Wednesday, January 21, 2015

આજેય ગળાડૂબ છે...

તારું આમ
અચાનક આવવું
ને મારામાં ભળવું
એ જ બતાવે છે
આજેય ગળાડૂબ છે
મારા પ્રેમમાં....jn

ચાહત અમારી...

હદી ગઇ છે હવે પીવાની આદત અમારી..
કદીક જામ કદીક મદીરા, એ લત અમારી...

મહેખાનું મહેકાવે, અને એક તું બહેકાવે..
જાણે સુડી વચ્ચે સોપારી, હાલત અમારી...

હશે કર્મોના બંધન, મળ્યું તમારું આલીંગન..
સાવ સામાન્ય, ક્યાં એ લાયકાત અમારી...

તારા સુખમાં સુખી, તારા દુખમાં પણ સુખી..
સમણામાં જ રહે છે હવે મુલાકાત અમારી...

પી ગયા દર્દો "જગત"ના એક જ જામમાં..
રડાવી જાય છે કમ્બક્ત ચાહત અમારી....jn

મારા છો આપ....

શ્રૃંગાર ને લજાવો તેવા લજામણી છો આપ...
આકાશથી ઉતરેલી પરીની કલ્પના છો આપ...

નયનના રસ્તેથી હ્રદયમાં સમાઇ ગયા..
હ્રદયમાં વાગે એવું મધુર સંગીત છો આપ...

અરુણની સવારીએ સજો એવા તેજોમય..
જગતમાં ચૈતન્યને પુરનાર છો આપ...

પુષ્પમાં મધુર રસ ભરનાર મધુકર..
વરસતા વરસાદની મીઠી સુવાસ છો આપ...

મૃદુતા વસી છે જાણે પતંગિયાની પાંખ..
દરિયાની લહેરોમાં ઉછળતો ઘોંઘાટ છો આપ...

રડતાને હરખ, ને જોશ પુરનાર તમે..
હાસ્યને પણ હસાવે એવું હાસ્ય છો આપ...

વિચારોની ધારામાં વહી રહેલી તંદ્રા..
જગતની રગરગમાં ધબકતી ધબકાર છો આપ...jn

સુવાસ છે ચારેકોર...

જાતથી વધુ ચાહ્યા, ક્યાં આવી કચાશ પ્રેમમાં..!
ભૂલ જ હશે અમારી, કેમ પડ્યા એ વહેમમાં..!!

કેમ ચાલશે, આવી નાદાન-નાસમજ..!
દિલ છે અમારું, મળ્યું છે એમ ભારે જહેમતમાં...

વધી નથી એમજ, સાગરેતો ઓટજ છે..
વધી ગઇ એની ખારાશ તારીજ રહેમતમાં...

મઢેલું છે નામ, હ્રદયની ચારેય કોરે..
મટશે થોડું એ કાંઇ આમ એકાદ અરસામાં..!!

ચિતરાએલું છે કે પછી ચિથરેહાલ બનાવ્યું..!
લખાયું છે લકીરે તારી, સૌ કોઇ એ ચર્ચામાં...

ગુંજી રહ્યું છે મન, જાત સાથે દ્વન્દ્વ કરે છે..
વૃક્ષોની સંગ હિલોળે ચડ્યું નાહક વિચારોમાં...

મટીતો નહી રહે, આમ કાંઈ આ જગત..
ફુલો મટે છે, મેહકી જાય છે સૌ સુવાસમાં...jn

જોઇ શકીશ...??

તું પાસે હો કે દુર, દિલમાં તારા હું જ રહીશ..
દુનિયાના બઘાજ દુખ તારા હું જ સહીશ...

સજાવી દઇશ જહાંની ખુશી તારા દામનમાં..
હશે કેડી કંટકની, પહેલા ડગલા હું જ માંડીશ...

સજાવેલા કુદરતના ખોળામાં મ્હાલવા..
આ ધરતીમાં જન્નતની સેર હું જ કરાવીશ...

માગવાની આદત ભાવી ગઇ જગતમાં..
પારખા લેશો..! જાન કાઢી હું જ બતાવીશ...jn

કેટલી ચિંતા..?

