My Hometown

ગાધીનગર જીલ્લાનું એક નાનુ રખિયાલ નામે ગામ અમારું..
કુદરતનો ખોળો ને પાછી એની મહેર એવું ગામ અમારું...

કેહવાય છે ને કે દુનિયાનો છેડો ઘર કહેવાય...

હા બસ આ અમારું ગામ એટલે દુનિયાનું સ્વર્ગ 
ગમે ત્યાં ગયા હોઇએ અને ગામમાં આવતા પહેલાજ 
સરસ મજાનું ભગવાન શંકરનું મંદિર આવે એવું ગામ અમારું...

અમદાવાદ, ગાંધીનગર, હીંમતનગર, મોડાસા, બાયડ....

આ બધાના મધ્યમાં આમ તો કહી શકાય અમારું ગામ..
રેલ્વે અને બસ બન્નેની સુવિધાઓ અમારા ગામમાં...
સરસ મજાના પાકા રસ્તાને સાથે સ્ટ્રીટ લાઇટો એવું ગામ અમારું...

વખાણવા જેવું કહીએ તો કંદોઇનું ખમણ ને બાવાજીની પાપડી

કેન્ટીન ના ગોટા-સમોસા ને બાપુની જલેબી....
અને સાથે બે ત્રણ કીટલીયો તો ખરીજ પાછી...
CHC સેન્ટરની સુવિધા ને બધુજ મળે હાજર એવું ગામ અમારું...

સરસ મજાનો ઉચ્ચ અભ્યાસ કરી શકાય એવી હાઇસ્કુલ

બાળકો ભણી શકે એવા બાલમંદિર ને પ્રાયમરી સ્કુલ પણ ખરી... 
ગાંધીનગર જીલ્લાનું એક નાનુ રખિયાલ નામે ગામ અમારું..
કુદરતનો ખોળો ને પાછી એની મહેર એવું ગામ અમારું......jn