Me...

મારા જ ગામમાં ભણીગણીને મોટો થયો છું..
મોટા ભાગના મિત્રો પણ સાથે જ અમારા 
ગામમાં જ બધા સ્થિર થયા છીએ...
M.COM. સુંધી અભ્યાસ કરી વારસાગત 
વ્યવસાયને વિસ્તાર્યો છે....

સાહિત્ય જગતનો ચસકો પહેલાથી જ હતો ને 
આ ઇંટરનેટની દુનિયા સાથે એને ગતિ મળી..

Music નો ગાંડો શોખ છે... 
Mouth Organ, હારમોનિયમ ને Key Bord 
સાથે ઢોલક, નરગા, Guitar ને પેડ જેવા 
સાધનોને અજમાવી લઉં છું...
અને હા Singing નો પણ શોખ 
અને CT તો મારી હાલતેને ચાલતે...

તે સિવાય પણ Painting નો શોખ પણ ધરાવું છું...
રમતોમા કબડ્ડીની રમતમાં વધારે રસ ધરાવું છું
તદ ઉંપરાંત High Jump.. State Level એ રમી આવ્યો છું
આમ છતા અમારા ગામડાની બધીજ રમતોમા મોખરે રહેલો છું..

મોટા કુટુંબમા રહું છું એટ્લે મનનો પણ મોટો છું
જગદીશનું આપેલું બધુંજ આ ''જગદીશ'' પાસે છે...

કવિ મિત્રોએ સરસ મજાનું તખલ્લુસ 
''જગત'' એવું ઉપનામ પણ આપ્યુ છે..
બાકી મારી કવિતાઓ બોલે છે ને 
ઘણા મિત્રો અંગત રીતે પણ જાણે છે.....જગદીશ એન. પટેલ 

કોઇની પણ વાતમાં પડતો નથી,

એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,

ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં તો પણ પડતો નથી..

મળ્યા પછી કોઇ ભૂલે આ ''જગત''ને,

એવી વાતમાં ક્યાંય ચડતો નથી.....jn