ક્ષણભરનો સાથ, અચાનક આવવું તમારું..
રહ્યો ભાર આંખોમાં એકાએક ભાગવું તમારું...

સવાલ કર્યો ને જવાબની ના દરકાર..
પલક જપકાવતા, શુન્યમનષ્ક જાગવું તમારું...

કરી પ્રેમનો એકરાર, વ્યવહારે ઇનકાર..
ડૂબતો ભવસાગરે, અટ્હાસ્યે ચાલવું તમારું...

મનેચ્છાઓ મનમાં ને વાતો વિચારમાં..
સમણામાં જગાડી, આલીંગન ભરવું તમારું...

થયો દિદાર ને પ્રજવલિત બન્યું જગત..
કેટલી ચિંતા..? સમણામાં આવી મળવું તમારું...jn

આદત...તારી..

જાણીતી છે આમ મળવાની આદત..
સ્વથી વધુ અમને ચાહવાની આદત...

પરવાનો જો આપેલો અમે એમને..
એ રીસાતા, અમને મનાવાની આદત...

દુર ક્ષિતીજની ઓથમાં જઇ બેસતા..
અનિમેષ નજરે તમને જોવાની આદત...

ઘણાઇ રહી હતી ઘણેલી પળો અમારી..
આમ જ રહી અાજીવન હસવાની આદત...

રાહ જો જો જગતની વિદાયે એમની..
આખરમાં છે એમને, આવવાની આદત...jn

Monday, January 12, 2015

આદત....

આમ લાગણીઓ ના છલકાવ મને વિણવાની આદત નથી...
આમ દિલમાં ઉભરો ના લાવ મને ભરવાની આદત નથી...

પીવરાવવું જ હોય તો આમ આંખોથી ના ઉલેચ,,
મને આમ ટીપું ટીપું કરીને પીવાની આદત નથી....JN

નિર્દોષ પ્રેમ,,

નક્કી કોઇ અઘટીત ઘટના ઘટાઇ છે..
વિના મોસમે આજ વાદળી છલકાઇ છે...

કર્યો હશે મારી જેમ ક્યાંક નિર્દોષ પ્રેમ,,
એટલેજ આમ આજ વાદળી છલકાઇ છે..jn

દોસ્તો ની દુનિયાો....

સાકેતની સાહસિકતા સમજાઇ ગઇ..
જીગરની જીગર ટકરાઇ ગઇ...

તૃષાની તૃપ્તતા અંકાઇ ગઇ..
આગમની ઓળખ પિછાણાઇ ગઇ...

અતુલની આળસ ખંખેરાઇ ગઇ..
આલમની અંગડાઇ ઓગળી ગઇ...

અનપઢની દીશા નક્કી થઇ ગઇ..
ઘાયલની ઘટના ઇતિહાસ બની ગઇ...

મિતુલની મીઠાશ ફાવી ગઇ..
બે'દિલની લાગણી ગમી ગઇ...

આરતીની સાલસતા ભાવી ગઇ..
કુંજન ગુંજનને સંભળાવી ગઇ...

સરલની સરળતા સરકી ગઇ..
અનસુયાની આંખો ભટકાઇ ગઇ...

ભાવનાની ભાંગજડ ટળી ગઇ..
નિપુણની નિપુણતા મપાઇ ગઇ...

રેખાની રેખાઓ કોતરાઇ ગઇ..
શીલની શીલતા ઓગળતી ગઇ...

ઉષાની ઉર્મિઓ અંકાતી ગઇ..
પ્રેમાર્દના દર્દને ઠાલવતી ગઇ...

પ્રદીપની જ્યોતિ પરખાઇ ગઇ..
શૈલેષની સોડમ મહેકાઇ ગઇ...

અદીશની દિશા નક્કી થઇ ગઇ..
ધૃવની ચમક જરા અડકી ગઇ...

હવે શુ રહ્યું બાકી આ જગતમાં ..!!
માગી દોસ્તી ને દુનિયા મળી ગઇ...jn