Thursday, January 25, 2018

અર્પણ... ગઝલ

આજ મારામાં ગઝલનો જન્મ થ્યો છે..
કાફિયા સાથે રદિફ પણ સળવળ્યો છે...

પંક્તિઓ સાથે ગતાંકડુ આવડ્યું‌ જ્યાં..!
પળ બે પળનો એક શાયર ત્યાં મળ્યો છે...

તાલ તૂટેલો હશે, ભૂલો ભર્યો લય..
લાગણી સંગ ભાવ પ્રેમને પાથર્યો છે...

ચાલતા  વાગોળશે  સૌ ધૂન મારી..
સાહિત્યની શોધમાં એક પગ ભર્યો છે...

શાયરોની  લાઇનો લાગી છે આજે..
ને નિજાનંદનો તો મેં કિમિયો કર્યો છે...

પૂર્ણનો છું એટલે અધુરો નથી હું..
પૂર્ણ માટે હું લખું તો ભવ ફળ્યો છે...

આ જગતની વાહ વાહનું કામ ક્યાં છે..!
શબ્દ જ્યાં જગદીશને મારો ધર્યો છે...jn

Tuesday, January 9, 2018

Chatting...

Facebook માં ફેસ બતાવી કમાલ કરી જાય છે..
Hi કહ્યા પછીયે hello ની ધમાલ કરી જાય છે...

રાત આખી green light બતાવ્યા કરે છે...
ને પછી કેટલાનાય જીવનમાં બબાલ કરી જાય છે...jn

પ્રેમ એટલે...

માતાના
ઉદરથી લઈને
અઘોરીના
મંદિર સુધીની
સફરમાં અવિરત
મારામાં રહીને
મને સાચવવો...jn

જે. એન. પટેલ.‌( જગત )

સુદામા...

કોઈ કહેજો જઈને, બારણે સુદામા આવ્યો છે..
કામ કરીને તારું આજ હિસાબો પણ લાવ્યો છે..

દરવાને જ્યારે હાકલ પાડી સુદામપુરી..નો..
સંદેશો સાંભળી ખુલ્લા પગલે કાનો ભાગ્યો છે...

ભરતા બાહોમાં હરખાતો, જગનો નાથ રડ્યો છે..
બાર વરસના કોલને આજ પુરો કરવા આવ્યો છે...

સુદામ કહે થાક્યો, આંખોની ભાષા વાંચીલે..
ને જગતનો નાથે દોડી, પગમાં પડવા ફાવ્યો છે...jn