...

કોલેજે  બસ આંટો મારી..
બસમાં અપડાઉન કરવું છે...

તારા ડગલામાં ડગ માંડી..
ચાલ ફરી પ્રેમમાં પડવું છે...

ખૂલ્લા  આકાશે  માળામાં..
આ જગતમાં પાછા ફરવું છે...jn