Friday, December 22, 2017

પ્રેમ એટલે...

મેઘાણી, આદિલ,
બેફામ, કાગ,
ર.પા હોય કે પછી
હોય દાદ....
એમની પંક્તિઓ
ગાતા કે બોલતા
તરત જ
ખુમારી સાથે હ્રદયમાં
થતા ગલગલીયા...Jn

જે. એન. પટેલ. ( જગત )

પ્રેમ એટલે...

તને
પામ્યા
પછી મારામાં
મારા "હું" નો
પુર્ણ હોવાનો
અહેસાસ...Jn

જે. એન. પટેલ. ( જગત )

પ્રેમ એટલે...

જેના પર
હક મારીને
હાક મારી શકું
એ પિતા...

બગડવાની
પરવા કર્યા વિના
મને સાફ કરતો એ
પાલવની
પાછળનો હાથ...Jn

જે. એન. પટેલ. ( જગત )

દ્વન્દ્વ....2 ગઝલ..

કંઇક અનેરા સૂર વહ્યા છે આપણી વચ્ચે..
દિલના દરવાજા ખૂલ્યા છે આપણી વચ્ચે...

ઉષ્માં અંગોની ને અધિરાઇ અધરની છે..
હોઠ પછી શ્વાસ ભળ્યા છે આપણી વચ્ચે...

કડકડતી ઠંડીમાં પણ વરસ્યો છું આજે..
તોફાની ચુંબન ખર્યા છે આપણી વચ્ચે...

સારસની જોડી પણ ઝંખે છે આઝાદી..
જંગ ભલેને છેડાયા છે આપણી વચ્ચે...

પાઘ હવે ભીંજાણી ને કાચળી વીખાણી..
સિસકારા જાણે ગરજ્યા છે આપણી વચ્ચે...

વક્ષ ભીડે બેડી જાણે કેદી પકડાયો..
પિસ્તોલ ભરીને ઘેર્યા છે આપણી વચ્ચે...

રણશીંગા ફુંકાયા, દ્વન્દ્વ ખેલાયો છે..
દુશ્મન સૌ આજે હાર્યા છે આપણી વચ્ચે...

અંતરમાં પથરાણી બુંદ પરાકાષ્ઠાની...
માદકતાના પુર વહ્યા છે આપણી વચ્ચે...

સંભાળી લે જે આ પળની સાથે યાદો..
ભાવ જગતમાંથી ભર્યા છે આપણી વચ્ચે...Jn

જે. એન. પટેલ..( જગત )

Monday, December 18, 2017

નવધા ભક્તિ...

શ્રવણમ્
કિર્તનમ્
સ્મરણમ્
પાદસેવનમ્
અર્ચનમ્
વંદનમ્
દાસ્યમ્
સખ્યમ્
આત્મ નિવેદનમ્

Saturday, December 9, 2017

દિકરી...

બંધન બાંધી ચાલી સરિતા..
સાગરનું મળવું સહજ છે...

વધાવીશું જાન આંગણે હસતાં..
ભાઈની આંખનું ભીંજાવું સહજ છે...

ઘરનો ખાલીપો કોણ જાણી શક્યું છે..?
કઠણ કાળજે ભાભીનું ડુસકું સહજ છે..

વટવૃક્ષ બની વિસ્તરતું રહ્યું છે..
પાંદડીનું પાનખરે ખરવું સહજ છે...

જગતમાં દિકરી માઁ નું બીજુ રૂપ છે...
સૌને સંભાળતી દિકરીને વળાવવું સહજ છે...Jn

Friday, December 8, 2017

ક્યાં..?...ગઝલ...

જીંદગી જેવી ગઝલ ક્યાં..?
ના ઉકલે એવી પઝલ ક્યાં..?

જામ ખાલી થઇ રહ્યો છે..
આંખમાં એની કઝલ ક્યાં..?

એકલા  આવી  જવાના...
સાથ ચાલે જે મઝલ ક્યાં..?

