Wednesday, February 28, 2018

Happy Holi...

રંગવા આવ ત્યારે રંગ લઇને
નહી  આવ તોય ચાલશે,
તારો હાથ અડાડજે ગાલને
અને હું લાલ-લાલ થઇ જઇશ..

મળવા આવ ત્યારે
બાહો નૈ ફેલાવ તોય ચાલશે,
તારી નજર લડાવજે આંખને
અને હું ઘેલો-ઘેલો થઈ જઈશ...

ભિંજવવા આવ ત્યારે
પિચકારી નૈ ભર તોય ચાલશે,
તારા હોઠ અડાડજે હોઠને
અને હું ભીનો-ભીનો થઈ જઇશ...jn

પ્રેમ એટલે...

રંગનું નામ
પડતાં જ
તારા
અંગે અંગનું
મારામાં રંગાવાના
ઉમળકા સાથે નો
થનગનાટ...jn

Friday, February 23, 2018

પત્થર... ગઝલ...

ઘસાયા પછી કેટલાયને મઝલ પર હવે લઈ ગયો છું..
ઘડાયા પછી સેંકડો માનવીની શ્રધ્ધા થઈ ગયો છું...

ભલે ટાંકણાના થતા વાર પર વારથી હું ટંકાયો...
ટંકાયા પછી તો સૌ જાણે જ છે આજ શું ગઇ ગયો છું...

અમારા ઉપર જે મિનારા મઢી મંજલોમાં છે બેઠા..
દટાયા પછીયે ઇમારત નો પાયો બની રઇ ગયો છું...

બચાવી છે સંસ્કૃતિ જેણે, ને ચડ્યા છે ગોધનના વારે..
ચણાયા પછી પાળિયા માં મઢીને નમન લઇ ગયો છું...

જગત આજ ચાલ્યું છે મંજીલને પામવા મુજ હૈયે..
છૂટ્યો છું પછી રામના હાથમાંથી હવે કંઇ ગયો છું..!!

Jn Patel... ( Jagat )

Sunday, February 18, 2018

ના જાણતા કેવા વિચારોમાં ખોવાતા હતા સૌ..
ને કોઇ કાંઇ કહે તો ચૂપચાપ સાંભળતા હતા સૌ...

ચાલ...

ચાલ થોડું જીવીએ
અને...
એકબીજાને ગમીએ...

ભૂલો આજે ભૂલી જઇએ..
અહમને આજે ત્યજી દઇએ..
અને...
એકબીજાને ગમીએ...

અંતરથી અંતરના અંતર..
જીવન મહેકે જાણે અત્તર..
સુગંધ આજે એ ભરીએ..
અજવાળા જીવનમાં કરીએ..
અને...
એકબીજાને ગમીએ...

પ્રેમથી પ્રેમના પ્રેમ પથને..
બંધ નયનમાં હ્રદયના સાથને..
હૈયું આજે ખાલી કરીએ..
હ્રદયથી હ્રદયને એક કરીએ..
અને...
એકબીજાને ગમીએ...

ચાલ થોડું જીવીએ
અને...
એકબીજાને ગમીએ...jn

જે. એન. પટેલ (જગત)
રોજ રોજ તડપાવું  ને રોજ રોજ તરસાવું..
રાહ જોવું તું ક્યારે આવું ને તારો પ્રેમ વરસાવું...

અને હું રહ્યો મોજીલો માણસ એટલે ના ફાવે..
એટલે આવું તો એવી આવ, હું મારામાં સમાવું....Jn
આજ આવે છે રમલને સંગ તોફાની હવે..
તાંડવે સૌ નાચવાના છંદ સાથેની પળે...

દોડવાના, ભાગવાના... ચાહનારા સાહિત્ય..
જોઇ જાણી આજ આંતરડી જગત ભરની બળે...Jn
સ્પર્શ  મળ્યો તારો આગવો..
બન્યો આનંદ મારો આંધળો...

જીવન  કેરા  જંગો લડવા..
દિલમાં બુંગ્યો આજે વાગતો..

શૌર્યની  ગાથાઓ  જાણી..
દુશ્મન પણ બનતો પાંગળો...
તમે એકવાર પ્રેમનો દીપક ત્યાં પ્રગટાવ જો..
અજવાળું જગતમાં આપોઆપ થઇ જશે...Jn

Tuesday, February 6, 2018

ઈનામ...

