Tuesday, March 20, 2018

ઉપાડ

અભિનંદન અભિનંદન....૨
છાંટો ગુલાલ ચંદન...
તમને સાલામ,તમને પ્રણામ..
તમને અમારા વંદન......

મુખડું...

અડગ,અડીખમ ને અણનમ, મક્કમ આપ છો અવ્વલ
આપ છો ઉત્તમ મંત્ર આપનો કેવળ છે ઉદ્યમ

ચાલી આકરે રસ્તે આપે ટોચે ધ્વજ લહેરાવ્યો
અગવડને સગવડમાં પલટી જીવન બાગ સજાવ્યો

મંજીલને કરવા મુઠ્ઠીમાં ઊંઘ,તરસ,ભૂખ ભૂલ્યા
મક્કમતાથી ડગલાં માંડી ભાગ્યના તાળા ખુલ્યા

પરિવારના પથદર્શક છો છો ગૌરવ સમાજે
ખીલી ઉઠે એ કણકણ જ્યાં થાય આપનું પગરણ

જીજાબાઇ સમ માત મળ્યા ને ભોગીલાલના નંદન
પૂર્ણિમા સંગ પાવન પગલે ખીલ્યું છે ઉપવન

બુદ્ધિમાન,મહાનાયક,જ્ઞાની પરમશ્રેષ્ઠ છો આપ
મંજિલ પારે પહોંચ્યા આપ વેઠ્યા આકરા તાપ

અભિનયમાં  અવ્વલ છો ને  રાજેશ  છે શુભ નામ
મંત્ર આપનો એક જ છે બસ કરતો જા તું કામ

વિજય આપના ચરણો ચૂમે કરે સફળતા વહાલ
મળે દોસ્તી જેને આપની એ  થાય ન્યાલાન્યાલ

અભિનંદન અભિનંદન....૨
છાંટો ગુલાલ ચંદન...
તમને સાલામ,તમને પ્રણામ..
તમને અમારા વંદન......

Thursday, March 8, 2018

ચાલશે ને તને...

હંમેશા આમ જ સાથે ચાલીશ બોલ ચાલશે ને તને..
ક્યારેક પાસે આવી બાહોમાં આવવું ફાવશે ને તને...

રોજેરોજ તારી યાદોની સાથે બેસવું ગમે..
ક્યારેક હંમેશને માટે આવી જઇશ જામશે ને તને...

તડપાવાની તારી આદત ને તરસવાની મારી..
ક્યારેક વ્હાલના વરસાદમાં વર્ષીસ એ ગમશે ને તને...

રુઠવાની આદત મને નથી પણ તને મનાવીશ..
માનીને મારામાં એકાકાર બની જાઉં દોડશે ને તને...

રાહ જોઇશ જાન.. જગતમાં એક નૈ અનેક ભવે...
ભવે ભવે મારી બનવાનું વચન આપ ચાલશે ને તને...jn

Women's day ની શુભેચ્છાઓ...

માતાઓ, બહેનો, દિકરીઓ અને
મિત્રો આજે ૮ માર્ચ એટલે
Woman's day....

यत्र नार्यस्तु पूज्नयंते रमंते तत्र देवता
આ ભાવનાથી ભારતમાં સદીઓ
પૂર્વે સ્ત્રી-સન્માનનો આદર્શ મૂર્તિમંત
બન્યો છે...
આજે ભારતના મહાનગરોમાં નોકરી
કરતી અને કોલેજમાં ભણતી શિક્ષિત
નારીઓએ લાજમર્યાદાની "લક્ષ્મણરેખા"
ઓળંગી દીધી છે એવી ફરિયાદ
ઉઠી છે. પશ્ચિમ "બા"ના રંગે રંગાઈ ને
અને ફેશનનૌં આંધળું અનુકરણ
કરીને ભારતની નારી ,
કલ્બોમાં ઘૂમતી થઈ છે.
અને ડાંસન રવાડે ચડી છે.
પરિણામે સંયુક્ત કુટુમ્બની ભાવના
છિન્નભિન્ન થઈ રહી છે.
દાંમપ્તય જીવનને વહેમ અને શંકાનો
લૂણો લાગ્યો છે.
સૌંદર્ય પ્રસાધનોની કૃત્રિમતા
હેઠળ ભારતીય નારીનું
કુદરતી સૌંદર્ય ઝખવાયું છે.

અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા,
ને મંદોદરી – આ પાંચ પવિત્ર
નામોના સ્મરણ માત્રથી
મહાપાપો દૂર થાય છે...
સમય આવે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
કે અહલ્યા બાઇ બની ને માતૃભૂમિનું
રક્ષણ પણ કર્યું છે...

કેટલી મહાનતા...??

ભારતીય નારી સાચા અર્થમાં
"નારાયણી" બને પુરૂષ સમોવડી
બને અને આદર્શ માતા બને એમાં જ
એની એકલીનું નહિં આખા સમાજનું
ને રાષ્ટ્રનું કલ્યાણ સમાયેલું છે.
ભારતને પોતાની આગવી , અનન્ય
અને અનોખી સંસ્કૃતિ વારસો
પરાપૂર્વથી
મળેલો છે. દુનિયાની સ્ત્રીઓનો
જો કોઈ માર્ગદર્શક બની શકે તો તે
માત્ર ને માત્ર ભારત જ છે...
માટે જ કહું છું यत्र नार्यस्तु पूज्नयंते..
ત્યાં રોજેરોજ woman's day
ઉજવાય છે..

માતાઓ, બહેનો, દિકરીઓ અને
મિત્રો ને અંતે એટલું જરૂર કહીશ....
પુરુષ સમોવડી બનવાની દોડમાં
"જગત" માંથી ક્યાંક તમારૂં અસ્તિત્વ
મટાડી તો નથી રહી ને..!!..jn

જે. એન. પટેલ.. (જગત)