પ્રેમમાં પણ પીડ મળશે..
ઝંખના કરતી નઝલ ક્યાં..?

જાત આખી કોણ ધરશે..?
શ્રેષ્ઠ માનો એ બઝલ ક્યાં..?

ગીત ગાવા છે મને પણ..
પ્રાસ બેસે તે ગઝલ ક્યાં..?

ચાહનારા ક્યાં જગતમાં..!
નોંધ લઉં જેની, ફઝલ ક્યાં..?.jn

જે. એન. પટેલ ( જગત )

ગુરુ સ્પર્શ...ગઝલ

સ્પર્શ  મળ્યો તારો આગવો..
બન્યો આનંદ મારો આંધળો...

જીવન  કેરા  જંગો લડવા..
દિલમાં બુંગ્યો આજે સાંભળો...

શૌર્યની  ગાથાઓ  જાણી..
દુશ્મન પણ બનતો પાંગળો...

ક્યાંથી લાવીશું એ ખુન્નસ..!
યૌવનમાં ઘુસ્યો છે ડાગળો...

વૈચારિક ભાથુ મળે ક્યાંથી..
માના  હૈયે  લાગ્યો આગળો...

ડુસકા ભરતી સંસ્કૃતિ છે..
કોઇ તો લાવે, આજે કાંગળો...

થાય જગતમાંથી ચમકારો..
આવે અંશ ધરીને ચાંગળો...jn

જે. એન. પટેલ ( જગત )

On Line પ્રેમ...

તારું  D P રોજે રોજ બદલાય છે..
અહીંયા B P Up Down થાય છે...

Status જરા સમજીને લખવાનું..
વિચારોની Speed Over જાય છે...

Selfi માં બહુ નાટક નઇ કરવાના..
Mobile Screen  પણ ભીંજાય છે...

અને વારંવાર On Of નઇ થવાનું..
G N કહ્યા પછી એ જગાય છે...

જાગીને તરત જ G M કહેવાનું..
નઇતો Sunrise માથે ઝંખાય છે...

તારા Whatsup ના Green ટપકાં..
મને Hang કરીને પાછા સંતાય છે...

મેં હમણા Facebook ચાલુ કર્યું છે..
ત્યાં નવા Face નું જગત દેખાય છે...jn

Tuesday, December 5, 2017

ભોમ...ગઝલ...

ગામ મારું ગોકુળીયું ધામ રે..
હૈયું હરખે એવુ એનું નામ રે...

ભાઇચારાની ના કેવળ વાત રે..
દૈવગુણ સંસ્કારની જ્યાં નાથ રે...

સ્મૃતિ આપીને જગાડી આવતો..
પ્રેમથી સંભાળ લેતો રામ રે...

વિશ્વનો ચિંતક ભલો ગોઠે ચડે..
રાહ જેની ચાલતા એ શ્યામ રે...

થાય ચીર હરણ ભરેલી હો સભા..
પૂરતો  જે  ચીરને  એ  કાન રે...

ગાય ગાથા, ગાય ગૌરવ સૌ જનો..
કોખમાં માઁ ભારતીના ગામ રે...

શોધવાથી ક્યાં મળે છે રાહબર..
હર હ્રદયે બેઠો જગતનો નાથ રે...jn

ઓખી...હઝલ...

ઓખીની નોખી આ રીત છે..
કવિઓ કે' છે એની પ્રિત છે...

ઓખાનું પણ આપણા જેવું..
ઓખીની આગળ ક્યાં જીત છે...

મોસમની પણ કેવી મોજ..
ઓખીની આંખે મન મિત છે...

આ સમય પણ પરિક્ષા તો લે છે..
ઓખીનું મળવું એ જ ઠીક છે...

ઠંડી  સંગે  સાવન  લાવી..
ઓખીની બુંદો પણ શીત છે...

પ્રાર્થે  માનવ  મેઘાને સૌ..
ઓખીની તો સૌને બીક છે...

ચાલ જગતની એશીતેશી..
ઓખીની નોખી આ રીત છે...jn