ભવસાગર ને તરી જા તો સાગર ઈનામમાં..
ક્ષીતીજ ને અડકી જા તો ધરા ઈનામમાં...

લાગણીયો ને સમજી  જા તો હ્રદય ઈનામમાં..
ઐસ્વર્ય ને સમજી જા તો માનવ મન ઈનામમાં...

પ્રેમને સમજી જા તો પરાકાષ્ઠા ઈનામમાં..
ભાવને સમજી જા તો લાગણીઓ ઈનામમાં...

ઘરને સમજી જા તો પરિવાર ઈનામમાં..
સંબંધોને સમજી જા તો સમજણ ઈનામમાં...

જાતને સમજી જા તો નિજાનંદ ઈનામમાં..
પરમને સમજી જા તો પરમાનંદ ઈનામમાં...

ધર્મને સમજી જા તો આધ્યાત્મિકતા ઈનામમાં..
સંસ્કાર નેં સમજી જા તો સંસ્કૃતિ ઈનામમાં...

માણસને સમજી જા તો માણસાઈ ઈનામમાં..
જગતને સમજી જા તો જગદીશ ઈનામમાં...jn

Saturday, February 3, 2018

રામ કે હનુમાન...

રામ કે હનુમાન...

બ્રહ્માંડ માંથી દેવોએ  ફુલો વર્ષાવ્યા હશે..
દોડીને રામે હનુમાનને ગળે લગાવ્યા હશે...

વર્ષોના વિશ્વાસથી રાહ જોતી બેઠી હતી..
શબરીના એંઠા બોરમાં રામ હરખાયા હશે...

પ્રેમની ટોચને પરાકાષ્ઠા નામ અપાયું હતું..
સીતાના વિયોગે બાળકની જેમ રામ રડ્યાં હશે...

સીતાની શોધ લંકાથી લઇ  આવ્યા હતા..
એટલે જ એણે રામને ઋણી રાખ્યા હશે...

બુદ્ધિમાં શ્રેષ્ઠ તોય લાવ્યા હતા દ્રોણગીરી..
એ જાણવા કાજે જ રામ મૂરછાયા હશે...

ચાખડી લઇ રાજ કરતા ભરતને જોઇ..
ભાતૃપ્રેમમાં દોડીને રામ ભિંજાયા હશે...

અંતરને અજવાળી જગતે દિવાળી મનાવી હતી..
આસુરી વ્રૃતિ ને હણી રામ પાછા આવ્યા હશે...

આજે પણ રામ લક્ષ્મણના દ્રષ્ટાંત અપાય છે..
મારા માટે જ રામને વાલ્મીકિએ ચિતર્યા હશે..

રામ નામે પથ્થરોને મેં તરતા જોયાં છે..
એટલે જ જગતમાં અવતાર થૈ પૂજાયા હશે..jn

Thursday, February 1, 2018

school અમારી...

કુદરતના ખોળે એવી school અમારી..
મનને મલકાવે એવી school અમારી...

રોજ સવારે વહેલી વહેલી આવતી..
પીળા પિતાંબરે સજ્જ સવારી અમારી...
આગળ ખુલ્લો બગીચો ને સામે છે રોડ..
મીઠા કલરવમા વસતી school અમારી...

મોરલાના ટહુકા ને પંખીની ગુંજ તો ખરી..
સરરરર.. કરતી સરકતી પવનની સવારી..
તપોવન કહેવા જેવું માં સરસ્વતીનું મંદિર...
ચારે કોર લીલી ઓઢણીમાં  school અમારી...

કુદરતના ખોળે એવી school અમારી..
મનને મલકાવે એવી school અમારી...

માં ના સ્તર સુધી પહોંચે એવા માસ્તર..
મેદાન જાણે ઘરનું આંગણું એ અનુભૂતિ અમારી...
જીવનની દરેક ક્ષણને કેવી રીતે વિતાવવી..
જીવનલક્ષી શિક્ષણ આપતી school અમારી...

AC, Projeter, Com. ને Scientific Lab..
અધ્યતન ઉપકરણોથી મઢેલી ને સજેલી..
કરાટે, યોગા, રમતો ને વિવિધ સ્પર્ધા સાથે..
જગતમાં સર્વાંગી વિકાસ કરાવતી school અમારી...

કુદરતના ખોળે એવી school અમારી..
મનને મલકાવે એવી school અમારી...jn